logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વિજાપુરમાં રોટરી ક્લબ દ્વારા સારીથોનથી નારી શક્તિની ભવ્ય ઉજવણી વિજાપુરમાં રોટરી ક્લબ દ્વારા સારીથોનથી નારી શક્તિની ભવ્ય ઉજવણી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર રોટરી ક્લબ ઓફ વિજાપુર દ્વારા નારી શક્તિને સમર્પિત અનોખી પહેલ 'સારીથોન' આજે ભવ્ય રીતે યોજાઈ હતી. નારી સન્માન, સ્વાભિમાન, સમાનતા તેમજ સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં વિજાપુરના પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલે લીલી ઝંડી આપીને શુભારંભ કર્યો હતો. સરદાર સ્ટેચ્યુથી રોટરી ભવન સુધી રેલી સ્વરૂપે યોજાયેલ આ સારીથોનમાં અનેક મહિલાઓએ સાડી પહેરીને ભાગ લીધો હતો અને મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરીને સમાનતા તેમજ તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. 'ગિવ ટુ ગેઇન' થીમ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ મહિલાઓના સશક્તિકરણ, આત્મસન્માન અને સામાજિક-આર્થિક યોગદાનને પ્રોત્સાહન આપવા માટે ખાસ રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. રોટરી ક્લબના પ્રમુખ સંગીતાબેન પટેલ, પરેશભાઈ પટેલ, કનુભાઈ આચાર્ય, રમેશભાઈ પટેલ, અજય બારોટ, જગદીશભાઈ પંચાલ સહિત રોટરી ક્લબના અન્ય સભ્યો અને અનેક મહિલાઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પહેલ દ્વારા રોટરી ક્લબ ઓફ વિજાપુરે મહિલાઓની શક્તિ અને સંસ્કૃતિને વધુ ઉજાગર કરીને સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડ્યો હતો. સહભાગીઓએ આ અનુભવને પ્રેરણાદાયી ગણાવ્યો અને આવા વધુ કાર્યક્રમોની અપેક્ષા વ્યક્ત કરી હતી.

10 hrs ago
user_BABA SAIYAD
BABA SAIYAD
Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
10 hrs ago

વિજાપુરમાં રોટરી ક્લબ દ્વારા સારીથોનથી નારી શક્તિની ભવ્ય ઉજવણી વિજાપુરમાં રોટરી ક્લબ દ્વારા સારીથોનથી નારી શક્તિની ભવ્ય ઉજવણી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર રોટરી ક્લબ ઓફ વિજાપુર દ્વારા નારી શક્તિને સમર્પિત અનોખી પહેલ 'સારીથોન' આજે ભવ્ય રીતે યોજાઈ હતી. નારી સન્માન, સ્વાભિમાન, સમાનતા તેમજ સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં વિજાપુરના પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલે લીલી ઝંડી આપીને શુભારંભ કર્યો હતો. સરદાર સ્ટેચ્યુથી રોટરી ભવન સુધી રેલી સ્વરૂપે યોજાયેલ આ સારીથોનમાં અનેક મહિલાઓએ સાડી પહેરીને ભાગ લીધો હતો અને મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરીને સમાનતા તેમજ તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. 'ગિવ ટુ ગેઇન' થીમ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ મહિલાઓના સશક્તિકરણ, આત્મસન્માન અને સામાજિક-આર્થિક યોગદાનને પ્રોત્સાહન આપવા માટે ખાસ રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. રોટરી ક્લબના પ્રમુખ સંગીતાબેન પટેલ, પરેશભાઈ પટેલ, કનુભાઈ આચાર્ય, રમેશભાઈ પટેલ, અજય બારોટ, જગદીશભાઈ પંચાલ સહિત રોટરી ક્લબના અન્ય સભ્યો અને અનેક મહિલાઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પહેલ દ્વારા રોટરી ક્લબ ઓફ વિજાપુરે મહિલાઓની શક્તિ અને સંસ્કૃતિને વધુ ઉજાગર કરીને સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડ્યો હતો. સહભાગીઓએ આ અનુભવને પ્રેરણાદાયી ગણાવ્યો અને આવા વધુ કાર્યક્રમોની અપેક્ષા વ્યક્ત કરી હતી.

