Shuru
Apke Nagar Ki App…
fatepura talukama jatino dkhlo kadi avama smayaar apatanati FATEPURA talukama jatino dakhlo 20 thi 30 dive apese aevu tu su barvu padese foto padiyapashi pan 20ti 30 divasha lage
Bhurabhai dhulabhai garval
fatepura talukama jatino dkhlo kadi avama smayaar apatanati FATEPURA talukama jatino dakhlo 20 thi 30 dive apese aevu tu su barvu padese foto padiyapashi pan 20ti 30 divasha lage
More news from ગુજરાત and nearby areas
- ફતેપુરા તાલુકાના એક ગામમાં કરિયાણાની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરતાં સગીર વયનાં બાળકો CCTV કેમેરામાં કેદ યાસીનભાભોર-FATEPURA LIVE MO.9825257995-9924257995 ફતેપુરા તાલુકાના એક ગામમાં કરિયાણા ની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરતાં સગીર વયનાં બાળકો CCTV કેમેરામાં કેદ,દુકાન માલિકે ફતેપુરા પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી,ફતેપુરા પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી.1
- લીમખેડા તાલુકામાં ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લીમખેડા તાલુકામાં ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ટીબી દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી નિક્ષય પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન આંતરસૂબા ગામના સરપંચ જશોદાબેન હઠીલા દ્વારા લીમખેડા ટીબી યુનિટ હેઠળના પાંચ ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબીની સારવાર દરમિયાન દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે અને તેઓ સ્વસ્થ રહી શકે તે માટે નિક્ષય પોષણ કીટ મહત્વપૂર્ણ સહાયરૂપ બની રહી છે. કાર્યક્રમમાં પિરામલ સ્વાસ્થ્યના કોઓર્ડિનેટર, એસટીએસ, એસટીએલએસ, સીએચઓ, એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ તેમજ આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી દર્દીઓની સમયસર ઓળખ, નિયમિત સારવાર અને પોષણ સહાય દ્વારા ટીબી નાબૂદીના પ્રયાસોને વેગ આપવામાં આવી રહ્યો છે. ગ્રામ્ય કક્ષાએ સરપંચ સહિત સ્થાનિક આગેવાનો અને આરોગ્ય કર્મચારીઓની સહભાગિતાથી ટીબી મુક્ત ભારતના અભિયાનને વધુ અસરકારક બનાવવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.1
- ડીટવાસબીપોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રેટા ફોરવીલર ગાડીમાં લઈ જવા તો રૂપિયા 3,92,640 નો મુદ્દા માલ તથા અન્ય મુદ્દા માલ મળી કુલ કિંમત રૂપિયા 9,02,640 નો મુદ્દા માલ ઝડપી પાડી પ્રોવીબિશનનો ઘરના પાત્ર કેસ શોધી કાઢતી પોલીસ ડીટવાસબીપોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રેટા ફોરવીલર ગાડીમાં લઈ જવા તો રૂપિયા 3,92,640 નો મુદ્દા માલ તથા અન્ય મુદ્દા માલ મળી કુલ કિંમત રૂપિયા 9,02,640 નો મુદ્દા માલ ઝડપી પાડી પ્રોવીબિશનનો ઘરના પાત્ર કેસ શોધી કાઢતી પોલીસ. રિપોર્ટર.... અમીન કોઠારી મહીસાગર..... પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાન નિરીક્ષક વીધી ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીના તથા નાયબ પોલીસ અધિકક્ષક જેજી ચાવડા ના હોય તો અસરકારક કામગીરી કરવા અવારનવારનું આયોજન કરેલ હતું. જે અન્વયે ડીટવાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએ ચૌધરી