logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ઇડરના ચિત્રોડા અને ચોરીવાડ ગામે રસ્તાના દબાણો દૂર કરાયા મુખ્યમંત્રીશ્રીના ‘સ્વાગત’ કાર્યક્રમ હેઠળ મળેલી અરજીઓનો ત્વરિત નિકાલ: પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની કામગીરી રાજ્ય સરકારના પ્રજાભિમુખ અભિગમ ‘સ્વાગત’ (SWAGAT) કાર્યક્રમ હેઠળ મળેલી દબાણની રજૂઆતોને પગલે જિલ્લા વહીવટી તંત્રે લાલ આંખ કરી છે. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ચિત્રોડા અને ચોરીવાડ ગામોમાં વર્ષોથી અવરોધરૂપ બનેલા રસ્તાના દબાણો દૂર કરી અરજદારોને ન્યાય અપાવવામાં આવ્યો છે. ચિત્રોડા ગામે રસ્તાનું દબાણ હટાવાયું ચિત્રોડા ગામના અરજદાર જ્યોત્સનાબેન મગનભાઈ વણકર દ્વારા તેમના ઘર તરફ જતા રસ્તામાં નડતરરૂપ દબાણ બાબતે તાલુકા ‘સ્વાગત’ કાર્યક્રમમાં અરજી કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે તાલુકા પંચાયત દ્વારા રસ્તાની જગ્યાની ચોક્કસ માપણી કરવામાં આવી હતી. માપણી બાદ પોલીસ પ્રોટેક્શન હેઠળ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓની હાજરીમાં આ દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.ચોરીવાડ ગામે ૧૩ ઘરોના નડતરરૂપ દબાણો પર તવાઈ ચોરીવાડ ગામના પટેલ ફળિયામાં ખેતર તરફ જતો રસ્તો દબાણના કારણે સાંકડો થઈ ગયો હતો. ખેતરમાં બટેકાના પાકને લાવવા-લઈ જવા માટે વાહન જઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી ખેડૂતે મુખ્યમંત્રીશ્રીના ‘સ્વાગત’ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી. ખાસ કિસ્સામાં રવિવારે કામગીરી: હાલમાં વિધાનસભા સત્ર અને બોર્ડની પરીક્ષાઓ ચાલતી હોવાથી ચાલુ દિવસોમાં પોલીસ બંદોબસ્ત મળવો મુશ્કેલ હતો. પરંતુ, ખેડૂતોની હાલાકીને ધ્યાને રાખી કલેક્ટરશ્રીની ખાસ સૂચનાથી રવિવારના રોજ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સ્ટાફે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી ૧૩ જેટલા ઘરોના રસ્તાને નડતરરૂપ ભાગોને દૂર કર્યા હતા.

17 hrs ago
user_Digesh kadiya
Digesh kadiya
હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
17 hrs ago

ઇડરના ચિત્રોડા અને ચોરીવાડ ગામે રસ્તાના દબાણો દૂર કરાયા મુખ્યમંત્રીશ્રીના ‘સ્વાગત’ કાર્યક્રમ હેઠળ મળેલી અરજીઓનો ત્વરિત નિકાલ: પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની કામગીરી રાજ્ય સરકારના પ્રજાભિમુખ અભિગમ ‘સ્વાગત’ (SWAGAT) કાર્યક્રમ હેઠળ મળેલી દબાણની રજૂઆતોને પગલે જિલ્લા વહીવટી તંત્રે લાલ આંખ કરી છે. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ચિત્રોડા અને ચોરીવાડ ગામોમાં વર્ષોથી અવરોધરૂપ બનેલા રસ્તાના દબાણો દૂર કરી અરજદારોને ન્યાય અપાવવામાં આવ્યો છે. ચિત્રોડા ગામે રસ્તાનું દબાણ હટાવાયું ચિત્રોડા ગામના અરજદાર જ્યોત્સનાબેન મગનભાઈ વણકર દ્વારા તેમના ઘર તરફ જતા રસ્તામાં નડતરરૂપ દબાણ બાબતે તાલુકા ‘સ્વાગત’ કાર્યક્રમમાં અરજી કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે તાલુકા પંચાયત દ્વારા રસ્તાની જગ્યાની ચોક્કસ માપણી કરવામાં આવી હતી. માપણી બાદ પોલીસ પ્રોટેક્શન હેઠળ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓની હાજરીમાં આ દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.ચોરીવાડ ગામે ૧૩ ઘરોના નડતરરૂપ દબાણો પર તવાઈ ચોરીવાડ ગામના પટેલ ફળિયામાં ખેતર તરફ જતો રસ્તો દબાણના કારણે સાંકડો થઈ ગયો હતો. ખેતરમાં બટેકાના પાકને લાવવા-લઈ જવા માટે વાહન જઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી ખેડૂતે મુખ્યમંત્રીશ્રીના ‘સ્વાગત’ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી. ખાસ કિસ્સામાં રવિવારે કામગીરી: હાલમાં વિધાનસભા સત્ર અને બોર્ડની પરીક્ષાઓ ચાલતી હોવાથી ચાલુ દિવસોમાં પોલીસ બંદોબસ્ત મળવો મુશ્કેલ હતો. પરંતુ, ખેડૂતોની હાલાકીને ધ્યાને રાખી કલેક્ટરશ્રીની ખાસ સૂચનાથી રવિવારના રોજ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સ્ટાફે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી ૧૩ જેટલા ઘરોના રસ્તાને નડતરરૂપ ભાગોને દૂર કર્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • વડાલી તાલુકાના ડોભાડા ચોકડી નજીક આવેલા એક ખેતરમાં ખેતમજૂરો માટે બનાવેલા છાપરામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ વડાલી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, વિષ્ણુસિંહ કોદરસિંહ પરમારના ખેતરમાં બનેલા આ છાપરામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા દેખાતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગની જાણ વડાલી ફાયર બ્રિગેડને કરવામાં આવતા, ફાયર બ્રિગેડની ટીમના મિલન ઠાકોર, અશ્વિન વણકર અને બ્રિજેશ પરમાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે ઝડપથી કાર્યવાહી કરીને આગને વધુ ફેલાતી અટકાવી તેના પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    1
    વડાલી તાલુકાના ડોભાડા ચોકડી નજીક આવેલા એક ખેતરમાં ખેતમજૂરો માટે બનાવેલા છાપરામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ વડાલી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિષ્ણુસિંહ કોદરસિંહ પરમારના ખેતરમાં બનેલા આ છાપરામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા દેખાતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આગની જાણ વડાલી ફાયર બ્રિગેડને કરવામાં આવતા, ફાયર બ્રિગેડની ટીમના મિલન ઠાકોર, અશ્વિન વણકર અને બ્રિજેશ પરમાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે ઝડપથી કાર્યવાહી કરીને આગને વધુ ફેલાતી અટકાવી તેના પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.
આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    46 min ago
  • પોશીના તાલુકાના લાંબડીયા ગામે તારીખ 9 3 2026 ના રોજ સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં લાંબડીયા દેડકા પોલાપાણ ખરણીયા ટેબડાના દોતડઅને માલવાસ ગામનો સમાવેશ કરવામાં આવેલ જોકે હાલમાં ઘઉંની સિઝન ચાલી રહી હોય સેવાસેતુ કાર્યક્રમમાં ગણ્યા ગાંઠયા લોકો જોવા મળે આઈ સી ડી એસ આરોગ્ય વિભાગ યુ જી વી સી એલ જનસેવા કેન્દ્ર હેલ્થ ડેસ્ક પશુ વિભાગ આઈ ટી આઈ પ્રાકૃતિક ખેતીની સાથે આધાર કાર્ડ જાતિ આવક માગદર્શ રેશનકાર્ડ સમેતની કામગીરી આ સેવા સેતુ કાર્યક્રમમાં રાખવામાં આવેલ જેમાં સંબંધીત વિભાગના કર્મચારીઓ હાજર રહી અરજદારોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ જોકે અહીંયા સેવાસેતુ કાર્યક્રમમાં અરજદરોની પાંખી હાજરી આંખે વાગીને જોવા મળેલ
    1
    પોશીના તાલુકાના લાંબડીયા ગામે તારીખ 9 3 2026 ના રોજ સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં લાંબડીયા દેડકા પોલાપાણ ખરણીયા ટેબડાના દોતડઅને માલવાસ ગામનો સમાવેશ કરવામાં આવેલ જોકે હાલમાં ઘઉંની સિઝન ચાલી રહી હોય  સેવાસેતુ કાર્યક્રમમાં ગણ્યા ગાંઠયા લોકો જોવા મળે આઈ સી ડી એસ આરોગ્ય વિભાગ યુ જી વી સી એલ જનસેવા કેન્દ્ર હેલ્થ  ડેસ્ક પશુ વિભાગ આઈ ટી આઈ પ્રાકૃતિક ખેતીની સાથે આધાર કાર્ડ જાતિ આવક માગદર્શ
રેશનકાર્ડ સમેતની કામગીરી આ સેવા સેતુ કાર્યક્રમમાં રાખવામાં આવેલ જેમાં સંબંધીત વિભાગના કર્મચારીઓ હાજર રહી અરજદારોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ જોકે અહીંયા સેવાસેતુ કાર્યક્રમમાં અરજદરોની પાંખી હાજરી આંખે વાગીને જોવા મળેલ
    user_Press reporter
    Press reporter
    पत्रकार Sabarkantha, Gujarat•
    20 hrs ago
  • વિજાપુરમાં ભારતની ઐતિહાસિક જીતનો જંગ જામ્યો: રસ્તાઓ ઉપર ઉમટ્યો ઉત્સવનો માહોલ ભારતીય ક્રિકેટ ટીમે ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ૯૬ રનથી હરાવીને ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની સાથે પાછલી વખતનું ટાઇટલ સફળતાપૂર્વક ડિફેન્ડ કર્યું છે. આ જીતના સમાચાર સાથે જ વિજાપુર જિલ્લામાં ઉત્સાહનું તોફાન આવી ગયું અને લોકોમાં દેશભક્તિની લાગણી ભભૂકી ઊઠી. ફાઇનલ મેચના પ્રસારણ માટે અનેક વિસ્તારોમાં મોટા-મોટા પડદા લગાવવામાં આવ્યા હતા. ટી.બી. ચોક, આનંદપુરા ચોકડી, ડિવાઇન પાર્ટી પ્લોટ સહિતના અનેક મુખ્ય સ્થળોએ લાઇવ સ્ક્રીન પર મેચ જોવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. શરૂઆતથી જ ક્રિકેટ રસિકો અને દેશપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દરેક બોલ સાથે જોરદાર ચીયરિંગ ગુંજી ઊઠતું હતું. "વંદે માતરમ્", "ભારત માતાકી જય"ના નારા આકાશમાં ગુંજારવ કરી રહ્યા હતા અને માહોલમાં રાષ્ટ્રભક્તિની ભાવના છવાઈ ગઈ હતી. જેમ જેમ મેચ આગળ વધતી ગઈ તેમ તેમ ભારતની જીત વધુને વધુ સ્પષ્ટ થતી ગઈ. અંતિમ વિકેટ પડતાં જ સમગ્ર વિજાપુરમાં ખુશીનો ધમાકો થઈ ગયો. લોકો રસ્તાઓ પર નીકળી આવ્યા અને બાઇક-કારો પર ડીજેના તાલે નાચવા-ગાવા લાગ્યા. "હમ ઇન્ડિયા વાલે" જેવા ગીતોના બોલ ગુંજી ઊઠ્યા અને આખું વાતાવરણ ઉત્સવનું બની ગયું. યુવાનો બાઇક પર ઝંડા લહેરાવતા, હોર્ન વગાડતા અને એકબીજાને મિઠાઈઓ ખવડાવતા જોવા મળ્યા. આ જીત માત્ર ક્રિકેટની નહીં, પરંતુ દેશના ગૌરવની હતી. વિજાપુરના દરેક ખૂણે લોકોના ચહેરા પર ખુશી અને ગર્વની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ ઐતિહાસિક જીતે ફરી એક વાર સાબિત કર્યું કે ક્રિકેટ ભારતની ધમનીઓમાં વહે છે અને જ્યારે ભારત જીતે ત્યારે આખો દેશ એકસાથે ઉજવણીમાં જોડાઈ જાય છે. જય હિંદ! જય ભારત!
