લીંબડીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ! રેલવે સ્ટેશન–સૌકા રોડ જળબંબાકાર, વોકળો બે કાંઠે વહ્યો લીંબડીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ! રેલવે સ્ટેશન–સૌકા રોડ જળબંબાકાર, વોકળો બે કાંઠે વહ્યો સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે લીંબડી પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને રેલવે સ્ટેશન સામે સૌકા જવાના માર્ગ અને શાળા નંબર–10 આસપાસનો વિસ્તાર જળબંબાકાર બન્યો છે. વધુ માહિતી માટે જોઈએ આ રિપોર્ટ... ગુજરાત હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેની વચ્ચે મધરાતથી લીંબડી શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું છે. લીંબડીના રેલવે સ્ટેશન સામે સૌકા જવાના માર્ગ, શાળા નંબર–10 સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વરસાદી પાણીના નિકાલ માટે પસાર થતો વોકળો પણ બે કાંઠે વહેતો જોવા મળ્યો, જ્યાં નદી જેવો નજારો સર્જાતા સ્થાનિકોમાં પણ કુતૂહલ જોવા મળ્યું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વોકળાની સમયસર સફાઈ ન થવાના કારણે ભારે વરસાદ પડે ત્યારે દર વખતે પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય છે. જો પ્રિ-મોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરવામાં આવે તો આવી પરિસ્થિતિ ટાળી શકાય તેમ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. ભારે વરસાદને કારણે સૌકા રોડ પર આવેલી સોસાયટીઓના રહેવાસીઓ, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેથી નાગરિકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ: દિનેશ ગાંભવા સાથે વલ્લભભાઈ રાઠોડ, લીંબડી.

- લીંબડી માં આવેલ દોલતસર તળાવ અને રાણી તળાવ બંને ભરાયા લોકોમાં ખુશી છવાઈ1
- 🚨 બ્રેકિંગ ન્યૂઝ | સાંતલપુર 🚨 સાંતલપુરમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ, માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર સાંતલપુર તાલુકામાં આજે સાંજના લગભગ 5 વાગ્યાના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી આકાશમાં સામાન્ય વાદળો જોવા મળતા હતા, પરંતુ સાંજ પડતા જ ઘેરા કાળા વાદળો છવાઈ ગયા અને મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. રાજ્યમાં ચોમાસાની સક્રિયતા વધતા હવામાનમાં ઠંડક અને ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને ખેડૂતોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. સાવચેતી: બિનજરૂરી બહાર ન નીકળો. ભારે વરસાદ અને પવન દરમિયાન ઝાડ નીચે ઊભા ન રહો. પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે ખાસ સાવચેતી રાખો. સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરો.4
- ધંધુકા પોલીસ દ્વારા સંવેદન શીલ વિસ્તારોની મુલાકાત તકેદારી રાખવા અપીલ. *ધંધુકા પોલીસ દ્વારા સંવેદન શીલ વિસ્તારોની મુલાકાત તકેદારી રાખવા અપીલ.* આજ અમદાવાદ ગ્રામ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય અમદાવાદ ગ્રામ્યના ધંધુકા શહેર વિસ્તારમાં આવતા સંવેદનશીલ વિસ્તારો તેમજ ગામડાઓની મુલાકાત લેવામાં આવું. હવામાન વિભાગ દ્વારા તા. 31/07/2026 થી 02/08/2026 દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ હોય. જે ધ્યાનમાં રાખી ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પાણી ભરાવાની શક્યતા ધરાવતા ગામો " મોટાત્રાડીયા " " બાજરડા "તથા સંવેદનશીલ સ્થળોની મુલાકાત કરી ગામના આગેવાનો સરપંચો સાથે તકેદારી અંગે કેવા કેવા પગલાં ભરવા શું તકેદારી રાખવી તે અંગે ચર્ચા કરવામાં આવી. પાણી ભરાયેલા રસ્તાઓ તથા નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવી. કોઈપણ ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક 112 અથવા ધંધુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. અફવાઓથી દૂર રહી અધિકૃત સૂચનાઓનું પાલન કરવું.1
- લાઠીદડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં રક્તદાન શિબિર યોજાઈ, 251 બોટલ રક્ત એકત્રિત1