ડીટવાસ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ ના માણસો સાથે નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોસઇ વી એ ચૌધરી ના હોય ખાનગી રહે અંગત બાદમેદારથી બાદમી મળેલ કે એક સફેદ કલરની ફોરવીલર ક્રેટા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રાજસ્થાન રાજ્યના પુનાવાડા તરફથી સરસવા ઉત્તરથી પડાદરા થઈ ગોધર ઘાસવાડા તરફના રોડે જનાર છે તેવી ચોક્કસ વાતની મળેલ હોય જે ચોક્કસ વાતની હકીકત આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે ગોધણ ત્રણ રસ્તા પર વચમાં ઊભા હતા તે દરમિયાન ક્રેટા ફોરવીલર ગાડી આવતા સરકારી તેમજ ખાનગી વાહનોની આડસ કરતા સદર ફોરવીલર ક્રેટા ગાડીના ચાલકે થોડી દૂરથી જ તેનો વહન ઉભું રાખી રિવર્સ કરી પાછો વળી નાસવા જતા તેનું વાહન creta ગાડી રોડની બાજુમાં ઊતરી ગયેલ અને ફોર વીલર ક્રેટા ગાડી ના ચાલકને પકડી પાડેલ ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટનું વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની નાની મોટી પ્લાસ્ટિકના કોઠારીયા તથા બિયર ટીન મળીને કુલ નંગ 1344 કિંમત રૂપિયા 3,92,640 નો વિદેશી દારૂ તથા બીજો મુદ્દા પણ મળી કુલ કિંમત રૂપિયા 9,02,640 નો મુદ્દા માલ પકડી પાડી પ્રોહિબિશન એક્ટ મુજબ ડીટવાસ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.2
- મહીસાગર: લુણાવાડામાં ઈદે મિલાદુન્નબીનું જુલૂસ હર્ષોલ્લાસ સાથે નીકળ્યું લુણાવાડા, મહીસાગર આજે રોજ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ઈસ્લામ ધર્મના મહાનુભાવ હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વસલ્લમના 1501મા જશ્ને ઈદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જુલૂસમાં મુસ્લિમ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મદ્રેસાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર જુલૂસ દરમિયાન શાંતિ અને ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું. જુલૂસને લઈને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની સરાહનીય કામગીરી બદલ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પોલીસ અધિકારીઓનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જુલૂસ લુણાવાડાના હુસેની ચોકથી પ્રસ્થાન થઈ આસ્થાના બજાર, માંડવી બજાર, જવાહર રોડ, માધવાસ દરવાજા, મોડાસા ફળી થઈ પરત હુસેની ચોક ખાતે પહોંચી સમાપન થયું હતું. જુલૂસના માર્ગમાં ઠેર-ઠેર લોકો દ્વારા ઠંડા પાણી, સરબત, કોલ્ડ્રીંક અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જુલૂસમાં નાત શરીફનું પઠન કરવામાં આવ્યું હતું. અંતમાં મુસ્લિમ સમાજ વતી મહીસાગર પોલીસ અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.4
- જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનનું ઈન્સ્પેકશન કરાયુ. તેમજ લોકદરબાર યોજાયો લોકો સાથે સીધો સંવાદ. જિલ્લા પોલીસ અધિક્ષક ડો હરીશ દુધાત દ્વારા આજ રોજ કાલોલ પોલીસ સ્ટેશન નું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નવીન આહિર તેમજ પીઆઈ આર ડી ભરવાડ અને પીએસઆઈ એમ આર મોહનીયા તથા પીએસઆઇ એસ આર મકવાણા હાજર રહ્યા હતા .