કાલોલમાં સ્ટ્રીટ લાઇટની કામગીરીનું ટોપ લેવલ નિરીક્ષણ: નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે વિસ્તારની મુલાકાત લીધી "સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬" અંતર્ગત કાલોલ નગરમાં ચાલી રહેલી સ્ટ્રીટ લાઇટની કામગીરીને વધુ વેગ મળ્યો છે. કાલોલ નગરના વિવિધ વિસ્તારો જેમાં શામળદેવી તળાવડી વાળી સોસાયટીઓ, પાણીની ટાંકી વિસ્તાર, સ્ટેશન રોડ અને નવી સોસાયટીઓ તરફ ના વિસ્તારોમાં થાંભલાઓ ઉપર સ્ટ્રીટ લાઇટ લગાવવાની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ ચાલતી કામગીરીનું કાલોલ નગરપાલિકા ના પ્રમુખ હસમુખભાઈ મકવાણા અને ચીફ ઓફિસર સંજયભાઈ પટેલ દ્વારા સ્થળ પર જઈને બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બંને અધિકારીઓએ કામની ગુણવત્તા, થાંભલાઓની મજબૂતાઈ અને LED લાઈટોની કામગીરી અંગે જાત માહિતી મેળવી હતી અને કામ ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. જ્યાં આ નિરીક્ષણ દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાલોલ શહેરના અંધારિયા વિસ્તારોને ઝળહળતા કરવાના આ પ્રયાસને સ્થાનિક રહીશો દ્વારા આવકારવામાં આવી રહ્યો છે.
કાલોલમાં સ્ટ્રીટ લાઇટની કામગીરીનું ટોપ લેવલ નિરીક્ષણ: નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે વિસ્તારની મુલાકાત લીધી "સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬" અંતર્ગત કાલોલ નગરમાં ચાલી રહેલી સ્ટ્રીટ લાઇટની કામગીરીને વધુ વેગ મળ્યો છે. કાલોલ નગરના વિવિધ વિસ્તારો જેમાં શામળદેવી તળાવડી વાળી સોસાયટીઓ, પાણીની ટાંકી વિસ્તાર, સ્ટેશન રોડ અને
નવી સોસાયટીઓ તરફ ના વિસ્તારોમાં થાંભલાઓ ઉપર સ્ટ્રીટ લાઇટ લગાવવાની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ ચાલતી કામગીરીનું કાલોલ નગરપાલિકા ના પ્રમુખ હસમુખભાઈ મકવાણા અને ચીફ ઓફિસર સંજયભાઈ પટેલ દ્વારા સ્થળ પર જઈને બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બંને અધિકારીઓએ કામની ગુણવત્તા,
થાંભલાઓની મજબૂતાઈ અને LED લાઈટોની કામગીરી અંગે જાત માહિતી મેળવી હતી અને કામ ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. જ્યાં આ નિરીક્ષણ દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાલોલ શહેરના અંધારિયા વિસ્તારોને ઝળહળતા કરવાના આ પ્રયાસને સ્થાનિક રહીશો દ્વારા આવકારવામાં આવી રહ્યો છે.