More news from ગુજરાત and nearby areas
  • વિજાપુરમાં રોટરી ક્લબ દ્વારા સારીથોનથી નારી શક્તિની ભવ્ય ઉજવણી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર રોટરી ક્લબ ઓફ વિજાપુર દ્વારા નારી શક્તિને સમર્પિત અનોખી પહેલ 'સારીથોન' આજે ભવ્ય રીતે યોજાઈ હતી. નારી સન્માન, સ્વાભિમાન, સમાનતા તેમજ સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં વિજાપુરના પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલે લીલી ઝંડી આપીને શુભારંભ કર્યો હતો. સરદાર સ્ટેચ્યુથી રોટરી ભવન સુધી રેલી સ્વરૂપે યોજાયેલ આ સારીથોનમાં અનેક મહિલાઓએ સાડી પહેરીને ભાગ લીધો હતો અને મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરીને સમાનતા તેમજ તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. 'ગિવ ટુ ગેઇન' થીમ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ મહિલાઓના સશક્તિકરણ, આત્મસન્માન અને સામાજિક-આર્થિક યોગદાનને પ્રોત્સાહન આપવા માટે ખાસ રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. રોટરી ક્લબના પ્રમુખ સંગીતાબેન પટેલ, પરેશભાઈ પટેલ, કનુભાઈ આચાર્ય, રમેશભાઈ પટેલ, અજય બારોટ, જગદીશભાઈ પંચાલ સહિત રોટરી ક્લબના અન્ય સભ્યો અને અનેક મહિલાઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પહેલ દ્વારા રોટરી ક્લબ ઓફ વિજાપુરે મહિલાઓની શક્તિ અને સંસ્કૃતિને વધુ ઉજાગર કરીને સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડ્યો હતો. સહભાગીઓએ આ અનુભવને પ્રેરણાદાયી ગણાવ્યો અને આવા વધુ કાર્યક્રમોની અપેક્ષા વ્યક્ત કરી હતી.
    1
    વિજાપુરમાં રોટરી ક્લબ દ્વારા સારીથોનથી નારી શક્તિની ભવ્ય ઉજવણી 
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર રોટરી ક્લબ ઓફ વિજાપુર દ્વારા નારી શક્તિને સમર્પિત અનોખી પહેલ 'સારીથોન' આજે ભવ્ય રીતે યોજાઈ હતી. નારી સન્માન, સ્વાભિમાન, સમાનતા તેમજ સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં વિજાપુરના પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલે લીલી ઝંડી આપીને શુભારંભ કર્યો હતો.
સરદાર સ્ટેચ્યુથી રોટરી ભવન સુધી રેલી સ્વરૂપે યોજાયેલ આ સારીથોનમાં અનેક મહિલાઓએ સાડી પહેરીને ભાગ લીધો હતો અને મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરીને સમાનતા તેમજ તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. 'ગિવ ટુ ગેઇન' થીમ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ મહિલાઓના સશક્તિકરણ, આત્મસન્માન અને સામાજિક-આર્થિક યોગદાનને પ્રોત્સાહન આપવા માટે ખાસ રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.
રોટરી ક્લબના પ્રમુખ સંગીતાબેન પટેલ, પરેશભાઈ પટેલ, કનુભાઈ આચાર્ય, રમેશભાઈ પટેલ, અજય બારોટ, જગદીશભાઈ પંચાલ સહિત રોટરી ક્લબના અન્ય સભ્યો અને અનેક મહિલાઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પહેલ દ્વારા રોટરી ક્લબ ઓફ વિજાપુરે મહિલાઓની શક્તિ અને સંસ્કૃતિને વધુ ઉજાગર કરીને સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડ્યો હતો. સહભાગીઓએ આ અનુભવને પ્રેરણાદાયી ગણાવ્યો અને આવા વધુ કાર્યક્રમોની અપેક્ષા વ્યક્ત કરી હતી.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    10 hrs ago
  • ઇડરના ચિત્રોડા અને ચોરીવાડ ગામે રસ્તાના દબાણો દૂર કરાયા મુખ્યમંત્રીશ્રીના ‘સ્વાગત’ કાર્યક્રમ હેઠળ મળેલી અરજીઓનો ત્વરિત નિકાલ: પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની કામગીરી રાજ્ય સરકારના પ્રજાભિમુખ અભિગમ ‘સ્વાગત’ (SWAGAT) કાર્યક્રમ હેઠળ મળેલી દબાણની રજૂઆતોને પગલે જિલ્લા વહીવટી તંત્રે લાલ આંખ કરી છે. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ચિત્રોડા અને ચોરીવાડ ગામોમાં વર્ષોથી અવરોધરૂપ બનેલા રસ્તાના દબાણો દૂર કરી અરજદારોને ન્યાય અપાવવામાં આવ્યો છે. ચિત્રોડા ગામે રસ્તાનું દબાણ હટાવાયું ચિત્રોડા ગામના અરજદાર જ્યોત્સનાબેન મગનભાઈ વણકર દ્વારા તેમના ઘર તરફ જતા રસ્તામાં નડતરરૂપ દબાણ બાબતે તાલુકા ‘સ્વાગત’ કાર્યક્રમમાં અરજી કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે તાલુકા પંચાયત દ્વારા રસ્તાની જગ્યાની ચોક્કસ માપણી કરવામાં આવી હતી. માપણી બાદ પોલીસ પ્રોટેક્શન હેઠળ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓની હાજરીમાં આ દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.ચોરીવાડ ગામે ૧૩ ઘરોના નડતરરૂપ દબાણો પર તવાઈ ચોરીવાડ ગામના પટેલ ફળિયામાં ખેતર તરફ જતો રસ્તો દબાણના કારણે સાંકડો થઈ ગયો હતો. ખેતરમાં બટેકાના પાકને લાવવા-લઈ જવા માટે વાહન જઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી ખેડૂતે મુખ્યમંત્રીશ્રીના ‘સ્વાગત’ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી. ખાસ કિસ્સામાં રવિવારે કામગીરી: હાલમાં વિધાનસભા સત્ર અને બોર્ડની પરીક્ષાઓ ચાલતી હોવાથી ચાલુ દિવસોમાં પોલીસ બંદોબસ્ત મળવો મુશ્કેલ હતો. પરંતુ, ખેડૂતોની હાલાકીને ધ્યાને રાખી કલેક્ટરશ્રીની ખાસ સૂચનાથી રવિવારના રોજ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સ્ટાફે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી ૧૩ જેટલા ઘરોના રસ્તાને નડતરરૂપ ભાગોને દૂર કર્યા હતા.
    1
    ઇડરના ચિત્રોડા અને ચોરીવાડ ગામે રસ્તાના દબાણો દૂર કરાયા
મુખ્યમંત્રીશ્રીના ‘સ્વાગત’ કાર્યક્રમ હેઠળ મળેલી અરજીઓનો ત્વરિત નિકાલ: પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની કામગીરી
રાજ્ય સરકારના પ્રજાભિમુખ અભિગમ ‘સ્વાગત’ (SWAGAT) કાર્યક્રમ હેઠળ મળેલી દબાણની રજૂઆતોને પગલે જિલ્લા વહીવટી તંત્રે લાલ આંખ કરી છે. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના  ચિત્રોડા અને ચોરીવાડ ગામોમાં વર્ષોથી અવરોધરૂપ બનેલા રસ્તાના દબાણો દૂર કરી અરજદારોને ન્યાય અપાવવામાં આવ્યો છે.
ચિત્રોડા ગામે રસ્તાનું દબાણ હટાવાયું
ચિત્રોડા ગામના અરજદાર જ્યોત્સનાબેન મગનભાઈ વણકર દ્વારા તેમના ઘર તરફ જતા રસ્તામાં નડતરરૂપ દબાણ બાબતે તાલુકા ‘સ્વાગત’ કાર્યક્રમમાં અરજી કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે તાલુકા પંચાયત દ્વારા રસ્તાની જગ્યાની ચોક્કસ માપણી કરવામાં આવી હતી. માપણી બાદ પોલીસ પ્રોટેક્શન હેઠળ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓની હાજરીમાં આ દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.ચોરીવાડ ગામે ૧૩ ઘરોના નડતરરૂપ દબાણો પર તવાઈ
ચોરીવાડ ગામના પટેલ ફળિયામાં ખેતર તરફ જતો રસ્તો દબાણના કારણે સાંકડો થઈ ગયો હતો. ખેતરમાં બટેકાના પાકને લાવવા-લઈ જવા માટે વાહન જઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી ખેડૂતે મુખ્યમંત્રીશ્રીના ‘સ્વાગત’ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી.
