કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં આવેલા માળી ફળિયામાં લાંબા સમયથી બિસ્માર હાલતમાં ઉભેલા એક જૂના જર્જરીત મકાનનો અડધો ભાગ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો છે. આ ઘટના દરમિયાન સદનસીબે આસપાસ કોઈ હાજર ન હોવાને કારણે મોટી જાનહાનિ ટળી ગઈ છે. જોકે, મકાનનો કાટમાળ રસ્તા પર વેરવિખેર થઈ જતાં સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ચાલુ ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે માળી ફળિયાના સાંકડા રસ્તા પર આવેલા આ મકાનનો મોટો હિસ્સો અચાનક તૂટી પડ્યો હતો. આ મકાનના પાયા અને લાકડાના સ્તંભો સડી ગયા છે, અને મકાનનો બાકીનો અડધો ભાગ પણ રસ્તા તરફ ભયજનક રીતે નમી પડેલો છે. આ બાકી રહેલો હિસ્સો ગમે ત્યારે સામાન્ય પવન કે વરસાદમાં પણ તૂટી પડે તેવી સ્થિતિમાં લટકી રહ્યો છે. આ ફળિયામાંથી દરરોજ નાના બાળકો, મહિલાઓ અને અસંખ્ય સ્થાનિક નાગરિકો પસાર થાય છે, જેના કારણે રહીશોના જીવ સતત અધ્ધર થઈ ગયા છે. આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં વહીવટી તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોની માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય કે કોઈનો જીવ જાય તે પહેલાં વેજલપુર ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા આ આખેઆખા જર્જરીત મકાનને તાકીદે ઉતારી લેવામાં આવે. આ સાથે જ, ગ્રામ પંચાયત દ્વારા ગામમાં આવેલા આવા અન્ય જૂના અને બંધ જર્જરીત મકાનોનો સઘન સર્વે કરી તમામ ભયજનક બાંધકામો સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે વેજલપુર ગ્રામ પંચાયતના સત્તાધીશો આ ગંભીર બાબતને કેટલી ગંભીરતાથી લઈ આગામી દિવસોમાં કડક કાર્યવાહી હાથ ધરે છે.

- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા લગભગ બે વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યા યથાવત હોવાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રસ્તાના અભાવે નાના બાળકોને શાળાએ જવામાં તેમજ બીમાર દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધાર્મિક યાત્રા અને સામાજિક પ્રસંગોમાં પણ આશરે 50 પરિવારોની વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકોને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત, અહીં પીવાના પાણીની સુવિધાનો પણ પૂરતો લાભ લોકોને મળી રહ્યો નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે અહીં બે પાણીની ચોકીઓ ઊભી કરીને પાઇપલાઇનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ ટાંકીઓ સાથે જોડાયેલી પાઇપો અને લોખંડની સીડીની ચોરી થઈ ગઈ હતી. અનેક રજૂઆતો છતાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કોઈ ઉકેલ ન લાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે અસંતોષ છે. આથી તેમણે જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને સ્થળ પર તાત્કાલિક તપાસ કરી રસ્તા અને પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા નમ્ર અપીલ કરી છે.1
- કાલોલ તાલુકાના બોરુ રોડ પર આવેલી ઓમ રેસીડેન્સીના રહીશો છેલ્લા ૨ વર્ષથી વારંવાર થતા વીજકટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સોસાયટીમાં કાતોલ પંચાયત વિસ્તારના ફીડરમાંથી લાઈન આવતી હોવાથી વારંવાર પાવર કટ ઓફ થાય છે, જેના કારણે રહીશોએ આખી રાત લાઈટ વગર વિતાવવી પડે છે. આ ગંભીર સમસ્યા અંગે સોસાયટીના રહીશો દ્વારા અગાઉ તારીખ ૨૭/૦૮/૨૦૨૪ અને ૩૦/૦૯/૨૦૨૪ ના રોજ અરજીઓ આપવામાં આવી હતી તેમજ તાલુકા સ્વાગતમાં પણ પત્ર નંબર ૫૧/૨૦૨૪ દ્વારા રજૂઆત કરાઈ હતી, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. રહીશોનો આક્ષેપ છે કે તેમની સોસાયટીથી માત્ર ૫૦ મીટર દૂર આવેલી ઓમ સાંઈ રેસીડન્સીને કાલોલ ફીડરમાંથી લાઈન અપાઈ છે જ્યાં વીજળી બંધ થતી નથી, જ્યારે તેમની સોસાયટીમાં કાતોલ પંચાયત ફીડર હોવાથી પાવર વારંવાર ગુલ થઈ જાય છે. ચોમાસામાં સામાન્ય વરસાદ કે વાવાઝોડું બંધ થયા પછી પણ આખી રાત વીજળી આવતી નથી. આ ભેદભાવ અને કલાકો સુધી લાઈટો બંધ રહેવા છતાં પૂરું બિલ વસૂલવામાં આવતું હોવાથી, સોસાયટીના પ્રમુખ અશોકભાઈ કે. પરમાર અને રહીશોએ કલેકટર, મામલતદાર તેમજ MGVCLના અધિક્ષક ઈજનેરને લેખિત રજૂઆત કરી છે. જેમાં ચોમાસાના કટ ઓફ સમય નોંધી વીજબીલમાં ૫૦% કાપ આપવા અને કાયમી ધોરણે કાલોલ ફીડર સાથે જોડાણ આપવા માંગ કરી છે. રહીશોએ ચીમકી આપી છે કે જો ૩૦ દિવસમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ તમામ પરિવારો સાથે MGVCLની કચેરી ખાતે ભૂખ હડતાળ પર ઉતરશે. હવે તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને કાયમી ઉકેલ લાવે છે તે જોવાનું રહ્યું.3
