નડિયાદના નાનકડા બાળકોનો રમઝાન પ્રત્યે અનોખો ઉત્સાહ – નાની ઉંમરે રોજા રાખી સૌના દિલ જીત્યા.. તારીખ: 31 માર્ચ 2026 નડિયાદ શહેરના મરીડા ભાગોળ વિસ્તાર સ્થિત અબ્દુલ રહેમાન પાર્કમાં રહેતા 7 વર્ષીય શેખ સુબ્હાન ઈકબાલહુસૈન અને 10 વર્ષીય શેખ રૂહાન ઈકબાલહુસૈન તેમજ 22, શયાન પાર્ક ખાતે રહેતા 9 વર્ષીય સુમેરખાન ઝેડ. પઠાણે પવિત્ર રમઝાન મહિના દરમિયાન રોજા રાખી પરિવાર અને સમાજમાં ખુશીની લાગણી પ્રસરી છે. નાની ઉંમરે જ ઇબાદત પ્રત્યેનો તેમનો ઉત્સાહ અને ધાર્મિક ભાવનાએ સૌનું ધ્યાન આકર્ષ્યું છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, બાળકો રોજ સહેરી માટે ઉત્સાહપૂર્વક ઊઠતા અને દિવસભર ધીરજ સાથે રોજા પૂર્ણ કરતા હતા. સાંજે ઇફ્તાર સમયે પરિવાર અને સગા-સ્નેહીઓએ તેમને અભિનંદન પાઠવી તેમની પ્રશંસા કરી અને દુઆઓ આપી. નાની ઉંમરે રોજા રાખવો માત્ર ધાર્મિક ફરજની શરૂઆત નથી, પરંતુ સંસ્કાર, સબર અને અલ્લાહ પ્રત્યેના પ્રેમનું પ્રતીક પણ છે. આવી ઉંમરે બાળકોમાં ધાર્મિક મૂલ્યોનો વિકાસ થવો સમાજ માટે ગૌરવની બાબત ગણાય છે. અંતે સૌએ દુઆ કરી કે અલ્લાહ તઆલા આ નાનકડા બાળકોને તંદુરસ્તી, દીર્ઘ આયુષ્ય અને દીન પર કાયમ રહેવાની તૌફીક અતા કરે. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409
નડિયાદના નાનકડા બાળકોનો રમઝાન પ્રત્યે અનોખો ઉત્સાહ – નાની ઉંમરે રોજા રાખી સૌના દિલ જીત્યા.. તારીખ: 31 માર્ચ 2026 નડિયાદ શહેરના મરીડા ભાગોળ વિસ્તાર સ્થિત અબ્દુલ રહેમાન પાર્કમાં રહેતા 7 વર્ષીય શેખ સુબ્હાન ઈકબાલહુસૈન અને 10 વર્ષીય શેખ રૂહાન ઈકબાલહુસૈન તેમજ 22, શયાન પાર્ક ખાતે રહેતા 9 વર્ષીય સુમેરખાન ઝેડ. પઠાણે પવિત્ર રમઝાન મહિના દરમિયાન રોજા રાખી પરિવાર અને સમાજમાં ખુશીની લાગણી પ્રસરી છે. નાની ઉંમરે જ ઇબાદત પ્રત્યેનો તેમનો ઉત્સાહ અને ધાર્મિક ભાવનાએ સૌનું ધ્યાન આકર્ષ્યું છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, બાળકો રોજ સહેરી માટે ઉત્સાહપૂર્વક ઊઠતા અને દિવસભર ધીરજ સાથે રોજા પૂર્ણ કરતા હતા. સાંજે ઇફ્તાર સમયે પરિવાર અને સગા-સ્નેહીઓએ તેમને અભિનંદન પાઠવી તેમની પ્રશંસા કરી અને દુઆઓ આપી. નાની ઉંમરે રોજા રાખવો માત્ર ધાર્મિક ફરજની શરૂઆત નથી, પરંતુ સંસ્કાર, સબર અને અલ્લાહ પ્રત્યેના પ્રેમનું પ્રતીક પણ છે. આવી ઉંમરે બાળકોમાં ધાર્મિક મૂલ્યોનો વિકાસ થવો સમાજ માટે ગૌરવની બાબત ગણાય છે. અંતે સૌએ દુઆ કરી કે અલ્લાહ તઆલા આ નાનકડા બાળકોને તંદુરસ્તી, દીર્ઘ આયુષ્ય અને દીન પર કાયમ રહેવાની તૌફીક અતા કરે. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409
- બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીની બે (૨) મોટર સાયકલ સાથે આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. મહીસાગર પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબનાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.કે.ખાંટ સાહેબનાઓએ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવેલ તથા મિલકત સંબધી બનેલ વણશોધાયેલ ગુનાઓ શોધવા તથા બનતા અટકાવવા સારૂ ખાનગી બાતમીદારો રોકેલ અને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદ લીધેલ. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના માણસો બાકોર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે આ.હે.કો. મહીપાલસિંહ ઉમેદસિંહ નાઓને બાતમી હકિકત મળેલ કે એક ઇસમ શકમંદ મોટર સાયકલ લઇ ડેભારી ગામ તરફથી વડાગામ તરફ જનાર છે. તેવી ચોક્કસ બાતમી આધારે સ્ટાફના માણસો ભેડીયા ગામની સીમમાં વોચમાં રહેલ ત્યારે બાતમી મુજબનો ઇસમ મોટર સાયકલ લઇને આવતા સદર ઇસમને રોકી મોટર સાયકલના કાગળો રજુ કરવા જણાવતા સદર ઇસમ પાસે કોઇ કાગળ ના હોવાનુ જાણવા મળેલ જેથી સદર મોટર સાયકલ બાબતે ખરાઇ કરતા અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના કણભા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૧૯૨૦૩૦૨૫૦૪૫૭/૨૦૨૫ BNS-2023 ની કલમ ૩૦૩ (૨) મુજબનો મોટરસાયકલ ચોરીનો ગુન્હો નોંધાયેલ છે. બાદમાં સદર ઇસમની વિશ્વાસમાં લઇ વધુ પુછપરછ કરતા તેણે આ સીવાય બીજુ એક મોટર સાયકલ પોતાની ઘરની પાસે સંતાડી રાખેલ હોવાનુ જણાવેલ જેથી બે મોટરસાયકલો તેણે છળકપટથી કે ચોરીથી મેળવેલ હોય બન્ને મોટરસાયકલ કિ.રૂ. ૧,૧૩,૦૦૦/- ગણી સદરી ઇસમને અટક કરી આગળની કાયેદસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.1
- Post by Salman moravala1
- ભાજપા દ્વારા ગરબાડા મંડળના વિવિધ મંડળોના હોદ્દેદારોની વરણી કરાઈ આજે તારીખ 31 માર્ચ 2026 મંગળવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં આપેલ માહિતી મુજબ ગરબાડા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત બનાવવા માટે વિવિધ મંડળોના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ નિમણૂકો પાર્ટીના જિલ્લા નેતૃત્વના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગરબાડા મંડળના યુવા મોરચા, મહિલા મોરચા તેમજ અન્ય મોરચાઓમાં પ્રમુખ અને મહામંત્રી સહિતના હોદ્દાઓ પર નવી ટીમની રચના કરવામાં આવી છે. વિવિધ ગામોના કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે, જેને લઈને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. પાર્ટી દ્વારા કરવામાં આવેલી આ વરણીને સ્થાનિક સ્તરે સંગઠનને વધુ મજબૂત બનાવવાના પગલાં તરીકે જોવામાં આવી રહી છે. નવી નિયુક્ત ટીમ દ્વારા પાર્ટીના વિચારોને લોકો સુધી પહોંચાડવા તેમજ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સક્રિય કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે પાર્ટીના આગેવાનો દ્વારા તમામ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તેમની જવાબદારી સફળતાપૂર્વક નિભાવવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.1
- दाहोद ब्यूरो चीप अनिल कुमार जे बैरागी दाहोद समाचार: स्थानीय समस्याओं को लेकर कांग्रेस का विरोध दाहोद में आवारा पशुओं और कुत्तों के आतंक के मुद्दे पर कांग्रेस का आर-पार का संघर्ष: पिछले 22 दिनों से धरने पर बैठे जिला कांग्रेस अध्यक्ष हर्षद भाई निनामा अब आमरण अनशन (भूख हड़ताल) पर हैं। नगरपालिका और भाजपा शासकों के कामकाज के खिलाफ विरोध प्रदर्शन: विरोध जताने के लिए एक प्रतीकात्मक1
