Shuru
Apke Nagar Ki App…
1995થી સ્વાદ અને સેવાનો વિશ્વાસ! ડેભારી, તા. વિરપુર, જી. મહિસાગર, ગુજરાત ખાતે Iklangjii Catering — વર્ષોથી તમારા દરેક પ્રસંગને સ્વાદિષ્ટ ભોજન અને ઉત્તમ સેવામાં યાદગાર બનાવે છે. લગ્ન પ્રસંગ | સગાઈ | પાર્ટી | ધાર્મિક પ્રસંગ | અન્ય તમામ કાર્યક્રમો 1995થી આપની સેવામાં — ગુણવત્તા, સ્વાદ અને વિશ્વાસ સાથે! બુકિંગ માટે સંપર્ક: 99259 82130 Iklangjii Catering — સ્વાદ એવો, જે વર્ષો સુધી યાદ રહે!
Joshi Kirti
1995થી સ્વાદ અને સેવાનો વિશ્વાસ! ડેભારી, તા. વિરપુર, જી. મહિસાગર, ગુજરાત ખાતે Iklangjii Catering — વર્ષોથી તમારા દરેક પ્રસંગને સ્વાદિષ્ટ ભોજન અને ઉત્તમ સેવામાં યાદગાર બનાવે છે. લગ્ન પ્રસંગ | સગાઈ | પાર્ટી | ધાર્મિક પ્રસંગ | અન્ય તમામ કાર્યક્રમો 1995થી આપની સેવામાં — ગુણવત્તા, સ્વાદ અને વિશ્વાસ સાથે! બુકિંગ માટે સંપર્ક: 99259 82130 Iklangjii Catering — સ્વાદ એવો, જે વર્ષો સુધી યાદ રહે!
- Joshi Kirtiલુણાવાડા, મહીસાગર, ગુજરાતthank you so much 🙏🙏5 days ago
More news from ગુજરાત and nearby areas
- મહીસાગર જિલ્લા એસપી સફીન હસન દ્વારા બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનું ઈન્સ્પેક્શન બાલાસિનોર, મહીસાગર: મહીસાગર જિલ્લાના બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન દ્વારા ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ઈન્સ્પેક્શન દરમિયાન જિલ્લા એસપી સફીન હસને પોલીસ સ્ટેશનની વિવિધ કામગીરી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગોની મુલાકાત લઈ જરૂરી રેકોર્ડ અને દસ્તાવેજોની ચકાસણી કરી હતી. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કામગીરી અંગે ચર્ચા કરી કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાખોરી પર નિયંત્રણ રાખવા તથા નાગરિકોને ઝડપી અને અસરકારક પોલીસ સેવા મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એસપીના ઈન્સ્પેક્શનને પગલે બાલાસિનોર ટાઉન પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીને વધુ સુદૃઢ બનાવવા તેમજ નાગરિક સુરક્ષાને પ્રાથમિકતા આપવા પર ભાર મૂકાયો હતો.4
- ઈદે મિલાદની ખુશીમાં ટીંટોઈ ગુંજી ઉઠ્યું, જુમ્મા મસ્જિદથી નીકળ્યું ભવ્ય જુલુસે મિલાદ 1501 સાલના ઈદે મિલાદ પર્વે ટીંટોઈમાં ભવ્ય જુલુસે મિલાદ: જુમ્મા મસ્જિદથી ગરીબ નવાઝ મસ્જિદ અને અલ્લાહ મસ્જિદ સુધી ઉમટ્યો જનસૈલાબ ઈદે મિલાદની ખુશીમાં ટીંટોઈ ગુંજી ઉઠ્યું, જુમ્મા મસ્જિદથી નીકળ્યું ભવ્ય જુલુસે મિલાદ1
- ફતેપુરા તાલુકાના એક ગામમાં કરિયાણાની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરતાં સગીર વયનાં બાળકો CCTV કેમેરામાં કેદ યાસીનભાભોર-FATEPURA LIVE MO.9825257995-9924257995 ફતેપુરા તાલુકાના એક ગામમાં કરિયાણા ની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરતાં સગીર વયનાં બાળકો CCTV કેમેરામાં કેદ,દુકાન માલિકે ફતેપુરા પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી,ફતેપુરા પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી.1
- કાલોલ ખાતે ઇદે મિલાદુન નબી નો મહાપર્વ મુસ્લિમ સમાજ દ્વારા હર્ષોલ્લાસ સાથે શાંતિ ભર્યા માહોલમાં મનાવાયો. હજારો મુસ્લીમ બિરાદરો જૂલુસ માં જોડાયા. ઇસ્લામ ધર્મના સ્થાપક અને અલ્લાહના પયગંબર હજરત મોહમ્મદ પયગંબર સાહેબની જન્મજયંતિ વિશ્વભરમાં સુન્ની મુસ્લિમ સમુદાયમાં પવિત્ર ઈદેમિલાદ નિમિત્તે ધામધૂમથી ઉજવવામાં આવે છે. જે ઈદેમિલાદ પર્વ નિમિત્તે કાલોલ શહેરના મુસ્લીમ સમુદાયે પણ પોતાની મસ્જિદ, મદ્રેસા, મોહલ્લા, ચોક અને પોત પોતાના મકાનો પર રોશનીથી શણગારીને ઈદેમિલાદની પુર્વતૈયારીઓ કરી હતી. હજરત મોહંમદ પયગંબર સાહેબના જન્મદિનની ઉજવણી નિમિત્તે કાલોલ શહેર મુસ્લીમ બિરાદરોએ પેગંબર સાહેબના ૧૫૦૧ મી