logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

“નિઝરમાં 42 નાવડીથી ગેરકાયદેસર રેતી ખનન, કાર્યવાહી માત્ર 2 પર! ભૂસ્તર વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલો” તાપી જિલ્લાના નિઝર તાલુકાના કોઠલી ગામની સીમમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન મામલે ભૂસ્તર વિભાગની કાર્યવાહી સામે હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે વિસ્તારમાં મોટી સંખ્યામાં નાવડીઓ મારફતે ખુલ્લેઆમ રેતી ખનન ચાલી રહ્યું હોવા છતાં વિભાગ દ્વારા માત્ર બે નાવડી સામે જ કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, કોઠલી ગામની સીમમાં અંદાજે 42 જેટલી નાવડીઓ દ્વારા નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી કાઢવામાં આવી રહી હોવાનું કહેવાય છે. છતાં ભૂસ્તર વિભાગે માત્ર 2 નાવડી જ ઝડપી કાર્યવાહી કરી હોવાને કારણે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વિસ્તારમાં લાંબા સમયથી રેતી માફિયાઓ બેફામ રીતે ખનન કરી રહ્યા છે, જેના કારણે નદીના પર્યાવરણ અને આસપાસના વિસ્તારને નુકસાન પહોંચી રહ્યું છે. તેમ છતાં તંત્ર તરફથી પૂરતી અને કડક કાર્યવાહી ન થતા અનેક સવાલો ઊભા થયા છે. લોકોમાં ચર્ચા છે કે જો ખરેખર 42 નાવડીઓ દ્વારા ખનન થતું હોય તો બાકીની નાવડીઓ સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? શું માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરવામાં આવી છે કે પછી કોઈને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. હવે લોકો દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ સાથે ગેરકાયદેસર રેતી ખનન સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

2 hrs ago
user_Hansraj Padvi
Hansraj Padvi
કુકરમુંડા, તાપી, ગુજરાત•
2 hrs ago

“નિઝરમાં 42 નાવડીથી ગેરકાયદેસર રેતી ખનન, કાર્યવાહી માત્ર 2 પર! ભૂસ્તર વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલો” તાપી જિલ્લાના નિઝર તાલુકાના કોઠલી ગામની સીમમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન મામલે ભૂસ્તર વિભાગની કાર્યવાહી સામે હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે વિસ્તારમાં મોટી સંખ્યામાં નાવડીઓ મારફતે ખુલ્લેઆમ રેતી ખનન ચાલી રહ્યું હોવા છતાં વિભાગ દ્વારા માત્ર બે નાવડી સામે જ કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, કોઠલી ગામની સીમમાં અંદાજે 42 જેટલી નાવડીઓ દ્વારા નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી કાઢવામાં આવી રહી હોવાનું કહેવાય છે. છતાં ભૂસ્તર વિભાગે માત્ર 2 નાવડી જ ઝડપી કાર્યવાહી કરી હોવાને કારણે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વિસ્તારમાં લાંબા સમયથી રેતી માફિયાઓ બેફામ રીતે ખનન કરી રહ્યા છે, જેના કારણે નદીના પર્યાવરણ અને આસપાસના વિસ્તારને નુકસાન પહોંચી રહ્યું છે. તેમ છતાં તંત્ર તરફથી પૂરતી અને કડક કાર્યવાહી ન થતા અનેક સવાલો ઊભા થયા છે. લોકોમાં ચર્ચા છે કે જો ખરેખર 42 નાવડીઓ દ્વારા ખનન થતું હોય તો બાકીની નાવડીઓ સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? શું માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરવામાં આવી છે કે પછી કોઈને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. હવે લોકો દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ સાથે ગેરકાયદેસર રેતી ખનન સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

More news from ગુજરાત and nearby areas
  • ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેમણે એક વીડિયો વાયરલ કર્યો હતો જેમાં પોલીસ પર AAPના ચૂંટાયેલા ઉમેદવારોને ધમકાવવાનો અને હેરાન કરવાનો આરોપ હતો. આ વીડિયો દ્વારા પોલીસની છબી ખરડવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ છે.
    1
    ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેમણે એક વીડિયો વાયરલ કર્યો હતો જેમાં પોલીસ પર AAPના ચૂંટાયેલા ઉમેદવારોને ધમકાવવાનો અને હેરાન કરવાનો આરોપ હતો. આ વીડિયો દ્વારા પોલીસની છબી ખરડવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ છે.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    8 hrs ago
  • Wait for end 😅😂😱😁😂 #comedyreels #funnyvideo #trendingreel #lipsyncomedy #viralreels Wait for end 😅😂😱😁😂 #comedyreels #funnyvideo #trendingreel #lipsyncomedy #viralreels
    1
    Wait for end 😅😂😱😁😂 



