logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વડાલીમાં આર્મીના નામે ડિજિટલ ઠગાઈનો પ્રયાસ: મિનરલ વોટર પ્લાન્ટ માલિકની સતર્કતાથી નિષ્ફળ વડાલી પંથકમાં ઓનલાઈન ઠગાઈના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઠગબાજો હવે લોકોની દેશભક્તિનો લાભ ઉઠાવી 'ભારતીય સેના'ના નામે છેતરપિંડીના નવા કીમિયા અજમાવી રહ્યા છે. આવો જ એક બનાવ વડાલીમાં સામે આવ્યો છે, જ્યાં એક મિનરલ વોટર પ્લાન્ટના માલિકની સતર્કતાને કારણે મોટી ડિજિટલ છેતરપિંડી ટળી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, વડાલીમાં 'પ્રમુખ મિનરલ વોટર' પ્લાન્ટ ચલાવતા પ્રફુલભાઈ પટેલને શુક્રવારે બપોરે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાને ભારતીય સેનાનો સભ્ય ગણાવી વડાલીની આઈટીઆઈ કોલેજમાં આર્મી કેમ્પ ચાલતો હોવાનો દાવો કર્યો હતો. તેણે આ કેમ્પને 'સિક્રેટ મિશન' ગણાવી બહાર કોઈને જાણ ન કરવા જણાવ્યું હતું. ઠગબાજે પ્રફુલભાઈને આગામી ૩૦ દિવસ સુધી દરરોજ ૫૦ પાણીની બોટલોની જરૂર પડશે તેમ જણાવ્યું. ભારતીય સેનાનું નામ સાંભળીને પ્રફુલભાઈએ વિશ્વાસ રાખી ગાડીમાં પાણીની બોટલો ભરી આઈટીઆઈ કોલેજ તરફ મોકલી આપી હતી. ગાડી કોલેજ પહોંચતા જ ઠગબાજોએ ફરી ફોન કરી ગાડીનો ફોટો મોકલવા કહ્યું, જેથી તેઓ ઓનલાઈન ગેટપાસ બનાવી શકે. ત્યારબાદ વિશ્વાસ વધારવા માટે તેમણે એક મહિનાના ઓર્ડર બદલ રૂ. ૩૭,૫૦૦નું બિલ ગૂગલ પે અથવા ફોન પે દ્વારા તરત જ જમા કરાવવાની વાત કરી. જોકે, જ્યારે પ્રફુલભાઈએ પોતાનો નંબર આપ્યો ત્યારે ઠગબાજોએ નવી શરત મૂકી કે જે બેંક ખાતું ચાલુ ન હોય અથવા કોઈ યુપીઆઈ સાથે લિંક ન હોય તેવા ખાતાની વિગતો આપવી. આ અજીબ માંગણી સાંભળતા જ પ્રફુલભાઈને શંકા ગઈ. તેમને સમજાયું કે ભારતીય સેના જેવી શિસ્તબદ્ધ સંસ્થા આ પ્રકારના શંકાસ્પદ ઓનલાઈન વ્યવહાર કરતી નથી. પરિસ્થિતિ સમજી પ્રફુલભાઈએ તરત જ ફોન કાપી નાખ્યો અને ત્યારબાદ આવતા તમામ કોલ્સ સ્વીકારવાનું બંધ કરી દીધું. પરિણામે, આર્મીના નામે રચાયેલ ડિજિટલ લૂંટનો આ ખેલ નિષ્ફળ ગયો. આ અંગે પ્રફુલભાઈ પટેલે વડાલી પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને અન્ય કોઈ વેપારી આ પ્રકારની ઠગાઈનો ભોગ ન બને તે માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

23 hrs ago
user_ખબર વડાલી
ખબર વડાલી
Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
23 hrs ago

વડાલીમાં આર્મીના નામે ડિજિટલ ઠગાઈનો પ્રયાસ: મિનરલ વોટર પ્લાન્ટ માલિકની સતર્કતાથી નિષ્ફળ વડાલી પંથકમાં ઓનલાઈન ઠગાઈના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઠગબાજો હવે લોકોની દેશભક્તિનો લાભ ઉઠાવી 'ભારતીય સેના'ના નામે છેતરપિંડીના નવા કીમિયા અજમાવી રહ્યા છે. આવો જ એક બનાવ વડાલીમાં સામે આવ્યો છે, જ્યાં એક મિનરલ વોટર પ્લાન્ટના માલિકની સતર્કતાને કારણે મોટી ડિજિટલ છેતરપિંડી ટળી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, વડાલીમાં 'પ્રમુખ મિનરલ વોટર' પ્લાન્ટ ચલાવતા પ્રફુલભાઈ પટેલને શુક્રવારે બપોરે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાને ભારતીય સેનાનો સભ્ય ગણાવી વડાલીની