માંગરોળમાં જર્જરીત ઇમારતનો સ્લેબ ધરાશાયી સદનસીબે કોઈ જાનહાની નહીં, બાજુના મકાનમાં રહેતા લોકોને સ્થળ ખાલી કરવા તંત્રની સમજાવટ માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં બૈતુલમાલ સંસ્થા સંચાલિત જર્જરીત ઇમારતની જૂનવાણી દુકાનનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. મળતી માહિતી મુજબ, માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં આવેલી બૈતુલમાલ સંસ્થા સંચાલિત જૂની ઇમારતની દુકાનનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. જર્જરીત બાંધકામને લઈને અગાઉથી જ ભાડૂતને જગ્યા ખાલી કરવા માટે સંસ્થા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ઇમારતની બાજુના મકાનમાં રહેતા લોકોને પણ તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. સ્લેબ ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં પોલીસ સહિતના હોદ્દેદારો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાજુના મકાનમાં રહેતા લોકોને મકાન ખાલી કરવા માટે તંત્ર દ્વારા સમજાવટ હાથ ધરવામાં આવી હતી. જર્જરીત બાંધકામને કારણે આસપાસના રહેવાસીઓની સલામતીને લઈને તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા સમજાવટ કર્યા બાદ પણ જો બાજુના મકાનમાં રહેતા લોકો મકાન ખાલી નહીં કરે તો આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું હતું. જર્જરીત ઇમારતો અંગે અગાઉથી નોટિસ આપવામાં આવી હોવા છતાં આવી ઘટના સર્જાતા બાંધકામોની સલામતી અને તંત્રની કામગીરી અંગે પણ સવાલો ઊભા થયા છે. ઘટનાને લઈને માંગરોળમાં ચર્ચા જાગી છે. જર્જરીત ઇમારતો અંગે તંત્ર દ્વારા સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ✍️ : જગદીશ યાદવ જૂનાગઢ
માંગરોળમાં જર્જરીત ઇમારતનો સ્લેબ ધરાશાયી સદનસીબે કોઈ જાનહાની નહીં, બાજુના મકાનમાં રહેતા લોકોને સ્થળ ખાલી કરવા તંત્રની સમજાવટ માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં બૈતુલમાલ સંસ્થા સંચાલિત જર્જરીત ઇમારતની જૂનવાણી દુકાનનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. મળતી માહિતી મુજબ, માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં આવેલી બૈતુલમાલ સંસ્થા સંચાલિત જૂની ઇમારતની દુકાનનો
સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. જર્જરીત બાંધકામને લઈને અગાઉથી જ ભાડૂતને જગ્યા ખાલી કરવા માટે સંસ્થા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ઇમારતની બાજુના મકાનમાં રહેતા લોકોને પણ તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. સ્લેબ ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં પોલીસ સહિતના હોદ્દેદારો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાજુના
મકાનમાં રહેતા લોકોને મકાન ખાલી કરવા માટે તંત્ર દ્વારા સમજાવટ હાથ ધરવામાં આવી હતી. જર્જરીત બાંધકામને કારણે આસપાસના રહેવાસીઓની સલામતીને લઈને તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા સમજાવટ કર્યા બાદ પણ જો બાજુના મકાનમાં રહેતા લોકો મકાન ખાલી નહીં કરે તો આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું હતું. જર્જરીત ઇમારતો અંગે અગાઉથી નોટિસ
આપવામાં આવી હોવા છતાં આવી ઘટના સર્જાતા બાંધકામોની સલામતી અને તંત્રની કામગીરી અંગે પણ સવાલો ઊભા થયા છે. ઘટનાને લઈને માંગરોળમાં ચર્ચા જાગી છે. જર્જરીત ઇમારતો અંગે તંત્ર દ્વારા સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ✍️ : જગદીશ યાદવ જૂનાગઢ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો ધોરાજી સ્થિત સરકારી હોસ્પિટલ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની વિશેષ ઉજવણીના ભાગરૂપે 'મહા રક્તદાન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક વહીવટી તંત્ર, સરકારી હોસ્પિટલ અને સ્થાનિક રક્તદાતાઓના સંયુક્ત ઉપક્રમે આ સેવાકીય કેમ્પ યોજાયો હતો. દેશભરમાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ધોરાજી ખાતે પણ સેવા પખવાડિયાના ભાગરૂપે સરકારી હોસ્પિટલમાં વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ, સદસ્યો, શહેર તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહી રક્તદાન કરી વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.1
