કાલોલના દેલોલ ખાતે પંચની વાડી અને મંદિરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી સંપત્તિને નુકસાન પહોંચાડનાર 13 ઈસમો સામે કોર્ટ મા ફરીયાદ. કાલોલ તા ૦૬/૧૧/૨૫ કાલોલ તાલુકાના દેલોલ ગામમાં વીશા ખડાયતા પંચના પ્રમુખ તરીકે હોદ્દો ધરાવતા તેજસકુમાર ચંપકલાલ શાહ દ્વારા કાલોલ કોર્ટમાંબી૧૩ ઈસમો સામે ફરિયાદ નોંધાવી જેમાં મુખ્ય હકીકત એવી છે કે ફરિયાદી તેજસકુમાર પાંચ વર્ષ માટે પ્રમુખ તરીકે હોદ્દો ધરાવતા હતા તેઓ કેટલીક સામાજિક અને આર્થીક.સંસ્થાઓમાં પણ હોદ્દો ધરાવે છે. શૈલેષ મોહનલાલ શાહ અને બીજા ઈસમોએ એક સંપ કરી સાથે મળીને એકબીજાના મેળાપીપણા મા વિશા ખડાયતા પંચના નામે ખોટા સિક્કા અને લેટર પેડ છપાવી ફરિયાદી તેજસ કુમાર પ્રમુખ હોવા છતાં પણ ખોટા લેટર પેડનો ખરા તરીકે ઉપયોગ કરીને જુદી જુદી જગ્યાઓએ સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરેલ એટલું જ નહીં આવા ખોટા લેટર પરના આધારે ખોટા ઠરાવો કરીને ગોધરા ખાતેના મંડળમાં પણ મોકલી ફરિયાદીની બદનામી થાય તેવા પ્રયત્ન કરેલા તા ૦૫/૧૧/૨૪ ના રોજ દેલોલ પંચની વાડીમાં તથા મંદિરના સત્સંગ હોલના તાળા તોડીને ગેરકાયદેસર રીતે મંદિર તથા વાડીમાં પ્રવેશ કરી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તેમજ પોતાના તાળા લગાવી દીધા હતા તેજસ કુમાર દ્વારા સમગ્ર બાબતે કાલોલ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી અને ત્યારબાદ પોલીસ અધિક્ષક અને આઈજી તથા ગૃહ મંત્રીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ તેઓની ફરિયાદ ધ્યાને ન લેતા તેઓએ કાલોલ કોર્ટમાં પોતાના એડવોકેટ પી એમ શેખ મારફતે ફરિયાદ નોંધાવી છે ફરિયાદીની ફરિયાદ અન્વયે કોર્ટે કાલોલ પોલીસ પાસે રિપોર્ટ મંગાવ્યા ની માહિતી મળી રહી છે.
કાલોલના દેલોલ ખાતે પંચની વાડી અને મંદિરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી સંપત્તિને નુકસાન પહોંચાડનાર 13 ઈસમો સામે કોર્ટ મા ફરીયાદ. કાલોલ તા ૦૬/૧૧/૨૫ કાલોલ તાલુકાના દેલોલ ગામમાં વીશા ખડાયતા પંચના પ્રમુખ તરીકે હોદ્દો ધરાવતા તેજસકુમાર ચંપકલાલ શાહ દ્વારા કાલોલ કોર્ટમાંબી૧૩ ઈસમો સામે ફરિયાદ નોંધાવી જેમાં મુખ્ય હકીકત એવી છે કે ફરિયાદી તેજસકુમાર પાંચ વર્ષ માટે પ્રમુખ તરીકે હોદ્દો ધરાવતા હતા તેઓ કેટલીક સામાજિક અને આર્થીક.સંસ્થાઓમાં પણ હોદ્દો ધરાવે છે. શૈલેષ મોહનલાલ શાહ અને બીજા ઈસમોએ એક સંપ કરી સાથે મળીને એકબીજાના મેળાપીપણા મા વિશા ખડાયતા પંચના નામે ખોટા સિક્કા અને લેટર પેડ છપાવી ફરિયાદી તેજસ કુમાર પ્રમુખ હોવા છતાં પણ ખોટા લેટર પેડનો ખરા તરીકે ઉપયોગ કરીને જુદી જુદી જગ્યાઓએ સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરેલ એટલું જ નહીં આવા ખોટા લેટર પરના આધારે ખોટા ઠરાવો કરીને ગોધરા ખાતેના મંડળમાં પણ મોકલી ફરિયાદીની બદનામી થાય તેવા પ્રયત્ન કરેલા તા ૦૫/૧૧/૨૪ ના રોજ દેલોલ પંચની વાડીમાં તથા મંદિરના સત્સંગ હોલના તાળા તોડીને ગેરકાયદેસર રીતે મંદિર તથા વાડીમાં પ્રવેશ કરી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તેમજ પોતાના તાળા લગાવી દીધા હતા તેજસ કુમાર દ્વારા સમગ્ર બાબતે કાલોલ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી અને ત્યારબાદ પોલીસ અધિક્ષક અને આઈજી તથા ગૃહ મંત્રીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ તેઓની ફરિયાદ ધ્યાને ન લેતા તેઓએ કાલોલ કોર્ટમાં પોતાના એડવોકેટ પી એમ શેખ મારફતે ફરિયાદ નોંધાવી છે ફરિયાદીની ફરિયાદ અન્વયે કોર્ટે કાલોલ પોલીસ પાસે રિપોર્ટ મંગાવ્યા ની માહિતી મળી રહી છે.
- હાલોલ ના જ્યોતિ સર્કલ પાસે 31 માર્ચ મંગળવારના રોજ સાજના સુમારે ટ્રક ની અડફેટે એક બાઇક ચાલક આવી જતા બાઇક ચાલક અને સવાર મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી હતી.હાલોલ ના વોલ્ટર ટ્રાન્સફોર્મર ખાતે સામાન ખાલી કરવા આવેલું ટ્રક બોડેલી તરફ જઈ રહ્યું હતું તે દરમ્યાન જ્યોતિ સર્કલ પાસે બાઇક ટ્રકની અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો થયો. બંને ઇજાગ્રસ્તો ને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.બાઇક પર અનગઢ રામપુરા ગામના રહેવાસી રાજેન્દ્રભાઈ ગોહિલ અને તેમની પત્ની સુમિત્રાબેન ગોહિલ સવાર હતા. તેઓ હાલોલ થી વડોદરા તરફ જતા હતા. અકસ્માતમાં સુમિત્રાબેનને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, તેમનો પગ ફેકચર થયો હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે1
- બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીની બે (૨) મોટર સાયકલ સાથે આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. મહીસાગર પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબનાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.કે.ખાંટ સાહેબનાઓએ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવેલ તથા મિલકત સંબધી બનેલ વણશોધાયેલ ગુનાઓ શોધવા તથા બનતા અટકાવવા સારૂ ખાનગી બાતમીદારો રોકેલ અને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદ લીધેલ. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના માણસો બાકોર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે આ.હે.કો. મહીપાલસિંહ ઉમેદસિંહ નાઓને બાતમી હકિકત મળેલ કે એક ઇસમ શકમંદ મોટર સાયકલ લઇ ડેભારી ગામ તરફથી વડાગામ તરફ જનાર છે. તેવી ચોક્કસ બાતમી આધારે સ્ટાફના માણસો ભેડીયા ગામની સીમમાં વોચમાં રહેલ ત્યારે બાતમી મુજબનો ઇસમ મોટર સાયકલ લઇને આવતા સદર ઇસમને રોકી મોટર સાયકલના કાગળો રજુ કરવા જણાવતા સદર ઇસમ પાસે કોઇ કાગળ ના હોવાનુ જાણવા મળેલ જેથી સદર મોટર સાયકલ બાબતે ખરાઇ કરતા અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના કણભા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૧૯૨૦૩૦૨૫૦૪૫૭/૨૦૨૫ BNS-2023 ની કલમ ૩૦૩ (૨) મુજબનો મોટરસાયકલ ચોરીનો ગુન્હો નોંધાયેલ છે. બાદમાં સદર ઇસમની વિશ્વાસમાં લઇ વધુ પુછપરછ કરતા તેણે આ સીવાય બીજુ એક મોટર સાયકલ પોતાની ઘરની પાસે સંતાડી રાખેલ હોવાનુ જણાવેલ જેથી બે મોટરસાયકલો તેણે છળકપટથી કે ચોરીથી મેળવેલ હોય બન્ને મોટરસાયકલ કિ.રૂ. ૧,૧૩,૦૦૦/- ગણી સદરી ઇસમને અટક કરી આગળની કાયેદસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.1
- 🎓 શિક્ષણધામ કે છબરડાધામ? શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની 'ભવ્ય' બેદરકારી! "B.Com સેમેસ્ટર 4ની પરીક્ષામાં સેમેસ્ટર 2નું પેપર – શિક્ષણ જગતની એક શરમજનક ઘટના." ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં જ્યારે પણ લાગે કે હવે સુધારો થશે, ત્યારે જ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી જેવી સંસ્થાઓ પોતાના 'અનોખા છબરડા' દ્વારા સાબિત કરી દે છે કે – "અમે નહીં સુધરીએ!" 📍 ઘટનાનો ઘટનાક્રમ: સત્તાધીશોની ઊંઘ અને વિદ્યાર્થીઓની પીડા ગઈકાલે બિઝનેસ મેનેજમેન્ટના પેપરમાં જે જોવા મળ્યું તે કોઈ સામાન્ય ભૂલ નથી. સેમેસ્ટર 4 ના વિદ્યાર્થીઓને જ્યારે સેમેસ્ટર 2 ના પ્રશ્નો પીરસવામાં આવ્યા, ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું યુનિવર્સિટીમાં બેઠેલા બાબુઓને '2' અને '4' વચ્ચેનો તફાવત પણ ખબર નથી ?❓ એક કલાકનો વેડફાટ: વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો ત્યારે એક કલાક પછી પેપર બદલાયું. આ એક કલાક દરમિયાન વિદ્યાર્થીઓની જે માનસિક સ્થિતિ થઈ, તેનો જવાબદાર કોણ ?❓ 📌કરોડોની ગ્રાન્ટ અને ફી, પરંતુ શૂન્ય વ્યવસ્થા: વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફીના નામે તગડી રકમ વસૂલતી યુનિવર્સિટી એક સાચું પેપર સેટ કરવામાં પણ લાચાર છે ? 🚫તંત્રને સીધા સવાલો: આ લોકશાહી છે કે શાસકોની મનમાની? ❓પેપર સેટરની લાયકાત શું?: જે વ્યક્તિ સેમેસ્ટર 4 ના અભ્યાસક્રમને બદલે સેમેસ્ટર 2 નું પેપર પકડાવી દે, શું તેને 'શિક્ષક' કહેવો જોઈએ? આવા બિનજવાબદાર લોકોને શા માટે હજુ સુધી બચાવવામાં આવે છે? ❓મોડરેટરની ગેરહાજરી કે મીલીભગત?: નિયમ મુજબ પેપર સેટ થયા પછી 'સબ્જેક્ટ એક્સપર્ટ' દ્વારા તેને વેરિફાય કરવાનું હોય છે. તો શું આ એક્સપર્ટ્સ માત્ર સહીઓ કરવા અને માનદ વેતન લેવા માટે જ બેઠા છે? ❓કાયમી પરીક્ષા નિયામકની ખોટ: યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામકની આ ઘોર બેદરકારી છે શું આવા પરીક્ષા નિયામકના ભરોસે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને દાવ પર લગાડવું એ જ નવી શિક્ષણ નીતિ છે ? 📌"ધન્ય છે એ પેપર સેટરને અને ધન્ય છે એ સીસ્ટમને, જેમને એ પણ ખબર નથી કે જે વિદ્યાર્થી સેમેસ્ટર 2 પાસ કરીને 4 માં આવ્યો છે, તેને ફરી એ જ જૂનું ભાણું પીરસવું એ મજાક નહીં પણ ગુનો છે!" 📌આ એક પ્રકારની બૌદ્ધિક આતંકવાદ જેવી સ્થિતિ છે. વિદ્યાર્થી મહેનત કરીને પરીક્ષાખંડમાં જાય અને ત્યાં તેને ખબર પડે કે યુનિવર્સિટીના સત્તાધીશો નશામાં છે કે ઘોર નિદ્રામાં! શું આ અધિકારીઓને UGC ના કડક નિયમોનો ડર નથી? ✅અમારી સ્પષ્ટ માંગણીઓ અને સુધારાના સૂચનો: માત્ર 'સોરી' કહેવાથી કે પેપર બદલવાથી વાત પૂરી થતી નથી. સિસ્ટમમાં ધરખમ ફેરફારની જરૂર છે: 🚫કડક આર્થિક દંડ: જે પેપર સેટરે આ છબરડો કર્યો છે તેને UGC ના નિયમો મુજબ તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આર્થિક દંડ ફટકારવામાં આવે. 🚫સબ્જેક્ટ એક્સપર્ટ દ્વારા ક્રોસ-ચેકિંગ: દરેક પેપર પ્રિન્ટિંગમાં જાય તે પહેલાં ઓછામાં ઓછા બે વિષય નિષ્ણાતો (Moderators) પાસે તેને ફરજિયાત ક્રોસ-ચેક કરાવવામાં આવે. જો પેપરમાં ભૂલ નીકળે તો મોડરેટર પર પણ કાયદેસરની કાર્યવાહી થાય. 🚫કોમ્યુનિકેશન ગેપ દૂર કરો: યુનિવર્સિટી અને કોલેજો વચ્ચેના સંવાદના અભાવે હંમેશા ડિપ્લોમા અને ડિગ્રીના વિદ્યાર્થીઓ ભોગ બને છે. આ ડિજિટલ યુગમાં પણ જો પેપર બદલવામાં એક કલાક લાગતો હોય, તો એ વહીવટી નિષ્ફળતાની ચરમસીમા છે. 🚫કાયમી નિમણૂક: પરીક્ષા વિભાગમાં લાયક અને કાયમી અધિકારીઓની નિમણૂક કરો, નિવૃત્ત કે ઇન્ચાર્જ લોકોના ભરોસે યુનિવર્સિટી ચલાવવાનું બંધ કરો. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (SGGW) અને એમ.એમ. ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, કાલોલની આ ઘટના માત્ર એક 'ટેકનિકલ ભૂલ' નથી, પણ શિક્ષણના નામે ચાલતા તમાશાનું જીવંત ઉદાહરણ છે. હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમતી આ યુનિવર્સિટીની બેદરકારી છે.વિદ્યાર્થીઓ એ યુનિવર્સિટીની કમાણીનું સાધન નથી, પણ દેશનું ભવિષ્ય છે. જો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પોતાની કાર્યશૈલી નહીં સુધારે, તો આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓનો આ રોષ આંદોલનનું સ્વરૂપ લેશે અને તેની જવાબદારી સંપૂર્ણપણે યુનિવર્સિટી પ્રશાસનની રહેશે. "જાગો યુનિવર્સિટી જાગો, નહિતર તાળાં મારો!"2