- જંબુસર તાલુકાના ડાભા ગામમાં સરપંચ સી. શબ્બીરભાઈ આલમના નેતૃત્વ હેઠળ ગામના વિકાસના કાર્યો સતત આગળ વધી રહ્યા છે. ગામના વિવિધ વિસ્તારોમાં લગભગ દરેક વીજ થાંભલા પર સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી છે, જેના કારણે રાત્રિના સમયે પ્રકાશની સુવિધામાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ગામના મુખ્ય માર્ગો પર રાત્રિના સમયે અવરજવર કરવામાં ગામલોકોને મુશ્કેલીઓ પડતી હતી. આ અંગે ગ્રામજનોએ સરપંચ શબ્બીરભાઈ આલમને રજૂઆત કરી હતી, જેના પગલે તેમણે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને સ્ટ્રીટ લાઇટો લગાવવાની કામગીરી હાથ ધરી હતી.1
- જંબુસર તાલુકાના ડાભા ગામમાં વિકાસ કાર્યો સતત આગળ વધી રહ્યા છે. ગામના સરપંચ સી. શબ્બીરભાઈ આલમના નેતૃત્વ હેઠળ આ તમામ વિકાસલક્ષી કાર્યો સતત આગળ ધપી રહ્યા છે.1
- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરના મુવાડા ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગામના નવ કુવાના વીજ જોડાણો છેલ્લા બે મહિનાથી બંધ હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ ડાંગરની રોપણીની મહત્વની સિઝન ચાલી રહી હોવાથી સિંચાઈ માટે વીજળી અત્યંત આવશ્યક છે. ખેડૂતોએ જણાવ્યું છે કે વીજળીના અભાવે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ સમસ્યા અંગે સ્થાનિક ખેડૂતો દ્વારા વીજ વિભાગના અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ખેડૂતોએ વીજ વિભાગ પાસે તાત્કાલિક કાર્યવાહી કરી તમામ નવ કુવાના વીજ પુરવઠાને નિયમિત શરૂ કરવાની ઉગ્ર માંગ કરી છે.1
- કાલોલ નગરમાં ગેરકાયદેસર અને ઊંચા વ્યાજે નાણાં ધીરીને પઠાણી ઉઘરાણી કરવાના મામલે પોલીસ દ્વારા 'માં ફાઇનાન્સ' નામના વ્યાજખોરીના વ્યવસાય સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. કાલોલ તાલુકા પંચાયત બહાર ચાની લારી ચલાવી ગુજરાન ચલાવતા રણુભાઈ ભરવાડ અને વ્યાજખોરોના ત્રાસથી પરેશાન હસમુખજી તેજાજી વણઝારા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદોના આધારે પોલીસે આ કડક કાર્યવાહી કરી છે. નગરમાં ડેરોલ સ્ટેશન રોડ પર માતાજીના ચિત્ર અને શસ્ત્રોવાળા પોસ્ટર સાથે 'માં ફાઇનાન્સ'નું બોર્ડ લગાવીને દીપેશ રાજપૂત જરૂરિયાતમંદ લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો. આ વ્યાજખોરો કોઈ પણ ડર રાખ્યા વગર અને કાયદાના ધજિયા ઉડાવીને કોરા ચેક અને અન્ય પદ્ધતિઓ દ્વારા જરૂરિયાતમંદોને વ્યાજે નાણાં આપતા હતા. જો કોઈ વ્યક્તિ નક્કી કરેલા સમય પર વ્યાજ કે મુદ્દલ ન ચૂકવે, તો તેને પોલીસની ધમકી આપી જેલમાં પુરાવી દેવા સુધીનો પઠાણી ત્રાસ આપવામાં આવતો હતો. આ ભય અને મજબૂરીના કારણે લોકો મૂંગા મોઢે વ્યાજ ભરવા મજબૂર બન્યા હતા. ચાની લારી ચલાવતા રણુભાઈ ભરવાડે વ્યાજના બાકી રૂપિયાની પઠાણી ઉઘરાણી સામે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ, નવનિયુક્ત નાયબ પોલીસ અધિક્ષક નવીન આહિરના માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડ અને પોલીસ સ્ટાફે સુપેડા હોસ્પિટલ સામે આવેલા કોમ્પ્લેક્સમાં ચાલતી 'માં ફાઇનાન્સ'ની ઓફિસમાં દરોડો પાડી જરૂરી પુરાવા અને ફાઈલો જપ્ત કરી તપાસ હાથ ધરી હતી. પોલીસ કાર્યવાહી શરૂ થતાં જ ગુનામાં સંકળાયેલા આરોપીઓ રફુચક્કર થઈ ગયા હતા. ત્યારબાદ, 9 જુલાઈ 2026ના રોજ હસમુખજી વણઝારાએ પણ દીપેશ રાજપૂત અને જીગર પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આખરે પોલીસે તપાસ તેજ કરીને 11 જુલાઈ 2026ના રોજ દીપેશ રાજપૂત, અરવિંદ મકવાણા અને જીગર પરમારની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ મોટી કાર્યવાહીથી કાલોલ પંથકના વ્યાજખોરોમાં ભારે હડકંપ મચી ગયો છે. જો કે, હવે કાલોલ પોલીસ આ વ્યાજખોરો સામે ફરિયાદ મુજબ કડક તપાસ કરીને યોગ્ય પગલાં લે છે કે કેમ તે જોવું રહ્યું!2