    1
    વિજાપુરમાં ભારતની ઐતિહાસિક જીતનો જંગ જામ્યો: રસ્તાઓ ઉપર ઉમટ્યો ઉત્સવનો માહોલ
ભારતીય ક્રિકેટ ટીમે ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ૯૬ રનથી હરાવીને ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની સાથે પાછલી વખતનું ટાઇટલ સફળતાપૂર્વક ડિફેન્ડ કર્યું છે. આ જીતના સમાચાર સાથે જ વિજાપુર જિલ્લામાં ઉત્સાહનું તોફાન આવી ગયું અને લોકોમાં દેશભક્તિની લાગણી ભભૂકી ઊઠી.
ફાઇનલ મેચના પ્રસારણ માટે અનેક વિસ્તારોમાં મોટા-મોટા પડદા લગાવવામાં આવ્યા હતા. ટી.બી. ચોક, આનંદપુરા ચોકડી, ડિવાઇન પાર્ટી પ્લોટ સહિતના અનેક મુખ્ય સ્થળોએ લાઇવ સ્ક્રીન પર મેચ જોવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. શરૂઆતથી જ ક્રિકેટ રસિકો અને દેશપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દરેક બોલ સાથે જોરદાર ચીયરિંગ ગુંજી ઊઠતું હતું. "વંદે માતરમ્", "ભારત માતાકી જય"ના નારા આકાશમાં ગુંજારવ કરી રહ્યા હતા અને માહોલમાં રાષ્ટ્રભક્તિની ભાવના છવાઈ ગઈ હતી.
જેમ જેમ મેચ આગળ વધતી ગઈ તેમ તેમ ભારતની જીત વધુને વધુ સ્પષ્ટ થતી ગઈ. અંતિમ વિકેટ પડતાં જ સમગ્ર વિજાપુરમાં ખુશીનો ધમાકો થઈ ગયો. લોકો રસ્તાઓ પર નીકળી આવ્યા અને બાઇક-કારો પર ડીજેના તાલે નાચવા-ગાવા લાગ્યા. "હમ ઇન્ડિયા વાલે" જેવા ગીતોના બોલ ગુંજી ઊઠ્યા અને આખું વાતાવરણ ઉત્સવનું બની ગયું. યુવાનો બાઇક પર ઝંડા લહેરાવતા, હોર્ન વગાડતા અને એકબીજાને મિઠાઈઓ ખવડાવતા જોવા મળ્યા.
આ જીત માત્ર ક્રિકેટની નહીં, પરંતુ દેશના ગૌરવની હતી. વિજાપુરના દરેક ખૂણે લોકોના ચહેરા પર ખુશી અને ગર્વની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ ઐતિહાસિક જીતે ફરી એક વાર સાબિત કર્યું કે ક્રિકેટ ભારતની ધમનીઓમાં વહે છે અને જ્યારે ભારત જીતે ત્યારે આખો દેશ એકસાથે ઉજવણીમાં જોડાઈ જાય છે.
જય હિંદ! જય ભારત!
