Shuru
Apke Nagar Ki App…
સુરતના પાંડેસરા વિસ્તારમાં પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે. ભરચક વસ્તી ધરાવતા આ વિસ્તારમાં તસ્કરોએ છતનું પતરું કાપીને 15 કિલો જેટલા દાગીનાની ચોરી કરી હતી અને આસાનીથી ફરાર થઈ ગયા હતા. પાંડેસરા પોલીસ દ્વારા વિસ્તારમાં કડક પેટ્રોલિંગ અને નાઇટ કોમ્બિંગના મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ આ ચોરીની ઘટનાએ પોલીસ સુરક્ષાના ધજાગરા ઉડાવી દીધા છે. આટલી મોટી ચોરી થયા છતાં પોલીસને તેની જાણ સુદ્ધાં ન થઈ, જે પોલીસની નિષ્ક્રિયતા અને સુરક્ષા પ્રત્યેની બેદરકારી સ્પષ્ટપણે દર્શાવે છે.
પ્રણામ સંદેશ ન્યૂઝ
સુરતના પાંડેસરા વિસ્તારમાં પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે. ભરચક વસ્તી ધરાવતા આ વિસ્તારમાં તસ્કરોએ છતનું પતરું કાપીને 15 કિલો જેટલા દાગીનાની ચોરી કરી હતી અને આસાનીથી ફરાર થઈ ગયા હતા. પાંડેસરા પોલીસ દ્વારા વિસ્તારમાં કડક પેટ્રોલિંગ અને નાઇટ કોમ્બિંગના મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ આ ચોરીની ઘટનાએ પોલીસ સુરક્ષાના ધજાગરા ઉડાવી દીધા છે. આટલી મોટી ચોરી થયા છતાં પોલીસને તેની જાણ સુદ્ધાં ન થઈ, જે પોલીસની નિષ્ક્રિયતા અને સુરક્ષા પ્રત્યેની બેદરકારી સ્પષ્ટપણે દર્શાવે છે.
More news from ગુજરાત and nearby areas
- સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં તસ્કરોએ 'ક્રિષ્ના જ્વેલર્સ' નામની દુકાનને નિશાન બનાવી ₹30 લાખથી વધુની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી છે. મોડી રાત્રે ગીતા નગર ખાતે બનેલી આ 'ફિલ્મી ઢબે' થયેલી ચોરીને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ચોરી કરવા માટે તસ્કરોએ એક અનોખો કીમિયો અપનાવ્યો હતો; આસપાસના લોકોને જરાય અવાજ ન આવે તે રીતે તેમણે જ્વેલર્સની દુકાનની ઉપરની છતનું પતરું કાપ્યું હતું. ત્યારબાદ, તસ્કરો છતના રસ્તેથી દુકાનની અંદર પ્રવેશ્યા અને તિજોરી-કાઉન્ટરમાં રાખેલા તમામ કિંમતી સોના-ચાંદીના દાગીના પર હાથફેરો કરી આસાનીથી ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે ચોરીની આ ઘટના પ્રકાશમાં આવતા જ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જાણ થતા જ પાંડેસરા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ ફંગોળવા સહિતની પ્રાથમિક તપાસ હાથ ધરી છે. દુકાનના માલિકના જણાવ્યાનુસાર, આ જ્વેલર્સની દુકાનમાં અગાઉ છ મહિના પહેલાં પણ ચોરીનો પ્રયાસ થયો હતો, પરંતુ ત્યારે તસ્કરો સફળ રહ્યા ન હતા. આ વખતે તેઓ પાકા આયોજન સાથે આવ્યા હોય તેમ પોતાનો પ્લાન પાર પાડવામાં સફળ રહ્યા. પાંડેસરા અને તેની આસપાસના વિસ્તારોમાં ગુનેગારોનો ગ્રાફ સતત વધી રહ્યો હોવાના આક્ષેપો સ્થાનિક રહીશો અને વેપારીઓ કરી રહ્યા છે. તેમના જણાવ્યાનુસાર, છેલ્લા સાડા છ થી સાત મહિનાના ટૂંકા ગાળામાં જ આ પંથકમાં 7 થી 8 જેટલી મોટી ચોરીની ઘટનાઓ બની ચૂકી છે.1
- શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા અડાજણ સ્થિત 'સંસ્કાર ભારતી શાળા' ના ઓડિટોરિયમ ખાતે એક ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરતમાં રહેતા શિક્ષણ, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર કુલ 170 બ્રહ્મ વિદ્યાર્થીઓને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે જાણીતા નાટ્યવિદ અને અકાદમી પુરસ્કાર વિજેતા શ્રી કપિલદેવ શુક્લા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા દ્વારા છેલ્લા ચાર વર્ષથી સતત આ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ સમાજના બાળકોને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપવાનો છે. આ સન્માન સમારોહમાં વર્ષ 2025-26ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું બહુમાન કરાયું હતું. સુરત શહેર અને જિલ્લામાંથી આવેલા વિદ્યાર્થીઓને કુલ ત્રણ જુદી-જુદી કેટેગરીમાં સન્માનિત કરાયા. જેમાં ધોરણ 10ના સૌથી વધુ 110 તેજસ્વી વિદ્યાર્થીઓ, ધોરણ 12 કોમર્સના 30 વિદ્યાર્થીઓ અને આર્ટસના 2 વિદ્યાર્થીઓને સન્માન પત્ર આપી નવાજવામાં આવ્યા. આ ઉપરાંત, વિજ્ઞાન પ્રવાહના 21 તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું હતું. રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવનાર 7 વિશેષ વિદ્યાર્થીઓનું પણ બહુમાન કરવામાં આવ્યું, અને સ્પેશિયલ કેટેગરીમાં ભરતનાટ્યમ, કરાટે, ટેબલ ટેનિસ, જિમ્નાસ્ટિક અને ચિત્રકલા જેવા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરનારા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા. મહત્વપૂર્ણ છે કે ગત વર્ષે 122 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, તેની સરખામણીએ આ વર્ષે સન્માનિત થનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 170 થઈ છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને કાર્યકર્તાઓ સહિત કુલ 450થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જે આ પહેલની સફળતા દર્શાવે છે.1
- ભરત તિવારી એન્કાઉન્ટર કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સામે આવ્યું છે કે ભરતને કુલ પાંચ ગોળીઓ વાગી હતી. રિપોર્ટ અનુસાર, પહેલી ગોળી ડાબી જાંઘના ઉપરના ભાગમાં આગળથી વાગી હતી, જ્યારે બીજી ગોળી પણ ડાબી જાંઘના મધ્ય ભાગમાં અંદરની તરફથી લાગી હતી. ત્રીજી ગોળી જમણી જાંઘના મધ્યમાં અંદરની તરફથી વાગી હતી અને ચોથી ગોળી જમણી જાંઘમાં બહારની તરફથી વાગી હોવાનું નોંધાયું છે. પાંચમી ગોળી ડાબા પગના મધ્ય ભાગમાં પાછળથી વાગી હતી તેમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે.1
- સુરત શહેરના નીલગિરી શાક માર્કેટ નજીક ગેરકાયદેસર દારૂનો વ્યવસાય ચાલતો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે.1
- સુરતના નાસીરનગરમાં થયેલા ડિમોલીશનના ૨૮ દિવસ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. કોર્ટની ઝાટકણી બાદ મહાનગરપાલિકા સક્રિય થઈ, જેમાં ૧૦૦થી વધુ પરિવારો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ પરિવારોને ભરીમાતા કોમ્યુનિટી હોલમાં રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે.1
