મહીસાગર જિલ્લામાં બાળ મજૂરી રોકવામાં ચાઈલ્ડ હેલ્પ લાઈન મહીસાગર નો પ્રયાસ.. તારીખ: 01 એપ્રિલ 2026 બાળ સુરક્ષા માટે કાર્યરત 1098 ચાઈલ્ડ હેલ્પ લાઈન મહીસાગર પ્રયત્ન શીલ બની રહી છે. ચાઈલ્ડ હેલ્પ લાઈન 1098 માં એક ત્રાહિત વ્યક્તિ એ કૉલ કરી માહિતી આપેલ કે કોટેજ ચોકડી પાસે ની દુકાન માં એક નાનો બાળક કામ કરી રહ્યો છે જેથી ચાઈલ્ડ વેલ્ફેર કમિટી ના માર્ગદર્શન હેઠળ ટીમ સ્થળ પર પહોચી તપાસ કરતાં જણાઈ આવ્યું હતું કે બાળક ની ઉંમર 18 વર્ષથી નીચેની છે જેથી તેને અને તેના દુકાનદાર ને ચાઈલ્ડ વેલ્ફેર કમીટી સમક્ષ રજુ કરવામાં આવેલ. દુકાનદારે જણાવેલ કે તે થોડી મદદ કરે છે નોકરી કરતો નથી. કમિટી દ્વારા બાળક ના મોટાભાઈ અને દુકાનદાર ને તાકીદ કરી હતી કે હવે પછી તેને કોઈપણ પ્રકારની મજૂરી અથવા કામ કરાવવું નહી અને દિકરાને પ્રોત્સાહન આપી આગળ અભ્યાસ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ચાઈલ્ડ લાઇન ટિમ ના આ નાનકડા પ્રયાસ થી સગીર વય ના દિકરાને રાહત મળી હતી. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409
મહીસાગર જિલ્લામાં બાળ મજૂરી રોકવામાં ચાઈલ્ડ હેલ્પ લાઈન મહીસાગર નો પ્રયાસ.. તારીખ: 01 એપ્રિલ 2026 બાળ સુરક્ષા માટે કાર્યરત 1098 ચાઈલ્ડ હેલ્પ લાઈન મહીસાગર પ્રયત્ન શીલ બની રહી છે. ચાઈલ્ડ હેલ્પ લાઈન 1098 માં એક ત્રાહિત વ્યક્તિ એ કૉલ કરી માહિતી આપેલ કે કોટેજ ચોકડી પાસે ની દુકાન માં એક નાનો બાળક કામ કરી રહ્યો છે જેથી ચાઈલ્ડ વેલ્ફેર કમિટી ના માર્ગદર્શન હેઠળ ટીમ સ્થળ પર પહોચી તપાસ કરતાં જણાઈ આવ્યું હતું કે બાળક ની ઉંમર 18 વર્ષથી નીચેની છે જેથી તેને અને તેના દુકાનદાર ને ચાઈલ્ડ વેલ્ફેર કમીટી સમક્ષ રજુ કરવામાં આવેલ. દુકાનદારે જણાવેલ કે તે થોડી મદદ કરે છે નોકરી કરતો નથી. કમિટી દ્વારા બાળક ના મોટાભાઈ અને દુકાનદાર ને તાકીદ કરી હતી કે હવે પછી તેને કોઈપણ પ્રકારની મજૂરી અથવા કામ કરાવવું નહી અને દિકરાને પ્રોત્સાહન આપી આગળ અભ્યાસ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ચાઈલ્ડ લાઇન ટિમ ના આ નાનકડા પ્રયાસ થી સગીર વય ના દિકરાને રાહત મળી હતી. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409
- બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીની બે (૨) મોટર સાયકલ સાથે આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. મહીસાગર પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબનાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.કે.ખાંટ સાહેબનાઓએ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવેલ તથા મિલકત સંબધી બનેલ વણશોધાયેલ ગુનાઓ શોધવા તથા બનતા અટકાવવા સારૂ ખાનગી બાતમીદારો રોકેલ અને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદ લીધેલ. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના માણસો બાકોર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે આ.હે.