Shuru
Apke Nagar Ki App…
Bhimsinhprvatsinh patel
More news from ગુજરાત and nearby areas
- હાલોલ તાલુકાના બાસ્કા ગામે આજે સોમવારના રોજ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પરપ્રાંતીય યુવકે પોતાના શરીર ઉપર બ્લેડ મારી જાતે જ ઇજા પહોંચાડી હોવાની ઘટના બની છે. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના ઔરંગાબાદનો રહેવાસી આકાશ જાવરે ઝારખંડની યુવતી રંજીતા સાથે લગ્ન કરીને છેલ્લા ત્રણ વર્ષથી બાસ્કા ગામે ગુજરાતી પ્રાથમિક શાળાની પાછળ રહેતો હતો. આકાશ નજીકની ફ્રુટી કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.પત્ની રંજીતા દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ આકાશને નશાની લત લાગી ગઈ હતી અને પાનેલાવ ગામે રહેતી એક મહિલા સાથે તેના સંબંધો હોવાનું પણ જણાવ્યું છે. શનિવારે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં આકાશે પત્ની પર હુમલો કરી ગળું દબાવવાનો પ્રયાસ પણ કર્યો હતો ઘટનાના અનુસંધાનમાં શનિવારે રાત્રે ઝઘડા બાદ રંજીતા ઘર બંધ કરીને સૂઈ ગઈ હતી અને આકાશ ક્યાં ગયો તેની તેને ખબર નહોતી. આજે સવારે આકાશ ઘરે પરત ફરતા ફરી ઝઘડો થયો હતો, જેમાં ગુસ્સે ભરાયેલા આકાશે પોતાના ગળા અને ડાબા હાથ પર બ્લેડથી ઘા મારી લીધા હતા.ઘટનાને પગલે તેને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ યુવકની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.1
- Post by Yunis Parmar CRIME ATTACK NEW1
- Post by Nationgujarat.com1
- ऑस्ट्रेलिया का 'फ्री' धमाका: क्या दुनिया की सरकारें लेंगी सबक?"1
- દાહોદમાં આજે વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સેફુદ્દીન સાહેબનું આગમન થતા દીદાર કરવા માટે સમાજનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું1
- દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા પંંચેલા ખાતે ત.ક મંત્રીશ્રી ના દફતરની apendix-A મુજબ તપાસણી હાથ ધરાઈ આજે તારીખ 30/03/2026 સોમવારના રોજ સાંજે 5 કલાકે આપેલ માહિતી અનુસાર પ્રાંત અધિકારી દેવગઢ બારીયા દ્વારા પંચેલા ગામ ખાતે તલાટી કમ મંત્રીશ્રીના દફતરની Appendix-A મુજબ તપાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિવિધ નોંધપોથી, રજીસ્ટર અને સરકારી દસ્તાવેજોની વિગતવાર ચકાસણી કરવામાં આવી. દફતર વ્યવસ્થાપન અને રેકોર્ડ જાળવણીની પ્રક્રિયા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન દફતર અધ્યતન રાખવાની બાબતે ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારીએ તલાટીશ્રીને તમામ નોંધપોથી સમયસર સુધારવા, જરૂરી એન્ટ્રીઓ નિયમિત કરવા તેમજ દસ્તાવેજોની યોગ્ય રીતે જાળવણી કરવા માટે સૂચનાઓ આપી હતી. આ સાથે દફતરની કામગીરી વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બને તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.1
- રખડતા ઢોર અને કૂતરાઓના વધતા ત્રાસ મુદ્દે દાહોદમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૨ દિવસથી ધરણા પર બેઠેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હવે આમરણાંત ઉપવાસ પર બેઠા છે. નગરપાલિકા અને શાસકો સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પીવાના પાણીની સમસ્યા, બંધ સ્ટ્રીટ લાઈટ અને ઉભરાતી ગટર જેવી મૂળભૂત સમસ્યાઓથી જનતા પરેશાન છે. પ્રાંત કચેરીએ કોંગ્રેસ કાર્યકરો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો અને તંત્રને ચીમકી આપવામાં આવી કે સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. 🎙️ બાઈટ: હર્ષદ નિનામા (પ્રમુખ, દાહોદ જિલ્લા કોંગ્રેસ) 👉 આવી જ લેટેસ્ટ ન્યૂઝ માટે પેજને ફોલો કરો1
- હાલોલના દેસાઈ ફળિયા ખાતે આજે સવારે સર્જાયેલી ઘટનાએ સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર આજે સોમવારે સવારે અંદાજે 8:30 વાગ્યાના આસપાસ એક અજાણ્યા ટેમ્પો ચાલક દેસાઈ ફળિયા પાસે થી પસાર થતો હતો. તે દરમિયાન ટેમ્પો અચાનક વીજપોલ સાથે અથડાતા વીજપોલ તૂટી ગયો હતો. તૂટી પડેલો વીજપોલ સામે આવેલ મકાન પર અડી જતા મોટી દુર્ઘટના ટળી હતી.ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક જાણ MGVCL ને કરી હતી.જાણ થતાં MGVCLની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ નિરીક્ષણ કરી જતી રહી હતી. વીજ કર્મચારીઓ દ્વારા બપોર સુધી વધુ નુકસાન અટકાવવા અને વીજ પુરવઠો સલામત રીતે પુનઃસ્થાપિત કરવા કોઈજ નક્કર કામગીરી ન કરતા સ્થાનિક રહીશો માં ભારે રોષ જોવા ફેલાયો છે.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી1