Shuru
Apke Nagar Ki App…
સાવરકુંડલામાં ખનીજ માફિયાઓની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ફરજ પર રહેલા ખનીજ અધિકારી અને ગાર્ડ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના ધજડી-ખાંભા માર્ગ પર બની હતી, જ્યારે ગેરકાયદે ખનીજ ભરેલું એક ટ્રેક્ટર ઝડપાતા માફિયાઓએ બખેડો કર્યો હતો. ખનીજ માફિયાઓએ લાકડીઓ અને પાઇપ વડે અધિકારીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ અધિકારીઓ ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટના ફરી એકવાર એવો સવાલ ઉભો કરે છે કે શું હવે ખનીજ માફિયાઓને કાયદાનો બિલકુલ ડર રહ્યો નથી અને સરકારી અધિકારીઓ પણ સુરક્ષિત નથી.
Pratik savaliya
સાવરકુંડલામાં ખનીજ માફિયાઓની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ફરજ પર રહેલા ખનીજ અધિકારી અને ગાર્ડ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના ધજડી-ખાંભા માર્ગ પર બની હતી, જ્યારે ગેરકાયદે ખનીજ ભરેલું એક ટ્રેક્ટર ઝડપાતા માફિયાઓએ બખેડો કર્યો હતો. ખનીજ માફિયાઓએ લાકડીઓ અને પાઇપ વડે અધિકારીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ અધિકારીઓ ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટના ફરી એકવાર એવો સવાલ ઉભો કરે છે કે શું હવે ખનીજ માફિયાઓને કાયદાનો બિલકુલ ડર રહ્યો નથી અને સરકારી અધિકારીઓ પણ સુરક્ષિત નથી.
More news from ગુજરાત and nearby areas
- રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. બ્રાન્ચે અમરેલી જિલ્લાના સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપી રોહિતભાઈ કડવાભાઈ વેકરિયાને જસદણ નજીક ગોખલાણા ચોકડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. લીખાળા, તા. સાવરકુંડલા, જી. અમરેલીના રહેવાસી આરોપી વિરુદ્ધ BNS કલમ 108, 308(2) અને 61(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. એસ.ઓ.જી.ના પો. ઇન્સ. એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ તમામ પક્ષોને એક સ્પષ્ટ શીખ મળી છે. આ શીખ એ છે કે જો હિન્દુઓ જાતિવાદનો ત્યાગ કરીને એક થઈ જાય, તો તેઓ કોઈપણને ઉખાડી ફેંકી શકે છે. આ પરિણામોએ દર્શાવ્યું છે કે હિન્દુઓની એકતા રાજકીય પરિદૃશ્યમાં મોટો બદલાવ લાવી શકે છે.1
- બોટાદ LCB પોલીસે પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.1
- બોટાદના ગઢડા તાલુકાના લાઠીદડ ગામમાં એક યુવકને હનીટ્રેપમાં ફસાવી તેની પાસેથી રૂ. ૨.૪૮ લાખ પડાવવામાં આવ્યા હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ યુવકને બળાત્કારના કેસમાં ફસાવવાની અને તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને આ રકમ પડાવી હોવાનો આરોપ છે. આ મામલે ગઢડા પોલીસે ધનાભાઈ રાહાભાઈ પરમાર નામના એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે આ ઘટના અંગે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૮(૬), ૩૦૮(૭), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) અને ૬૧(૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.1
- પવિત્ર સોમવતી અમાસના દિવસે ગીર સોમનાથમાં આવેલા વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોનો અભૂતપૂર્વ ભક્તિસાગર છલકાઈ રહ્યો છે. સનાતન ધર્મમાં ધર્મ, કર્મ અને પુણ્ય અર્જન માટે પવિત્ર મનાતા પુરુષોત્તમ માસની સમાપ્તિ અને અમાસ તથા સોમવારના પવિત્ર સંયોગને કારણે સોમનાથ મહાદેવના શિવ દરબારમાં આસ્થાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો છે. 'હર હર મહાદેવ' અને 'જય સોમનાથ'ના ગગનભેદી નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું છે, જેમાં સવારની આરતી અને દર્શન માટે હજારો ભક્તોની ભીડથી મંદિર પરિસર તરબોળ થઈ ગયું હતું. ભક્તોનો અવિરત પ્રવાહ હજુ પણ ચાલુ છે, ત્યારે બે લાખથી વધુ ભક્તો દર્શન કરે તેવો માહોલ દેખાઈ રહ્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે સુરક્ષા, દર્શન અને અન્ય વ્યવસ્થાઓને સુદૃઢ કરવામાં આવી છે, અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરાયો છે.4
- ઉનામાં સ્ટ્રીટ લાઈટમાં વ્યાપક ભ્રષ્ટાચારને લઈને વોર્ડ નંબર 8ના કોપરેટર મનોજભાઈ બાંભણીયા દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે ચીફ ઓફિસરે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.1
- અભ્યાસના ભોગે બાળકો પાસે મજૂરી કરાવવી એ સ્પષ્ટપણે શોષણ છે. આ ગંભીર મુદ્દે વાલીઓએ જાગૃત નાગરિક તરીકે આવા શિક્ષકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી જોઈએ, જેથી તેમની સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરી શકાય.1
- બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામે જનકલ્યાણ શિબિર હેઠળ એક સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.1
- હાલ સોશિયલ મીડિયા પર બોરસદ નગરપાલિકાના ચીફ ઓફિસર વિરાજ શાહનો એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ચીફ ઓફિસર વિરાજ શાહ એક તળાવને ઊંડું કરવાની વાત કરતા નજર આવે છે, જ્યારે સામે પક્ષના વ્યક્તિ દ્વારા તેમને કોર્ટનો આદેશ બતાવવામાં આવે છે. આ ઘટનાને કારણે ઘણા ગંભીર સવાલો ઉભા થયા છે કે શું કોર્ટના આદેશની અવગણના કરવામાં આવી રહી છે અને ચીફ ઓફિસર પોતાની મનમાની કરી રહ્યા છે? ઉલ્લેખનીય છે કે આ ચીફ ઓફિસર અગાઉ પણ અનેક વિવાદિત ઘટનાઓમાં સામેલ હોવાનું જોવા મળ્યું હતું.1