કો. મહીપાલસિંહ ઉમેદસિંહ નાઓને બાતમી હકિકત મળેલ કે એક ઇસમ શકમંદ મોટર સાયકલ લઇ ડેભારી ગામ તરફથી વડાગામ તરફ જનાર છે. તેવી ચોક્કસ બાતમી આધારે સ્ટાફના માણસો ભેડીયા ગામની સીમમાં વોચમાં રહેલ ત્યારે બાતમી મુજબનો ઇસમ મોટર સાયકલ લઇને આવતા સદર ઇસમને રોકી મોટર સાયકલના કાગળો રજુ કરવા જણાવતા સદર ઇસમ પાસે કોઇ કાગળ ના હોવાનુ જાણવા મળેલ જેથી સદર મોટર સાયકલ બાબતે ખરાઇ કરતા અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના કણભા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૧૯૨૦૩૦૨૫૦૪૫૭/૨૦૨૫ BNS-2023 ની કલમ ૩૦૩ (૨) મુજબનો મોટરસાયકલ ચોરીનો ગુન્હો નોંધાયેલ છે. બાદમાં સદર ઇસમની વિશ્વાસમાં લઇ વધુ પુછપરછ કરતા તેણે આ સીવાય બીજુ એક મોટર સાયકલ પોતાની ઘરની પાસે સંતાડી રાખેલ હોવાનુ જણાવેલ જેથી બે મોટરસાયકલો તેણે છળકપટથી કે ચોરીથી મેળવેલ હોય બન્ને મોટરસાયકલ કિ.રૂ. ૧,૧૩,૦૦૦/- ગણી સદરી ઇસમને અટક કરી આગળની કાયેદસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.1
- ભાજપા દ્વારા ગરબાડા મંડળના વિવિધ મંડળોના હોદ્દેદારોની વરણી કરાઈ આજે તારીખ 31 માર્ચ 2026 મંગળવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં આપેલ માહિતી મુજબ ગરબાડા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત બનાવવા માટે વિવિધ મંડળોના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ નિમણૂકો પાર્ટીના જિલ્લા નેતૃત્વના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગરબાડા મંડળના યુવા મોરચા, મહિલા મોરચા તેમજ અન્ય મોરચાઓમાં પ્રમુખ અને મહામંત્રી સહિતના હોદ્દાઓ પર નવી ટીમની રચના કરવામાં આવી છે. વિવિધ ગામોના કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે, જેને લઈને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. પાર્ટી દ્વારા કરવામાં આવેલી આ વરણીને સ્થાનિક સ્તરે સંગઠનને વધુ મજબૂત બનાવવાના પગલાં તરીકે જોવામાં આવી રહી છે. નવી નિયુક્ત ટીમ દ્વારા પાર્ટીના વિચારોને લોકો સુધી પહોંચાડવા તેમજ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સક્રિય કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે પાર્ટીના આગેવાનો દ્વારા તમામ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તેમની જવાબદારી સફળતાપૂર્વક નિભાવવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.1
- दाहोद ब्यूरो चीप अनिल कुमार जे बैरागी दाहोद समाचार: स्थानीय समस्याओं को लेकर कांग्रेस का विरोध दाहोद में आवारा पशुओं और कुत्तों के आतंक के मुद्दे पर कांग्रेस का आर-पार का संघर्ष: पिछले 22 दिनों से धरने पर बैठे जिला कांग्रेस अध्यक्ष हर्षद भाई निनामा अब आमरण अनशन (भूख हड़ताल) पर हैं। नगरपालिका और भाजपा शासकों के कामकाज के खिलाफ विरोध प्रदर्शन: विरोध जताने के लिए एक प्रतीकात्मक1
- હાલોલ ના જ્યોતિ સર્કલ પાસે 31 માર્ચ મંગળવારના રોજ સાજના સુમારે ટ્રક ની અડફેટે એક બાઇક ચાલક આવી જતા બાઇક ચાલક અને સવાર મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી હતી.હાલોલ ના વોલ્ટર ટ્રાન્સફોર્મર ખાતે સામાન ખાલી કરવા આવેલું ટ્રક બોડેલી તરફ જઈ રહ્યું હતું તે દરમ્યાન જ્યોતિ સર્કલ પાસે બાઇક ટ્રકની અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો થયો. બંને ઇજાગ્રસ્તો ને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.બાઇક પર અનગઢ રામપુરા ગામના રહેવાસી રાજેન્દ્રભાઈ ગોહિલ અને તેમની પત્ની સુમિત્રાબેન ગોહિલ સવાર હતા. તેઓ હાલોલ થી વડોદરા તરફ જતા હતા. અકસ્માતમાં સુમિત્રાબેનને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, તેમનો પગ ફેકચર થયો હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે1
