ઉતરાયણ પર્વ નિમિતે કરૂણા અભિયાનના આયોજન સંદર્ભે જૂનાગઢ જિલ્લા નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ જૂનાગઢ,તા.૯ કરૂણા અભિયાન ઉતરાયણ પર્વ નિમિતે જૂનાગઢ જિલ્લામાં તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન કરૂણા અભિયાન યોજાનાર છે.કરૂણા અભિયાનના આયોજન સંદર્ભે જૂનાગઢ જિલ્લા નિવાસી અધિક કલેકટર સુશ્રી બી.એસ.બારડના અધ્યક્ષસ્થાને આજ રોજ બેઠક યોજાઈ હતી. ઉતરાયણ પર્વ નિમિત્તે પતંગની દોરીથી નિર્દોષ પક્ષીઓ ધાયલ ન થાય તેમજ ધાયલ થયેલ નિર્દોષ પક્ષીઓની તાત્કાલિક સારવાર સુનિશ્ચિત કરવા માટે “કરૂણા અભિયાન- ૨૦૨૬” અંતર્ગત આજ જિલ્લા પંચાયત, જૂનાગઢના સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ બેઠકમાં ઉતરાયણ પર્વ દરમિયાન તા.૧૦/૦૧/૨૦૨૬ થી તા.૨૦/૦૧/૨૦૨૬ સુધી પતંગની દોરીથી ધાયલ થનારા નિર્દોષ પક્ષીઓને તાત્કાલિક અને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવા માટે “વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઘાયલ થયેલ પશુ તથા પક્ષીઓના રેસ્ક્યુની પ્રક્રિયા, સારવાર દરમિયાન અપનાવવાની જરૂરી તકેદારી, તેમજ શું કરવું અને શું ન કરવું તે અંગે પશુચિકિત્સા અધિકારીઓ અને આ અભિયાન સાથે જોડાયેલ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ, કર્મચારીઓને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેથી અભિયાન દરમ્યાન પશુ-પક્ષીઓને અસરકારક, સુરક્ષિત અને માનવીય સારવાર સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરી શકાય. આ અભિયાન અંતર્ગત પશુ સારવારની ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમા તમામ પશુ દવાખાનાઓ અને વેટરનરી પોલીક્લિનિકો તેમજ મોબાઇલ પશુ દવાખાઓમાં ઘાયલ પશુ-પક્ષીઓને વિનામૂલ્યે તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉતરાયણ દરમ્યાન ગાય સહિતના પશુઓમાં નોંધાતા આફરા (Bloat) જેવા ઈમરજન્સી કેસો માટે ખાસ સારવાર વ્યવસ્થા કાર્યરત રહેશે. પશુ સારવાર સંસ્થાઓ ખાતે ઇમરજન્સી દવાઓ, સર્જિકલ સાધનો અને જરૂરી સારવાર સામગ્રી પૂરતી માત્રામાં ઉપલબ્ધ રાખવામાં આવશે.તેમજ ધાયલ પશુ-પક્ષી ઓની સારવાર માત્ર પશુ ચિકિત્સકની હાજરી અને દેખરેખ હેઠળ કરવામાં આવશે. સારવાર દરમ્યાન જૈવિક કચરાના (Bio-Medical Waste) નિકાલ માટે સરકારના નક્કી કરેલા નિયમોનું કડક પાલન કરવામાં આવશે. આ ઉપરાંત રોગચાળો ફેલાય નહીં તે માટે પશુ સારવાર કેન્દ્રો, પાંજરા તથા આસપાસના વિસ્તારમાં ડિસઇન્ફેક્શન અને સ્વચ્છતાની વિશેષ તકેદારી રાખવામાં આવશે. સારવાર બાદ સાજા થયેલા પક્ષીઓને વન વિભાગના સંકલનમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવશે.ગંભીર અથવા ઇમરજન્સી કેસોમાં એનિમલ હેલ્પલાઇન ૧૯૬૨ તથા કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ અને EMRI-GHS સેવાઓનો ઉપયોગ કરવામાં આવશે. સમગ્ર અભિયાન દરમ્યાન નિર્દોષ પક્ષીઓને ઈજા થતી અટકાવવા પક્ષીઓના ઉડવાના સમયે એટલે કે વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ન ઉડાડવા અને પશુ-પક્ષીઓ પ્રત્યે માનવિય અભિગમ, સુરક્ષા અને કરુણાનો ભાવ જાળવાય તે માટેની જરૂરી કાળજી રાખવા વહિવટીતંત્ર દ્રારા અપીલ કરવામાં આવે છે. આ ઉપરાંત ઉતરાયણ પર્વ દરમિયાન શ્રધાળૂઓ દ્રારા ગૌશાળા/પાંજરાપોળ કે અન્ય જગ્યાએ ગાયોને વધુ માત્રામાં અનાજ કે લીલો કાચો ચારો આપવામાં આવે તો, પશુઓમાં ખોરાકી ઝેર (ફુડ પોઈઝેનીગ) થતુ હોય છે. જેના કારણે નિર્દોષ પશુઓ બિમાર થાય અથવા તો મૃત્યુ થતુ હોય