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    22 hrs ago
  • Post by Artist Satyam
    1
    Post by Artist Satyam
    user_Artist Satyam
    Artist Satyam
    Video Creator Sabarmati, Ahmadabad•
    9 hrs ago
  • Post by સરદાર સંદેશ ન્યુઝ
    1
    Post by સરદાર સંદેશ ન્યુઝ
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Photographer વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 10/3/26, મંગળવાર
    1
    આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 10/3/26, મંગળવાર
    user_VADGAM SAMACHAR PUSHKAR Goswam
    VADGAM SAMACHAR PUSHKAR Goswam
    Abarth dealer વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • વડાલી પંથકમાં આ વર્ષે ઉનાળાની શરૂઆત વહેલી થઈ છે, જેના કારણે માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. વડાલી શહેરનું મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. હોળી-ધૂળેટી પર્વ પૂર્ણ થયા બાદ ઠંડીની અસર ઘટી ગઈ છે અને સૂર્યનો તાપ આકરો બન્યો છે. બપોરના સમયે અંગ દઝાડતી ગરમી અને લૂના કારણે વડાલી શહેરના મુખ્ય માર્ગો તેમજ હાઈવે પર વાહનવ્યવહાર ઓછો જોવા મળ્યો હતો. બપોરે 12 થી સાંજના 4 વાગ્યા દરમિયાન ગરમીનો તાપ વધુ રહેતા લોકો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. પરિણામે, શહેરના બજારો અને જાહેર સ્થળોએ પણ ઓછી ભીડ જોવા મળી હતી. ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાં, છાસ, નારિયેળ પાણી તેમજ એસી-કુલરનો સહારો લઈ રહ્યા છે. બીજી તરફ, મજૂર વર્ગ અને ખુલ્લામાં કામ કરતા લોકોને વધતા તાપમાનના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
    4
    વડાલી પંથકમાં આ વર્ષે ઉનાળાની શરૂઆત વહેલી થઈ છે, જેના કારણે માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. વડાલી શહેરનું મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. હોળી-ધૂળેટી પર્વ પૂર્ણ થયા બાદ ઠંડીની અસર ઘટી ગઈ છે અને સૂર્યનો તાપ આકરો બન્યો છે.
બપોરના સમયે અંગ દઝાડતી ગરમી અને લૂના કારણે વડાલી શહેરના મુખ્ય માર્ગો તેમજ હાઈવે પર વાહનવ્યવહાર ઓછો જોવા મળ્યો હતો. બપોરે 12 થી સાંજના 4 વાગ્યા દરમિયાન ગરમીનો તાપ વધુ રહેતા લોકો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. પરિણામે, શહેરના બજારો અને જાહેર સ્થળોએ પણ ઓછી ભીડ જોવા મળી હતી.
ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાં, છાસ, નારિયેળ પાણી તેમજ એસી-કુલરનો સહારો લઈ રહ્યા છે. બીજી તરફ, મજૂર વર્ગ અને ખુલ્લામાં કામ કરતા લોકોને વધતા તાપમાનના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    48 min ago
  • Post by Artist Satyam
    1
    Post by Artist Satyam
    user_Artist Satyam
    Artist Satyam
    Video Creator Sabarmati, Ahmadabad•
    9 hrs ago
  • સુરત: પાંડેસરા વિસ્તારમાં આવેલી પારસ મિલમાં બનેલી દુર્ઘટના મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધ્યો છે. આ દુર્ઘટનામાં ચાર શ્રમિકોના મોત થયા હતા, જેને લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પ્રાથમિક તપાસના આધારે બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કેસ નોંધ્યો છે. કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તા વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન જો આ દુર્ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ જવાબદાર હોવાનું બહાર આવશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પાંડેસરા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
    1
    સુરત: પાંડેસરા વિસ્તારમાં આવેલી પારસ મિલમાં બનેલી દુર્ઘટના મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધ્યો છે. આ દુર્ઘટનામાં ચાર શ્રમિકોના મોત થયા હતા, જેને લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે પ્રાથમિક તપાસના આધારે બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કેસ નોંધ્યો છે. કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તા વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન જો આ દુર્ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ જવાબદાર હોવાનું બહાર આવશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
હાલ પાંડેસરા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.