Shuru
Apke Nagar Ki App…
લાઈવ દર્શન આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 10/3/26, મંગળવાર
VADGAM SAMACHAR PUSHKAR Goswam
લાઈવ દર્શન આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 10/3/26, મંગળવાર
More news from ગુજરાત and nearby areas
- આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 10/3/26, મંગળવાર1
- Post by Nationgujarat.com1
- શુભમ પાર્ટી પ્લોટ સામે ક્રિષ્ના વુડ વર્કસ ની બાજુમાં લાગી આગ ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે આવતા આગને કાબુમાં લેવામાં આવી1
- મુખ્યમંત્રીશ્રીના ‘સ્વાગત’ કાર્યક્રમ હેઠળ મળેલી અરજીઓનો ત્વરિત નિકાલ: પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની કામગીરી રાજ્ય સરકારના પ્રજાભિમુખ અભિગમ ‘સ્વાગત’ (SWAGAT) કાર્યક્રમ હેઠળ મળેલી દબાણની રજૂઆતોને પગલે જિલ્લા વહીવટી તંત્રે લાલ આંખ કરી છે. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ચિત્રોડા અને ચોરીવાડ ગામોમાં વર્ષોથી અવરોધરૂપ બનેલા રસ્તાના દબાણો દૂર કરી અરજદારોને ન્યાય અપાવવામાં આવ્યો છે. ચિત્રોડા ગામે રસ્તાનું દબાણ હટાવાયું ચિત્રોડા ગામના અરજદાર જ્યોત્સનાબેન મગનભાઈ વણકર દ્વારા તેમના ઘર તરફ જતા રસ્તામાં નડતરરૂપ દબાણ બાબતે તાલુકા ‘સ્વાગત’ કાર્યક્રમમાં અરજી કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે તાલુકા પંચાયત દ્વારા રસ્તાની જગ્યાની ચોક્કસ માપણી કરવામાં આવી હતી. માપણી બાદ પોલીસ પ્રોટેક્શન હેઠળ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓની હાજરીમાં આ દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. ચોરીવાડ ગામે ૧૩ ઘરોના નડતરરૂપ દબાણો પર તવાઈ ચોરીવાડ ગામના પટેલ ફળિયામાં ખેતર તરફ જતો રસ્તો દબાણના કારણે સાંકડો થઈ ગયો હતો. ખેતરમાં બટેકાના પાકને લાવવા-લઈ જવા માટે વાહન જઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી ખેડૂતે મુખ્યમંત્રીશ્રીના ‘સ્વાગત’ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી.ખાસ કિસ્સામાં રવિવારે કામગીરી: હાલમાં વિધાનસભા સત્ર અને બોર્ડની પરીક્ષાઓ ચાલતી હોવાથી ચાલુ દિવસોમાં પોલીસ બંદોબસ્ત મળવો મુશ્કેલ હતો. પરંતુ, ખેડૂતોની હાલાકીને ધ્યાને રાખી કલેક્ટરશ્રીની ખાસ સૂચનાથી રવિવારના રોજ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સ્ટાફે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી ૧૩ જેટલા ઘરોના રસ્તાને નડતરરૂપ ભાગોને દૂર કર્યા હતા.1
- વાસ્મો યોજનામાં લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નલ સે જલ યોજનામાં પોશીના તાલુકાના ખરણીયા ગામે ઘરે-ઘરે પીવાનું પાણી મળી રહે તે માટે નળ કનેક્શન આપવામાં આવેલ વર્ષ 2021માં વાસ્મો યોજનામાં ખરણીયા ગામે હર ઘર નળ શે જલ યોજનામાં નાખવામાં આવેલ પાણીના કનેક્શન તેમ જ ઘરે ઘરે આપવામાં આવેલ નળ કનેક્શન સમયની સાથે ગાયબ થઈ જતા લાખો રૂપિયાનો ખર્ચ પ્રજાહિત માટે બનાવેલ આ યોજના જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની કમાઈનું માત્ર સાધન બનતા આજે ખરણીયા ગામે આ યોજનામાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું નામ માત્ર થયેલ આ કામગીરીમાં પોશીના તાલુકામાં કરોડો રૂપિયા નો વાસ્મો યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાથી છતાં જાડી ચામડીના નેતાઓ અને અધિકારીઓના પેટનું પાણી નથી હલી રહ્યું1
- મહેસાણા રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન, રાજ્ય સભા સાંસદ મયંકભાઈ નાયકે પૂછ્યો પ્રશ્ન સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) અંતર્ગત SC, ST અને OBC સમુદાયના વિકાસ મુદે પૂછ્યો પ્રશ્ન ગુજરાતના સાંસદ મયંકભાઈ નાયકે પછાત વર્ગોના હિતમાં પૂછ્યો પ્રશ્ન સરકાર પાસે SC અને ST સમુદાય માટે વિશેષ યોજનાઓ છે, પરંતુ OBC કેટેગરીમાં આવતા ગોમંતુ (NT/DNT - વિચરતી અને વિમુક્ત જાતિ) સમાજના લોકો હજુ પણ આર્થિક રીતે પાછળ છે. આ સમાજના પ્રતિભાશાળી ઉદ્યમીઓને મુખ્ય ધારામાં લાવવા અને તેમના ઉદ્યોગોને વેગ આપવા માટે MSME મંત્રાલય પાસે કઈ સ્પેશિયલ કેટેગરી કે યોજના છે? જેના જવાબ માં જિતન રામ માંઝી (કેન્દ્રીય મંત્રી) નો જવાબ: ભારત સરકારની નીતિ મુજબ, જે રીતે SC/ST સમુદાયને પ્રોત્સાહન આપવામાં આવે છે, તે જ રીતે OBC ઉદ્યમીઓને પણ સમાન મહત્વ આપવામાં આવે છે. તાલીમ અને માર્કેટિંગ OBC સમાજના લોકો જો પોતાનો ઉદ્યોગ સ્થાપવા માંગતા હોય, તો તેમને જરૂરી ટેકનિકલ તાલીમ (Training) અને ઉત્પાદિત માલના માર્કેટિંગ માટે સરકાર પૂરતી સહાય પૂરી પાડે છે. સરકારી ખરીદી પ્રક્રિયામાં જે રીતે SC/ST માટે 4% નું લક્ષ્ય નિર્ધારિત છે, તે જ રીતે OBC ઉદ્યમીઓને પણ સરકારી ખરીદીમાં પ્રાથમિકતા આપીને મદદ કરવામાં આવી રહી છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે વિચરતી જાતિના ઉદ્યમીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને તેઓ ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધે તે સરકારની પ્રાથમિકતા છે.1
- વિજાપુરમાં રોટરી ક્લબ દ્વારા સારીથોનથી નારી શક્તિની ભવ્ય ઉજવણી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર રોટરી ક્લબ ઓફ વિજાપુર દ્વારા નારી શક્તિને સમર્પિત અનોખી પહેલ 'સારીથોન' આજે ભવ્ય રીતે યોજાઈ હતી. નારી સન્માન, સ્વાભિમાન, સમાનતા તેમજ સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં વિજાપુરના પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલે લીલી ઝંડી આપીને શુભારંભ કર્યો હતો. સરદાર સ્ટેચ્યુથી રોટરી ભવન સુધી રેલી સ્વરૂપે યોજાયેલ આ સારીથોનમાં અનેક મહિલાઓએ સાડી પહેરીને ભાગ લીધો હતો અને મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરીને સમાનતા તેમજ તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. 'ગિવ ટુ ગેઇન' થીમ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ મહિલાઓના સશક્તિકરણ, આત્મસન્માન અને સામાજિક-આર્થિક યોગદાનને પ્રોત્સાહન આપવા માટે ખાસ રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. રોટરી ક્લબના પ્રમુખ સંગીતાબેન પટેલ, પરેશભાઈ પટેલ, કનુભાઈ આચાર્ય, રમેશભાઈ પટેલ, અજય બારોટ, જગદીશભાઈ પંચાલ સહિત રોટરી ક્લબના અન્ય સભ્યો અને અનેક મહિલાઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પહેલ દ્વારા રોટરી ક્લબ ઓફ વિજાપુરે મહિલાઓની શક્તિ અને સંસ્કૃતિને વધુ ઉજાગર કરીને સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડ્યો હતો. સહભાગીઓએ આ અનુભવને પ્રેરણાદાયી ગણાવ્યો અને આવા વધુ કાર્યક્રમોની અપેક્ષા વ્યક્ત કરી હતી.1
- વડાલી તાલુકાના ડોભાડા ચોકડી નજીક આવેલા એક ખેતરમાં ખેતમજૂરો માટે બનાવેલા છાપરામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ વડાલી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, વિષ્ણુસિંહ કોદરસિંહ પરમારના ખેતરમાં બનેલા આ છાપરામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા દેખાતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગની જાણ વડાલી ફાયર બ્રિગેડને કરવામાં આવતા, ફાયર બ્રિગેડની ટીમના મિલન ઠાકોર, અશ્વિન વણકર અને બ્રિજેશ પરમાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે ઝડપથી કાર્યવાહી કરીને આગને વધુ ફેલાતી અટકાવી તેના પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.1