ગીર સોમનાથના ઉનામાં સમાજસેવા અને માનવતાના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા પીર બાપુએ મોહરમના પવિત્ર તહેવાર નિમિત્તે એક અત્યંત પ્રશંસનીય અને અનોખી પહેલ કરી છે. તેમની એક હાકલ પર, તેમના મુરીદોએ સાઉદી અરેબિયાની ધાર્મિક યાત્રા, એટલે કે ઉમરા કરવા જઈ રહેલા 16 સૈયદ સાદાતોની યાત્રાનો સંપૂર્ણ ખર્ચ ઉપાડીને એક ઉત્કૃષ્ટ દાખલો બેસાડ્યો છે. મોહરમના પાવન પર્વ પર આયોજિત આ કાર્યક્રમમાં પીર બાપુના માર્ગદર્શન હેઠળ 16 સૈયદ સાદાતોને ઉમરા માટે રવાના કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે, પીર બાપુએ તમામ યાત્રાળુઓને સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા અને મીઠાઈ ખવડાવી વિદાય આપી હતી. યાત્રાળુઓના ચહેરા પર ઉમરા કરવાની ખુશી સ્પષ્ટપણે જોવા મળી હતી. આ સમગ્ર યાત્રાનો સંપૂર્ણ ખર્ચ પીર બાપુના મુરીદો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે, જે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. પીર બાપુ માત્ર ધાર્મિક કાર્યો જ નહીં, પરંતુ શિક્ષણ અને ગરીબ કલ્યાણના કાર્યોમાં પણ હંમેશા સક્રિય રહે છે. 'શિક્ષણ એ જ કલ્યાણ' ના મંત્રને સાર્થક કરતા, તેઓ હંમેશા સમાજમાં શિક્ષણના પ્રસાર માટે પ્રયત્નશીલ રહે છે. આ ઉપરાંત, તેમના અધ્યક્ષ સ્થાને અનેક સમૂહ લગ્નોનું આયોજન કરવામાં આવે છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક ટેકો મળી રહે છે. રમઝાન મહિના દરમિયાન પણ પીર બાપુ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટથી લઈને જીવનજરૂરિયાતની તમામ ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. સમાજના છેવાડાના માણસની ચિંતા કરનાર પીર બાપુનું આ કાર્ય ખરેખર અનુકરણીય છે અને તેમની આ સેવાકીય ભાવનાને લોકો સોનેરી અક્ષરે લખી રહ્યા છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ પીર બાપુના આ સેવાકીય અભિગમને બિરદાવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવા કાર્યો જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરી હતી.
ગીર સોમનાથના ઉનામાં સમાજસેવા અને માનવતાના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા પીર બાપુએ મોહરમના પવિત્ર તહેવાર નિમિત્તે એક અત્યંત પ્રશંસનીય અને અનોખી પહેલ કરી છે. તેમની એક હાકલ પર, તેમના મુરીદોએ સાઉદી અરેબિયાની ધાર્મિક યાત્રા, એટલે કે ઉમરા કરવા જઈ રહેલા 16 સૈયદ સાદાતોની યાત્રાનો સંપૂર્ણ ખર્ચ ઉપાડીને એક ઉત્કૃષ્ટ દાખલો બેસાડ્યો છે. મોહરમના પાવન પર્વ પર આયોજિત આ કાર્યક્રમમાં પીર બાપુના માર્ગદર્શન હેઠળ 16 સૈયદ સાદાતોને ઉમરા માટે રવાના કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે, પીર બાપુએ તમામ યાત્રાળુઓને સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા અને મીઠાઈ ખવડાવી વિદાય આપી હતી. યાત્રાળુઓના ચહેરા પર ઉમરા કરવાની ખુશી સ્પષ્ટપણે જોવા મળી હતી. આ સમગ્ર યાત્રાનો સંપૂર્ણ ખર્ચ પીર બાપુના મુરીદો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે, જે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. પીર બાપુ માત્ર ધાર્મિક કાર્યો જ નહીં, પરંતુ શિક્ષણ અને ગરીબ કલ્યાણના કાર્યોમાં પણ હંમેશા સક્રિય રહે છે. 'શિક્ષણ એ જ કલ્યાણ' ના મંત્રને સાર્થક કરતા, તેઓ હંમેશા સમાજમાં શિક્ષણના પ્રસાર માટે પ્રયત્નશીલ રહે છે. આ ઉપરાંત, તેમના અધ્યક્ષ સ્થાને અનેક સમૂહ લગ્નોનું આયોજન કરવામાં આવે છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક ટેકો મળી રહે છે. રમઝાન મહિના દરમિયાન પણ પીર બાપુ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટથી લઈને જીવનજરૂરિયાતની તમામ ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. સમાજના છેવાડાના માણસની ચિંતા કરનાર પીર બાપુનું આ કાર્ય ખરેખર અનુકરણીય છે અને તેમની આ સેવાકીય ભાવનાને લોકો સોનેરી અક્ષરે લખી રહ્યા છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ પીર બાપુના આ સેવાકીય અભિગમને બિરદાવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવા કાર્યો જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરી હતી.
- ઉના તાલુકાના પાતાપુર ગામે એક સિંહ અને તેના બે બચ્ચાં ગામની સીમ સુધી પહોંચી લટાર મારતા જોવા મળ્યા હતા. વરસાદી વાતાવરણ વચ્ચે શિકારની શોધમાં સિંહ પરિવાર ગામની નજીક આવી પહોંચ્યું હતું. વનરાજ અને તેના બે બચ્ચાંને નિહાળવા માટે ગ્રામજનોમાં કુતૂહલનો માહોલ સર્જાયો હતો, જોકે સાથે જ સાવચેતી પણ જોવા મળી હતી. સ્થાનિકોએ આ દુર્લભ દૃશ્યોને પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ ઘટના બાદ વન વિભાગ દ્વારા ગ્રામજનોને સિંહ પરિવારથી સુરક્ષિત અંતર જાળવવા અને કોઈપણ પ્રકારની છેડછાડ ન કરવા માટે અપીલ કરવામાં આવી છે.1
- રાજુલા શહેરમાં વીજળી પુરવઠાને લઈને લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. શહેરના રહેવાસીઓ વારંવાર થતી વીજળી ગુલ થવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ વારંવાર થતી બત્તી ગુલ થવાની સમસ્યાને કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે, અને હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આ ગંભીર સમસ્યાનું સમાધાન કોણ કરશે.1
- વડિયામાં મોહરમના પવિત્ર અવસરે ઇમામ હુસૈન (અ.સ.)ની યાદમાં એક ભવ્ય મજલિસનું આયોજન કરવામાં આવ્યું હતું.1
- રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026-27ની 24મી કડીનો મંગળ પ્રારંભ ૨૩ જૂન, ૨૦૨૬ના રોજ થયો છે. આ અંતર્ગત અમરેલી જિલ્લાના પ્રભારી સચિવ શ્રી સંદિપકુમારે અમરેલીના રાંઢીયા, રિકડીયા અને નાના આંકડીયા પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ ૧ તથા ૯માં બાળકોને હર્ષોલ્લાસ સાથે પ્રવેશ કરાવીને નામાંકન કરાવ્યું હતું. રાંઢીયા મુકામે આંગણવાડીમાં કુલ ૭ ભૂલકાઓ અને ધોરણ ૧માં ૯ બાળકોનું નામાંકન થયું. રિકડીયા મુકામે બાલવાટિકામાં ૫ ભૂલકાઓ અને ધોરણ ૧માં ૦૧ બાળકનું નામાંકન થયું. જ્યારે નાના આંકડીયા મુકામે બાલવાટિકામાં ૧૮, આંગણવાડીમાં ૯ અને ધોરણ ૯માં ૨૮ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી બાળકો આજે પણ હસતાં-રમતાં શાળા પ્રવેશ કરી રહ્યા છે. ગુજરાત રાજય સરકારે અદ્યતન સુવિધાઓથી સંપન્ન શાળાઓ બનાવી છે, જેમાં કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસ જેવી શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ છે. શિક્ષકો પણ પોતાના બાળકની જેમ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ઉછેર માટે પ્રતિબદ્ધતા સાથે મહેનત કરે છે. પ્રભારી સચિવ શ્રી સંદિપકુમારે જણાવ્યું હતું કે, આવા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા મહોત્સવ થકી શાળાઓમાં નામાંકન દરમાં વધારો થયો છે. તેમણે દીકરીઓ ધોરણ ૮ બાદ પોતાનું શિક્ષણ ન છોડે તે માટે વાલીઓ સહિત સૌને સહિયારા પ્રયત્નો કરવા પર ભાર મૂક્યો. કન્યાઓ ભણીગણીને આગળ વધીને પોતાના સપનાઓ સાકાર કરી શકે અને સમાજને સશક્ત બનાવવામાં અમૂલ્ય યોગદાન આપી શકે તે જરૂરી છે. તેમણે ચાલુ વર્ષે હીટવેવની સમસ્યાને ધ્યાનમાં રાખીને પર્યાવરણ પ્રત્યે જાગૃત બનીને દરેક વ્યક્તિએ વૃક્ષારોપણ કરવા અને તેનું જતન કરવા તથા પ્લાસ્ટિકમુક્ત ભારતના નિર્માણમાં યોગદાન આપવા પણ અપીલ કરી. સચિવશ્રીએ પ્રવેશ મેળવતા બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે દરેક શાળામાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ બચાવો, જળ સંરક્ષણ, પ્લાસ્ટિક મુક્ત ભારત અને વિજ્ઞાનના યુગમાં આપણી જવાબદારી જેવા વિષયો પર વકૃત્વ આપી પોતાના વિચારો અભિવ્યક્ત કર્યાં હતા. બાળકોને પ્રવેશ વેળાએ મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રભારી સચિવશ્રીએ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈને નાનકડાં ભૂલકાઓને શિક્ષણમાં પ્રારંભ કરાવી વ્હાલ વરસાવી આવકાર્યા હતા. રમતગમત, એન.એમ.એમ.એસ., સી.ઈ.ટી., જ્ઞાન સાધના સ્કોલરશિપ જેવી પરીક્ષાઓ અને શૈક્ષણિક વર્ષ દરમિયાન સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરીને તેમને ઇનામો સાથે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. દાતાશ્રીઓની સેવાને બિરદાવીને તેમનું શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પ્રસરાવ્યો, અને સૌએ રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા સાથે શપથ લીધા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયતના હોદ્દેદારો, રાંઢીયા સરપંચ શ્રી વિલાસબેન કાકડીયા અને અગ્રણી શ્રી અરવિંદભાઈ કાકડીયા, રિકડીયા ગામના સરપંચ શ્રી નરેશભાઈ વાળા સહિતના સ્થાનિક અગ્રણીઓ, પ્રાથમિક શાળા આચાર્ય શ્રી નિલેશભાઈ જોશી, નાના આંકડીયા ગામના સ્થાનિક હોદ્દેદારો, અગ્રણીઓ, હાઈસ્કૂલ આચાર્ય શ્રી રામ, પ્રાથમિક શાળા આચાર્ય શ્રી કુલદીપભાઈ મકવાણા, સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો, શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.1
- કેશોદ તાલુકાના માણેકવાળા ગામ નજીક નેશનલ હાઈવે પર આજે એક દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં આજક ગામના રહેવાસી મગનભાઈ કાથડ નામના આધેડ વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મગનભાઈ કાથડ જૂનાગઢથી કેશોદ તરફ બાઈક પર આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, માણેકવાળા ગામ નજીક નેશનલ હાઈવે પર કોઈ કારણસર તેમનું બાઈક અચાનક સ્લીપ થઈ ગયું હતું, જેના કારણે તેઓ રોડ પર પટકાયા હતા. આ ગંભીર અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને વાહનચાલકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત મગનભાઈને તાત્કાલિક નેશનલ હાઈવે એમ્બ્યુલન્સ મારફતે કેશોદની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ તેમની સ્થિતિ ગંભીર હોવાનું જણાવી તપાસ બાદ તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહને વધુ કાયદેસરની કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ પ્રક્રિયા માટે કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા, અને શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી; બાઈક કેવી રીતે સ્લીપ થયું અને અકસ્માત પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હાલ અકસ્માત સંબંધિત તમામ પાસાઓની તપાસ કરી રહી છે. મગનભાઈ કાથડના અચાનક અવસાનના સમાચારથી આજક ગામ સહિત આસપાસના સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.4
