Shuru
Apke Nagar Ki App…
સુરતના પોદ્દાર આર્કેડમાં નજીકમાં રહેતા ત્રણ ઈસમોએ એક વેપારી પર હુમલો કર્યો હતો. વેપારીઓ દ્વારા આ ત્રણેય ઈસમોને કોમ્પ્લેક્સમાં આવતા રોકવામાં આવ્યા હતા, જેનાથી ઉશ્કેરાઈને આ ઈસમોએ વેપારી પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ વેપારીને માથામાં અને હાથના ભાગે ફટકા માર્યા હતા, જેના કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે વેપારીઓ દ્વારા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ વરાછા પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. એટલું જ નહીં, વરાછા પોલીસે આરોપીઓને બનાવ સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. પોલીસની આ કાર્યવાહી બાદ પોદ્દાર આર્કેડના વેપારીઓએ પોલીસની જય બોલાવતા નારા લગાવ્યા હતા.
Raftar surat news

More news from ગુજરાત and nearby areas
- બનારસ પોતાની વિશ્વપ્રસિદ્ધ બનારસી સાડીઓ, ગુલાબી મીનાકારી અને લાકડાના રમકડાં માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. હવે અહીંના સ્થાનિક કારીગરોને એક નવી અને ભવ્ય ઓળખ મળવા જઈ રહી છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ, બનારસમાં એક અત્યંત શાનદાર 'યુનિટી મોલ' (Unity Mall) નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ કોઈ સામાન્ય મોલ નહીં હોય, પરંતુ અહીં દેશભરના 'વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ' (ODOP) અને બનારસની તમામ સ્થાનિક હસ્તકળાઓ માટે એક જ છત નીચે સૌથી મોટું બજાર સજશે. આ ભવ્ય પહેલના કારણે વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓ હવે કોઈપણ વચેટિયા વિના સીધા જ સ્થાનિક કારીગરો પાસેથી તેમની અદભુત કળા ખરીદી શકશે. આ આત્મનિર્ભર બની રહેલી કાશીની એક નવી ઉડાન છે. હર હર મહાદેવ!1
- વિશ્વ હિંદુ પરિષદ (VHP) ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે સુરતની મુલાકાત દરમિયાન એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદને સંબોધિત કરી છે. તેઓ સંગઠનાત્મક પ્રવાસ અંતર્ગત ત્રણ દિવસીય દક્ષિણ ગુજરાતના પ્રવાસે સુરત પહોંચ્યા છે. સુરતમાં લાંબા સમય બાદ વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષની આવી કોઈ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે. દિલ્હી ગેટ સ્થિત VHP કાર્યાલય ખાતે આલોક કુમારની અધ્યક્ષતામાં આ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ મીડિયા સંબોધન દરમિયાન અધ્યક્ષ આલોક કુમાર દ્વારા રામ મંદિરમાં થયેલ ચોરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ તેમણે લવ જિહાદના મુદ્દા પર પણ પોતાનું નિવેદન આપ્યું છે.1
- સૂરત ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીઝ ઓથોરિટી (DLSA) દ્વારા સૂરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નેશનલ લોક અદાલતનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમ સૂરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને DLSA ના ચેરમેન શ્રી રાહુલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો. લોક અદાલત દરમિયાન લાંબા સમયથી પેન્ડિંગ કેસોના ઝડપી અને પરસ્પર સંમતિથી નિકાલ માટે ખાસ પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ આયોજન અંતર્ગત મોટર એક્સિડેન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ સાથે જોડાયેલા 50થી વધુ કેસોનો બંને પક્ષોની સંમતિથી સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે.1
- સુરતમાં ભારે વરસાદની પીડા અને તેનાથી પ્રભાવિત લોકોની વેદના પર એક હૃદયસ્પર્શી ગીત તૈયાર કરવામાં આવ્યું છે. ડૉ. નિર્મલ વાણીયાવાળાના સુંદર શબ્દોને પારસ મ્યુઝિક સ્ટુડિયોમાં સંગીતથી સજાવવામાં આવ્યા છે. આ ગીત દ્વારા સમાજમાં માનવતા, એકતા અને પરસ્પર સેવાભાવનો એક ઉત્તમ સંદેશ વહેતો કરવામાં આવ્યો છે. ગીતમાં વરસાદગ્રસ્ત લોકોની પીડા અને મુશ્કેલ સમયમાં તેમને મદદ કરવાની ભાવનાનું અત્યંત ભાવસભર ચિત્રણ રજૂ કરાયું છે, જેને લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.1