logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતમાં ચાલુ વિકાસ કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિઓના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. વોર્ડ નંબર ૮ના મહિલા સભ્ય બદના રેહાનાબીબી મહેબુબે સોગંદનામા સાથે તપાસ અરજી દાખલ કરીને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને સંભવિત મિલીભગત પર તીખા સવાલો ઉઠાવ્યા છે. તેમણે ૧૫/૦૬/૨૦૨૬ના રોજ કાલોલ તાલુકા વિકાસ અધિકારી (TDO) ને લેખિત રજૂઆત કરી હતી કે વેજલપુર ગ્રામ પંચાયતના સરપંચ અને સત્તાધીશો તેમને વિશ્વાસમાં લીધા વિના મનસ્વી રીતે કામો કરી રહ્યા છે. ખાસ કરીને, વેજલપુર ઉર્દૂ શાળા પાસેથી રોહિતવાસ તરફ જતા રસ્તા પરના નાળાના કામમાં સરકારી નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરીને વહીવટી એસ્ટીમેટ અને મેઝરમેન્ટ માપ મુજબ કામગીરી ન થઈ હોવાની ગંભીર ફરિયાદ કરવામાં આવી હતી, જેના પુરાવા તરીકે સ્થળ તસવીરો પણ રજૂ કરાઈ હતી. મહિલા સભ્યે સ્પષ્ટ માંગણી કરી હતી કે જ્યાં સુધી આ કામોમાં ભ્રષ્ટાચારની ઉચ્ચ કક્ષાએથી ઝીણવટભરી તપાસ ન થાય, ત્યાં સુધી તમામ બિલોની ચુકવણી તાત્કાલિક અસરથી રોકવામાં આવે. આ સોગંદનામા સાથેની અરજીને સંપૂર્ણપણે નકારી કાઢીને, તાલુકા પંચાયતના એન્જિનિયરે અરજી આપ્યાના માત્ર બે જ દિવસ પછી, એટલે કે ૧૭/૦૬/૨૦૨૬ના રોજ, કુલ અંદાજિત રૂ. ૪,૫૦,૦૦૦નું બિલ ચૂકવી દીધું હતું. પુરાવા મુજબ, રૂ. ૩,૩૯,૫૦૦નું બિલ ‘સહારા ટ્રેડર્સ’ ને અને રૂ. ૧,૧૦,૫૦૦નું બિલ ‘રાજેશભાઈ ભાલસિંહ ચૌહાણ’ ને ચૂકવવામાં આવ્યું છે, જે બંને ચુકવણીઓ પ્રક્રિયા દ્વારા કન્ફર્મ થઈ ગઈ છે. આટલા મજબૂત પુરાવાઓ સામે આવ્યા પછી, TDO અને એન્જિનિયરની ભૂમિકા શંકાના દાયરામાં આવી ગઈ છે. સવાલ ઉઠાવાયો છે કે શું કાલોલ TDO ખરેખર નિષ્પક્ષ સ્થળ તપાસ કરશે, કે પછી 'આવ ભાઈ હરખા આપણે બંને સરખા' જેવો વેહવાર કરી ભ્રષ્ટાચારના પાપ પર પડદો પાડી દેવામાં આવશે. મહિલા સભ્યે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં આ અંગે કોઈ ઉચ્ચ કક્ષાએ તપાસ થશે અને તેમાં નાણાકીય ભ્રષ્ટાચાર કે વહીવટી ગેરરીતિ બહાર આવશે, તો તેની સંપૂર્ણ જવાબદારી તે સમયના સરપંચ અને દેખરેખમાં નિષ્ફળ ગયેલા તાલુકા વિકાસ અધિકારીની રહેશે. હવે પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને જિલ્લા કલેક્ટર આ ગંભીર મામલે હસ્તક્ષેપ કરીને તાત્કાલિક કડક અને તટસ્થ તપાસના આદેશ આપશે કે કેમ તે જોવું રહ્યું, નહીં તો કાલોલ તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારના મૂળિયા વધુ ઊંડા ઉતરી જવાની પૂરેપૂરી શક્યતાઓ છે.