ખાસ કિસ્સામાં રવિવારે કામગીરી: હાલમાં વિધાનસભા સત્ર અને બોર્ડની પરીક્ષાઓ ચાલતી હોવાથી ચાલુ દિવસોમાં પોલીસ બંદોબસ્ત મળવો મુશ્કેલ હતો. પરંતુ, ખેડૂતોની હાલાકીને ધ્યાને રાખી કલેક્ટરશ્રીની ખાસ સૂચનાથી રવિવારના રોજ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સ્ટાફે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી ૧૩ જેટલા ઘરોના રસ્તાને નડતરરૂપ ભાગોને દૂર કર્યા હતા.
    user_Digesh kadiya
    Digesh kadiya
    હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    15 hrs ago
  • મહેસાણા રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન, રાજ્ય સભા સાંસદ મયંકભાઈ નાયકે પૂછ્યો પ્રશ્ન સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) અંતર્ગત SC, ST અને OBC સમુદાયના વિકાસ મુદે પૂછ્યો પ્રશ્ન ગુજરાતના સાંસદ મયંકભાઈ નાયકે પછાત વર્ગોના હિતમાં પૂછ્યો પ્રશ્ન સરકાર પાસે SC અને ST સમુદાય માટે વિશેષ યોજનાઓ છે, પરંતુ OBC કેટેગરીમાં આવતા ગોમંતુ (NT/DNT - વિચરતી અને વિમુક્ત જાતિ) સમાજના લોકો હજુ પણ આર્થિક રીતે પાછળ છે. આ સમાજના પ્રતિભાશાળી ઉદ્યમીઓને મુખ્ય ધારામાં લાવવા અને તેમના ઉદ્યોગોને વેગ આપવા માટે MSME મંત્રાલય પાસે કઈ સ્પેશિયલ કેટેગરી કે યોજના છે? જેના જવાબ માં જિતન રામ માંઝી (કેન્દ્રીય મંત્રી) નો જવાબ: ભારત સરકારની નીતિ મુજબ, જે રીતે SC/ST સમુદાયને પ્રોત્સાહન આપવામાં આવે છે, તે જ રીતે OBC ઉદ્યમીઓને પણ સમાન મહત્વ આપવામાં આવે છે. તાલીમ અને માર્કેટિંગ OBC સમાજના લોકો જો પોતાનો ઉદ્યોગ સ્થાપવા માંગતા હોય, તો તેમને જરૂરી ટેકનિકલ તાલીમ (Training) અને ઉત્પાદિત માલના માર્કેટિંગ માટે સરકાર પૂરતી સહાય પૂરી પાડે છે. સરકારી ખરીદી પ્રક્રિયામાં જે રીતે SC/ST માટે 4% નું લક્ષ્ય નિર્ધારિત છે, તે જ રીતે OBC ઉદ્યમીઓને પણ સરકારી ખરીદીમાં પ્રાથમિકતા આપીને મદદ કરવામાં આવી રહી છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે વિચરતી જાતિના ઉદ્યમીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને તેઓ ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધે તે સરકારની પ્રાથમિકતા છે.
    1
    મહેસાણા 
રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન, રાજ્ય સભા સાંસદ મયંકભાઈ નાયકે પૂછ્યો પ્રશ્ન
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) અંતર્ગત SC, ST અને OBC સમુદાયના વિકાસ મુદે પૂછ્યો પ્રશ્ન 
ગુજરાતના સાંસદ મયંકભાઈ નાયકે પછાત વર્ગોના હિતમાં પૂછ્યો પ્રશ્ન 
સરકાર પાસે SC અને ST સમુદાય માટે વિશેષ યોજનાઓ છે, પરંતુ OBC કેટેગરીમાં આવતા ગોમંતુ (NT/DNT - વિચરતી અને વિમુક્ત જાતિ) સમાજના લોકો હજુ પણ આર્થિક રીતે પાછળ છે.
આ સમાજના પ્રતિભાશાળી ઉદ્યમીઓને મુખ્ય ધારામાં લાવવા અને તેમના ઉદ્યોગોને વેગ આપવા માટે MSME મંત્રાલય પાસે કઈ સ્પેશિયલ કેટેગરી કે યોજના છે?
જેના જવાબ માં જિતન રામ માંઝી (કેન્દ્રીય મંત્રી) નો જવાબ:
ભારત સરકારની નીતિ મુજબ, જે રીતે SC/ST સમુદાયને પ્રોત્સાહન આપવામાં આવે છે, તે જ રીતે OBC ઉદ્યમીઓને પણ સમાન મહત્વ આપવામાં આવે છે.