જિલ્લા પોલીસ અધિક્ષકને પી આઈ આર ડી ભરવાડ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતુ ત્યાર બાદ પોલીસ સ્ટાફ દ્વારા પરેડ કરવામા આવી હતી જેનુ પોલીસ અધિક્ષક દ્વારા નિરીક્ષણ કરવામા આવ્યુ હતું ત્યારબાદ પોલીસ સ્ટેશન નું વાર્ષિક ઈન્સપેકસન કરવામા આવ્યુ હતુ. જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તમામ પોલીસ કર્મચારીઓનું સ્વાસ્થ્ય અને ગણવેશ નું નિરીક્ષણ કરવામા આવ્યુ હતુ અને તમામ રેકર્ડ ની ચકાસણી કરી જરૂરી સૂચનાઓ આપી હતી.ત્યારબાદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કાલોલ નાયબ પોલીસ અધિક્ષક નવિન આહિર, એલસીબી પીઆઈ, કાલોલ પીઆઈ આર.ડી. ભરવાડ અને પીએસઆઇ આર એમ મોહનીયા, પીએસઆઇ એસ.આર.મકવાણા સહિત પોલીસ કર્મચારીઓ તેમજ કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ,કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા અને કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ સહિત આજુબાજુ ગામના સરપંચ અને તાલુકા તેમજ કાલોલ શહેરના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઇ દુધાતે જણાવ્યું કે કાલોલ સાયબર ક્રાઈમથી સાવધ રહેવા, ડી.જે.ના ઉપયોગમાં સરકારી ગાઈડલાઈન અનુસરવા અને ગેરકાયદેસર નાણાં ધિરાણ કરતા ઈસમો વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ નોંધાવવા, બહાર ગામ જતા સમયે કિંમતી ઘરેણાં ઘરમાં ના રાખવા તેમજ પ્રધાનમંત્રી વીમા યોજના, અટલ પેન્શન યોજના નો લાભ લેવા નાગરિકોને અનુરોધ કરાયો હતો જ્યાં આ લોક સંવાદ સેતુમાં કાલોલ વિસ્તારના બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં નાગરિકોએ કાલોલ ભાથીજી મંદિર પાસેના દબાણો, પોલીસ મહેકમ વધારવા, પકડાયેલા ભંગાર વાહનો,આઉટ પોસ્ટ ની સંખ્યા વધારવા જેવા પ્રશ્નો પૂછ્યા હતા પોલીસ-પ્રજા વચ્ચે સીધો સંવાદ સ્થપાયો હતો.4
- હાઈ વોલ્ટેજનો કહેર! બોડેલીના વાંટડા ગામે 35થી 40 ઘરોના વીજ ઉપકરણો બળી ગયા બોડેલી: તાલુકાના વાંટડા ગામે 25 ઓગસ્ટની રાત્રે આશરે 11 વાગ્યાના સુમારે અચાનક હાઈ વોલ્ટેજ આવતા ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી. હાઈ વોલ્ટેજના કારણે ગામના અંદાજે 35થી 40 જેટલા ઘરોમાં પંખા, ટીવી, ફ્રિજ, બલ્બ સહિતના અનેક વીજ ઉપકરણો બળી ગયા હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે અચાનક વીજ વોલ્ટેજ વધી જતાં ઘરોમાં પંખા પૂરપાટ ફરવા લાગ્યા હતા અને લાઈટો વારંવાર ચાલુ-બંધ થવા લાગી હતી. ઘટનાથી ગભરાયેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સ્થિતિ સામાન્ય થયા બાદ ઘરોમાં તપાસ કરતાં અનેક વીજ ઉપકરણો બળી ગયેલા જોવા મળ્યા હતા. હાઈ વોલ્ટેજના કારણે આશરે 35થી 40 ઘરોમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો ગ્રામજનોનો દાવો છે. ઘટનાને પગલે ગ્રામજનોમાં વીજ વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં વીજ પુરવઠાને લગતી સમસ્યાઓ વારંવાર સર્જાય છે. વીજ વિભાગને અગાઉ પણ જાણ કરવામાં આવી હોવા છતાં ફરિયાદો પ્રત્યે સમયસર ગંભીરતા દાખવવામાં આવતી નથી અને કર્મચારીઓ મોડા પહોંચતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હવે ગ્રામજનોએ વીજ વિભાગ પાસે સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. તેમજ હાઈ વોલ્ટેજના કારણે બળી ગયેલા વીજ ઉપકરણોનું સર્વે કરાવી થયેલા નુકસાન અંગે યોગ્ય વળતર આપવાની પણ માંગ ઉઠી છે. નોંધ: હાઈ વોલ્ટેજનું ચોક્કસ કારણ અને નુકસાનની સત્તાવાર પુષ્ટિ વીજ વિભાગની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.1