- Post by Salman moravala1
- Post by Nationgujarat.com1
- Post by THE BEALERT NEWS1
- ભાજપા દ્વારા ગરબાડા મંડળના વિવિધ મંડળોના હોદ્દેદારોની વરણી કરાઈ આજે તારીખ 31 માર્ચ 2026 મંગળવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં આપેલ માહિતી મુજબ ગરબાડા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત બનાવવા માટે વિવિધ મંડળોના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ નિમણૂકો પાર્ટીના જિલ્લા નેતૃત્વના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગરબાડા મંડળના યુવા મોરચા, મહિલા મોરચા તેમજ અન્ય મોરચાઓમાં પ્રમુખ અને મહામંત્રી સહિતના હોદ્દાઓ પર નવી ટીમની રચના કરવામાં આવી છે. વિવિધ ગામોના કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે, જેને લઈને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. પાર્ટી દ્વારા કરવામાં આવેલી આ વરણીને સ્થાનિક સ્તરે સંગઠનને વધુ મજબૂત બનાવવાના પગલાં તરીકે જોવામાં આવી રહી છે. નવી નિયુક્ત ટીમ દ્વારા પાર્ટીના વિચારોને લોકો સુધી પહોંચાડવા તેમજ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સક્રિય કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે પાર્ટીના આગેવાનો દ્વારા તમામ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તેમની જવાબદારી સફળતાપૂર્વક નિભાવવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.1
- હાલોલ ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશન મથકમાં છેલ્લા લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા બે લોકપ્રિય પોલીસ ઇન્સ્પેક્ટરોનો 30 માર્ચ સોમવારના રોજ વિદાય સમારંભ કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો. આ પ્રસંગે પોલીસ સ્ટાફ અને નગરના અગ્રણીઓએ બન્ને અધિકારીઓની કામગીરીને બિરદાવી તેમને ભાવભીની વિદાય આપી હતી.હાલોલ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાડેજા છેલ્લા ચાર વર્ષથી હાલોલ વિસ્તારમાં પોતાની ફરજ બજાવી છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે અત્યંત નિષ્પક્ષ અને નીડરતાપૂર્વક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળી હતી. સામાન્ય નાગરિકોની સમસ્યાઓનું ત્વરિત અને સ્પષ્ટ નિરાકરણ લાવી તેમણે પ્રજાનો વિશ્વાસ જીત્યો હતો. ન્યાયી વહીવટ માટે જાણીતા પી.આઈ. જાડેજા ની વિદાય વેળાએ નગરજનોમાં મિશ્ર લાગણી જોવા મળી હતી. તેવી જ રીતે, હાલોલ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ચૌધરીએ લાંબા સમયગાળા સુધી ટાઉન તેમજ રૂરલ વિસ્તારમાં પ્રશંસનીય સેવાઓ આપી છે. ગ્રામ્ય વિસ્તારોમાં શાંતિ જાળવવા અને પોલીસ-પ્રજા વચ્ચે સુમેળભર્યા સંબંધો સ્થાપિત કરવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે.વિદાય સમારંભ દરમિયાન હાલોલ ટાઉન અને રૂરલ પોલીસ સ્ટાફ તેમજ નગરપાલિકાના નગરસેવકો અને સ્થાનીક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બન્ને અધિકારીઓને સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) અર્પણ કરી, સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ લોકોએ બન્ને પી.આઈ.ઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય અને નવી નિમણૂક માટે અનેક શુભેચ્છાઓ પાઠવી હતી.જ્યારે આ પ્રસંગે બન્ને પોલીસ મથકના પીએસઆઈ પણ હાજર રહ્યા હતા1