આઈટીઆઈ કોલેજમાં આર્મી કેમ્પ ચાલતો હોવાનો દાવો કર્યો હતો. તેણે આ કેમ્પને 'સિક્રેટ મિશન' ગણાવી બહાર કોઈને જાણ ન કરવા જણાવ્યું હતું. ઠગબાજે પ્રફુલભાઈને આગામી ૩૦ દિવસ સુધી દરરોજ ૫૦ પાણીની બોટલોની જરૂર પડશે તેમ જણાવ્યું. ભારતીય સેનાનું નામ સાંભળીને પ્રફુલભાઈએ વિશ્વાસ રાખી ગાડીમાં પાણીની બોટલો ભરી આઈટીઆઈ કોલેજ તરફ મોકલી આપી હતી. ગાડી કોલેજ પહોંચતા જ ઠગબાજોએ ફરી ફોન કરી ગાડીનો ફોટો મોકલવા કહ્યું, જેથી તેઓ ઓનલાઈન ગેટપાસ બનાવી શકે. ત્યારબાદ વિશ્વાસ વધારવા માટે તેમણે એક મહિનાના ઓર્ડર બદલ રૂ. ૩૭,૫૦૦નું બિલ ગૂગલ પે અથવા ફોન પે દ્વારા તરત જ જમા કરાવવાની વાત કરી. જોકે, જ્યારે પ્રફુલભાઈએ પોતાનો નંબર આપ્યો ત્યારે ઠગબાજોએ નવી શરત મૂકી કે જે બેંક ખાતું ચાલુ ન હોય અથવા કોઈ યુપીઆઈ સાથે લિંક ન હોય તેવા ખાતાની વિગતો આપવી. આ અજીબ માંગણી સાંભળતા જ પ્રફુલભાઈને શંકા ગઈ. તેમને સમજાયું કે ભારતીય સેના જેવી શિસ્તબદ્ધ સંસ્થા આ પ્રકારના શંકાસ્પદ ઓનલાઈન વ્યવહાર કરતી નથી. પરિસ્થિતિ સમજી પ્રફુલભાઈએ તરત જ ફોન કાપી નાખ્યો અને ત્યારબાદ આવતા તમામ કોલ્સ સ્વીકારવાનું બંધ કરી દીધું. પરિણામે, આર્મીના નામે રચાયેલ ડિજિટલ લૂંટનો આ ખેલ નિષ્ફળ ગયો. આ અંગે પ્રફુલભાઈ પટેલે વડાલી પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને અન્ય કોઈ વેપારી આ પ્રકારની ઠગાઈનો ભોગ ન બને તે માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

More news from ગુજરાત and nearby areas
  • સાબરકાંઠા જિલ્લાના ઈડર-વડાલી હાઈવે પર રાત્રિના સમયે બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા વડાલી સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ઈડર-વડાલી હાઈવે પર જેતપુર પાટિયા અને રામપુર ચોકડી વચ્ચે રાત્રિના સમયે બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વડાલી શહેરના અમૃતભાઈ કાળાભાઈ સગર, વિષ્ણુભાઈ અમૃતભાઈ સગર અને અન્ય બે વ્યક્તિઓ સહિત કુલ ચાર લોકો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેના પગલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક વડાલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ, તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે તેમને અન્યત્ર રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે વડાલી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે સગર સમાજના આગેવાન રણજીત સગરે જણાવ્યું હતું કે, રામપુર પાટિયા નજીક સ્ટ્રીટ લાઈટની સુવિધાના અભાવે વારંવાર અકસ્માતો સર્જાય છે. તેમણે ઉમેર્યું કે, આ અંગે અગાઉ પણ સંબંધિત તંત્રને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં રાત્રિના સમયે વાહનચાલકોને લાઈટના અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રણજીત સગરે સરકાર, સ્થાનિક ધારાસભ્ય રમણલાલ વોરા અને સંબંધિત અધિકારીઓને અપીલ કરી છે કે, નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકતા આવા અકસ્માતોને રોકવા માટે રામપુર પાટિયા વિસ્તારમાં તાત્કાલિક સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવામાં આવે.