- બીકે પી ન્યુઝ આજરોજ સવારથી ધોરાજી શહેરમાં વરસાદનું આગમન; વાતાવરણમાં ઠંડક પ્રસરી. સ્થાન / તારીખ: ધોરાજી, ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ આજરોજ વહેલી સવારથી જ ધોરાજી શહેરમાં મેઘરાજાનું આગમન થયું છે. શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે, જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલા ઉકળાટ અને ગરમીથી નાગરિકોને મોટી રાહત મળી છે. ધોરાજી પંથકમાં વરસાદી માહોલ જામતા ખેડૂતો અને શહેરીજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જાહેર કરનાર: બીકે પી ન્યુઝ ટીમ, ધોરાજી.1
- દેશ ના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ને જન્મદિવસ ની શુભેચ્છા1
- જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત રાજકોટ ગ્રામ્ય SOG મોટી કાર્યવાહી જસદણ ખાનપર રોડ સ્થિત પોતાની કબ્જા ભોગવટાની "ડીલક્ષ સીટ કવર" નામની દુકાનમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત ₹૩૮,૫૦૦નો મુદ્દામાલ કબજે: ડીલક્સ સીટ કવર દુકાનમાંથી ગાંજો મળી આવ્યો, અફઝલ સોલંકીની ધરપકડ1
- અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો..... બેકિંગ, અમરેલી... જાફરાબાદ.... અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો..... જાફરાબાદ શહેરના એસટી બસ ફોર વ્હીલર કાર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત...... અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો.... આ ધટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા..... સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી.....1
- મહુવામાં PM મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા કાર્યક્રમ: 620થી વધુ વયોવૃદ્ધોને રૂ.59 લાખની સાધન સહાય1
- ધોરાજીની કડવી વાસ્તવિકતા! જરાક અમથો વરસાદ શું પડ્યો, ધોરાજીના પોકળ વિકાસની પોલ છતી થઈ ગઈ ધોરાજી નર્ક પાલીકા છે કે શું! ધોરાજીની કડવી વાસ્તવિકતા! જરાક અમથો વરસાદ શું પડ્યો, ધોરાજીના પોકળ વિકાસની પોલ છતી થઈ ગઈ ધોરાજી નર્ક પાલીકા છે કે શું!સ્ટેશન રોડ, જેતપુર રોડ, જમનાવડ રોડ, મેઈન બજાર, ચકલા ચોક અને શાકભાજી માર્કેટ... શહેરનો એવો એકપણ માર્ગ બાકી નથી જ્યાં મોત સમાન મસમોટા ખાડાઓ ન હોય! રાહદારીઓ અને વાહનચાલકો દરરોજ નાના-મોટા અકસ્માતોનો ભોગ બની રહ્યા છે એક બાજુ મોંઘવારીનો માર અને બીજી બાજુ તંત્રનું પાપ! તહેવારોની સિઝનમાં ગ્રાહકોની રાહ જોતા વેપારીઓના ધંધા ચોપટ થઈ ગયા છે. રસ્તા પરના કાદવ અને ખાડાઓને લીધે ગ્રાહકો બજારમાં પગ મૂકવા તૈયાર નથી. વેપારીઓ પૂછી રહ્યા છે કે—આ આર્થિક નુકસાનની ભરપાઈ કોણ કરશે? અધૂરું બ્રિજનું કામ અને ખોદાયેલા માર્ગો જૂનાગઢ રોડ પર ઓવરબ્રિજની કાચબા ગતિએ ચાલતી કામગીરીને કારણે ડાયવર્ઝન રસ્તાઓ પણ જીવલેણ બની ગયા છે. સ્ટેશન રોડ પર સારા ભલા રસ્તાને ખોદીને આર.સી.સી. રોડની કામગીરી હાથ ધરાઈ છે, જેને લઈને હવે વકીલ મંડળે લાલ આંખ કરી છે. વકીલ મંડળે સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોને ખુલ્લી ચેતવણી આપી છે કે જો આ રસ્તાના નિર્માણમાં ભ્રષ્ટાચારની ગંધ પણ આવી, તો તમામને કાયદાના સકંજામાં ખેંચી લવાશે! અંધેર નગરી અને ગંડુ રાજા જેવો ઘાટ! નવી પાઇપલાઇનના નામે પ્રજા પાસેથી નાણાં તો ખંખેરી લીધા, પણ નળમાં પાણીનું ટીપુંય નથી આવતું! તેના પર ઘા પર મીઠું ભભરાવતો તુગલકી નિર્ણય—મિલકત વેરામાં જનતા પાસેથી ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલાય છે! પ્રજા પાસેથી ટેક્સ પડાવાય છે, પણ સામે અપાય છે માત્ર નર્કાગાર! આખરે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું તંત્ર ક્યારે જાગશે?1
- ધારી-ખાંભા રોડ પર ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો... ધારી-ખાંભા રોડ પર ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો...1