Shuru
Apke Nagar Ki App…
ઉનાળાની સિઝનમાં લોકો શરબત ગોતો ખાવા લાગ્યા ગરમી વધારે હોવાના કારણે
Riyaj Ghachi
ઉનાળાની સિઝનમાં લોકો શરબત ગોતો ખાવા લાગ્યા ગરમી વધારે હોવાના કારણે
More news from Kheda and nearby areas
- ગુજરાત એસ. ટી. મકરપુરા ડેપો વડોદરા.1
- વાસ્મો યોજનામાં લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નલ સે જલ યોજનામાં પોશીના તાલુકાના ખરણીયા ગામે ઘરે-ઘરે પીવાનું પાણી મળી રહે તે માટે નળ કનેક્શન આપવામાં આવેલ વર્ષ 2021માં વાસ્મો યોજનામાં ખરણીયા ગામે હર ઘર નળ શે જલ યોજનામાં નાખવામાં આવેલ પાણીના કનેક્શન તેમ જ ઘરે ઘરે આપવામાં આવેલ નળ કનેક્શન સમયની સાથે ગાયબ થઈ જતા લાખો રૂપિયાનો ખર્ચ પ્રજાહિત માટે બનાવેલ આ યોજના જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની કમાઈનું માત્ર સાધન બનતા આજે ખરણીયા ગામે આ યોજનામાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું નામ માત્ર થયેલ આ કામગીરીમાં પોશીના તાલુકામાં કરોડો રૂપિયા નો વાસ્મો યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાથી છતાં જાડી ચામડીના નેતાઓ અને અધિકારીઓના પેટનું પાણી નથી હલી રહ્યું1
- વિજાપુરમાં ભારતની ઐતિહાસિક જીતનો જંગ જામ્યો: રસ્તાઓ ઉપર ઉમટ્યો ઉત્સવનો માહોલ ભારતીય ક્રિકેટ ટીમે ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ૯૬ રનથી હરાવીને ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની સાથે પાછલી વખતનું ટાઇટલ સફળતાપૂર્વક ડિફેન્ડ કર્યું છે. આ જીતના સમાચાર સાથે જ વિજાપુર જિલ્લામાં ઉત્સાહનું તોફાન આવી ગયું અને લોકોમાં દેશભક્તિની લાગણી ભભૂકી ઊઠી. ફાઇનલ મેચના પ્રસારણ માટે અનેક વિસ્તારોમાં મોટા-મોટા પડદા લગાવવામાં આવ્યા હતા. ટી.બી. ચોક, આનંદપુરા ચોકડી, ડિવાઇન પાર્ટી પ્લોટ સહિતના અનેક મુખ્ય સ્થળોએ લાઇવ સ્ક્રીન પર મેચ જોવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. શરૂઆતથી જ ક્રિકેટ રસિકો અને દેશપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દરેક બોલ સાથે જોરદાર ચીયરિંગ ગુંજી ઊઠતું હતું. "વંદે માતરમ્", "ભારત માતાકી જય"ના નારા આકાશમાં ગુંજારવ કરી રહ્યા હતા અને માહોલમાં રાષ્ટ્રભક્તિની ભાવના છવાઈ ગઈ હતી. જેમ જેમ મેચ આગળ વધતી ગઈ તેમ તેમ ભારતની જીત વધુને વધુ સ્પષ્ટ થતી ગઈ. અંતિમ વિકેટ પડતાં જ સમગ્ર વિજાપુરમાં ખુશીનો ધમાકો થઈ ગયો. લોકો રસ્તાઓ પર નીકળી આવ્યા અને બાઇક-કારો પર ડીજેના તાલે નાચવા-ગાવા લાગ્યા. "હમ ઇન્ડિયા વાલે" જેવા ગીતોના બોલ ગુંજી ઊઠ્યા અને આખું વાતાવરણ ઉત્સવનું બની ગયું. યુવાનો બાઇક પર ઝંડા લહેરાવતા, હોર્ન વગાડતા અને એકબીજાને મિઠાઈઓ ખવડાવતા જોવા મળ્યા. આ જીત માત્ર ક્રિકેટની નહીં, પરંતુ દેશના ગૌરવની હતી. વિજાપુરના દરેક ખૂણે લોકોના ચહેરા પર ખુશી અને ગર્વની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ ઐતિહાસિક જીતે ફરી એક વાર સાબિત કર્યું કે ક્રિકેટ ભારતની ધમનીઓમાં વહે છે અને જ્યારે ભારત જીતે ત્યારે આખો દેશ એકસાથે ઉજવણીમાં જોડાઈ જાય છે. જય હિંદ! જય ભારત!1
- વડાલી પંથકમાં ઓનલાઈન ઠગાઈના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઠગબાજો હવે લોકોની દેશભક્તિનો લાભ ઉઠાવી 'ભારતીય સેના'ના નામે છેતરપિંડીના નવા કીમિયા અજમાવી રહ્યા છે. આવો જ એક બનાવ વડાલીમાં સામે આવ્યો છે, જ્યાં એક મિનરલ વોટર પ્લાન્ટના માલિકની સતર્કતાને કારણે મોટી ડિજિટલ છેતરપિંડી ટળી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, વડાલીમાં 'પ્રમુખ મિનરલ વોટર' પ્લાન્ટ ચલાવતા પ્રફુલભાઈ પટેલને શુક્રવારે બપોરે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાને ભારતીય સેનાનો સભ્ય ગણાવી વડાલીની આઈટીઆઈ કોલેજમાં આર્મી કેમ્પ ચાલતો હોવાનો દાવો કર્યો હતો. તેણે આ કેમ્પને 'સિક્રેટ મિશન' ગણાવી બહાર કોઈને