    1
    સાબરકાંઠા જિલ્લાના ઈડર-વડાલી હાઈવે પર રાત્રિના સમયે બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા વડાલી સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઈડર-વડાલી હાઈવે પર જેતપુર પાટિયા અને રામપુર ચોકડી વચ્ચે રાત્રિના સમયે બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વડાલી શહેરના અમૃતભાઈ કાળાભાઈ સગર, વિષ્ણુભાઈ અમૃતભાઈ સગર અને અન્ય બે વ્યક્તિઓ સહિત કુલ ચાર લોકો ઘાયલ થયા હતા.
અકસ્માત બાદ સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેના પગલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક વડાલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ, તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે તેમને અન્યત્ર રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે વડાલી પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ મામલે સગર સમાજના આગેવાન રણજીત સગરે જણાવ્યું હતું કે, રામપુર પાટિયા નજીક સ્ટ્રીટ લાઈટની સુવિધાના અભાવે વારંવાર અકસ્માતો સર્જાય છે. તેમણે ઉમેર્યું કે, આ અંગે અગાઉ પણ સંબંધિત તંત્રને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં રાત્રિના સમયે વાહનચાલકોને લાઈટના અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
રણજીત સગરે સરકાર, સ્થાનિક ધારાસભ્ય રમણલાલ વોરા અને સંબંધિત અધિકારીઓને અપીલ કરી છે કે, નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકતા આવા અકસ્માતોને રોકવા માટે રામપુર પાટિયા વિસ્તારમાં તાત્કાલિક સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવામાં આવે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    23 hrs ago
  • વડાલી ખાતે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ, આરોપી રાજસ્થાનથી ઝડપાયો વડાલી પોલીસ મથક ખાતે સગીરાના અપહરણ અને દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાઈ ઈડર તાલુકાના રાવોલ ગામના એક ઇસમએ સગીરાને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કર્યું અપહરણ બાદ આરોપીએ સગીરાને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું સગીરા ગુમ થતા તેના પરિવારજનો દ્વારા વડાલી પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી પોલીસે સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી અને આરોપીને રાજસ્થાનના શિવગંજમાંથી ઝડપી પાડ્યો આરોપીની અટકાયત કરીને મેડિકલ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આરોપી વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી
    1
    વડાલી ખાતે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ, આરોપી રાજસ્થાનથી ઝડપાયો
વડાલી પોલીસ મથક ખાતે સગીરાના અપહરણ અને દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાઈ
ઈડર તાલુકાના રાવોલ ગામના એક ઇસમએ સગીરાને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કર્યું
અપહરણ બાદ આરોપીએ સગીરાને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું
સગીરા ગુમ થતા તેના પરિવારજનો દ્વારા વડાલી પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી
પોલીસે સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી અને આરોપીને રાજસ્થાનના શિવગંજમાંથી ઝડપી પાડ્યો
આરોપીની અટકાયત કરીને મેડિકલ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
આરોપી વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો
ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી
    user_Digesh kadiya
    Digesh kadiya
    હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    17 hrs ago
  • વિજાપુરમાં ભારતની ઐતિહાસિક જીતનો જંગ જામ્યો: રસ્તાઓ ઉપર ઉમટ્યો ઉત્સવનો માહોલ ભારતીય ક્રિકેટ ટીમે ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ૯૬ રનથી હરાવીને ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની સાથે પાછલી વખતનું ટાઇટલ સફળતાપૂર્વક ડિફેન્ડ કર્યું છે. આ જીતના સમાચાર સાથે જ વિજાપુર જિલ્લામાં ઉત્સાહનું તોફાન આવી ગયું અને લોકોમાં દેશભક્તિની લાગણી ભભૂકી ઊઠી. ફાઇનલ મેચના પ્રસારણ માટે અનેક વિસ્તારોમાં મોટા-મોટા પડદા લગાવવામાં આવ્યા હતા. ટી.બી. ચોક, આનંદપુરા ચોકડી, ડિવાઇન પાર્ટી પ્લોટ સહિતના અનેક મુખ્ય સ્થળોએ લાઇવ સ્ક્રીન પર મેચ જોવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. શરૂઆતથી જ ક્રિકેટ રસિકો અને દેશપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દરેક બોલ સાથે જોરદાર ચીયરિંગ ગુંજી ઊઠતું હતું. "વંદે માતરમ્", "ભારત માતાકી જય"ના નારા આકાશમાં ગુંજારવ કરી રહ્યા હતા અને માહોલમાં રાષ્ટ્રભક્તિની ભાવના છવાઈ ગઈ હતી. જેમ જેમ મેચ આગળ વધતી ગઈ તેમ તેમ ભારતની જીત વધુને વધુ સ્પષ્ટ થતી ગઈ. અંતિમ વિકેટ પડતાં જ સમગ્ર વિજાપુરમાં ખુશીનો ધમાકો થઈ ગયો. લોકો રસ્તાઓ પર નીકળી આવ્યા અને બાઇક-કારો પર ડીજેના તાલે નાચવા-ગાવા લાગ્યા. "હમ ઇન્ડિયા વાલે" જેવા ગીતોના બોલ ગુંજી ઊઠ્યા અને આખું વાતાવરણ ઉત્સવનું બની ગયું. યુવાનો બાઇક પર ઝંડા લહેરાવતા, હોર્ન વગાડતા અને એકબીજાને મિઠાઈઓ ખવડાવતા જોવા મળ્યા. આ જીત માત્ર ક્રિકેટની નહીં, પરંતુ દેશના ગૌરવની હતી. વિજાપુરના દરેક ખૂણે લોકોના ચહેરા પર ખુશી અને ગર્વની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ ઐતિહાસિક જીતે ફરી એક વાર સાબિત કર્યું કે ક્રિકેટ ભારતની ધમનીઓમાં વહે છે અને જ્યારે ભારત જીતે ત્યારે આખો દેશ એકસાથે ઉજવણીમાં જોડાઈ જાય છે. જય હિંદ! જય ભારત!
    1
    વિજાપુરમાં ભારતની ઐતિહાસિક જીતનો જંગ જામ્યો: રસ્તાઓ ઉપર ઉમટ્યો ઉત્સવનો માહોલ
ભારતીય ક્રિકેટ ટીમે ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ૯૬ રનથી હરાવીને ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની સાથે પાછલી વખતનું ટાઇટલ સફળતાપૂર્વક ડિફેન્ડ કર્યું છે. આ જીતના સમાચાર સાથે જ વિજાપુર જિલ્લામાં ઉત્સાહનું તોફાન આવી ગયું અને લોકોમાં દેશભક્તિની લાગણી ભભૂકી ઊઠી.
ફાઇનલ મેચના પ્રસારણ માટે અનેક વિસ્તારોમાં મોટા-મોટા પડદા લગાવવામાં આવ્યા હતા. ટી.બી. ચોક, આનંદપુરા ચોકડી, ડિવાઇન પાર્ટી પ્લોટ સહિતના અનેક મુખ્ય સ્થળોએ લાઇવ સ્ક્રીન પર મેચ જોવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. શરૂઆતથી જ ક્રિકેટ રસિકો અને દેશપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દરેક બોલ સાથે જોરદાર ચીયરિંગ ગુંજી ઊઠતું હતું. "વંદે માતરમ્", "ભારત માતાકી જય"ના નારા આકાશમાં ગુંજારવ કરી રહ્યા હતા અને માહોલમાં રાષ્ટ્રભક્તિની ભાવના છવાઈ ગઈ હતી.
જેમ જેમ મેચ આગળ વધતી ગઈ તેમ તેમ ભારતની જીત વધુને વધુ સ્પષ્ટ થતી ગઈ. અંતિમ વિકેટ પડતાં જ સમગ્ર વિજાપુરમાં ખુશીનો ધમાકો થઈ ગયો. લોકો રસ્તાઓ પર નીકળી આવ્યા અને બાઇક-કારો પર ડીજેના તાલે નાચવા-ગાવા લાગ્યા. "હમ ઇન્ડિયા વાલે" જેવા ગીતોના બોલ ગુંજી ઊઠ્યા અને આખું વાતાવરણ ઉત્સવનું બની ગયું. યુવાનો બાઇક પર ઝંડા લહેરાવતા, હોર્ન વગાડતા અને એકબીજાને મિઠાઈઓ ખવડાવતા જોવા મળ્યા.