- દાહોદમાં કોંગ્રેસ દ્રારા પાલિકા ચોક ખાતે ધરણા યોજવામાં આવી રહ્યા છે ત્યારે પ્રાંત અધિકારીને રજુઆત કરવા ગયેલા કોંગ્રેસના હોદ્દેદારો નનામી કાઢી વિરોધ કરી રજુઆત કરવા પહોંચ્યા હતા1
- હાલોલ ના જ્યોતિ સર્કલ પાસે 31 માર્ચ મંગળવારના રોજ સાજના સુમારે ટ્રક ની અડફેટે એક બાઇક ચાલક આવી જતા બાઇક ચાલક અને સવાર મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી હતી.હાલોલ ના વોલ્ટર ટ્રાન્સફોર્મર ખાતે સામાન ખાલી કરવા આવેલું ટ્રક બોડેલી તરફ જઈ રહ્યું હતું તે દરમ્યાન જ્યોતિ સર્કલ પાસે બાઇક ટ્રકની અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો થયો. બંને ઇજાગ્રસ્તો ને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.બાઇક પર અનગઢ રામપુરા ગામના રહેવાસી રાજેન્દ્રભાઈ ગોહિલ અને તેમની પત્ની સુમિત્રાબેન ગોહિલ સવાર હતા. તેઓ હાલોલ થી વડોદરા તરફ જતા હતા. અકસ્માતમાં સુમિત્રાબેનને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, તેમનો પગ ફેકચર થયો હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે1
- છોટાઉદેપુર : છોટાઉદેપુરના કાનાવાંટ કાછેલ ગામે આની નદી પર નવીન બ્રીજનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું. છોટાઉદેપુર તાલુકાના કાનાવાંટ કાછેલ ગામ ખાતે આની નદી પર નવીન બ્રીજનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું છે. અંદાજિત ૫.૫૩ કરોડ મંજૂર થયા છે. જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે થયું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશ રાઠવા, કાળુભાઈ નાયકા, ભાજપ જિલ્લા મંત્રી વિલાસબેન રાઠવા,તાલુકા ભાજપ પ્રમુખ રસિક રાઠવા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારના આગેવાનો સરપંચો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.2
- મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં અંદાજે રૂ. ૭૫૩૧.૩૧ લાખના ખર્ચે નિર્માણ થયેલ સરસડી ગામથી કડાણા તાલુકાના ઉત્તર ભાગના ૩૪ જેટલા તળાવોમાં પાણી છોડવાની કામગીરી વિસ્તારના ધારાસભ્યશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર સાહેબના વરદ હસ્તે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ યોજનાથી વિસ્તારના તળાવો ભરાવાની સાથે સાથે ભૂગર્ભ જળસ્તર સુધરશે, ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે અને સ્થાનિક લોકોને પાણીની સમસ્યામાં રાહત મળશે. આ પ્રકારના વિકાસ કાર્યો ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ તકે કડાણા મંડળ પ્રમુખશ્રી પર્વતભાઈ ડામોર,જિલ્લા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટરશ્રી રણછોડભાઈ ડામોર,ભુલ સરપંચશ્રી પોપટભાઈ ડીંડોર, નવી ગોધર સરપંચશ્રી અભેસિંગભાઈ,યુવા નેતા જાલુભાઈ ડામોર,બકાભાઈ પટેલ પ્રતાપભાઈ ડામોર અને કાર્યકર્તાઓ ગામજનો હાજર રહ્યાં હતાં.4