- હાલોલ નગરમાં ઈદે મિલાદુન્નબીની આણંદ ઉત્સાહના વાતાવરણમા ઉજવણી કરાઇ,નગરમા ભવ્ય જુલૂસ નીકળ્યું હાલોલ નગરમાં ઈદે મિલાદુન્નબીની આણંદ ઉત્સાહના વાતાવરણમા ઉજવણી કરાઇ,નગરમા ભવ્ય જુલૂસ નીકળ્યું ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પયગંબર હજરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબના જન્મ દીન એટલે ઈદે મિલાદુન્નબીની ઉજવણી આજે બુધવારના રોજ હાલોલ નગર ખાતે ભારે ધાર્મિક વાતાવરણમા આનંદ ઉત્સાહથી કરવામા આવી હતી.હાલોલ નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી નગરના વિવિધ વિસ્તારોને રંગારંગ રોશની કરી ઝગમગતું કર્યું હતું.અને નગરની વિવિધ મસ્જિદોમાં ૧૧ દિવસ સુધી મહેફિલે મિલાદનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.જ્યારે આજે બુધવાર ના રોજ ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઈ હાલોલ નગરના મુસ્લીમોમાં ભારે ઉત્સાહ સાથે બિરાદરો અને બાળકોએ અવનવા પોશાક પેહરી ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરી હતી.જ્યારે આ ઉજવણી ને લઇ હાલોલ નગરના લીમડી ફળિયા અમીરે મિલ્લત ચોક ખાતેથી ભવ્ય જુલૂસ નીકળ્યું હતું.જે નગરના કસ્બા હુસેની ચોક,રહીમ કોલોની,ખોખર ફળીયા, કરીમ કોલોની,૧૦૧ કોલોની,૫૧ કોલોની,કોથીફલિયા,બાદશાહ બાબાની દરગાહ,પાવાગઢ રોડ,મહમદ સ્ટ્રીટ,કુંભાર વાળા,મોઘાવાલા,ઘોડાપીરની દરગાહ,બોમ્બે હાઉસ થઇ પરત લીમડી ફળિયા ખાતે પહોચ્યું હતું અને સલાતો સલામ બાદ નિયાઝ લંગર તકસીમ કરવામાં આવ્યું હતું.જ્યારે ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઈ નગરમાં ઠેર ઠેર પાણી તેમજ દૂધ કોલ્ડ્રિંક તેમજ વિવિધ ખાણીપીણી ની છબિલો લાગી હતી અને આવનારા તમામ લોકોને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે નગરના વિવિધ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને શાંતિપૂર્વક માહોલમાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરી હતી.1
- ફતેપુરામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું ફતેપુરામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું આજે તારીખ 26/08/2026 બુધવારના રોજ સવારે 11 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ રેલી સરકારી માધ્યમિક શાળા ચીખલીના આચાર્ય રાજુભાઈ ખડીયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. આ પ્રસંગે ફતેપુરા ક્યુડીસીના કન્વીનર તેમજ શ્રી આઈ. કે. દેસાઈ હાઈસ્કૂલના આચાર્ય હેમંતભાઈ પંચાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. રેલીમાં ફતેપુરા ક્યુડીસી હેઠળ આવતી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, સંસ્કૃત વિષયમાં રસ ધરાવતા શિક્ષકો તેમજ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને તેના મહત્વ અંગેના વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેના કારણે ફતેપુરા નગરમાં સંસ્કૃતમય વાતાવરણ સર્જાયું હતું. સંસ્કૃત ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓ અને લોકોમાં વધુ રસ અને જાગૃતિ કેળવાય તેમજ ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાની સમૃદ્ધ ભાષા સંસ્કૃતનો વધુ પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની સહભાગિતાથી સંસ્કૃત ભાષા પ્રત્યેનો ઉત્સાહ જોવા મળ્યો હતો.1