- હાલોલના મુખ્ય તળાવમાં હજારો માછલીઓના મોત, પાણીમાં કેમિકલ ભળ્યાની આશંકાથી ચકચાર હાલોલના મુખ્ય તળાવમાં હજારો માછલીઓના મોત, પાણીમાં કેમિકલ ભળ્યાની આશંકાથી ચકચાર હાલોલ શહેરના મુખ્ય તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. તળાવના કાંઠે અને કચરાના ઢગલા વચ્ચે મોટી સંખ્યામાં માછલીઓના મૃતદેહ જોવા મળતા તળાવના પાણીની ગુણવત્તા તેમજ નગરપાલિકાની સફાઈ કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ સાથે સવાલો ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો અને રી-પ્રોસેસિંગ યુનિટો દ્વારા કેમિકલયુક્ત ઝેરી પાણીનો કેનાલમાં નિકાલ કરવામાં આવ્યો હતો, જેના કારણે મોટા પ્રમાણમાં માછલીઓ મૃત્યુ પામી હતી. તે સમયે તંત્ર દ્વારા તપાસ હાથ ધરીને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર હજારો માછલીઓના મોત થતાં પાણીમાં ઝેરી કેમિકલ ભળ્યું છે કે અન્ય કોઈ કારણ છે, તે નગરપાલિકા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) માટે તપાસનો ગંભીર વિષય બન્યો છે. હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે આ તળાવના બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી હોવા છતાં તળાવમાં ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. દૂષિત પાણી અને દુર્ગંધના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. સ્થાનિક રહીશો દ્વારા તળાવમાંથી મૃત માછલીઓ અને કચરો તાત્કાલિક દૂર કરવામાં આવે, પાણીના નમૂના લઈ યોગ્ય તપાસ થાય તેમજ ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવે તેવી કડક માંગ કરવામાં આવી છે.2
- જાંબુઘોડા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન જાંબુઘોડા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી, જાંબુઘોડા મંડળ અને તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તા. 17/9/2026 ના રોજ . મંડળ દ્વારા સમગ્ર દિવસ દરમિયાન આરોગ્ય, જનસેવા અને આધ્યાત્મિકતાને સાંકળતા વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં બપોરે ૩:૦૦ કલાકે માનવસેવાના ઉત્તમોત્તમ કાર્યરૂપે તાલુકા પંચાયત કચેરી હોલ, જાંબુઘોડા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક નાગરિકો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં રક્તદાન કરશે. સાંજે ૫:૦૦ કલાકે નાગરિકોને સરકારી યોજનાઓનો સીધો લાભ સ્થળ પર જ મળી રહે તે હેતુથી ગાંધીભવન હોલ, જાંબુઘોડા ખાતે 'સેવાસેતુ' કાર્યક્રમ યોજાશે. વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહીને પ્રજાજના પ્રશ્નો અને અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરશે તેમજ રાત્રે ૭:૦૦ કલાકે પ્રધાનમંત્રીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાથના અર્થે નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે "આશીર્વાદના દીવડા" કાર્યક્રમ તેમજ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી, જાંબુઘોડા મંડળ તેમજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા તમામ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને ગ્રામજનોને આ તમામ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લે તે માટે ના આયોજન ને લઇ આજ રોજ તાલુકા પંચાયત હોલ ખાતે મિટિંગ કરવામાં આવી હતી4
- વડોદરા શહેર ના નાલંદા ચાર રસ્તા પાસે આવેલા મહાકાળી સમોસા ની લારી પર ગંદકી નું સામ્રાજ્ય1
- રાજકોટમાં ભર ચોમાસે 6 દિવસનો પાણી કાપ! 16થી 21 સપ્ટેમ્બર સુધી 18 વોર્ડમાં તબક્કાવાર પાણી પુરવઠો બંધ, 15 લાખ લોકો અસરગ્રસ્ત થવાનો દાવો. ત્રણ લાઈનો તૂટતાં પાણી કાપની સ્થિતિ, જ્યારે આજી-ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવાઈ રહ્યું છે. #Rajkot #WaterCut #RajkotNews #GujaratNews #WaterCrisis1
- हुदा जरीवाला मामले में नया मोड़! सरकार के खिलाफ सोशल मीडिया पर बड़ा संदेश, वायरल बयान ने छेड़ी नई बहस”1
- madina Sharif subhanallah mashallah Makka madina Alhamdulillah1
- પેટલાદ શહેરમાં કોલેજ ચોકડી નજીક ખાડામાં ગાય પડી, સેવાભાવી યુવાનોએ બહાર કાઢી1
- ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નવા બનાવાયેલા ઓવરબ્રિજ માથી વરસાદ ન હોવા છતા ધોધમાર પાણી નીકળી રહ્યું છે. બોરતળાવ ના નાકા પાસે.1