તાલીમ અને માર્કેટિંગ OBC સમાજના લોકો જો પોતાનો ઉદ્યોગ સ્થાપવા માંગતા હોય, તો તેમને જરૂરી ટેકનિકલ તાલીમ (Training) અને ઉત્પાદિત માલના માર્કેટિંગ માટે સરકાર પૂરતી સહાય પૂરી પાડે છે.
સરકારી ખરીદી પ્રક્રિયામાં જે રીતે SC/ST માટે 4% નું લક્ષ્ય નિર્ધારિત છે, તે જ રીતે OBC ઉદ્યમીઓને પણ સરકારી ખરીદીમાં પ્રાથમિકતા આપીને મદદ કરવામાં આવી રહી છે.
મંત્રીએ સ્પષ્ટ કર્યું કે વિચરતી જાતિના ઉદ્યમીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને તેઓ ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધે તે સરકારની પ્રાથમિકતા છે.
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    17 hrs ago
  • વાસ્મો યોજનામાં લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નલ સે જલ યોજનામાં પોશીના તાલુકાના ખરણીયા ગામે ઘરે-ઘરે પીવાનું પાણી મળી રહે તે માટે નળ કનેક્શન આપવામાં આવેલ વર્ષ 2021માં વાસ્મો યોજનામાં ખરણીયા ગામે હર ઘર નળ શે જલ યોજનામાં નાખવામાં આવેલ પાણીના કનેક્શન તેમ જ ઘરે ઘરે આપવામાં આવેલ નળ કનેક્શન સમયની સાથે ગાયબ થઈ જતા લાખો રૂપિયાનો ખર્ચ પ્રજાહિત માટે બનાવેલ આ યોજના જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની કમાઈનું માત્ર સાધન બનતા આજે ખરણીયા ગામે આ યોજનામાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું નામ માત્ર થયેલ આ કામગીરીમાં પોશીના તાલુકામાં કરોડો રૂપિયા નો વાસ્મો યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાથી છતાં જાડી ચામડીના નેતાઓ અને અધિકારીઓના પેટનું પાણી નથી હલી રહ્યું
    1
    વાસ્મો યોજનામાં લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નલ સે જલ યોજનામાં પોશીના તાલુકાના ખરણીયા ગામે ઘરે-ઘરે પીવાનું પાણી મળી રહે તે માટે નળ કનેક્શન આપવામાં આવેલ વર્ષ 2021માં વાસ્મો યોજનામાં ખરણીયા ગામે હર ઘર નળ શે જલ યોજનામાં નાખવામાં આવેલ પાણીના કનેક્શન તેમ જ ઘરે ઘરે આપવામાં આવેલ નળ કનેક્શન સમયની સાથે ગાયબ થઈ જતા લાખો રૂપિયાનો ખર્ચ પ્રજાહિત માટે બનાવેલ આ યોજના જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની કમાઈનું માત્ર સાધન બનતા આજે ખરણીયા ગામે આ યોજનામાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું નામ માત્ર થયેલ આ કામગીરીમાં પોશીના તાલુકામાં કરોડો રૂપિયા નો વાસ્મો યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાથી છતાં જાડી ચામડીના નેતાઓ અને અધિકારીઓના પેટનું પાણી નથી હલી રહ્યું
    user_Press reporter
    Press reporter
    पत्रकार Sabarkantha, Gujarat•
    15 hrs ago