આ જીત માત્ર ક્રિકેટની નહીં, પરંતુ દેશના ગૌરવની હતી. વિજાપુરના દરેક ખૂણે લોકોના ચહેરા પર ખુશી અને ગર્વની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ ઐતિહાસિક જીતે ફરી એક વાર સાબિત કર્યું કે ક્રિકેટ ભારતની ધમનીઓમાં વહે છે અને જ્યારે ભારત જીતે ત્યારે આખો દેશ એકસાથે ઉજવણીમાં જોડાઈ જાય છે.
જય હિંદ! જય ભારત!
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    20 hrs ago
  • પોશીના તાલુકાના લાંબડીયા ગામે ગ્રામ્ય કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
    1
    પોશીના તાલુકાના લાંબડીયા ગામે ગ્રામ્ય કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    19 hrs ago
  • મહેસાણા રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન, રાજ્ય સભા સાંસદ મયંકભાઈ નાયકે પૂછ્યો પ્રશ્ન સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) અંતર્ગત SC, ST અને OBC સમુદાયના વિકાસ મુદે પૂછ્યો પ્રશ્ન ગુજરાતના સાંસદ મયંકભાઈ નાયકે પછાત વર્ગોના હિતમાં પૂછ્યો પ્રશ્ન સરકાર પાસે SC અને ST સમુદાય માટે વિશેષ યોજનાઓ છે, પરંતુ OBC કેટેગરીમાં આવતા ગોમંતુ (NT/DNT - વિચરતી અને વિમુક્ત જાતિ) સમાજના લોકો હજુ પણ આર્થિક રીતે પાછળ છે. આ સમાજના પ્રતિભાશાળી ઉદ્યમીઓને મુખ્ય ધારામાં લાવવા અને તેમના ઉદ્યોગોને વેગ આપવા માટે MSME મંત્રાલય પાસે કઈ સ્પેશિયલ કેટેગરી કે યોજના છે? જેના જવાબ માં જિતન રામ માંઝી (કેન્દ્રીય મંત્રી) નો જવાબ: ભારત સરકારની નીતિ મુજબ, જે રીતે SC/ST સમુદાયને પ્રોત્સાહન આપવામાં આવે છે, તે જ રીતે OBC ઉદ્યમીઓને પણ સમાન મહત્વ આપવામાં આવે છે. તાલીમ અને માર્કેટિંગ OBC સમાજના લોકો જો પોતાનો ઉદ્યોગ સ્થાપવા માંગતા હોય, તો તેમને જરૂરી ટેકનિકલ તાલીમ (Training) અને ઉત્પાદિત માલના માર્કેટિંગ માટે સરકાર પૂરતી સહાય પૂરી પાડે છે. સરકારી ખરીદી પ્રક્રિયામાં જે રીતે SC/ST માટે 4% નું લક્ષ્ય નિર્ધારિત છે, તે જ રીતે OBC ઉદ્યમીઓને પણ સરકારી ખરીદીમાં પ્રાથમિકતા આપીને મદદ કરવામાં આવી રહી છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે વિચરતી જાતિના ઉદ્યમીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને તેઓ ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધે તે સરકારની પ્રાથમિકતા છે.
    1
    મહેસાણા 
રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન, રાજ્ય સભા સાંસદ મયંકભાઈ નાયકે પૂછ્યો પ્રશ્ન
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) અંતર્ગત SC, ST અને OBC સમુદાયના વિકાસ મુદે પૂછ્યો પ્રશ્ન 
ગુજરાતના સાંસદ મયંકભાઈ નાયકે પછાત વર્ગોના હિતમાં પૂછ્યો પ્રશ્ન 
સરકાર પાસે SC અને ST સમુદાય માટે વિશેષ યોજનાઓ છે, પરંતુ OBC કેટેગરીમાં આવતા ગોમંતુ (NT/DNT - વિચરતી અને વિમુક્ત જાતિ) સમાજના લોકો હજુ પણ આર્થિક રીતે પાછળ છે.
આ સમાજના પ્રતિભાશાળી ઉદ્યમીઓને મુખ્ય ધારામાં લાવવા અને તેમના ઉદ્યોગોને વેગ આપવા માટે MSME મંત્રાલય પાસે કઈ સ્પેશિયલ કેટેગરી કે યોજના છે?