1 hr ago
user_Virendra Mehta
Virendra Mehta
Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
1 hr ago
8e4a0643-ad27-499b-88a4-91c7c7920aee

કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતમાં ચાલુ વિકાસ કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિઓના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. વોર્ડ નંબર ૮ના મહિલા સભ્ય બદના રેહાનાબીબી મહેબુબે સોગંદનામા સાથે તપાસ અરજી દાખલ કરીને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને સંભવિત મિલીભગત પર તીખા સવાલો ઉઠાવ્યા છે. તેમણે ૧૫/૦૬/૨૦૨૬ના રોજ કાલોલ તાલુકા વિકાસ અધિકારી (TDO) ને લેખિત રજૂઆત કરી હતી કે વેજલપુર ગ્રામ પંચાયતના સરપંચ અને સત્તાધીશો તેમને વિશ્વાસમાં લીધા વિના મનસ્વી રીતે કામો કરી રહ્યા છે. ખાસ કરીને, વેજલપુર ઉર્દૂ શાળા પાસેથી રોહિતવાસ તરફ જતા રસ્તા પરના નાળાના કામમાં સરકારી નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરીને વહીવટી એસ્ટીમેટ અને મેઝરમેન્ટ માપ મુજબ કામગીરી ન થઈ હોવાની ગંભીર ફરિયાદ કરવામાં આવી હતી, જેના પુરાવા તરીકે સ્થળ તસવીરો પણ રજૂ કરાઈ હતી. મહિલા સભ્યે સ્પષ્ટ માંગણી કરી હતી કે જ્યાં સુધી આ કામોમાં ભ્રષ્ટાચારની ઉચ્ચ કક્ષાએથી ઝીણવટભરી તપાસ ન થાય, ત્યાં સુધી તમામ બિલોની ચુકવણી તાત્કાલિક અસરથી રોકવામાં આવે. આ સોગંદનામા સાથેની અરજીને સંપૂર્ણપણે નકારી કાઢીને, તાલુકા પંચાયતના એન્જિનિયરે અરજી આપ્યાના માત્ર બે જ દિવસ પછી, એટલે કે ૧૭/૦૬/૨૦૨૬ના રોજ, કુલ અંદાજિત રૂ. ૪,૫૦,૦૦૦નું બિલ ચૂકવી દીધું હતું. પુરાવા મુજબ, રૂ. ૩,૩૯,૫૦૦નું બિલ ‘સહારા ટ્રેડર્સ’ ને અને રૂ. ૧,૧૦,૫૦૦નું બિલ ‘રાજેશભાઈ ભાલસિંહ ચૌહાણ’ ને ચૂકવવામાં આવ્યું છે, જે બંને ચુકવણીઓ પ્રક્રિયા દ્વારા કન્ફર્મ થઈ ગઈ છે. આટલા મજબૂત પુરાવાઓ સામે આવ્યા પછી, TDO અને એન્જિનિયરની ભૂમિકા શંકાના દાયરામાં આવી ગઈ છે. સવાલ ઉઠાવાયો છે કે શું કાલોલ TDO ખરેખર નિષ્પક્ષ સ્થળ તપાસ કરશે, કે પછી 'આવ ભાઈ હરખા આપણે બંને સરખા' જેવો વેહવાર કરી ભ્રષ્ટાચારના પાપ પર પડદો પાડી દેવામાં આવશે. મહિલા સભ્યે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં આ અંગે કોઈ ઉચ્ચ કક્ષાએ તપાસ થશે અને તેમાં નાણાકીય ભ્રષ્ટાચાર કે વહીવટી ગેરરીતિ બહાર આવશે, તો તેની સંપૂર્ણ જવાબદારી તે સમયના સરપંચ અને દેખરેખમાં નિષ્ફળ ગયેલા તાલુકા વિકાસ અધિકારીની રહેશે. હવે પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને જિલ્લા કલેક્ટર આ ગંભીર મામલે હસ્તક્ષેપ કરીને તાત્કાલિક કડક અને તટસ્થ તપાસના આદેશ આપશે કે કેમ તે જોવું રહ્યું, નહીં તો કાલોલ તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારના મૂળિયા વધુ ઊંડા ઉતરી જવાની પૂરેપૂરી શક્યતાઓ છે.

More news from ગુજરાત and nearby areas
  • પાવાગઢ ખાતે બનેલી કરુણ દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારો માટે હાલોલ વહીવટી તંત્રએ સંવેદનશીલતા દાખવી છે. આજે હાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે મૃતકોના પરિવારોને સરકારના નિયમ મુજબ મળવાપાત્ર આર્થિક સહાય વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત હાલોલ વહીવટી તંત્ર દ્વારા પ્રત્યેક મૃતકના આશ્રિત પરિવારને ₹4 લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો. આ સહાય વિતરણ કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે શોકાતુર પરિવારોને સાંત્વના પાઠવી હતી. ધારાસભ્ય ઉપરાંત હાલોલના પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી (TDO), તાલુકા પંચાયત પ્રમુખ અને પાર્ટી પ્રમુખ સહિતના આગેવાનો અને અધિકારીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પીડિત પરિવારોને ચેક સુપરત કરીને વહીવટી તંત્રએ દુઃખની આ ઘડીમાં તેમની પડખે ઊભા રહેવાનો પ્રયાસ કર્યો.
    1
    પાવાગઢ ખાતે બનેલી કરુણ દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારો માટે હાલોલ વહીવટી તંત્રએ સંવેદનશીલતા દાખવી છે. આજે હાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે મૃતકોના પરિવારોને સરકારના નિયમ મુજબ મળવાપાત્ર આર્થિક સહાય વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત હાલોલ વહીવટી તંત્ર દ્વારા પ્રત્યેક મૃતકના આશ્રિત પરિવારને ₹4 લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો.

આ સહાય વિતરણ કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે શોકાતુર પરિવારોને સાંત્વના પાઠવી હતી. ધારાસભ્ય ઉપરાંત હાલોલના પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી (TDO), તાલુકા પંચાયત પ્રમુખ અને પાર્ટી પ્રમુખ સહિતના આગેવાનો અને અધિકારીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પીડિત પરિવારોને ચેક સુપરત કરીને વહીવટી તંત્રએ દુઃખની આ ઘડીમાં તેમની પડખે ઊભા રહેવાનો પ્રયાસ કર્યો.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    8 hrs ago
  • આજે, 21 જૂનના રોજ, પાંચમા શીખ ગુરુ, શ્રી ગુરુ અર્જન દેવજીની શહીદીની યાદમાં ઠંડા દૂધ અને ઠંડા શરબતનું વિતરણ કરવામાં આવ્યું. ગુરુ અર્જન દેવજીએ ધર્મ, સત્ય અને માનવતાની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું, અને તેમની આ શહીદીની સ્મૃતિમાં આ સેવા કાર્ય યોજાયું હતું. આ પવિત્ર અવસરે, દેશભરના ગુરુદ્વારાઓમાં વિશેષ પ્રાર્થનાઓ, કીર્તન અને સેવા કાર્યોનું આયોજન કરવામાં આવે છે. ગરમીના સમયમાં, રાહદારીઓ અને જરૂરિયાતમંદોને ઠંડા દૂધ અને શરબતનું વિતરણ કરીને માનવ સેવા અને પરોપકારનો સંદેશ આપવામાં આવે છે. આ કાર્ય શ્રી ગુરુ અર્જન દેવજીના બલિદાન અને શીખ ધર્મના સિદ્ધાંતોને યાદ અપાવે છે. આ શુભ દિને, 'શ્રી ગુરુ અર્જન દેવજી અમર રહો' અને 'વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ' જેવા ઉદ્ઘોષો સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
    1
    આજે, 21 જૂનના રોજ, પાંચમા શીખ ગુરુ, શ્રી ગુરુ અર્જન દેવજીની શહીદીની યાદમાં ઠંડા દૂધ અને ઠંડા શરબતનું વિતરણ કરવામાં આવ્યું. ગુરુ અર્જન દેવજીએ ધર્મ, સત્ય અને માનવતાની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું, અને તેમની આ શહીદીની સ્મૃતિમાં આ સેવા કાર્ય યોજાયું હતું.