- ગુરુ રવિદાસ મહારાજની શોભાયાત્રાના સ્વાગત માટે સિદ્ધપુરમાં તૈયારીઓ તેજ- ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જનતાને યાત્રામાં જોડાવા આમંત્રણ આપ્યું ગુરુ રવિદાસ મહારાજની શોભાયાત્રાના સ્વાગત માટે સિદ્ધપુરમાં તૈયારીઓ તેજ ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે જનતાને યાત્રામાં જોડાવા આમંત્રણ આપ્યું સિદ્ધપુર: ગુરુ રવિદાસ મહારાજની ભવ્ય શોભાયાત્રા આવતીકાલે સિદ્ધપુર થઈ પાટણ જિલ્લામાં પ્રવેશ કરવાની હોવાથી સમગ્ર વિસ્તારમાં સ્વાગતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. યાત્રાને લઈને સમાજજનો અને આગેવાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તૈયારીઓના ભાગરૂપે સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે પ્રજાજોગ સંદેશ પાઠવી જિલ્લાના તેમજ તાલુકાના નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગુરુ રવિદાસ મહારાજની શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવા અને ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બનવા અપીલ કરી હતી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે ગુરુ રવિદાસ મહારાજના જીવન અને ઉપદેશો સમાજમાં સમરસતા, સમાનતા અને માનવસેવાનો સંદેશ આપે છે. આ પવિત્ર યાત્રાના પાટણ જિલ્લામાં આગમનને લઈને વિવિધ સ્થળોએ સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવતીકાલે શોભાયાત્રા સિદ્ધપુરમાં પ્રવેશ કરીને પાટણ જિલ્લામાં પ્રવેશ કરશે, જેને લઈ સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને ઉત્સવમય વાતાવરણ સર્જાયું છે.1
- લીંબડી ભોગાવવા નદીમાં બંને કાંઠે પાણીના નવા નીર આવતા કુદરતી રીતે ભોગવવા નદીની સફાઈ થતા લોકોમાં આનંદ છવાયો લીંબડી ભોગાવવા નદીમાં બંને કાંઠે પાણીના નવા નીર આવતા કુદરતી રીતે ભોગવવા નદીની સફાઈ થતા લોકોમાં આનંદ છવાયો લીબડી શહેર એટલે છોટાકાશી તરીકે જાણીતું શહેર છે ત્યારે લીબડીના કાંઠે સરસ મજાનો ભોગાવો નદી આવેલી છે , અને આ નદીની ખૂબ જ અત્યંત દયનિય સ્થિતિ જોવા મળી રહી હતી કેમકે આ નદીમાં કાંટાળી ઝાડી થી લઈ ગંદકીનું સામ્રાજ્ય થઈ જવા પામ્યો હતુ ત્યારે ક્યાંક ને ક્યાંક પર્યાવરણ પ્રેમીઓમાં એક દુઃખકેરી લાગણી છવાઈ ગઈ હતી ત્યારે લીબડી શહેર તેમજ ઉપરવાસના વરસાદના કારણે આ લીબડી ભોગાવવા નદીમા બંને કાંઠે નવા નીર આવતા લોકોમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો ત્યારે આ ભોગવવા નદીને ગંદકી નવાનીરના વહેણમાં વહી જવા પામી હતી ત્યારે આ બંને કાંઠે નદીમાં આવેલ પાણીને જોવા માટે લોકો આવી ચઢીયા હતા લોકોએ એવું પણ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા આ પર્યાવરણ ની સામે જોવામાં ન આવી અને નદીને હાલત જેમની જેમ હતી પણ કુદરતી રીતે વરસાદ થતાં અને વરસાદના પાણીમાં આ ગંદકી વહેતા ગંદકીનો થોડો ઘણો નિકાલ થયો છે એટલે કહે છે તંત્ર એ નહીં પણ કુદરત દ્વારા આ નદીની સફાઈ થઈ છે અને આ સફાઈના કારણે લીબડીના પર્યાવરણ પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી1
- લીંબડીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ! રેલવે સ્ટેશન–સૌકા રોડ જળબંબાકાર, વોકળો બે કાંઠે વહ્યો લીંબડીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ! રેલવે સ્ટેશન–સૌકા રોડ જળબંબાકાર, વોકળો બે કાંઠે વહ્યો સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે લીંબડી પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને રેલવે સ્ટેશન સામે સૌકા જવાના માર્ગ અને શાળા નંબર–10 આસપાસનો વિસ્તાર જળબંબાકાર બન્યો છે. વધુ માહિતી માટે જોઈએ આ રિપોર્ટ... ગુજરાત હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેની વચ્ચે મધરાતથી લીંબડી શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું છે. લીંબડીના રેલવે સ્ટેશન સામે સૌકા જવાના માર્ગ, શાળા નંબર–10 સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વરસાદી પાણીના નિકાલ માટે પસાર થતો વોકળો પણ બે કાંઠે વહેતો જોવા મળ્યો, જ્યાં નદી જેવો નજારો સર્જાતા સ્થાનિકોમાં પણ કુતૂહલ જોવા મળ્યું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વોકળાની સમયસર સફાઈ ન થવાના કારણે ભારે વરસાદ પડે ત્યારે દર વખતે પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય છે. જો પ્રિ-મોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરવામાં આવે તો આવી પરિસ્થિતિ ટાળી શકાય તેમ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. ભારે વરસાદને કારણે સૌકા રોડ પર આવેલી સોસાયટીઓના રહેવાસીઓ, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેથી નાગરિકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ: દિનેશ ગાંભવા સાથે વલ્લભભાઈ રાઠોડ, લીંબડી.1