#comedyreels #funnyvideo #trendingreel #lipsyncomedy #viralreels 
Wait for end 😅😂😱😁😂 
#comedyreels #funnyvideo #trendingreel #lipsyncomedy #viralreels
    user_Rahul kurmi Maharajganj kithaw
    Rahul kurmi Maharajganj kithaw
    India•
    2 hrs ago
  • બારડોલી ખાતે મીંઢોળા નદી કિનારે જુગાર રમતા 5 ઝડપાયા, ₹56 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત બારડોલી તલાવડી નજીક મીંઢોળા નદીના કિનારે જાહેરમાં લાઈટના અજવાળામાં ગંજીપાનાં પત્તાં વડે રૂપિયા લગાવી જુગાર રમતા 5 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે કુલ ₹56,190નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સુરત ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ખાનગી બાતમીના આધારે બારડોલી તલાવડી વિસ્તારમાં મીંઢોળા નદી કિનારે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન કેટલાક ઈસમો ટોળકી બનાવી ગંજીપાનાં પત્તાં વડે હારજીતનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન, બેટરી, એલઇડી લાઈટ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓના નામ 1. ગણેશભાઈ નામદેવ ભોય 2. જ્ઞાનેશ્વર અરૂણભાઈ મહાજન 3. કિશોર પાંડુરંગ વાણી 4. કૈલેશ ઉર્ફે કોહલી રાજુભાઈ વસાવા 5. જતીનભાઈ રસિકભાઈ ભંડારી વોન્ટેડ જાહેર કરાયેલા આરોપીઓ પોલીસે વધુ 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. કબ્જે કરાયેલ મુદ્દામાલ રોકડ રકમ – ₹34,190 5 મોબાઈલ ફોન – ₹21,000 એક્સાઇડ બેટરી, એલઇડી લાઈટ ગંજીપાનાં પત્તાં સહિતનો મુદ્દામાલ કુલ મુદ્દામાલ કિંમત ₹56,190 હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે. આ કામગીરી સુરત ગ્રામ્ય એલ.સી.બી. અને પેરોલ ફરો સ્ક્વોડની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
    1
    બારડોલી ખાતે મીંઢોળા નદી કિનારે જુગાર રમતા 5 ઝડપાયા, ₹56 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
બારડોલી તલાવડી નજીક મીંઢોળા નદીના કિનારે જાહેરમાં લાઈટના અજવાળામાં ગંજીપાનાં પત્તાં વડે રૂપિયા લગાવી જુગાર રમતા 5 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે કુલ ₹56,190નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 
સુરત ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ખાનગી બાતમીના આધારે બારડોલી તલાવડી વિસ્તારમાં મીંઢોળા નદી કિનારે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન કેટલાક ઈસમો ટોળકી બનાવી ગંજીપાનાં પત્તાં વડે હારજીતનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન, બેટરી, એલઇડી લાઈટ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 
ઝડપાયેલા આરોપીઓના નામ
1. ગણેશભાઈ નામદેવ ભોય
2. જ્ઞાનેશ્વર અરૂણભાઈ મહાજન
3. કિશોર પાંડુરંગ વાણી
4. કૈલેશ ઉર્ફે કોહલી રાજુભાઈ વસાવા
5. જતીનભાઈ રસિકભાઈ ભંડારી  
વોન્ટેડ જાહેર કરાયેલા આરોપીઓ
પોલીસે વધુ 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. 
કબ્જે કરાયેલ મુદ્દામાલ
રોકડ રકમ – ₹34,190
5 મોબાઈલ ફોન – ₹21,000
એક્સાઇડ બેટરી, એલઇડી લાઈટ
ગંજીપાનાં પત્તાં સહિતનો મુદ્દામાલ
કુલ મુદ્દામાલ કિંમત ₹56,190 હોવાનું પોલીસે જણાવ્યું છે. 
પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે. આ કામગીરી સુરત ગ્રામ્ય એલ.સી.બી. અને પેરોલ ફરો સ્ક્વોડની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • ગુજરાતના સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી SBI બેંકમાં 50 લાખ રૂપિયાની સનસનીખેજ લૂંટ થઈ છે. આ મામલે કિમ પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે લૂંટારુઓને પકડવા માટે સઘન તપાસ શરૂ કરી દીધી છે.
    1
    ગુજરાતના સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી SBI બેંકમાં 50 લાખ રૂપિયાની સનસનીખેજ લૂંટ થઈ છે. આ મામલે કિમ પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે લૂંટારુઓને પકડવા માટે સઘન તપાસ શરૂ કરી દીધી છે.
    user_प्रतिभा महाजन की आवाज
    प्रतिभा महाजन की आवाज
    Chef બારડોલી, સુરત, ગુજરાત•
    8 hrs ago
  • આજ ના યુવાનો માટે પોલીસ અધિકારી ની ખાસ શીખ જુઓ અમરેલી ના પી આઈ સાહેબે શું શીખ આપી આરોપી ના રિકન્સ્ટ્રક્શન સમયે
    1
    આજ ના યુવાનો માટે પોલીસ અધિકારી ની ખાસ શીખ જુઓ અમરેલી ના પી આઈ સાહેબે શું શીખ આપી આરોપી ના રિકન્સ્ટ્રક્શન સમયે
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    1 hr ago
  • જંબુસર તાલુકાના નહાર ગામે શક્તિ મંદિરનો 29મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો 🚩
    1
    જંબુસર તાલુકાના નહાર ગામે શક્તિ મંદિરનો 29મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો 🚩
    user_CRIME ATTACK NEWS
    CRIME ATTACK NEWS
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    1 hr ago
  • ભરૂચના એક યુવાને એક છોકરી પ્રત્યે પોતાની પસંદગી વ્યક્ત કરી છે. જોકે, તેની ભાવનાઓ સાથે દુઃખ અને આશ્ચર્ય પણ જોડાયેલા છે. આ વ્યક્તિગત પોસ્ટ સોશિયલ મીડિયા પર ધ્યાન ખેંચી રહી છે.
    1
    ભરૂચના એક યુવાને એક છોકરી પ્રત્યે પોતાની પસંદગી વ્યક્ત કરી છે. જોકે, તેની ભાવનાઓ સાથે દુઃખ અને આશ્ચર્ય પણ જોડાયેલા છે. આ વ્યક્તિગત પોસ્ટ સોશિયલ મીડિયા પર ધ્યાન ખેંચી રહી છે.
    user_Rahul kurmi Maharajganj kithaw
    Rahul kurmi Maharajganj kithaw
    India•
    9 hrs ago
  • બારડોલી ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરનો 31મો પાટોત્સવ હરિભક્તો અને સંતોની વિશાળ ઉપસ્થિતિમાં ભક્તિભાવપૂર્વક ઉજવાયો. ઠાકોરજીના અન્નકૂટ દર્શન અને વિશેષ મહાપૂજાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ પ્રસંગે પૂજ્ય ધર્મજ્ઞ સ્વામીએ સાચા સંતોની ઓળખ અને આધ્યાત્મિક જીવનના મહત્વ પર પ્રવચન આપ્યું.
    1
    બારડોલી ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરનો 31મો પાટોત્સવ હરિભક્તો અને સંતોની વિશાળ ઉપસ્થિતિમાં ભક્તિભાવપૂર્વક ઉજવાયો. ઠાકોરજીના અન્નકૂટ દર્શન અને વિશેષ મહાપૂજાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ પ્રસંગે પૂજ્ય ધર્મજ્ઞ સ્વામીએ સાચા સંતોની ઓળખ અને આધ્યાત્મિક જીવનના મહત્વ પર પ્રવચન આપ્યું.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    17 hrs ago
  • ભચાઉમાં રૂ. 1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે રૂ. 28.80 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એલસીબીનો મોટો સપાટો
    1
    ભચાઉમાં રૂ. 1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે રૂ. 28.80 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એલસીબીનો મોટો સપાટો
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.