આ પવિત્ર અવસરે, દેશભરના ગુરુદ્વારાઓમાં વિશેષ પ્રાર્થનાઓ, કીર્તન અને સેવા કાર્યોનું આયોજન કરવામાં આવે છે. ગરમીના સમયમાં, રાહદારીઓ અને જરૂરિયાતમંદોને ઠંડા દૂધ અને શરબતનું વિતરણ કરીને માનવ સેવા અને પરોપકારનો સંદેશ આપવામાં આવે છે. આ કાર્ય શ્રી ગુરુ અર્જન દેવજીના બલિદાન અને શીખ ધર્મના સિદ્ધાંતોને યાદ અપાવે છે.

આ શુભ દિને, 'શ્રી ગુરુ અર્જન દેવજી અમર રહો' અને 'વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ' જેવા ઉદ્ઘોષો સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
    user_ઝુબેર દૂધવાળા
    ઝુબેર દૂધવાળા
    વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    1 hr ago
  • વડોદરા શહેરમાં યોજાનારી રી-NEET પરીક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. આ પરીક્ષામાં 6 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે, જે શહેરના 20 જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપશે. પરીક્ષા સુચારુ રૂપે અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે, પોલીસ અને પ્રશાસન દ્વારા સઘન અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
    1
    વડોદરા શહેરમાં યોજાનારી રી-NEET પરીક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. આ પરીક્ષામાં 6 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે, જે શહેરના 20 જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપશે. પરીક્ષા સુચારુ રૂપે અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે, પોલીસ અને પ્રશાસન દ્વારા સઘન અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
    user_Times of sanndesh
    Times of sanndesh
    Local News Reporter વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    2 hrs ago
  • વડોદરામાં યોજાનારી રી-NEET પરીક્ષા માટે વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. શહેરના 20 પરીક્ષા કેન્દ્રો પર 6 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે, જેને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા અત્યંત કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
    1
    વડોદરામાં યોજાનારી રી-NEET પરીક્ષા માટે વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. શહેરના 20 પરીક્ષા કેન્દ્રો પર 6 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે, જેને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા અત્યંત કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
    user_CRIME ATTACK NEWS
    CRIME ATTACK NEWS
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • વડોદરા જિલ્લાના બાજવા ખાતે રામાધણી ગ્રુપ અને જય ભીમ યુવા સંગઠન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી, જ્યાં સમાજસેવાના ઉમદા હેતુ સાથે પ્રથમ સમૂહલગ્નોત્સવનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે કુલ ૫ દીકરીઓના સમૂહલગ્ન સંપન્ન થયા હતા. આ આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં સાદગીપૂર્ણ લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપવા અને આર્થિક રીતે નબળા પરિવારોને લગ્ન ખર્ચમાં સહાયરૂપ થવાનો હતો. આ શુભ કાર્યક્રમમાં વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, લખણ દરબાર, નરેન્દ્રસિંહ અણગઢ, નરેન્દ્ર રોહિત, ગિરીરાજસિંહ, બાજવા ગામના સરપંચ અને તાલુકા સભ્યો સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ નવદંપતીઓને આશીર્વાદ આપી સુખી દામ્પત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
    1
    વડોદરા જિલ્લાના બાજવા ખાતે રામાધણી ગ્રુપ અને જય ભીમ યુવા સંગઠન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી, જ્યાં સમાજસેવાના ઉમદા હેતુ સાથે પ્રથમ સમૂહલગ્નોત્સવનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે કુલ ૫ દીકરીઓના સમૂહલગ્ન સંપન્ન થયા હતા.

આ આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં સાદગીપૂર્ણ લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપવા અને આર્થિક રીતે નબળા પરિવારોને લગ્ન ખર્ચમાં સહાયરૂપ થવાનો હતો.

આ શુભ કાર્યક્રમમાં વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, લખણ દરબાર, નરેન્દ્રસિંહ અણગઢ, નરેન્દ્ર રોહિત, ગિરીરાજસિંહ, બાજવા ગામના સરપંચ અને તાલુકા સભ્યો સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ નવદંપતીઓને આશીર્વાદ આપી સુખી દામ્પત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • બામરોલી ખાતે સિકલ સેલ એનિમિયા નિદાન અને સારવાર કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવા કેન્દ્રના શુભારંભના પ્રથમ જ દિવસે 40 દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવી હતી.
    1
    બામરોલી ખાતે સિકલ સેલ એનિમિયા નિદાન અને સારવાર કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવા કેન્દ્રના શુભારંભના પ્રથમ જ દિવસે 40 દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવી હતી.
    user_Chhota udepur view
    Chhota udepur view
    બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    5 hrs ago
  • હાલોલમાં 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે, વી.એમ. સ્કૂલ કેમ્પસ ખાતે 20 થી 22 જૂન દરમિયાન વહેલી સવારે 5:30 થી 7:30 વાગ્યા સુધી નિશુલ્ક યોગ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 21મી જૂન એ વિશ્વની બે મહત્વપૂર્ણ અને અભૂતપૂર્વ ઘટનાઓનો સુવર્ણ દિવસ છે, જે સૃષ્ટિનો સૌથી લાંબો દિવસ અને વૈદિક સનાતન ધર્મનો અત્યંત પવિત્ર પર્વ એટલે કે યોગ દિવસ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા યોગગુરુ યોગ ઋષિ એવા રામદેવજી મહારાજના પ્રચંડ, અથાક અને અભૂતપૂર્વ પ્રયાસોનું પરિણામ છે. ગયા વર્ષે લગભગ 173 દેશોએ 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ધામધૂમ, આનંદ અને ઉત્સાહથી ભવ્ય રીતે ઉજવણી કરી હતી, અને આ વર્ષે પણ તેનાથી વધુ દેશો ઉમંગ અને ઉત્સાહથી ઉજવણી કરી રહ્યા છે. જ્યારે આખું વિશ્વ યોગમય બની રહ્યું હોય, ત્યારે હાલોલ તાલુકો પણ પાછળ રહ્યો નથી. યોગગુરુ યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજના આશીર્વાદ તથા પ્રેરણાથી, પતંજલિ યોગ સમિતિના લક્ષ્મણભાઈ ગુરવાણી તેમજ વી.એમ. સ્કૂલના અંગ્રેજી માધ્યમના આચાર્ય રજનીકાંત ધમાલ દ્વારા 20 થી 22 જૂન દરમિયાન સવારે 5:30 થી 7:30 કલાક સુધી વી.એમ. સ્કૂલ હાલોલના મેદાનમાં નિશુલ્ક યોગ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આજે, 21મી જૂન રવિવારના રોજ, આ યોગ દિવસની ઉજવણીમાં હાલોલના તમામ બાળકો, યુવકો, યુવતીઓ, મહિલાઓ અને પુરુષોએ ભાગ લઈને સહભાગી થઈ પોતાના શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક લાભ મેળવ્યો હતો. આ ઉપરાંત, હાલોલના નગરના કણજરી રોડ પર આવેલી કલરવ સ્કૂલ ખાતે પણ આજે રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પૂરી ધામધૂમથી અને આનંદ-ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો રેખાબેન શાહ, તેજસબેન પરીખ તેમજ સ્કૂલના શિક્ષક વિજયભાઈ અને તેમની ટીમ દ્વારા યોગ કરાવવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા અને યોગ દિવસની ઉજવણી કરી હતી.
    1
    હાલોલમાં 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે, વી.એમ. સ્કૂલ કેમ્પસ ખાતે 20 થી 22 જૂન દરમિયાન વહેલી સવારે 5:30 થી 7:30 વાગ્યા સુધી નિશુલ્ક યોગ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 21મી જૂન એ વિશ્વની બે મહત્વપૂર્ણ અને અભૂતપૂર્વ ઘટનાઓનો સુવર્ણ દિવસ છે, જે સૃષ્ટિનો સૌથી લાંબો દિવસ અને વૈદિક સનાતન ધર્મનો અત્યંત પવિત્ર પર્વ એટલે કે યોગ દિવસ છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા યોગગુરુ યોગ ઋષિ એવા રામદેવજી મહારાજના પ્રચંડ, અથાક અને અભૂતપૂર્વ પ્રયાસોનું પરિણામ છે. ગયા વર્ષે લગભગ 173 દેશોએ 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ધામધૂમ, આનંદ અને ઉત્સાહથી ભવ્ય રીતે ઉજવણી કરી હતી, અને આ વર્ષે પણ તેનાથી વધુ દેશો ઉમંગ અને ઉત્સાહથી ઉજવણી કરી રહ્યા છે. જ્યારે આખું વિશ્વ યોગમય બની રહ્યું હોય, ત્યારે હાલોલ તાલુકો પણ પાછળ રહ્યો નથી.

યોગગુરુ યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજના આશીર્વાદ તથા પ્રેરણાથી, પતંજલિ યોગ સમિતિના લક્ષ્મણભાઈ ગુરવાણી તેમજ વી.એમ. સ્કૂલના અંગ્રેજી માધ્યમના આચાર્ય રજનીકાંત ધમાલ દ્વારા 20 થી 22 જૂન દરમિયાન સવારે 5:30 થી 7:30 કલાક સુધી વી.એમ. સ્કૂલ હાલોલના મેદાનમાં નિશુલ્ક યોગ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આજે, 21મી જૂન રવિવારના રોજ, આ યોગ દિવસની ઉજવણીમાં હાલોલના તમામ બાળકો, યુવકો, યુવતીઓ, મહિલાઓ અને પુરુષોએ ભાગ લઈને સહભાગી થઈ પોતાના શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક લાભ મેળવ્યો હતો.

આ ઉપરાંત, હાલોલના નગરના કણજરી રોડ પર આવેલી કલરવ સ્કૂલ ખાતે પણ આજે રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પૂરી ધામધૂમથી અને આનંદ-ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો રેખાબેન શાહ, તેજસબેન પરીખ તેમજ સ્કૂલના શિક્ષક વિજયભાઈ અને તેમની ટીમ દ્વારા યોગ કરાવવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા અને યોગ દિવસની ઉજવણી કરી હતી.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    10 hrs ago
  • અરવલ્લીના વાસણીરેલ ગામમાં ભૂમાફિયાઓએ મહેસૂલ વિભાગના અધિકારીઓની મિલીભગતથી એક ચોંકાવનારો 'ભૂતિયા ખેલ' રચ્યો છે, જ્યાં ૫૩ વર્ષ પહેલાં અવસાન પામેલા એક વ્યક્તિના નામે આધારકાર્ડ બનાવી લાખોની જમીનનો સોદો કરી નાખવાનું કૌભાંડ સામે આવ્યું છે. સરકારી દસ્તાવેજો મુજબ, વાસણીરેલ ગામના ખેડૂત છગનભાઈ જીવણભાઈ પટેલનું અવસાન ૧૪ જાન્યુઆરી, ૧૯૭૨ના રોજ થયું હતું, જેનું પ્રમાણપત્ર કપડવંજ નગરપાલિકા દ્વારા અપાયું છે. તેમ છતાં, એપ્રિલ ૨૦૨૫માં, એટલે કે ભવિષ્યની તારીખમાં, આ મૃતક વ્યક્તિના નામે નકલી આધારકાર્ડ બનાવવામાં આવ્યું, જેમાં જન્મતારીખ ૦૧/૦૧/૧૯૭૧ દર્શાવવામાં આવી, જે તેમના મૃત્યુના એક વર્ષ પહેલાંનો જન્મ દર્શાવે છે. આ કૌભાંડમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે ૨૦૧૦ પછી શરૂ થયેલી આધારકાર્ડ સિસ્ટમમાં ૧૯૭૨માં અવસાન પામેલા વ્યક્તિનું આધારકાર્ડ કેવી રીતે બન્યું અને સબ-રજિસ્ટ્રાર કચેરીના સ્કેનરે આ 'ભૂતિયા' આંગળીઓના નિશાન કઈ રીતે સ્વીકારી લીધા? જમીન વેચવા માટે અમદાવાદના એક વ્યક્તિના નામે પાવર ઓફ એટર્ની કરવામાં આવી હતી, જેમાં સાક્ષી તરીકે ઠાસરા અને બાયડના એવા લોકો સામેલ હતા જેમને આ ગામ સાથે કોઈ સંબંધ નથી. આ કૌભાંડની વિચિત્રતા એ છે કે છગનભાઈના સાચા પ્રપૌત્ર રાજુભાઈ હાલ ૬૨ વર્ષના છે, જ્યારે નકલી દસ્તાવેજોમાં 'દાદા' છગનભાઈની ઉંમર માત્ર ૫૪ વર્ષ દર્શાવવામાં આવી છે. આ કૌભાંડને અંજામ આપવા માટે ૨૦ લાખ ૬૦ હજાર રૂપિયાના ચેકો પણ વટાવી લેવામાં આવ્યા છે. સૂત્રોના મતે, આ એકલો કિસ્સો નથી, પરંતુ આ સમગ્ર પંથકમાં આવા ૩૦ જેટલા બોગસ ખેડૂતો ઊભા કરીને જમીનો હડપવાનું એક મોટું સિન્ડિકેટ સક્રિય છે. યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આ સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરવાની અને જવાબદાર ભૂમાફિયાઓ તથા ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાની માંગ કરી છે. જો આ 'ભૂતાવળ' સમાન સિન્ડિકેટ પર લગામ નહીં કસાય, તો આવનારા સમયમાં જીવતા ખેડૂતોએ પોતાની જમીન બચાવવા માટે 'હું જીવતો છું' તેવા પુરાવાઓ સાથે કચેરીઓના ધક્કા ખાવા પડશે તેવી ચેતવણી પણ અપાઈ છે. આ સમગ્ર ઘટના હાલ અરવલ્લી પંથકમાં મુખ્ય ચર્ચાનો વિષય બની છે અને લોકો વહીવટી તંત્ર આવા ભ્રષ્ટ જાદુગરો સામે કાયદાનો ડંડો પછાડશે કે નહીં તે અંગે સવાલો ઉઠાવી રહ્યા છે.
