Shuru
Apke Nagar Ki App…
ભારે વરસાદથી મછાસરા ગામમાં સ્થિતિ ગંભીર: તળાવ ઓવરફ્લો થતાં મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ આમોદ: ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મછાસરા ગામમાં સતત ભારે વરસાદને પગલે સ્થિતિ ગંભીર બની છે. ગામનું તળાવ ઓવરફ્લો થતાં મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે, જેના કારણે રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને વાહનવ્યવહાર પ્રભાવિત બન્યો છે. નવીનગરી વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરના ઉંબરા સુધી પહોંચી ગયું છે, જ્યારે અનેક શેરીઓમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ યથાવત રહેશે તો પાણી ઘરોમાં ઘૂસી જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરી વરસાદી પાણીના નિકાલ માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે.
Gujarat Introverted day
ભારે વરસાદથી મછાસરા ગામમાં સ્થિતિ ગંભીર: તળાવ ઓવરફ્લો થતાં મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ આમોદ: ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મછાસરા ગામમાં સતત ભારે વરસાદને પગલે સ્થિતિ ગંભીર બની છે. ગામનું તળાવ ઓવરફ્લો થતાં મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે, જેના કારણે રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને વાહનવ્યવહાર પ્રભાવિત બન્યો છે. નવીનગરી વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરના ઉંબરા સુધી પહોંચી ગયું છે, જ્યારે અનેક શેરીઓમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ યથાવત રહેશે તો પાણી ઘરોમાં ઘૂસી જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરી વરસાદી પાણીના નિકાલ માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે.
More news from ગુજરાત and nearby areas
- ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો. આક્ષેપો બાદ ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો1
- 20 जून 2026 को सुबह 9:00 बजे, उन्हें सर्जरी के लिए ले जाया गया और कमर के नीचे के हिस्से को सुन्न करने के लिए इंजेक्शन लगाकर ऑपरेशन किया गया। सुबह 9:50 बजे, भरतभाई की धड़कन अचानक अनियमित हो गई और फिर उनका रक्तचाप और नाड़ी दर बहुत कम हो गई और उनका दिल रुक गया। एनेस्थीसिया टीम ने बिना समय बर्बाद किए तुरंत सीपीआर शुरू कर दिया और कृत्रिम श्वसन देने के लिए श्वासनली में एक ट्यूब डाली गई और ऑक्सीजन दी गई। डिफिब्रिलेटर मशीन का भी इस्तेमाल किया गया। एनेस्थीसिया और मेडिसिन विभागों के डॉक्टरों की टीम के अथक और त्वरित प्रयासों से 15-20 मिनट बाद भरतभाई का दिल फिर से धड़कने लगा।1
- "આ દ્રશ્યો જોઈને દરેક ખેડૂતનું દુઃખ સમજી જશો... "એક જ વરસાદે ખેડૂતની મહેનત પર પાણી ફેરવી દીધું!" એક તરફ વરસાદ રાહત લાવે છે, તો બીજી તરફ અનેક ખેડૂતો માટે ચિંતાનું કારણ બને છે. આ દ્રશ્યો બતાવે છે કે ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થવાની આશંકા વધી છે. સંબંધિત તંત્ર સમયસર કાર્યવાહી કરે તેવી આશા.1
- માંડવી તાલુકાના દેવગઢ અંદરવાડી ગામમાં ઘરોમાં પાણી ભરાયા માંડવી તાલુકાના દેવગઢ ના અંધારવાડી ગામે અતિ ભારે વરસાદને પગલે કેટલાક ઘરોમાં પાણી ભરાઈ જતા પ્રભુભાઈ વસાવા સાંસદે સ્થળ મુલાકાત કરી પરિસ્થિતીની માહિતી મેળવી. માંડવી તાલુકાના દેવગઢ અંધારવાડી ગામ ખાતે ઝંખવાવ તરફથી આવતી મીરાં નદી અને આમલી ડેમ તરફથી આવતી વરે નદી જે બંને નદીઓનું સંગમ દેવગઢ ગામ ખાતે થાય છે બંને નદીમાં વધારે પડતું પાણી આવવાના કારણે અંધારવાડીના 12 થી 15 જેટલા કોઠવાડિયા સમાજના ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું જેને ગામના સરપંચ શ્રી તથા આગેવાનો સાથે મેં મુલાકાત લીધી છે જેમને નુકસાન થયું છે તેને વહેલી તકે ઘરવખરી અને કેશ ડોલ આપવા માટે મામલતદાર શ્રી ને સૂચના અપાય છે અને માંડવી તાલુકા અને સુરત જિલ્લામાં પણ અનેક જગ્યાએ પાણીઓ ભરાયા છે તેમને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે અને પ્રશાસન પણ આ બાબતે એલર્ટ છે અને ડિઝાસ્ટર ની ટીમ પણ એલર્ટ કરી દેવામાં આવી છે અને વ્યક્તિએ વગર કામે ઘરની બહાર ન જાય અને આપણો પણ સ્વબચાવ કરીએ. એવી નાગરિકોને અપીલ કરી છે. રિપોર્ટર ઇશ્વર સોલંકી માંડવી.2
