રૂ 50 લાખના પોસ્ટ ડેટેડ ચેક રિટર્ન કેસમા ભાગીદારી પેઢી અને બે ભાગીદારો ને હાલોલ કોર્ટે નિર્દોષ છોડી મુક્યા. કાલોલ તા ૦૩/૧૧/૨૫ હાલોલ તાલુકાના કંજરી ગામની સર્વે નંબર ૨૦૩૦ વાળી બિનખેતીની જમીન વૈશાલીબેન જીગ્નેશભાઈ શાહ પાસેથી સહકાર ઇન્ફ્રા નામની ભાગીદારી પેઢી અને તેના બે ભાગીદારો પ્રહલાદભાઈ જસરાજભાઈ પટેલ તેમજ વેણીલાલ તુલસીદાસ પટેલ રે વડોદરાનાઓ દ્વારા વેચાણ દસ્તાવેજ કરી રૂ 3.60 કરોડ કિંમત નક્કી કરી હતી અને તે પેટે ₹20 લાખ ચૂકવી આપ્યા હતા તેમજ બાકીની રકમના પોસ્ટ ડેટેડ ચેક ફરિયાદીના લખી આપ્યા હતા. તે પૈકીનો તારીખ ૧૦/૦૧/૨૦૨૨ ના રોજ નો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા હરણી વડોદરા નો ચેક બંને ભાગીદારોની સહી વાળો રૂપિયા 50 લાખની રકમનો ચેક ફરિયાદીએ પોતાની બેંક ઓફ બરોડા હાલોલ ખાતે જમા કરાવતા અપૂરતા ભંડોળના કારણે પરત આવેલ જે બાદ નોટિસ આપી હાલોલ ના જ્યુડીશિયલ એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં ક્રિમિનલ કેસ દાખલ કર્યો હતો. જે કેસમાં આરોપી તરફ એડવોકેટ જે.બી જોશી અને વી એચ ગોહિલ હાજર રહ્યા હતા. ફરિયાદી અને આરોપીઓ વચ્ચે તા ૨૧/૦૮/૨૧ ના રોજ વેચાણ દસ્તાવેજ થયો હતો તે જ દિવસે ફરિયાદી અને આરોપી વચ્ચે નોટરી રૂબરૂ સમજુતી કરાર પણ કરવામાં આવેલો. સમજૂતી કરાર ની શરત મુજબ જો કોઈ કોર્ટ મને હુકમ ન આપે તો જ ચેકો ભરવાના થાય તેવી શરત છે. સવાલ વાળી જમીનના ફરિયાદી માલિક બનેલા છે પરંતુ તેનો અવેજ તેઓએ જમીનના મૂળ માલિકને ચૂકવી આપ્યો નથી અને મૂળ માલિકે વેચાણ દસ્તાવેજ રદ કરવા માટે દાવો પણ કરેલ છે અને કલેક્ટર દ્વારા મનાઈ હુકમ આપવામા આવ્યો છે. રેવન્યુ વિભાગમાં પણ લીટીગેશન ઉભા થયેલ છે. વધુમાં ફરિયાદીએ ટાઇટલ ક્લિયર થયા બાદ જ પોસ્ટ ડેટેડ ચેક બેંકમાં ભરવાના હતા તેવી સમજૂતી કરારમાં વિગત લખેલી હતી. અને ટાઈટલ ક્લિયર કરવાનો બોજો ફરિયાદી ઉપર હતો. જેથી જમીનનું વેચાણ થયું તેવું કહી શકાય નહીં અને જ્યાં સુધી જમીનનું વેચાણ થયું છે તેવું પુરવાર ન થાય ત્યાં સુધી ફરિયાદી વળતર મેળવવા હકદાર થઈ શકે નહીં. વધુમાં ફરિયાદીને આપેલ પોસ્ટ ડેટેડ ચેક એડવાન્સ પેમેન્ટ છે જે કાયદેસરનું લ્હેણુ કહી શકાય નહી તેવી દલીલો આરોપી એડવોકેટ જે.બી જોશી દ્વારા કરી એપેક્સ કોર્ટોના જુદા જુદા ચુકાદાઓ રજૂ કરતા હાલોલના એડી ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ આર બી જોશી દ્વારા ફરિયાદી પોતાનો કેસ નિઃશંકપણે પુરવાર કરી શક્યા ન હોવાથી ભાગીદારી પેઢી સહિત બંને ભાગીદારોને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.

- જીલાની જનરલ હોસ્પિટલ પર્સનલ હોમ કેર સર્વિસ 24 કલાક તાત્કાલિક સારવાર ઉપલબ્ધ મેડીક્લેમ સુવિધા પણ ઉપલબ્ધ તમામ સુવિધાઓ એક જ જગ્યા પર અને વ્યાજબી શુલ્ક પર ડો.શાહનવાઝ મફત 99259 81005 ડો. ઈરશાદ મફત 96627 38344 જીલાની હોસ્પિટલ & મેડિકલ સ્થળ:-સંજરી એસ.ટી.ડી.ની સામે કુંભારવાડા નાકે,પાવાગઢ રોડ,હાલોલ1
- Ek kahani..... MAA1
- નેશનલ હાઈવે 64 આમોદ ચોકડીની જર્જરિત હાલત અને ઉડતી ધૂળની ડમરીઓને કારણે જનતાના સ્વાસ્થ્ય સાથે થતા ખિલવાડ સામે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે બુલેટ પર સવાર થઈ વિકાસ જોવા નીકળતા ધારાસભ્યને આમોદની આ બદતર હાલત દેખાતી નથી? નરેન્દ્ર પટેલે ધારાસભ્યને પડકારતા કહ્યું કે, જો હિંમત હોય તો જાતે રસ્તાનું નિરીક્ષણ કરવા આવે, જરૂર પડે તો હું પોતે તેમને બુલેટ પર બેસાડી લોકોની હાલાકી બતાવીશ. વધુમાં તેમણે જણાવ્યું કે, તંત્ર લોકપ્રશ્નો ઉકેલવાને બદલે પોલીસનો ઉપયોગ કરી વિપક્ષનો અવાજ દબાવવામાં વ્યસ્ત છે. સરકારી વહીવટને બહેરો અને મૂંગો ગણાવી તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જો તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં જનતાનો આક્રોશ વધુ તેજ બનશે.1
- संत रामपालजी महाराज के लिए आज का किसान रत्न सम्मान समारोह का भव्य आयोजन।1
- વડોદરાના ST ડેપો પર પે**બ જવા માટે 10 રૂપિયા વસૂલ કરવામાં આવે છે જાગૃત નાગરિક દ્વારા કાર્યવાહી કરવા વિનંતી1
- सूरत AVBP कार्यकर्ताओं ने रैली निकाली। अलथान पुलिस ने कार्रवाई शुरू की। पुलिस ने दो कारें ज़ब्त कीं। अलथान पुलिस ने AVBP कार्यकर्ताओं के बयान लेने शुरू किए।1
- ###सूरत जिले के ओलपाड में चल रहा है बारे सेक्स रैकेट का पुलिस ने किया भंडाफोड़1
- હાલોલ ટાઉન પોલીસ અને જાગૃત યુવાનોની પ્રશંસનીય કામગીરી, ગુમ થયેલા બાળકને કલાકોમાં જ શોધી કાઢી માતા પિતા સાથે સુખદ મિલન કરાવ્યું.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1