જાણ ન કરવા જણાવ્યું હતું. ઠગબાજે પ્રફુલભાઈને આગામી ૩૦ દિવસ સુધી દરરોજ ૫૦ પાણીની બોટલોની જરૂર પડશે તેમ જણાવ્યું. ભારતીય સેનાનું નામ સાંભળીને પ્રફુલભાઈએ વિશ્વાસ રાખી ગાડીમાં પાણીની બોટલો ભરી આઈટીઆઈ કોલેજ તરફ મોકલી આપી હતી. ગાડી કોલેજ પહોંચતા જ ઠગબાજોએ ફરી ફોન કરી ગાડીનો ફોટો મોકલવા કહ્યું, જેથી તેઓ ઓનલાઈન ગેટપાસ બનાવી શકે. ત્યારબાદ વિશ્વાસ વધારવા માટે તેમણે એક મહિનાના ઓર્ડર બદલ રૂ. ૩૭,૫૦૦નું બિલ ગૂગલ પે અથવા ફોન પે દ્વારા તરત જ જમા કરાવવાની વાત કરી. જોકે, જ્યારે પ્રફુલભાઈએ પોતાનો નંબર આપ્યો ત્યારે ઠગબાજોએ નવી શરત મૂકી કે જે બેંક ખાતું ચાલુ ન હોય અથવા કોઈ યુપીઆઈ સાથે લિંક ન હોય તેવા ખાતાની વિગતો આપવી. આ અજીબ માંગણી સાંભળતા જ પ્રફુલભાઈને શંકા ગઈ. તેમને સમજાયું કે ભારતીય સેના જેવી શિસ્તબદ્ધ સંસ્થા આ પ્રકારના શંકાસ્પદ ઓનલાઈન વ્યવહાર કરતી નથી. પરિસ્થિતિ સમજી પ્રફુલભાઈએ તરત જ ફોન કાપી નાખ્યો અને ત્યારબાદ આવતા તમામ કોલ્સ સ્વીકારવાનું બંધ કરી દીધું. પરિણામે, આર્મીના નામે રચાયેલ ડિજિટલ લૂંટનો આ ખેલ નિષ્ફળ ગયો. આ અંગે પ્રફુલભાઈ પટેલે વડાલી પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને અન્ય કોઈ વેપારી આ પ્રકારની ઠગાઈનો ભોગ ન બને તે માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.1
- Post by Artist Satyam1
- 💔❤️yuo🕎♋⭕🈶8
- પોશીના તાલુકાના લાંબડીયા ગામે તારીખ 9 3 2026 ના રોજ સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં લાંબડીયા દેડકા પોલાપાણ ખરણીયા ટેબડાના દોતડઅને માલવાસ ગામનો સમાવેશ કરવામાં આવેલ જોકે હાલમાં ઘઉંની સિઝન ચાલી રહી હોય સેવાસેતુ કાર્યક્રમમાં ગણ્યા ગાંઠયા લોકો જોવા મળે આઈ સી ડી એસ આરોગ્ય વિભાગ યુ જી વી સી એલ જનસેવા કેન્દ્ર હેલ્થ ડેસ્ક પશુ વિભાગ આઈ ટી આઈ પ્રાકૃતિક ખેતીની સાથે આધાર કાર્ડ જાતિ આવક માગદર્શ રેશનકાર્ડ સમેતની કામગીરી આ સેવા સેતુ કાર્યક્રમમાં રાખવામાં આવેલ જેમાં સંબંધીત વિભાગના કર્મચારીઓ હાજર રહી અરજદારોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ જોકે અહીંયા સેવાસેતુ કાર્યક્રમમાં અરજદરોની પાંખી હાજરી આંખે વાગીને જોવા મળેલ1
- સાબરકાંઠા જિલ્લાના ઈડર-વડાલી હાઈવે પર રાત્રિના સમયે બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા વડાલી સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ઈડર-વડાલી હાઈવે પર જેતપુર પાટિયા અને રામપુર ચોકડી વચ્ચે રાત્રિના સમયે બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વડાલી શહેરના અમૃતભાઈ કાળાભાઈ સગર, વિષ્ણુભાઈ અમૃતભાઈ સગર અને અન્ય બે વ્યક્તિઓ સહિત કુલ ચાર લોકો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેના પગલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક વડાલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ, તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે તેમને અન્યત્ર રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે વડાલી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે સગર સમાજના આગેવાન રણજીત સગરે જણાવ્યું હતું કે, રામપુર પાટિયા નજીક સ્ટ્રીટ લાઈટની સુવિધાના અભાવે વારંવાર અકસ્માતો સર્જાય છે. તેમણે ઉમેર્યું કે, આ અંગે અગાઉ પણ સંબંધિત તંત્રને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં રાત્રિના સમયે વાહનચાલકોને લાઈટના અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રણજીત સગરે સરકાર, સ્થાનિક ધારાસભ્ય રમણલાલ વોરા અને સંબંધિત અધિકારીઓને અપીલ કરી છે કે, નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકતા આવા અકસ્માતોને રોકવા માટે રામપુર પાટિયા વિસ્તારમાં તાત્કાલિક સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવામાં આવે.1
- Post by Artist Satyam1