- Post by E Kranti News1
- છોટાઉદેપુર : છોટાઉદેપુરના કાનાવાંટ કાછેલ ગામે આની નદી પર નવીન બ્રીજનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું. છોટાઉદેપુર તાલુકાના કાનાવાંટ કાછેલ ગામ ખાતે આની નદી પર નવીન બ્રીજનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું છે. અંદાજિત ૫.૫૩ કરોડ મંજૂર થયા છે. જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે થયું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશ રાઠવા, કાળુભાઈ નાયકા, ભાજપ જિલ્લા મંત્રી વિલાસબેન રાઠવા,તાલુકા ભાજપ પ્રમુખ રસિક રાઠવા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારના આગેવાનો સરપંચો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.2
- 🎓 શિક્ષણધામ કે છબરડાધામ? શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની 'ભવ્ય' બેદરકારી! "B.Com સેમેસ્ટર 4ની પરીક્ષામાં સેમેસ્ટર 2નું પેપર – શિક્ષણ જગતની એક શરમજનક ઘટના." ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં જ્યારે પણ લાગે કે હવે સુધારો થશે, ત્યારે જ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી જેવી સંસ્થાઓ પોતાના 'અનોખા છબરડા' દ્વારા સાબિત કરી દે છે કે – "અમે નહીં સુધરીએ!" 📍 ઘટનાનો ઘટનાક્રમ: સત્તાધીશોની ઊંઘ અને વિદ્યાર્થીઓની પીડા ગઈકાલે બિઝનેસ મેનેજમેન્ટના પેપરમાં જે જોવા મળ્યું તે કોઈ સામાન્ય ભૂલ નથી. સેમેસ્ટર 4 ના વિદ્યાર્થીઓને જ્યારે સેમેસ્ટર 2 ના પ્રશ્નો પીરસવામાં આવ્યા, ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું યુનિવર્સિટીમાં બેઠેલા બાબુઓને '2' અને '4' વચ્ચેનો તફાવત પણ ખબર નથી ?❓ એક કલાકનો વેડફાટ: વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો ત્યારે એક કલાક પછી પેપર બદલાયું. આ એક કલાક દરમિયાન વિદ્યાર્થીઓની જે માનસિક સ્થિતિ થઈ, તેનો જવાબદાર કોણ ?❓ 📌કરોડોની ગ્રાન્ટ અને ફી, પરંતુ શૂન્ય વ્યવસ્થા: વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફીના નામે તગડી રકમ વસૂલતી યુનિવર્સિટી એક સાચું પેપર સેટ કરવામાં પણ લાચાર છે ? 🚫તંત્રને સીધા સવાલો: આ લોકશાહી છે કે શાસકોની મનમાની? ❓પેપર સેટરની લાયકાત શું?: જે વ્યક્તિ સેમેસ્ટર 4 ના અભ્યાસક્રમને બદલે સેમેસ્ટર 2 નું પેપર પકડાવી દે, શું તેને 'શિક્ષક' કહેવો જોઈએ? આવા બિનજવાબદાર લોકોને શા માટે હજુ સુધી બચાવવામાં આવે છે? ❓મોડરેટરની ગેરહાજરી કે મીલીભગત?: નિયમ મુજબ પેપર સેટ થયા પછી 'સબ્જેક્ટ એક્સપર્ટ' દ્વારા તેને વેરિફાય કરવાનું હોય છે. તો શું આ એક્સપર્ટ્સ માત્ર સહીઓ કરવા અને માનદ વેતન લેવા માટે જ બેઠા છે? ❓કાયમી પરીક્ષા નિયામકની ખોટ: યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામકની આ ઘોર બેદરકારી છે શું આવા પરીક્ષા નિયામકના ભરોસે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને દાવ પર લગાડવું એ જ નવી શિક્ષણ નીતિ છે ? 