  • વડાલી પંથકમાં ઓનલાઈન ઠગાઈના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઠગબાજો હવે લોકોની દેશભક્તિનો લાભ ઉઠાવી 'ભારતીય સેના'ના નામે છેતરપિંડીના નવા કીમિયા અજમાવી રહ્યા છે. આવો જ એક બનાવ વડાલીમાં સામે આવ્યો છે, જ્યાં એક મિનરલ વોટર પ્લાન્ટના માલિકની સતર્કતાને કારણે મોટી ડિજિટલ છેતરપિંડી ટળી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, વડાલીમાં 'પ્રમુખ મિનરલ વોટર' પ્લાન્ટ ચલાવતા પ્રફુલભાઈ પટેલને શુક્રવારે બપોરે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાને ભારતીય સેનાનો સભ્ય ગણાવી વડાલીની આઈટીઆઈ કોલેજમાં આર્મી કેમ્પ ચાલતો હોવાનો દાવો કર્યો હતો. તેણે આ કેમ્પને 'સિક્રેટ મિશન' ગણાવી બહાર કોઈને જાણ ન કરવા જણાવ્યું હતું. ઠગબાજે પ્રફુલભાઈને આગામી ૩૦ દિવસ સુધી દરરોજ ૫૦ પાણીની બોટલોની જરૂર પડશે તેમ જણાવ્યું. ભારતીય સેનાનું નામ સાંભળીને પ્રફુલભાઈએ વિશ્વાસ રાખી ગાડીમાં પાણીની બોટલો ભરી આઈટીઆઈ કોલેજ તરફ મોકલી આપી હતી. ગાડી કોલેજ પહોંચતા જ ઠગબાજોએ ફરી ફોન કરી ગાડીનો ફોટો મોકલવા કહ્યું, જેથી તેઓ ઓનલાઈન ગેટપાસ બનાવી શકે. ત્યારબાદ વિશ્વાસ વધારવા માટે તેમણે એક મહિનાના ઓર્ડર બદલ રૂ. ૩૭,૫૦૦નું બિલ ગૂગલ પે અથવા ફોન પે દ્વારા તરત જ જમા કરાવવાની વાત કરી. જોકે, જ્યારે પ્રફુલભાઈએ પોતાનો નંબર આપ્યો ત્યારે ઠગબાજોએ નવી શરત મૂકી કે જે બેંક ખાતું ચાલુ ન હોય અથવા કોઈ યુપીઆઈ સાથે લિંક ન હોય તેવા ખાતાની વિગતો આપવી. આ અજીબ માંગણી સાંભળતા જ પ્રફુલભાઈને શંકા ગઈ. તેમને સમજાયું કે ભારતીય સેના જેવી શિસ્તબદ્ધ સંસ્થા આ પ્રકારના શંકાસ્પદ ઓનલાઈન વ્યવહાર કરતી નથી. પરિસ્થિતિ સમજી પ્રફુલભાઈએ તરત જ ફોન કાપી નાખ્યો અને ત્યારબાદ આવતા તમામ કોલ્સ સ્વીકારવાનું બંધ કરી દીધું. પરિણામે, આર્મીના નામે રચાયેલ ડિજિટલ લૂંટનો આ ખેલ નિષ્ફળ ગયો. આ અંગે પ્રફુલભાઈ પટેલે વડાલી પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને અન્ય કોઈ વેપારી આ પ્રકારની ઠગાઈનો ભોગ ન બને તે માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    1
    વડાલી પંથકમાં ઓનલાઈન ઠગાઈના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઠગબાજો હવે લોકોની દેશભક્તિનો લાભ ઉઠાવી 'ભારતીય સેના'ના નામે છેતરપિંડીના નવા કીમિયા અજમાવી રહ્યા છે. આવો જ એક બનાવ વડાલીમાં સામે આવ્યો છે, જ્યાં એક મિનરલ વોટર પ્લાન્ટના માલિકની સતર્કતાને કારણે મોટી ડિજિટલ છેતરપિંડી ટળી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડાલીમાં 'પ્રમુખ મિનરલ વોટર' પ્લાન્ટ ચલાવતા પ્રફુલભાઈ પટેલને શુક્રવારે બપોરે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાને ભારતીય સેનાનો સભ્ય ગણાવી વડાલીની આઈટીઆઈ કોલેજમાં આર્મી કેમ્પ ચાલતો હોવાનો દાવો કર્યો હતો. તેણે આ કેમ્પને 'સિક્રેટ મિશન' ગણાવી બહાર કોઈને જાણ ન કરવા જણાવ્યું હતું.
ઠગબાજે પ્રફુલભાઈને આગામી ૩૦ દિવસ સુધી દરરોજ ૫૦ પાણીની બોટલોની જરૂર પડશે તેમ જણાવ્યું. ભારતીય સેનાનું નામ સાંભળીને પ્રફુલભાઈએ વિશ્વાસ રાખી ગાડીમાં પાણીની બોટલો ભરી આઈટીઆઈ કોલેજ તરફ મોકલી આપી હતી.
ગાડી કોલેજ પહોંચતા જ ઠગબાજોએ ફરી ફોન કરી ગાડીનો ફોટો મોકલવા કહ્યું, જેથી તેઓ ઓનલાઈન ગેટપાસ બનાવી શકે. ત્યારબાદ વિશ્વાસ વધારવા માટે તેમણે એક મહિનાના ઓર્ડર બદલ રૂ. ૩૭,૫૦૦નું બિલ ગૂગલ પે અથવા ફોન પે દ્વારા તરત જ જમા કરાવવાની વાત કરી.