છે. આમ, શ્રાધાળૂઓનુ દાન નિર્ધોષ પશુઓના બિમારી કે મૃત્યુનું કારણ ન બને તે નિવરવા યોગ્ય માત્રામાં જ અનાજ કે લીલો ચારો પશુઓને નિરવો અથવા તે અંગે યોગ્ય વ્યવસ્થા કરવા તમામ શ્રધાળુઓએ અને સંસ્થાઓના સંચાલકોને અપીલ કરવામાં આવે છે. આ બેઠકમાં નાયબ વન સંરક્ષક, ગીર પશ્ચિમ, મદદનીશ વન સંરક્ષક, વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક, જૂનાગઢ વિભાગ, નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત, જૂનાગઢ, તેમજ જિલ્લા પંચાયત હેઠળ કાર્યરત તમામ પશુ દવાખાનાના પશુચિકિત્સા અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમજ “પક્ષી બચાવો અભિયાન” સાથે સંકળાયેલ મહાનગરપાલિકા, જીવ દયા, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ

- શાપુર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.. 598 લોકોએ કેમ્પનો લીધો લાભ.. 20 બોટલ રક્ત એકત્ર કરાયું.. વંથલી તાલુકાના શાપુર પટેલ સમાજ ખાતે સામાજિક વનીકરણ રેન્જ આયોજિત અને શાપુર ગ્રામ પંચાયતના સહકારથી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ નિદાન કેમ્પમાં હૃદયરોગ, હાડકા,જનરલ સર્જન, કાન નાક ગળા, ડાયાબિટીસ,ફેફસા ,ચામડી,આંખ, દાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત,બાળ રોગ નિષ્ણાંત જેવા નામાંકિત ડોક્ટરોએ સેવા આપી હતી આ કેમ્પમાં ૫૯૮ જેટલા લોકોએ આ નિદાન કેપ્મનો લાભ લીધો હતો જેમાં તપાસ દરમિયાન સ્થળ પર જ જરૂરિયાત મંદ લોકોને દવા આપવામાં આવી હતી આ તકે રક્તદાન કેમ્પમાં ૨૦ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું આ રક્ત થેલેસેમીયા પીડિત બાળકો માટે ઉપયોગ લેવામાં આવશે આ કેમ્પને સફળ બનાવવા આર.એફ. ઓ. સુત્રેજા, રાઉન્ડ ફોરેસ્ટર સી.એમ.ચૌહાણ વનખાતાના કર્મચારીઓ ,ગ્રામ પંચાયતના સરપંચ ટીનુભાઇ ફળદુ, મેડિકલ ઓફિસર ડો. નીલમ પોલરા, ડો. સતિષ પરમાર શાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેમજ આ આરોગ્ય કેમ્પમાં સેવા આપનાર તમામ ડોક્ટરો તેમજ કર્મચારીઓનો વનવિભાગના આર. એફ. ઓ.સુત્રેજા તેમજ સરપંચ ટીનુભાઈ ફળદુએ આભાર વ્યકત કર્યો હતો અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ4
- ગીર એટલેકે જંગલ ના રાજાઓ ઠંડીનો મૌસમ માણવા હાઇવે પર ચડી આવ્યા. અમરેલીજિલ્લાના જંગલોમાં વસવાટ કરતા સિહો રોડ પર લટાર મારતા નજરે ચડ્યા. દ્ર્શ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા વાહન ચાલકો સિંહોનું અનોખું રૂપ જોયું....1
- બેંકીંગ, અમરેલી...... જાફરાબાદ...... ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત...... જાફરાબાદના હેમાળ અને છેલણા ગામ વચ્ચે ફોર વ્હીલર કાર પલ્ટી મારી...... સુરત થી સોમનાથ જતી ફોર વ્હીલર કારને નડ્યો અકસ્માત......... નેશનલ હાઈવેની ઘોર બેદરકારી આવી સામે........ હાઇવે પર માટીનો પાળો હોવાથી ફોર વ્હીલર કાર મારી પલ્ટી... ૪ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી....... આ ધટના પગલે આસપાસના સ્થાનિકોએ કારમાંથી સવારોને બહાર કાઢયા....... ભાવનગર -સોમનાથ નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતોની ધટના વધી....... બાઈટ ૧:- હર્ષદભાઇ પડસાલા, (સ્થાનિક) રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ2
- રાજુલાના ભેરાઈ રોડ ઉપર દબાણના આક્ષેપો સાથેનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે રાજુલાના ભેરાઈ રોડને પોળો કરવાની વાત ચાલી રહી છે એવામાં આ વિડીયો વાયરલ થતાં જ ચર્ચાઓ એ જોડ પકડ્યું છે1