📌"ધન્ય છે એ પેપર સેટરને અને ધન્ય છે એ સીસ્ટમને, જેમને એ પણ ખબર નથી કે જે વિદ્યાર્થી સેમેસ્ટર 2 પાસ કરીને 4 માં આવ્યો છે, તેને ફરી એ જ જૂનું ભાણું પીરસવું એ મજાક નહીં પણ ગુનો છે!" 📌આ એક પ્રકારની બૌદ્ધિક આતંકવાદ જેવી સ્થિતિ છે. વિદ્યાર્થી મહેનત કરીને પરીક્ષાખંડમાં જાય અને ત્યાં તેને ખબર પડે કે યુનિવર્સિટીના સત્તાધીશો નશામાં છે કે ઘોર નિદ્રામાં! શું આ અધિકારીઓને UGC ના કડક નિયમોનો ડર નથી? ✅અમારી સ્પષ્ટ માંગણીઓ અને સુધારાના સૂચનો: માત્ર 'સોરી' કહેવાથી કે પેપર બદલવાથી વાત પૂરી થતી નથી. સિસ્ટમમાં ધરખમ ફેરફારની જરૂર છે: 🚫કડક આર્થિક દંડ: જે પેપર સેટરે આ છબરડો કર્યો છે તેને UGC ના નિયમો મુજબ તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આર્થિક દંડ ફટકારવામાં આવે. 🚫સબ્જેક્ટ એક્સપર્ટ દ્વારા ક્રોસ-ચેકિંગ: દરેક પેપર પ્રિન્ટિંગમાં જાય તે પહેલાં ઓછામાં ઓછા બે વિષય નિષ્ણાતો (Moderators) પાસે તેને ફરજિયાત ક્રોસ-ચેક કરાવવામાં આવે. જો પેપરમાં ભૂલ નીકળે તો મોડરેટર પર પણ કાયદેસરની કાર્યવાહી થાય. 🚫કોમ્યુનિકેશન ગેપ દૂર કરો: યુનિવર્સિટી અને કોલેજો વચ્ચેના સંવાદના અભાવે હંમેશા ડિપ્લોમા અને ડિગ્રીના વિદ્યાર્થીઓ ભોગ બને છે. આ ડિજિટલ યુગમાં પણ જો પેપર બદલવામાં એક કલાક લાગતો હોય, તો એ વહીવટી નિષ્ફળતાની ચરમસીમા છે. 🚫કાયમી નિમણૂક: પરીક્ષા વિભાગમાં લાયક અને કાયમી અધિકારીઓની નિમણૂક કરો, નિવૃત્ત કે ઇન્ચાર્જ લોકોના ભરોસે યુનિવર્સિટી ચલાવવાનું બંધ કરો. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (SGGW) અને એમ.એમ. ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, કાલોલની આ ઘટના માત્ર એક 'ટેકનિકલ ભૂલ' નથી, પણ શિક્ષણના નામે ચાલતા તમાશાનું જીવંત ઉદાહરણ છે. હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમતી આ યુનિવર્સિટીની બેદરકારી છે.વિદ્યાર્થીઓ એ યુનિવર્સિટીની કમાણીનું સાધન નથી, પણ દેશનું ભવિષ્ય છે. જો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પોતાની કાર્યશૈલી નહીં સુધારે, તો આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓનો આ રોષ આંદોલનનું સ્વરૂપ લેશે અને તેની જવાબદારી સંપૂર્ણપણે યુનિવર્સિટી પ્રશાસનની રહેશે. "જાગો યુનિવર્સિટી જાગો, નહિતર તાળાં મારો!"2
- SBMG હેઠળ ધાનપુર તાલુકાની લૂખડિયા ગ્રામ પંચાયત ખાતે સાફ-સફાઈની કામગીરી હાથ ધરાઈ આજે તારીખ 31 માર્ચ 2026 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી મુજબ આ કામગીરી સરપંચની હાજરીમાં શરૂ કરવામાં આવી હતી, જેમાં ગામને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગામના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં કચરો દૂર કરવો, જાહેર સ્થળોની સફાઈ તેમજ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અભિયાનમાં ગ્રામ પંચાયતના સભ્યો અને સ્થાનિક લોકો પણ જોડાઈ રહ્યા છે, જેના કારણે ગામમાં સ્વચ્છતા પ્રત્યે સકારાત્મક માહોલ સર્જાયો છે. સ્થાનિક તંત્ર દ્વારા આવનારા સમયમાં પણ આવી કામગીરી સતત ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી છે, જેથી ગામને સ્વચ્છ અને સુંદર બનાવી શકાય.1