ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને વિશ્વનેતા આદરણીય શ્રી Narendra Modi સાહેબના મુખ્યમંત્રી તરીકે ૧૩ વર્ષ અને વડાપ્રધાન તરીકે ૧૨ વર્ષ મળીને કુલ ૨૫ વર્ષના અવિરત રાષ્ટ્રસેવા તથા જનકલ્યાણના કાર્યકાળને ઉજાગર કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે આગામી ૧૭મી સપ્ટેમ્બરે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સાંજે ૭:૦૦ થી ૮:૦૦ વાગ્યા દરમિયાન મહીસાગર જિલ્લાના પ્રત્યેક બૂથમાં દરેક ઘરે દીવડો પ્રગટાવવાનો વિશેષ સેવા સંકલ્પ લેવાયો છે. પૂજ્ય મોદી સાહેબના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશસેવાના સંકલ્પની સિદ્ધિ માટે સમર્પિત આ 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમમાં સહભાગી થવા મહીસાગર જિલ્લાના તમામ વડીલો, માતાઓ, યુવાનો અને નાગરિકોને ભાવભર્યું જાહેર આહ્વાન કરું છું.
ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને વિશ્વનેતા આદરણીય શ્રી Narendra Modi સાહેબના મુખ્યમંત્રી તરીકે ૧૩ વર્ષ અને વડાપ્રધાન તરીકે ૧૨ વર્ષ મળીને કુલ ૨૫ વર્ષના અવિરત રાષ્ટ્રસેવા તથા જનકલ્યાણના કાર્યકાળને ઉજાગર કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે આગામી ૧૭મી સપ્ટેમ્બરે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સાંજે ૭:૦૦ થી ૮:૦૦ વાગ્યા દરમિયાન મહીસાગર જિલ્લાના પ્રત્યેક બૂથમાં દરેક ઘરે દીવડો પ્રગટાવવાનો વિશેષ સેવા સંકલ્પ લેવાયો છે. પૂજ્ય મોદી સાહેબના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશસેવાના સંકલ્પની સિદ્ધિ માટે સમર્પિત આ 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમમાં સહભાગી થવા મહીસાગર જિલ્લાના તમામ વડીલો, માતાઓ, યુવાનો અને નાગરિકોને ભાવભર્યું જાહેર આહ્વાન કરું છું.
- ઇસનપુર-ઘોડાસર બ્રિજ પાસે ક્રાઇમ બ્રાન્ચનો સપાટો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી! ઇસનપુર-ઘોડાસર બ્રિજ પાસેથી ક્રેટા કાર (GJ01WB0247) માંથી 1812 બોટલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો. દારૂ, કાર સહિત કુલ રૂ. 14.64 લાખનો મુદ્દામાલ જપ્ત, 2 શખ્સોની ધરપકડ. પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો.1
- हुदा जरीवाला मामले में नया मोड़! सरकार के खिलाफ सोशल मीडिया पर बड़ा संदेश, वायरल बयान ने छेड़ी नई बहस”1
- ગ્રામજનો પૂછે છે સવાલ—25 વર્ષનું સુશાસન આખરે ક્યાં દેખાય છે? 25 વર્ષનું સુશાસન કે વિકાસના દાવાની પોલ? દેમતિ ગામની જમીન પરની હકીકત ચોંકાવનારી! “વિકાસના દાવા કાગળ પર નહીં, જમીન પર દેખાવા જોઈએ…” દેમતિ ગ્રામ પંચાયત વિસ્તારમાં પાણીની પાઈપલાઈનની સામે આવેલી આ સ્થિતિ અનેક સવાલો ઉભા કરે છે. શું ખરેખર 25 વર્ષનું સુશાસન ગામડાના અંતિમ ઘર સુધી પહોંચ્યું છે? 👉 જવાબદાર તંત્ર આ બાબતે શું કહે છે? 👉 પાઈપલાઈનની યોગ્ય કામગીરી અને જાળવણી ક્યારે થશે?1