- હાઈકોર્ટની ફટકાર બાદ તંત્રએ નાસિર નગરના અસરગ્રસ્તોને વૈકલ્પિક આશ્રય પૂરો પાડ્યો છે. સતત 28 દિવસ સુધી ખુલ્લા આકાશ નીચે રહ્યા બાદ આ અસરગ્રસ્તોને હાલ પૂરતી છત મળી છે. આ વૈકલ્પિક વ્યવસ્થા અંતર્ગત તેમને ભરી માતા રોડ ખાતે આવેલ કોમ્યુનિટી હોલ ફાળવવામાં આવ્યો છે. જોકે, કોમ્યુનિટી હોલમાં છત તો મળી છે પરંતુ અનેક પાયાની સુવિધાઓનો અભાવ છે. શૌચાલયમાં પાણીની સુવિધા અને રસોડાની સુવિધા જેવી આવશ્યક સુવિધાઓ હોલમાં ઉપલબ્ધ નથી. જેના કારણે સવાલ ઊભો થયો છે કે શું હાઈકોર્ટની ફટકાર બાદ માત્ર કાગળો પર જવાબદારી પૂરી કરવા માટે આ હોલ ફાળવવામાં આવ્યો છે? હોલમાં નાસિર નગરના અસરગ્રસ્તોને પડતી અસુવિધાઓ અંગે કોર્પોરેટર અરસદ જરીવાલાએ તંત્રને જાણ કરી હતી, જેના પગલે શૌચાલયમાં સફાઈ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. અસરગ્રસ્તોના જણાવ્યા અનુસાર, હોલની આસપાસ બાળકો માટે નાસ્તો લેવા જઈ શકાય તેવી કોઈ વ્યવસ્થા નથી. ઉપરાંત, હોલમાં જમવાની કે પીવાના શુદ્ધ પાણીની પણ વ્યવસ્થા નથી. હાલ NGO અને સામાજિક સંસ્થાઓ દ્વારા અહીં ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જોકે, અસરગ્રસ્તો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આ સંસ્થાઓ ક્યાં સુધી તેમને ભોજન અને પાણી પહોંચાડશે. નાસિર નગરના સ્થાનિકોની મુખ્ય માંગ છે કે તેમને ઘરના બદલે તેમનું પોતાનું જ ઘર પાછું મળે.1
- સુરતમાં શ્રી ગણપતિ શંકર ઇચ્છારામ મજમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજસેવાના ઉદ્દેશ્ય સાથે 145મા મહા રક્તદાન શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ શિબિર કાયસ્થની વાડી, સુભાષ ચોક પોલીસ ચોકી પાસે, ગોપીપુરા, સુરત ખાતે યોજાયો હતો. આ શિબિરમાં સમાજના વિવિધ વર્ગોના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જ્યાં અંદાજે 400થી વધુ રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરીને માનવસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. યુવાનો, મહિલાઓ અને નિયમિત રક્તદાતાઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. ટ્રસ્ટના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે અકસ્માત, ગંભીર બીમારી, સર્જરી અને થેલેસેમિયા જેવા દર્દીઓ માટે રક્તની સતત જરૂરિયાત રહે છે, તેથી નિયમિત રક્તદાન અત્યંત જરૂરી છે. તેમણે વધુમાં વધુ લોકોને નિઃસ્વાર્થ ભાવથી રક્તદાન કરવા અને 'માનવતાના મહાયજ્ઞ'માં સહભાગી બનવા અપીલ કરી હતી, સાથે જ ભારપૂર્વક જણાવ્યું કે 'રક્તદાન – મહાદાન, એક યુનિટ રક્ત અનેક જીવનોને નવી આશા આપી શકે છે'. આ શિબિરને સફળ બનાવવા માટે ટ્રસ્ટના સભ્યો, સ્વયંસેવકો, તબીબી ટીમ અને તમામ રક્તદાતાઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું, જેના માટે આયોજકોએ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં પણ આવા સેવાકીય કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.4
- સુરતના ટંકશાળ વિસ્તારમાં સ્થાનિક રહેવાસીઓએ દુકાનોની બહાર થયેલા કથિત દબાણને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, બહારથી વેપાર કરવા આવેલા કેટલાક વેપારીઓએ દુકાનોની બહાર માલસામાન મૂકીને રસ્તા પર કબ્જો જમાવ્યો છે, જેના કારણે આશરે 20 ફૂટ પહોળો રસ્તો ઘટીને લગભગ 10 ફૂટ જેટલો જ રહ્યો છે. આ રસ્તો સાંકડો થવાને કારણે સામાન્ય વાહનવ્યવહાર ઉપરાંત 108 એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓને પણ દર્દીઓ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી શકે છે, જે જાહેર સુરક્ષા માટે જોખમી બાબત છે.1