યૌમે વીલાદત (જન્મજયંતી) ના મોકા પર વહેલી સવારે પાંચ વાગ્યા સુમારે એકત્રિત થઈ જુમ્મા મસ્જીદના પ્રાંગણમાં નાતશરીફ અને સલાતોસલામ પઢી પેગંબર સાહેબના મુએ મુબારક એટલે બાલ મુબારક ના દીદાર કર્યાં હતાં ત્યારબાદ બપોરે જોહરની નમાજ બાદ નુરાની ચોક સ્થિત જુમ્મા મસ્જીદથી રિફાઇ ગાદી અને અમીરે મિલ્લત મિલાદ કમેટીના નેતૃત્વમાં જશ્ને ઇદે મિલાદ નું ભવ્ય જુલુશનું આયોજન કરવામાં આવ્યું હતું જે નુરાની ચોકથી પ્રસ્થાન કરી પોલીસ સ્ટેશન, હાઇવે બસ સ્ટેશનથી મેઈન બજારમાંથી પસાર થઈ પાલીકા ભવનના માર્ગે સમગ્ર જુલુસ નુરાની ચોકમાં પરત ફરી જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મોલાના ગુલામ ગૌષ રઝવી દ્રારા સમગ્ર વિશ્વ તેમજ ભારત દેશમાં અમન શાંતિ, સલામતી માટે ખાસ દુવાઓ સાથે પયગંબર સાહેબની જન્મજયંતિ ની મુબારકબાદ પાઠવી હતી.કાલોલમાં ઈદેમિલાદ પર્વની શાંતીપૂર્ણ માહોલમાં જુલુસ યોજવા માટે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ સાથે પીએસઆઇ આર.એમ. મોહનીયા, પીએસઆઇ એસ આર મકવાણા સહિત પોલીસ સ્ટાફ સહિત એસ.આર.પી અને હોમગાર્ડ જવાનોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં આ પર્વની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી.2
- હાલોલ ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી1
- લીમખેડા તાલુકામાં ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લીમખેડા તાલુકામાં ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ટીબી દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી નિક્ષય પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન આંતરસૂબા ગામના સરપંચ જશોદાબેન હઠીલા દ્વારા લીમખેડા ટીબી યુનિટ હેઠળના પાંચ ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબીની સારવાર દરમિયાન દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે અને તેઓ સ્વસ્થ રહી શકે તે માટે નિક્ષય પોષણ કીટ મહત્વપૂર્ણ સહાયરૂપ બની રહી છે. કાર્યક્રમમાં પિરામલ સ્વાસ્થ્યના કોઓર્ડિનેટર, એસટીએસ, એસટીએલએસ, સીએચઓ, એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ તેમજ આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી દર્દીઓની સમયસર ઓળખ, નિયમિત સારવાર અને પોષણ સહાય દ્વારા ટીબી નાબૂદીના પ્રયાસોને વેગ આપવામાં આવી રહ્યો છે. ગ્રામ્ય કક્ષાએ સરપંચ સહિત સ્થાનિક આગેવાનો અને આરોગ્ય કર્મચારીઓની સહભાગિતાથી ટીબી મુક્ત ભારતના અભિયાનને વધુ અસરકારક બનાવવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.1
- ફતેપુરામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું ફતેપુરામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું આજે તારીખ 26/08/2026 બુધવારના રોજ સવારે 11 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ રેલી સરકારી માધ્યમિક શાળા ચીખલીના આચાર્ય રાજુભાઈ ખડીયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. આ પ્રસંગે ફતેપુરા ક્યુડીસીના કન્વીનર તેમજ શ્રી આઈ. કે. દેસાઈ હાઈસ્કૂલના આચાર્ય હેમંતભાઈ પંચાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. રેલીમાં ફતેપુરા ક્યુડીસી હેઠળ આવતી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, સંસ્કૃત વિષયમાં રસ ધરાવતા શિક્ષકો તેમજ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને તેના મહત્વ અંગેના વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેના કારણે ફતેપુરા નગરમાં સંસ્કૃતમય વાતાવરણ સર્જાયું હતું. સંસ્કૃત ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓ અને લોકોમાં વધુ રસ અને જાગૃતિ કેળવાય તેમજ ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાની સમૃદ્ધ ભાષા સંસ્કૃતનો વધુ પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની સહભાગિતાથી સંસ્કૃત ભાષા પ્રત્યેનો ઉત્સાહ જોવા મળ્યો હતો.1
- સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ કહ્યું હતું કે, સંસ્કૃત માત્ર ભાષા નથી તે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે આ ભાષામાંથી અન્ય ભાષાઓ ઉદભવી છે, તેનું મહત્વ ઘણું છે. સંસ્કૃત ભાષા દરેક વ્યક્તિએ શીખવી જોઈએ *સુધારેલી પ્રેસનોટ* *** *પેટલાદની ન્યુ એજ્યુકેશન હાઇસ્કુલ ખાતે ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો પ્રારંભ* ** *કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંસ્કૃત ભાષામાં ઉદબોધન કરીને સૌને કર્યા મંત્રમુગ્ધ* *** *સંસ્કૃત માત્ર ભાષા નથી, તે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે - સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ* *** *પેટલાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સંસ્કૃત ગૌરવ યાત્રા રેલી યોજાઇ* *** *વૈદિક મંત્રોચાર સાથે સંસ્કૃત યાત્રાનો શુભારંભ, સંસ્કૃત શ્લોકના ઉચ્ચારણ સાથે સંસ્કૃત ભાષા પ્રેમીઓ યાત્રામાં જોડાયા* ** *આણંદ, મંગળવાર :* રાજ્યના શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવના અનુસંધાનમાં આજે પેટલાદ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જીલુભા સિંધા, જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, પ્રાંત અધિકારી શ્રી કિંજલ દેસાઈ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંસ્કૃતિ વિદ્વાનો અને સંસ્કૃત ભાષા પ્રેમીઓ જોડાયા હતા, જે રેલી પેટલાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને સંસ્કૃત ગાન અને સંસ્કૃત ગૌરવ સૂત્રોચાર સાથે પૂર્ણ થઇ હતી. સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ કહ્યું હતું કે, સંસ્કૃત માત્ર ભાષા નથી તે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે આ ભાષામાંથી અન્ય ભાષાઓ ઉદભવી છે, તેનું મહત્વ ઘણું છે. સંસ્કૃત ભાષા દરેક વ્યક્તિએ શીખવી જોઈએ તેમ પણ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંસ્કૃત ભાષામાં જ સંપૂર્ણ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષાનું મહત્વ લોકો સમજે તે જરૂરી છે, સંસ્કૃત ભાષા ભારતની સંસ્કૃતિ છે તેમ ઉમેરી તેમણે આ સંસ્કૃત મહોત્સવમાં સંસ્કૃત પ્રેમીઓએ અને અન્ય લોકો પણ સહભાગી બને તે માટે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી તથા સદસ્યો, જિલ્લા પંચાયત ના સદસ્ય, શિક્ષણ વિભાગના અધિકારી શ્રી તેજેન્દ્રસિંહ સોલંકી, નગરજનો, વિદ્યાર્થીઓ અને સંસ્કૃત ભાષા પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. *****4
- વડોદરામાં 15 વર્ષથી ‘બોગસ ડોક્ટર’નો ખેલ! અકોટામાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો શખ્સ ઝડપાયો, ₹1.19 લાખની દવાઓ જપ્ત વડોદરામાં 15 વર્ષથી ‘બોગસ ડોક્ટર’નો ખેલ! અકોટામાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો શખ્સ ઝડપાયો, ₹1.19 લાખની દવાઓ જપ્ત વડોદરાના અકોટા વિસ્તારમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી દરમિયાન ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કથિત બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે. ધોરણ-10 સુધી અભ્યાસ કરેલા બિશ્વજીત હાલદાર દ્વારા ‘પ્રોમિલા ક્લિનિક’ ચલાવવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. ZONE-2 ટીમે ક્લિનિકમાં તપાસ કરતાં દવાઓ, ઇન્જેક્શન, સીરપ સહિત અંદાજે ₹1.19 લાખનો જથ્થો મળી આવ્યો હતો, જેને જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, બિશ્વજીત હાલદાર છેલ્લા 15 વર્ષથી ડિગ્રી વિના લોકોની સારવાર કરતો હોવાનો આરોપ છે. સમગ્ર મામલે સંબંધિત વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.2