- વરસાદી પાણી થી વિસ્તાર પાણી પાણી : અમદાવાદ ના વટવા વિસ્તારમાં માં આવેલા વાંદરવટ તળાવ ગઈકાલે પડેલા ભારે વરસાદ થી ઓવરફ્લો થતા એનું ગંદુ પાણી પીડી.પંડ્યા કોલેજ થી ગુજરાત ઓફસેટ કંપની તરફ જતો રોડ આજે ભી જોવા મળી રહ્યું છે, ઘણા વાહનો બંધ પડેલા જોવા મળી રહ્યાં છે. લોકો નુ કહેવું છે કે એ.એમ.સી દ્વારા તળાવ નું પાણી રોકવાના પગલાં તાત્કાલિક ધોરણે ભરવામાં આવે. લોકો ના વાહનો ને નુકસાન થઈ રહ્યુંછે. જતા આવતા લોકો ને મુશ્કેલી.પડી રહી છે.1
- નટુભાઈ સર્કલ પાસે મહેતા પરિવારના ઘરે ગણપતિ બાપાનું ભક્તિભાવપૂર્વક આગમન નટુભાઈ સર્કલ પાસે મહેતા પરિવારના ઘરે ગણપતિ બાપાનું ભક્તિભાવપૂર્વક આગમન નટુભાઈ સર્કલ નજીક પસાભાઈ પાર્ક સ્થિત સાંતમ એપાર્ટમેન્ટમાં ગુનેન્દ્ર મહેતા પરિવાર દ્વારા છેલ્લા દસ વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે પણ ગણેશજીના આગમન પ્રસંગે આરતી, પૂજા-અર્ચના કરી મંગલકામનાઓ કરવામાં આવી હતી. આસપાસના રહિશોએ પણ આરતીનો લાભ લીધો હતો. ગલગોટાના ફૂલોથી બાપાનો સુંદર શણગાર કરાયો છે. પરિવાર દ્વારા મ્યુઝિક અને લાઈવ કોન્સેપ્ટનું આયોજન કરાયું છે. દોઢ દિવસ બાદ એપાર્ટમેન્ટમાં જ વિસર્જન કરવામાં આવશે.1
- દેવગઢ બારિયામાં ગણેશ ચતુર્થીના પાવન પર્વે ભવ્ય બર્ડ રેસિડન્સ અને ચબૂતરાનું લોકાર્પણ દેવગઢ બારિયામાં ગણેશ ચતુર્થીના પાવન પર્વે ભવ્ય બર્ડ રેસિડન્સ અને ચબૂતરાનું લોકાર્પણ ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે જીવદયા, પર્યાવરણ સંરક્ષણ અને પક્ષીપ્રેમનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા ભવ્ય બર્ડ રેસિડન્સ અને ચબૂતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અનેક પ્રયાસો બાદ પક્ષીઓને કાયમી અને સુરક્ષિત આશ્રય મળી રહે તેવા ઉમદા હેતુ સાથે આ જીવદયા કાર્ય સાકાર થયું છે. આ બર્ડ રેસિડન્સ અને ચબૂતરાનું નિર્માણ સ્વર્ગસ્થ પરેશભાઈ મજમુદારની સ્મૃતિને ચિરંજીવ રાખવા અને તેમના 80મા જન્મદિવસ નિમિત્તે કરવામાં આવ્યું છે. પક્ષીઓને સુરક્ષિત આશ્રય ઉપરાંત નિયમિત દાણા અને આહાર મળી રહે તેવા હેતુથી તેમના પરિવારજનો દ્વારા આ સેવાકાર્યમાં આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો. લોકાર્પણ પ્રસંગે રાજમાતા ઉર્વશીદેવી બાપુરાજ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સેવાકાર્યના પ્રેરણાસ્ત્રોત અને આયોજનમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ નીલ સોની અને ડો. ચાર્મી સોનીનો મહત્વનો ફાળો રહ્યો હતો. આ પ્રસંગે વિવિધ સામાજિક મંડળો, સંસ્થાઓ, નગરપાલિકાના સદસ્યો, સામાજિક અગ્રણીઓ, પત્રકારો તેમજ જીવદયા અને પ્રકૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનો અને નગરજનોએ પક્ષીઓ માટે કરવામાં આવેલા આ સેવાકાર્યને બિરદાવ્યું હતું. લોકાર્પણ બાદ ઉપસ્થિત જીવદયા પ્રેમીઓ, પ્રકૃતિપ્રેમીઓ અને નગરજનો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. બર્ડ રેસિડન્સ અને ચબૂતરાના નિર્માણથી પક્ષીઓને સુરક્ષિત આશ્રય મળવાની સાથે જીવદયા અને પર્યાવરણ જાગૃતિનો સુંદર સંદેશ પણ આપવામાં આવ્યો છે.1
- દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ સાંજે ૭:૦૦ કલાકે ગુજરાતના દરેક પરિવાર દ્વારા ‘આશીર્વાદનો દીપ’ પ્રગટાવવા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અપીલ કરોડો દિવડાની ઝળહળતી જ્યોતથી લોકપ્રિય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના દીર્ઘાયુ, સ્વાસ્થ્ય અને સુખમય જીવન માટે શુભકામનાઓ પાઠવીએ - શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા --- *આવો, સૌ સાથે મળી ‘વિકસિત ભારત–૨૦૪૭’ના સંકલ્પને વધુ મજબૂત બનાવીએ અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જનસેવા થી રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ* *- શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા*1
- 🚨 હિંમતનગરમાં રીક્ષા ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલાયો રીઢા રીક્ષા ચોરને બે ચોરીની રીક્ષાઓ સાથે બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હિંમતનગર, તા. 13 સપ્ટેમ્બર 2026: હિંમતનગર બી ડિવિઝન પોલીસે રીક્ષા ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલી રીક્ષા ચોરી કરવાની ટેવ ધરાવતા રીઢા આરોપીને બે ચોરીની રીક્ષાઓ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસની કાર્યવાહીથી કુલ અંદાજે રૂ.3.10 લાખની કિંમતની બે રીક્ષાઓ રિકવર કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રીક્ષા ચોરીનો ગુનો નોંધાયા બાદ પોલીસે આસપાસના CCTV ફૂટેજની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચોરીમાં ગયેલી GJ-09-AX-8910 નંબરની રીક્ષા મળી આવી હતી. આ રીક્ષા સાથે **સુરેશભાઈ ઉર્ફે પ્રહલાદજી વેલાજી ઠાકોર (ઉં.વ.35, રહે. જીલીયા, તા. ચાણસ્મા, જી. પાટણ)**ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં તેણે થલતેજ વિસ્તારમાંથી બીજી રીક્ષા ચોરી કરી હોવાની કબૂલાત કરતાં GJ-27-TE-3494 નંબરની બીજી રીક્ષા પણ રિકવર કરવામાં આવી હતી. આ રીક્ષા અંગે અમદાવાદ શહેરના બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અલગ ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે અગાઉ પણ ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેના ગુનાહિત ઇતિહાસમાં સેટેલાઇટ, ઇન્ફોસિટી, સોલા હાઇકોર્ટ, અડાલજ, ગાંધીનગર સેક્ટર-7, સરખેજ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કુલ 19 જેટલા ચોરી સંબંધિત ગુનાઓનો ઉલ્લેખ છે. આ સમગ્ર કામગીરી હિંમતનગર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. વસાવાના માર્ગદર્શન હેઠળ PSI એ.પી. માળી તથા પોલીસ કર્મચારીઓની ટીમે હાથ ધરી હતી. રિકવર થયેલ મુદ્દામાલ: બજાજ કંપનીની CNG રીક્ષા નં. GJ-09-AX-8910 – કિંમત રૂ.1.50 લાખ રીક્ષા નં. GJ-27-TE-3494 – કિંમત રૂ.1.60 લાખ કુલ મુદ્દામાલ: રૂ.3.10 લાખ1
- વડોદરાના માંજલપુર વિસ્તારમાં મારામારી અને વાહનમાં તોડફોડની ઘટનામાં માંજલપુર પોલીસે ગણતરીના સમયમાં ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે.1