ડાકોર ખાતે જિલ્લાકક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ઉત્સાહભેર યોજાયું હતું. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) ગાંધીનગરની પ્રેરણાથી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, કઠલાલના આયોજન હેઠળ બીઆરસી ભવન, ઠાસરાના સહયોગથી એસ. આર. પટેલ (પુલ્હાશ્રમ) ડાકોર ખાતે આ પ્રદર્શન યોજાયું.... આ પ્રસંગે ઠાસરા ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જિલ્લામાંથી દરેક તાલુકા દીઠ પાંચ કૃતિ એમ કુલ ૫૦ બાળ વૈજ્ઞાનિકોએ પોતાની સર્જનાત્મક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિ પ્રગટ કરતી કૃતિઓ રજૂ કરી હતી. પ્રદર્શનનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી સુષુપ્ત પ્રતિભાને ઓળખ આપી, તેમને ગણિત–વિજ્ઞાન પ્રત્યે વધુ આકર્ષિત કરવાનો રહ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં આજે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાઈ રહ્યા છે. આજનો દિવસ એ સૌ માટે વિશેષ અવસર સમાન છે. આપણે સૌ આજે જ્ઞાન અને જિજ્ઞાસાના ઉત્સવને માણવા ભેગા થયા છીએ. ગણિત અને વિજ્ઞાનની શક્તિ ભેગી થાય તો મોટું સર્જન થઈ શકે છે. માનવ દ્વારા સર્જિત એક નાનું મોડલ પણ ભવિષ્યની મોટી સમસ્યાનો ઉકેલ લાવી શકે છે, જિજ્ઞાસા શોધનું પ્રથમ પગથિયું છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત શિક્ષકો, અધિકારીઓ તથા મહાનુભાવોની હાજરીમાં વિદ્યાર્થીઓની કૃતિઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમારે બાળકો સાથે આત્મીય સંવાદ સાધી તેમને ગણિત તથા વિજ્ઞાનના મહત્વ અંગે માર્ગદર્શન આપી, નવી શોધ અને નવીનતા તરફ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં આશ્રમના સ્વામીશ્રી હરજીવનદાસ મહારાજ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના આચાર્ય શ્રી ડૉ. કલ્પેશ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડૉ. પરેશ વાઘેલા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ વિવિધ સંઘોના હોદ્દેદારશ્રીઓ અને સમસ્ત શિક્ષણ વિભાગના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ડાકોર ખાતે જિલ્લાકક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ઉત્સાહભેર યોજાયું હતું. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) ગાંધીનગરની પ્રેરણાથી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, કઠલાલના આયોજન હેઠળ બીઆરસી ભવન, ઠાસરાના સહયોગથી એસ. આર. પટેલ (પુલ્હાશ્રમ) ડાકોર ખાતે આ પ્રદર્શન યોજાયું.... આ પ્રસંગે ઠાસરા ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જિલ્લામાંથી દરેક તાલુકા દીઠ પાંચ કૃતિ એમ કુલ
૫૦ બાળ વૈજ્ઞાનિકોએ પોતાની સર્જનાત્મક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિ પ્રગટ કરતી કૃતિઓ રજૂ કરી હતી. પ્રદર્શનનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી સુષુપ્ત પ્રતિભાને ઓળખ આપી, તેમને ગણિત–વિજ્ઞાન પ્રત્યે વધુ આકર્ષિત કરવાનો રહ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં આજે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાઈ રહ્યા છે. આજનો દિવસ એ સૌ માટે વિશેષ અવસર સમાન છે. આપણે સૌ આજે જ્ઞાન
અને જિજ્ઞાસાના ઉત્સવને માણવા ભેગા થયા છીએ. ગણિત અને વિજ્ઞાનની શક્તિ ભેગી થાય તો મોટું સર્જન થઈ શકે છે. માનવ દ્વારા સર્જિત એક નાનું મોડલ પણ ભવિષ્યની મોટી સમસ્યાનો ઉકેલ લાવી શકે છે, જિજ્ઞાસા શોધનું પ્રથમ પગથિયું છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત શિક્ષકો, અધિકારીઓ તથા મહાનુભાવોની હાજરીમાં વિદ્યાર્થીઓની કૃતિઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમારે બાળકો સાથે આત્મીય
સંવાદ સાધી તેમને ગણિત તથા વિજ્ઞાનના મહત્વ અંગે માર્ગદર્શન આપી, નવી શોધ અને નવીનતા તરફ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં આશ્રમના સ્વામીશ્રી હરજીવનદાસ મહારાજ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના આચાર્ય શ્રી ડૉ. કલ્પેશ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડૉ. પરેશ વાઘેલા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ વિવિધ સંઘોના હોદ્દેદારશ્રીઓ અને સમસ્ત શિક્ષણ વિભાગના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
- ईरान ताज़ा खबर।1
- સુરતમાં રાંદેર વિસ્તારની ઘટના...1
- દૂધધારા ડેરી ખાતે સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત સેમિનારનું આયોજન1
- लोकेशन : रुद्रपुर, उद्यमसिंह नगर,उत्तराखंड मोहम्मद फतेह नामी व्यक्ति ने गाय को लेकर एक वीडियो बनाया जिसके बाद गौ रक्षा सेवा समिति रुद्रपुर के अध्यक्ष पंडित कुमार आर्य के नेतृत्व में गौरक्षकों ने पिटाई करते हुए उसका जुलूस निकाला और उसे पुलिस के हवाले कर दिया।1
- https://youtube.com/shorts/JTjh1LzPUAk?feature=share1
- જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભરૂચ દ્વારા આયોજિત ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન–૨૦૨૫માં પ્રાથમિક વિભાગના આરોગ્ય, સ્વચ્છતા તથા જળ સંરક્ષણ વિભાગ હેઠળ “River Cleaning Boat” કૃતિએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. ઉંડાય વાણિયા ફળિયા પ્રાથમિક શાળા, તાલુકો ગણદેવી, જિલ્લો નવસારીના વિદ્યાર્થીઓએ આ સિદ્ધિ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ નવીન કૃતિ નદી સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે ઉપયોગી છે. પ્રથમ સ્થાન સાથે આ કૃતિ હવે રાજ્ય કક્ષાના પ્રદર્શનમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવી હાર્દિક શુભકામનાઓ વ્યક્ત કરી છે.1
- मुख्य समाचार।1
- યુવાનને 5 લાખની લોન આપવાની લાલચ આપી 5 હજારથી વધુની રકમની છેતરપીંડી1
- https://youtube.com/shorts/0c4gPFytXf8?feature=share1