- અબોચ ગામના તાબે માંડવના મુવાડામાં પાણીના નિકાલના અભાવે રહેવાસીઓ પરેશાન કપડવંજ તાલુકા: કપડવંજ તાલુકાના અબોચ ગામના તાબે આવેલા માંડવના મુવાડામાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક રહેવાસી મફતભાઈ સોમાભાઈ રાઠોડના જણાવ્યા મુજબ તેમના ઘર આગળ લાંબા સમયથી વરસાદી પાણી ભરાઈ રહે છે. આ અંગે ગ્રામ પંચાયતમાં અનેક વખત રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે પાણી ભરાયેલા રહેવાને કારણે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે તેમજ ઢોરઢાંખર અને પરિવારજનોને પણ રહેવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મફતભાઈ સોમાભાઈ રાઠોડે કપડવંજ તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા મામલતદારશ્રીને વિનંતી કરી છે કે સ્થળ પર તાત્કાલિક તપાસ કરાવી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી સ્થાનિક રહેવાસીઓને પડતી મુશ્કેલીઓનો વહેલી તકે અંત આવે. રિપોર્ટર દિપક પરમાર ઘડિયા અબોચ ગામના તાબે માંડવના મુવાડામાં પાણીના નિકાલના અભાવે રહેવાસીઓ પરેશાન કપડવંજ તાલુકા: કપડવંજ તાલુકાના અબોચ ગામના તાબે આવેલા માંડવના મુવાડામાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક રહેવાસી મફતભાઈ સોમાભાઈ રાઠોડના જણાવ્યા મુજબ તેમના ઘર આગળ લાંબા સમયથી વરસાદી પાણી ભરાઈ રહે છે. આ અંગે ગ્રામ પંચાયતમાં અનેક વખત રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે પાણી ભરાયેલા રહેવાને કારણે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે તેમજ ઢોરઢાંખર અને પરિવારજનોને પણ રહેવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મફતભાઈ સોમાભાઈ રાઠોડે કપડવંજ તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા મામલતદારશ્રીને વિનંતી કરી છે કે સ્થળ પર તાત્કાલિક તપાસ કરાવી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી સ્થાનિક રહેવાસીઓને પડતી મુશ્કેલીઓનો વહેલી તકે અંત આવે. રિપોર્ટર દિપક પરમાર ઘડિયા1
- અંકલેશ્વરમાં ANTF નો મોટો દરોડો: ૫૪૦ પ્રતિબંધિત નશાકારક ઇન્જેક્શનના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, મુંબઈનો સપ્લાયર વોન્ટેડ અંસાર માર્કેટ પાસે ગેરકાયદેસર નશાકારક પેન્ટાઝોસીન ઇન્જેક્શન વેચવાનું નેટવર્ક પકડાયું: ૫૩,૪૮૦ થી વધુનો મુદ્દામાલ જપ્ત અંકલેશ્વરના અંસાર માર્કેટ વિસ્તારમાં નશાકારક ઇન્જેક્શનનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF), સી.આઈ.ડી. ક્રાઈમ વડોદરા ઝોનની ટીમે દરોડો પાડી એક આરોપીને નશાકારક ઇન્જેક્શનના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. એ.એન.ટી.એફ.ના પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.પી. મેવાડા અને તેમની ટીમ રાત્રિ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વરના મદીના મસ્જિદ, અંસાર માર્કેટ પાસે આવેલી ભાડાની દુકાનમાં તબીબી પ્રિસ્ક્રિપ્શન વગર નશા માટે વપરાતા ઇન્જેક્શન વેચવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી હતી. જે આધારે પોલીસે તાત્કાલિક પંચોને સાથે રાખી સ્થળ પર કોર્ડન કરીને દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી સરફરાજ અહેમદ શમશાદ અહેમદ ખાન (ઉંમર ૩૧, રહે. પ્રતિષ્ઠા રેસિડેન્સી/શિફા હાઈટ્સ, અંકલેશ્વર) નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ તથા અંગઝડતી કરતા તેની પાસેથી પેન્ટાઝોસીન લેક્ટેટ ઇન્જેક્શન આઈ.પી. ૩૦ એમ.જી. ના પેકેટ મળી આવ્યા હતા. બાદમાં વધુ તપાસ કરતા બાજુની દુકાનમાં છુપાવવામાં આવેલ બોક્સમાંથી કુલ ૫૪૦ નંગ પ્રતિબંધિત પેન્ટાઝોસીન ઇન્જેક્શન મળી આવ્યા હતા. ઘટનાસ્થળે એફ.એસ.એલ. (FSL) અધિકારીને બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરાવતા આ દ્રવ્ય એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ પ્રતિબંધિત હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે રૂ. ૪૨,૬૬૦ ની કિંમતના ૫૪૦ નંગ પેન્ટાઝોસીન ઇન્જેક્શન, રૂ. ૧૦,૦૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન અને રૂ. ૮૨૦ રોકડા મળી કુલ રૂ. ૫૩,૪૮૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઝડપાયેલા આરોપી સરફરાઝ ખાને ખુલાસો કર્યો હતો કે આ નશાકારક ઇન્જેક્શનનો જથ્થો મુંબઈના આશુતોષ પાંડ્યે નામના વ્યક્તિ પાસેથી મંગાવવામાં આવ્યો હતો. આથી પોલીસે આશુતોષ પાંડ્યેને વોન્ટેડ જાહેર કરી તેની સામે પણ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલે અંકલેશ્વર સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આગળની વધુ તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર ચંદનસિંહ ફતાજી ઠાકોરને સોંપવામાં આવી છે.1