Shuru
Apke Nagar Ki App…
અરવલ્લી શામળાજી પોલીસ સ્ટેશન ન્યુઝ
Fanat Smit
અરવલ્લી શામળાજી પોલીસ સ્ટેશન ન્યુઝ
More news from ગુજરાત and nearby areas
- Post by Riyaj Ghachi1
- વિજાપુરમાં રોટરી ક્લબ દ્વારા સારીથોનથી નારી શક્તિની ભવ્ય ઉજવણી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર રોટરી ક્લબ ઓફ વિજાપુર દ્વારા નારી શક્તિને સમર્પિત અનોખી પહેલ 'સારીથોન' આજે ભવ્ય રીતે યોજાઈ હતી. નારી સન્માન, સ્વાભિમાન, સમાનતા તેમજ સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં વિજાપુરના પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલે લીલી ઝંડી આપીને શુભારંભ કર્યો હતો. સરદાર સ્ટેચ્યુથી રોટરી ભવન સુધી રેલી સ્વરૂપે યોજાયેલ આ સારીથોનમાં અનેક મહિલાઓએ સાડી પહેરીને ભાગ લીધો હતો અને મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરીને સમાનતા તેમજ તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. 'ગિવ ટુ ગેઇન' થીમ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ મહિલાઓના સશક્તિકરણ, આત્મસન્માન અને સામાજિક-આર્થિક યોગદાનને પ્રોત્સાહન આપવા માટે ખાસ રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. રોટરી ક્લબના પ્રમુખ સંગીતાબેન પટેલ, પરેશભાઈ પટેલ, કનુભાઈ આચાર્ય, રમેશભાઈ પટેલ, અજય બારોટ, જગદીશભાઈ પંચાલ સહિત રોટરી ક્લબના અન્ય સભ્યો અને અનેક મહિલાઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પહેલ દ્વારા રોટરી ક્લબ ઓફ વિજાપુરે મહિલાઓની શક્તિ અને સંસ્કૃતિને વધુ ઉજાગર કરીને સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડ્યો હતો. સહભાગીઓએ આ અનુભવને પ્રેરણાદાયી ગણાવ્યો અને આવા વધુ કાર્યક્રમોની અપેક્ષા વ્યક્ત કરી હતી.1
- આપણા સંતરામપુર વાકાનાલા રસ્તા પર લગન માં બાઈક પર સવાર થય નૅ જાન માં જતા યુવાનો ની બાઈક નું નિયત્રંણ ગુમવાથી બાઈક સામેથી આવતી બસ સાથે તકકર થવાથી અક્સમાત સર્જાયુ જેમાં બાઈક ચાળકો મૃત્યુ થયું.1
- મોડાસાથી ગોધરા તરફ જતી કારમાંથી આશરે ૮૮૫ કીલો ગૌ માંસ સાથે એક આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. મહીસાગર પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબ તથા I/C પોલીસ અધિક્ષક શ્રી વિકાસ યાદવ સાહેબનાઓએ અત્રેના જિલ્લામાં ગેરકાયદેસર રીતે કતલખાને લઇ જવાતા પશુઓ તથા ગૌ માંસની વેચાણની પ્રવૃતીને સંદતર નેસ્તનાબુદ કરવા સારૂં સુચન કરતા મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એમ.કે.ખોટ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી. દરમ્યાન અ.હે.કો. ધર્મેશભાઇ રમણભાઇનાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે એક હોંડા સી.આર.વી. ગાડી મોડાસાથી ગે.કા. રીતે ગૌમાંસ ભરી ગોધરા તરફ જનાર છે જે બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો લુણાવાડા ટાઉન પો.સ્ટે. વિસ્તારના ચાર કોશીયા નાકા પાસે સદર બાતમી મુજબની ગાડીની વોચમાં રહેલ દરમ્યાન બાતમીવાળી ગાડી આવતા સ્ટાફના માણસોએ વાહનોની આડાશ કરી ગાડીને રોકવા પ્રયત્ન કરતા ગાડી ચાલાકે ગાડી રોકેલ નહી અને ગોધરા તરફના હાઇવે રોડ ઉપર ભાગવા લાગેલ જેથી સદર ગાડીનો પીછો કરી લુણાવાડા એસ.ટી. વર્કશોપની સામે સદર ગાડીને રોકી એક ઇસમને ઝડપી લીધેલ બાદમાં ગાડીની સીટ તેમજ ડીકીમાં ચેક કરતા અલગ અલગ પ્લાસ્ટીકના મીણીયાના કોથળાઓમાં પશુનુ માંસ ભરેલ હોવાનું જણાઇ આવેલ જેથી માંસનુ FSL ખાતે પરીક્ષણ કરવાતા ગૌ માંસ હોવાનું પુરવાર થતા ગૌ માંસ આશરે ૮૮૫ કીલો કિ.રૂ. ૦૧,૭૭,૦૦૦/-તથા બીજો મુદ્દામાલ કી.રૂ. ૦૩,૮૨,૦૦/- સાથે આરોપીઓ વિરુધ્ધ લુણાવાડા ટાઉન પો.સ્ટે. ગુનો દાખલ કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.1
- ૧૪ કરોડના ખર્ચે ત્યાર થયેલ સદારામ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ માન્ય ઠાકોર સાહેબનાં હસ્તે .1
- Post by Nationgujarat.com1
- વડાલી પંથકમાં આ વર્ષે ઉનાળાની શરૂઆત વહેલી થઈ છે, જેના કારણે માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. વડાલી શહેરનું મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. હોળી-ધૂળેટી પર્વ પૂર્ણ થયા બાદ ઠંડીની અસર ઘટી ગઈ છે અને સૂર્યનો તાપ આકરો બન્યો છે. બપોરના સમયે અંગ દઝાડતી ગરમી અને લૂના કારણે વડાલી શહેરના મુખ્ય માર્ગો તેમજ હાઈવે પર વાહનવ્યવહાર ઓછો જોવા મળ્યો હતો. બપોરે 12 થી સાંજના 4 વાગ્યા દરમિયાન ગરમીનો તાપ વધુ રહેતા લોકો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. પરિણામે, શહેરના બજારો અને જાહેર સ્થળોએ પણ ઓછી ભીડ જોવા મળી હતી. ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાં, છાસ, નારિયેળ પાણી તેમજ એસી-કુલરનો સહારો લઈ રહ્યા છે. બીજી તરફ, મજૂર વર્ગ અને ખુલ્લામાં કામ કરતા લોકોને વધતા તાપમાનના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.4
- Post by Riyaj Ghachi1
- Post by Anwar bhai ansari4