જોકે, જ્યારે પ્રફુલભાઈએ પોતાનો નંબર આપ્યો ત્યારે ઠગબાજોએ નવી શરત મૂકી કે જે બેંક ખાતું ચાલુ ન હોય અથવા કોઈ યુપીઆઈ સાથે લિંક ન હોય તેવા ખાતાની વિગતો આપવી. આ અજીબ માંગણી સાંભળતા જ પ્રફુલભાઈને શંકા ગઈ. તેમને સમજાયું કે ભારતીય સેના જેવી શિસ્તબદ્ધ સંસ્થા આ પ્રકારના શંકાસ્પદ ઓનલાઈન વ્યવહાર કરતી નથી.
પરિસ્થિતિ સમજી પ્રફુલભાઈએ તરત જ ફોન કાપી નાખ્યો અને ત્યારબાદ આવતા તમામ કોલ્સ સ્વીકારવાનું બંધ કરી દીધું. પરિણામે, આર્મીના નામે રચાયેલ ડિજિટલ લૂંટનો આ ખેલ નિષ્ફળ ગયો. આ અંગે પ્રફુલભાઈ પટેલે વડાલી પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને અન્ય કોઈ વેપારી આ પ્રકારની ઠગાઈનો ભોગ ન બને તે માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    23 hrs ago
  • સુરત: પાંડેસરા વિસ્તારમાં આવેલી પારસ મિલમાં બનેલી દુર્ઘટના મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધ્યો છે. આ દુર્ઘટનામાં ચાર શ્રમિકોના મોત થયા હતા, જેને લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પ્રાથમિક તપાસના આધારે બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કેસ નોંધ્યો છે. કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તા વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન જો આ દુર્ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ જવાબદાર હોવાનું બહાર આવશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પાંડેસરા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
    1
    સુરત: પાંડેસરા વિસ્તારમાં આવેલી પારસ મિલમાં બનેલી દુર્ઘટના મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધ્યો છે. આ દુર્ઘટનામાં ચાર શ્રમિકોના મોત થયા હતા, જેને લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે પ્રાથમિક તપાસના આધારે બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કેસ નોંધ્યો છે. કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તા વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન જો આ દુર્ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ જવાબદાર હોવાનું બહાર આવશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
હાલ પાંડેસરા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    4 min ago
  • Post by Artist Satyam
    1
    Post by Artist Satyam
    user_Artist Satyam
    Artist Satyam
    Video Creator Sabarmati, Ahmadabad•
    7 hrs ago
  • વિજાપુરમાં ભારતની ઐતિહાસિક જીતનો જંગ જામ્યો: રસ્તાઓ ઉપર ઉમટ્યો ઉત્સવનો માહોલ ભારતીય ક્રિકેટ ટીમે ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ૯૬ રનથી હરાવીને ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની સાથે પાછલી વખતનું ટાઇટલ સફળતાપૂર્વક ડિફેન્ડ કર્યું છે. આ જીતના સમાચાર સાથે જ વિજાપુર જિલ્લામાં ઉત્સાહનું તોફાન આવી ગયું અને લોકોમાં દેશભક્તિની લાગણી ભભૂકી ઊઠી. ફાઇનલ મેચના પ્રસારણ માટે અનેક વિસ્તારોમાં મોટા-મોટા પડદા લગાવવામાં આવ્યા હતા. ટી.