- તળાજાના આશુતોષ અન્નક્ષેત્રના સંયોજક, જાણીતા આંતરરાષ્ટ્રીય શિવકથાકાર અને સમગ્ર ગુજરાતમાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે આગવી ઓળખ ધરાવતા ભારદ્વાજબાપુનો આજે જન્મદિવસ છે. વર્ષો સુધી નિઃસ્વાર્થ સેવા આપી હજારો લોકોના જીવનમાં ખુશીઓ લાવનાર ભારદ્વાજબાપુ દરેક ભારતીયના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. ભારદ્વાજબાપુ દ્વારા દરરોજ અન્નદાનની સેવા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, તેઓ સમયાંતરે રક્તદાન કેમ્પ, વસ્ત્રદાન, ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ કીટ વિતરણ, શિયાળામાં ધાબળા, ઉનાળામાં ચપ્પલ અને ચોમાસામાં રેઇનકોટનું વિતરણ પણ કરે છે. દિવાળીના તહેવારોમાં બાળકોને ફટાકડાનું વિતરણ કરવા ઉપરાંત, કોરોના મહામારી દરમિયાન તેમણે વિવિધ દવાખાનાઓમાં દર્દીઓ અને તેમના સ્વજનો માટે ટિફિન સેવા પણ પૂરી પાડી હતી. વાવાઝોડા જેવી કુદરતી આફતોમાં પણ તેઓ જરૂરિયાતમંદોની મદદ માટે હંમેશા અગ્રેસર રહ્યા છે. તેમની આ સેવાભાવી કામગીરીને ધ્યાનમાં રાખીને, અનેક સામાજિક, ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા તેમને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. દર વર્ષની પરંપરા મુજબ, ભારદ્વાજબાપુ આ વર્ષે પણ પોતાનો જન્મદિવસ સેવાકીય કાર્યો દ્વારા જ ઉજવશે. આ નિમિત્તે, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસ્ત્રદાન અને અન્નદાનનું આયોજન કરાયું છે, તેમજ થેલેસેમિયા પીડિત બાળકોના હિતમાં એક વિશાળ રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવશે. આ કાર્યક્રમ તળાજાના ખરક જ્ઞાતિની વાડી, વાવ ચોક ખાતે સવારે 9:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી યોજાશે, જ્યાં રક્તદાન કરનાર દરેક દાતાને ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવશે. સેવાભાવ અને માનવતાનું અનોખું ઉદાહરણ બની રહેલા ભારદ્વાજબાપુના જન્મદિવસની આ ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.2
- ભાવનગરમાં શિયા મુસ્લિમ સમુદાયના તહેવાર મોહરમના અવસરે તાજીયા ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાજીયા ઝુલુસના સંદર્ભે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.1
- ગીર ગઢડા તાલુકાના ગીર પંથકમાં આદ્રા નક્ષત્રના પ્રારંભ સાથે જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ધોકડવા, મોતીસર, નિટલી, વડલી, કાંધી અને ભાચા સહિતના ગામોમાં જોરદાર પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. દિવસભરની ઉકળાટ અને ગરમી બાદ સાંજના સમયે અચાનક આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા. ત્યારબાદ જોરદાર પવન ફૂંકાતા વરસાદ શરૂ થયો હતો. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, કારણ કે ખેતીની તૈયારીઓ માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થશે. ગીર પંથકના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણ રમણીય બન્યું હતું. ગ્રામજનોએ પણ વરસાદી માહોલનો આનંદ માણ્યો હતો. આદ્રા નક્ષત્રમાં થયેલા વરસાદી આગમનને ખેતી અને પર્યાવરણ માટે શુભ સંકેત માનવામાં આવે છે.2