જેના જવાબ માં જિતન રામ માંઝી (કેન્દ્રીય મંત્રી) નો જવાબ:
ભારત સરકારની નીતિ મુજબ, જે રીતે SC/ST સમુદાયને પ્રોત્સાહન આપવામાં આવે છે, તે જ રીતે OBC ઉદ્યમીઓને પણ સમાન મહત્વ આપવામાં આવે છે.
તાલીમ અને માર્કેટિંગ OBC સમાજના લોકો જો પોતાનો ઉદ્યોગ સ્થાપવા માંગતા હોય, તો તેમને જરૂરી ટેકનિકલ તાલીમ (Training) અને ઉત્પાદિત માલના માર્કેટિંગ માટે સરકાર પૂરતી સહાય પૂરી પાડે છે.
સરકારી ખરીદી પ્રક્રિયામાં જે રીતે SC/ST માટે 4% નું લક્ષ્ય નિર્ધારિત છે, તે જ રીતે OBC ઉદ્યમીઓને પણ સરકારી ખરીદીમાં પ્રાથમિકતા આપીને મદદ કરવામાં આવી રહી છે.
મંત્રીએ સ્પષ્ટ કર્યું કે વિચરતી જાતિના ઉદ્યમીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને તેઓ ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધે તે સરકારની પ્રાથમિકતા છે.
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    18 hrs ago
  • Post by Riyaj Ghachi
    1
    Post by Riyaj Ghachi
    user_Riyaj Ghachi
    Riyaj Ghachi
    માલપુર, અરવલ્લી, ગુજરાત•
    18 hrs ago
  • વડાલી તાલુકાના કેશરગંજ ગામમાં એક ખેતમજૂર મહિલાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાને પગલે પાંચ બાળકોએ તેમની માતા ગુમાવી છે. મહિલાના આપઘાતનું કારણ હજુ અગમ્ય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ પોશીના તાલુકાના વલસાડી ગામના વતની અને હાલ વડાલીના કેશરગંજ મુકામે ખેતરમાં મજૂરીકામ કરતા અમિયાબેન બકાભાઈ બુબડીયા (આશરે ૩૦ વર્ષ) એ પોતાના રહેઠાણના સ્થળે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તેઓ ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઘટનાની જાણ થતા જ વડાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મહિલાએ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગેની તપાસ ચાલી રહી છે. વડાલી પોલીસે હાલમાં અકસ્માત મોત (A.D.) નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    1
    વડાલી તાલુકાના કેશરગંજ ગામમાં એક ખેતમજૂર મહિલાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાને પગલે પાંચ બાળકોએ તેમની માતા ગુમાવી છે. મહિલાના આપઘાતનું કારણ હજુ અગમ્ય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ પોશીના તાલુકાના વલસાડી ગામના વતની અને હાલ વડાલીના કેશરગંજ મુકામે ખેતરમાં મજૂરીકામ કરતા અમિયાબેન બકાભાઈ બુબડીયા (આશરે ૩૦ વર્ષ) એ પોતાના રહેઠાણના સ્થળે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તેઓ ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
ઘટનાની જાણ થતા જ વડાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મહિલાએ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગેની તપાસ ચાલી રહી છે.
વડાલી પોલીસે હાલમાં અકસ્માત મોત (A.D.) નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    23 hrs ago
  • સુરત: પાંડેસરા વિસ્તારમાં આવેલી પારસ મિલમાં બનેલી દુર્ઘટના મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધ્યો છે. આ દુર્ઘટનામાં ચાર શ્રમિકોના મોત થયા હતા, જેને લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પ્રાથમિક તપાસના આધારે બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કેસ નોંધ્યો છે. કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તા વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન જો આ દુર્ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ જવાબદાર હોવાનું બહાર આવશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પાંડેસરા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
    1
    સુરત: પાંડેસરા વિસ્તારમાં આવેલી પારસ મિલમાં બનેલી દુર્ઘટના મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધ્યો છે. આ દુર્ઘટનામાં ચાર શ્રમિકોના મોત થયા હતા, જેને લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે પ્રાથમિક તપાસના આધારે બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કેસ નોંધ્યો છે. કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તા વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન જો આ દુર્ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ જવાબદાર હોવાનું બહાર આવશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
હાલ પાંડેસરા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    42 min ago
  • Post by Artist Satyam
    1
    Post by Artist Satyam
    user_Artist Satyam
    Artist Satyam
    Video Creator Sabarmati, Ahmadabad•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.