બી. ચોક, આનંદપુરા ચોકડી, ડિવાઇન પાર્ટી પ્લોટ સહિતના અનેક મુખ્ય સ્થળોએ લાઇવ સ્ક્રીન પર મેચ જોવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. શરૂઆતથી જ ક્રિકેટ રસિકો અને દેશપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દરેક બોલ સાથે જોરદાર ચીયરિંગ ગુંજી ઊઠતું હતું. "વંદે માતરમ્", "ભારત માતાકી જય"ના નારા આકાશમાં ગુંજારવ કરી રહ્યા હતા અને માહોલમાં રાષ્ટ્રભક્તિની ભાવના છવાઈ ગઈ હતી. જેમ જેમ મેચ આગળ વધતી ગઈ તેમ તેમ ભારતની જીત વધુને વધુ સ્પષ્ટ થતી ગઈ. અંતિમ વિકેટ પડતાં જ સમગ્ર વિજાપુરમાં ખુશીનો ધમાકો થઈ ગયો. લોકો રસ્તાઓ પર નીકળી આવ્યા અને બાઇક-કારો પર ડીજેના તાલે નાચવા-ગાવા લાગ્યા. "હમ ઇન્ડિયા વાલે" જેવા ગીતોના બોલ ગુંજી ઊઠ્યા અને આખું વાતાવરણ ઉત્સવનું બની ગયું. યુવાનો બાઇક પર ઝંડા લહેરાવતા, હોર્ન વગાડતા અને એકબીજાને મિઠાઈઓ ખવડાવતા જોવા મળ્યા. આ જીત માત્ર ક્રિકેટની નહીં, પરંતુ દેશના ગૌરવની હતી. વિજાપુરના દરેક ખૂણે લોકોના ચહેરા પર ખુશી અને ગર્વની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ ઐતિહાસિક જીતે ફરી એક વાર સાબિત કર્યું કે ક્રિકેટ ભારતની ધમનીઓમાં વહે છે અને જ્યારે ભારત જીતે ત્યારે આખો દેશ એકસાથે ઉજવણીમાં જોડાઈ જાય છે. જય હિંદ! જય ભારત!
    1
    વિજાપુરમાં ભારતની ઐતિહાસિક જીતનો જંગ જામ્યો: રસ્તાઓ ઉપર ઉમટ્યો ઉત્સવનો માહોલ
ભારતીય ક્રિકેટ ટીમે ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ૯૬ રનથી હરાવીને ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની સાથે પાછલી વખતનું ટાઇટલ સફળતાપૂર્વક ડિફેન્ડ કર્યું છે. આ જીતના સમાચાર સાથે જ વિજાપુર જિલ્લામાં ઉત્સાહનું તોફાન આવી ગયું અને લોકોમાં દેશભક્તિની લાગણી ભભૂકી ઊઠી.
ફાઇનલ મેચના પ્રસારણ માટે અનેક વિસ્તારોમાં મોટા-મોટા પડદા લગાવવામાં આવ્યા હતા. ટી.બી. ચોક, આનંદપુરા ચોકડી, ડિવાઇન પાર્ટી પ્લોટ સહિતના અનેક મુખ્ય સ્થળોએ લાઇવ સ્ક્રીન પર મેચ જોવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. શરૂઆતથી જ ક્રિકેટ રસિકો અને દેશપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દરેક બોલ સાથે જોરદાર ચીયરિંગ ગુંજી ઊઠતું હતું. "વંદે માતરમ્", "ભારત માતાકી જય"ના નારા આકાશમાં ગુંજારવ કરી રહ્યા હતા અને માહોલમાં રાષ્ટ્રભક્તિની ભાવના છવાઈ ગઈ હતી.
જેમ જેમ મેચ આગળ વધતી ગઈ તેમ તેમ ભારતની જીત વધુને વધુ સ્પષ્ટ થતી ગઈ. અંતિમ વિકેટ પડતાં જ સમગ્ર વિજાપુરમાં ખુશીનો ધમાકો થઈ ગયો. લોકો રસ્તાઓ પર નીકળી આવ્યા અને બાઇક-કારો પર ડીજેના તાલે નાચવા-ગાવા લાગ્યા. "હમ ઇન્ડિયા વાલે" જેવા ગીતોના બોલ ગુંજી ઊઠ્યા અને આખું વાતાવરણ ઉત્સવનું બની ગયું. યુવાનો બાઇક પર ઝંડા લહેરાવતા, હોર્ન વગાડતા અને એકબીજાને મિઠાઈઓ ખવડાવતા જોવા મળ્યા.
આ જીત માત્ર ક્રિકેટની નહીં, પરંતુ દેશના ગૌરવની હતી. વિજાપુરના દરેક ખૂણે લોકોના ચહેરા પર ખુશી અને ગર્વની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ ઐતિહાસિક જીતે ફરી એક વાર સાબિત કર્યું કે ક્રિકેટ ભારતની ધમનીઓમાં વહે છે અને જ્યારે ભારત જીતે ત્યારે આખો દેશ એકસાથે ઉજવણીમાં જોડાઈ જાય છે.
જય હિંદ! જય ભારત!
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.