    3
    અરવલ્લીના વાસણીરેલ ગામમાં ભૂમાફિયાઓએ મહેસૂલ વિભાગના અધિકારીઓની મિલીભગતથી એક ચોંકાવનારો 'ભૂતિયા ખેલ' રચ્યો છે, જ્યાં ૫૩ વર્ષ પહેલાં અવસાન પામેલા એક વ્યક્તિના નામે આધારકાર્ડ બનાવી લાખોની જમીનનો સોદો કરી નાખવાનું કૌભાંડ સામે આવ્યું છે. સરકારી દસ્તાવેજો મુજબ, વાસણીરેલ ગામના ખેડૂત છગનભાઈ જીવણભાઈ પટેલનું અવસાન ૧૪ જાન્યુઆરી, ૧૯૭૨ના રોજ થયું હતું, જેનું પ્રમાણપત્ર કપડવંજ નગરપાલિકા દ્વારા અપાયું છે. તેમ છતાં, એપ્રિલ ૨૦૨૫માં, એટલે કે ભવિષ્યની તારીખમાં, આ મૃતક વ્યક્તિના નામે નકલી આધારકાર્ડ બનાવવામાં આવ્યું, જેમાં જન્મતારીખ ૦૧/૦૧/૧૯૭૧ દર્શાવવામાં આવી, જે તેમના મૃત્યુના એક વર્ષ પહેલાંનો જન્મ દર્શાવે છે.

આ કૌભાંડમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે ૨૦૧૦ પછી શરૂ થયેલી આધારકાર્ડ સિસ્ટમમાં ૧૯૭૨માં અવસાન પામેલા વ્યક્તિનું આધારકાર્ડ કેવી રીતે બન્યું અને સબ-રજિસ્ટ્રાર કચેરીના સ્કેનરે આ 'ભૂતિયા' આંગળીઓના નિશાન કઈ રીતે સ્વીકારી લીધા? જમીન વેચવા માટે અમદાવાદના એક વ્યક્તિના નામે પાવર ઓફ એટર્ની કરવામાં આવી હતી, જેમાં સાક્ષી તરીકે ઠાસરા અને બાયડના એવા લોકો સામેલ હતા જેમને આ ગામ સાથે કોઈ સંબંધ નથી. આ કૌભાંડની વિચિત્રતા એ છે કે છગનભાઈના સાચા પ્રપૌત્ર રાજુભાઈ હાલ ૬૨ વર્ષના છે, જ્યારે નકલી દસ્તાવેજોમાં 'દાદા' છગનભાઈની ઉંમર માત્ર ૫૪ વર્ષ દર્શાવવામાં આવી છે. આ કૌભાંડને અંજામ આપવા માટે ૨૦ લાખ ૬૦ હજાર રૂપિયાના ચેકો પણ વટાવી લેવામાં આવ્યા છે.

સૂત્રોના મતે, આ એકલો કિસ્સો નથી, પરંતુ આ સમગ્ર પંથકમાં આવા ૩૦ જેટલા બોગસ ખેડૂતો ઊભા કરીને જમીનો હડપવાનું એક મોટું સિન્ડિકેટ સક્રિય છે. યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આ સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરવાની અને જવાબદાર ભૂમાફિયાઓ તથા ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાની માંગ કરી છે. જો આ 'ભૂતાવળ' સમાન સિન્ડિકેટ પર લગામ નહીં કસાય, તો આવનારા સમયમાં જીવતા ખેડૂતોએ પોતાની જમીન બચાવવા માટે 'હું જીવતો છું' તેવા પુરાવાઓ સાથે કચેરીઓના ધક્કા ખાવા પડશે તેવી ચેતવણી પણ અપાઈ છે. આ સમગ્ર ઘટના હાલ અરવલ્લી પંથકમાં મુખ્ય ચર્ચાનો વિષય બની છે અને લોકો વહીવટી તંત્ર આવા ભ્રષ્ટ જાદુગરો સામે કાયદાનો ડંડો પછાડશે કે નહીં તે અંગે સવાલો ઉઠાવી રહ્યા છે.
    user_ચાંપાનેર ટાઈમ્સ
    ચાંપાનેર ટાઈમ્સ
    Photographer હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    1 day ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.