- રાજુલાની 10 વર્ષની હેતવી રાયચાએ સુરત રાજ્યકક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ટોપ-8માં સ્થાન મેળવી શહેરનું નામ રોશન કર્યું રાજુલા શહેરમાં રહેતા રાયચા પરિવાર માટે ગૌરવની વાત સામે આવી છે. રાજુલાના દિપકભાઈ રાયચાની પુત્રી હેતવી દિપકભાઈ રાયચા (ઉંમર 10 વર્ષ) એ સુરત ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં ઊંચીકૂદ (High Jump) U-11 કેટેગરીમાં ટોપ-8માં સ્થાન મેળવી 8મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિથી હેતવી રાયચાએ સમગ્ર રાયચા પરિવાર, તેમજ સમગ્ર રઘુવંશી સમાજ તેમજ રાજુલા શહેરનું નામ ઉજાગર કર્યું છે. મળતી માહિતી મુજબ 9 જાન્યુઆરી 2026ના રોજ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા રાજ્ય કક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટનું આયોજન સુરત ખાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં હેતવી રાયચાએ ઉત્તમ રમત પ્રદર્શન કરી ટોપ-8માં સ્થાન મેળવ્યું અને રાજ્ય કક્ષાએ મેડલ પોતાના નામે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હેતવી રાયચાએ અગાઉ પણ ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન કરી અનેક મેડલ જીત્યા છે, તેમજ અમદાવાદમાં યોજાયેલા ખેલ મહાકુંભના ડિસ્ટ્રિક્ટ લેવલમાં પણ ટોપ-8માં સ્થાન મેળવ્યું હતું. હાલ હેતવી અમદાવાદ ખાતે ગ્લોબલ મિશન ઇન્ટર નેશનલ સ્કૂલ (સંસ્કાર ધામ) માં અભ્યાસ કરી રહી છે તેમજ ત્યાં તાલીમ પણ મેળવી રહી છે. હવે આગળ હેતવી રાયચા નેશનલ લેવલ પર પણ આવું જ ઉત્તમ પ્રદર્શન કરી વધુ સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ સાથે સમગ્ર પરિવાર તેમજ શાળા પરિવાર દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે હેતવી રાયચાના કોચ પ્રવીણ સોલંકી (રાહી સ્પોર્ટ્સ એકેડેમી) તેમજ જણાવ્યું કે આજના આ સમયમાં દીકરીઓ દીકરાથી કંઈ કમ નથી તે આ હેતવી રાયચા એ સાબિત કરી બતાવ્યું છે2
- જય સોમનાથ1
- PM મોદી સાહેબનીસોમનાથ એન્ટ્રી1
- ગીર સોમનાથ ખાતે ના પ્રોગ્રામ માં નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમ ના મહા માંડલેશ્વર બજરંગદાસ બાપુ ની પ્રતિક્રિયા ગીર સોમનાથ જિલ્લામાં ભગવાન સોમનાથ દાદાના સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે પધારી રહેલા ભારતના યસ્વશી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની હાજરીમાં ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે તેમાં સ્થાનિક વેરાવળ ભાજપ દ્વારા સ્થાનિક સંતોને જ આમંત્રણ ન આપવા બાબત નું દુઃખ વ્યક્ત કરતા નિરાલી ખોડીયાર ઉદાસીસંપ્રદાયના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુ એ એક નિવેદનમાં આ કાર્યક્રમમાં સ્થાનિક સંતોની બાદબાકી કરેલ છે અને બહારથી જે જૂના અખાડાના સાધુને બોલાવી અને જે અમારી પરંપરા મુજબ કુંભમેળા અને શિવરાત્રી મેળા ભવનાથ તળેટીમાં જે નાગા સાધુઓની રવાડી નીકળે છે એવી જ રવાડી ત્યાં કાઢવાની વાત આવી છે જેનો અમે વિરોધ કરીએ છીએ જે વસ્તુ જ્યાં શોભતી હોય ત્યાં જ શોભે તો આ રીતના તરગાળા રમવા જતા હોય એવી રીતના નાગા સાધુઓને ત્યાં લઈ જવા અને આવી રવાડીઓ કાઢવી એ વ્યાજબી અને સનાતન વિરુદ્ધ છે જેનો પણ અમે વિરોધ કરીએ છીએ ભાજપે આ બાબતે વિચારવું રહ્યું હા સંતોને બોલાવાય સંતોના આશીર્વાદ લેવાય સંતોની હાજરીમાં કાર્યક્રમ કરાય પણ આવા નોટંકી તાયાફાન કરવા પૂજ્ય બાપુએ પોતાના એક નિવેદનમાં અનુરોધ કર્યો છે અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ2