Shuru
Apke Nagar Ki App…
Mustakim PATEL
More news from Ahmadabad and nearby areas
- यूपी: कानपुर में ठग ने खुद को मार्क जुकरबर्ग (CEO Meta) बताकर रिटायर्ड शिक्षिका एलिसन वीम्स से 1.57 करोड़ रुपये की ठगी कर ली। ये ठगी कानपुर में बड़ा स्कूल खोलने की आड़ में की गई। पुलिस ने FIR दर्ज कर ली है। ठगों की गिरफ्तारी का प्रयास जारी है।* बाइट...अंजलि विश्वकर्मा (एडीसीपी पूर्वी कानपुर) *AAJ KI KHABAR1111* `की हर खबर को आगे बढ़ाना आपका हक़ और ज़िम्मेदारी है। शेयर करें, आवाज़ उठाए.1
- સાણંદ: મીરાં સિનેમામાં શો મોડો શરૂ થતા દર્શકોનો હોબાળો, રિફંડ માટે પડાપડી સાણંદ: શહેરના જાણીતા મીરાં સિનેમામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. નિર્ધારિત સમય કરતાં શો મોડો શરૂ થવાને કારણે પ્રેક્ષકોએ મેનેજમેન્ટ સામે રોષ ઠાલવ્યો હતો અને ટિકિટના પૈસા પરત આપવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. મળતી માહિતી મુજબ, મોટી સંખ્યામાં લોકો ફિલ્મ જોવા માટે સિનેમા હોલ પહોંચ્યા હતા. પરંતુ કોઈ ટેકનિકલ ખામી કે સંચાલકોની બેદરકારીને કારણે શો સમયસર શરૂ થયો ન હતો. લાંબા સમય સુધી રાહ જોયા બાદ દર્શકોની ધીરજ ખૂટી હતી. સમયનો વેડફાટ: દર્શકોનો આરોપ છે કે તેમને કલાકો સુધી બેસાડી રાખવામાં આવ્યા અને ચોક્કસ કારણ આપવામાં આવ્યું નહીં. મેનેજમેન્ટ સાથે બોલાચાલી: વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દર્શકો અને સિનેમાના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. રિફંડની માંગ: રોષે ભરાયેલા લોકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "અમારો સમય કિંમતી છે, જો તમે શો ચલાવી શકતા નથી તો અત્યારે જ રિફંડ આપો. દર્શકોનો આક્રોશ સ્થળ પર હાજર એક દર્શકે જણાવ્યું કે, "અમે ફેમિલી સાથે ફિલ્મ જોવા આવ્યા હતા, પણ અહીં વ્યવસ્થાના નામે મીંડું છે. કલાકથી ઉપર સમય થઈ ગયો પણ હજુ પડદો ખુલ્યો નથી. આ લોકો ગ્રાહકોના સમયની કોઈ કિંમત સમજતા નથી. તંત્રની દરમિયાનગીરી પરિસ્થિતિ વણસતા અન્ય કર્મચારીઓએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. અંતે, જે દર્શકો ફિલ્મ જોવા માંગતા ન હતા તેમને રિફંડ આપવામાં આવે4
- વિજાપુર: હિંમતનગરથી વતન જતા દરમિયાન ઇક્કોમાં બેઠેલા અજાણ્યા ચોરોએ રૂ. ૫.૨૦ લાખના સોના-ચાંદીના દાગીના તથા રોકડની ચોરી મહેસાણા જિલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં એક અજાણ્યા ચોરોએ ઈકોમાં બેઠેલા પરિવારની નજર ચુકાવીને મોટા પ્રમાણમાં સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી લીધી હતી. આ ઘટના ગત ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બપોરના આશરે ૩ વાગ્યાના સુમારે હિંમતનગર મહેતાપુરા થી આનંદપુરા ચોકડી વચ્ચેના રસ્તા પર બની હતી. ફરિયાદીએ આજે (૧૭ માર્ચ ૨૦૨૬) આજરોજ આ ચોરોને રસ્તા પર ઓળખીને પોલીસને જાણ કરી હતી. ફરિયાદી સંદીપસિંહ નટવરસિંહ ચૌહાણ (ઉં. ૩૫) રહે. હિંમતનગર, મહેતાપુરા વિસ્તારે રહે છે અને તેઓ એક ખાનગી કંપનીમાં માર્કેટિંગની નોકરી કરે છે. તેઓ પત્ની તથા નાના દીકરા સાથે હિંમતનગરથી મૂળ વતન ગેરીતા (તા. વિજાપુર) જવા નીકળ્યા હતા. તેમણે પોતાના તથા પરિવારના સોના-ચાંદીના દાગીના એક થેલીમાં મૂકીને ઇક્કો ગાડીમાં મુસાફરી કરી હતી. ગાડીમાં તેઓ તથા પત્ની વચ્ચેની સીટ પર બેઠા હતા અને બે અજાણ્યા ઇસમો પણ બેઠા હતા. આનંદપુરા ચોકડી પાસે ઉતર્યા બાદ પ્રાઇવેટ વાહનથી વતન ગેરીતા પહોંચ્યા. બીજા દિવસે થેલી ખોલી તપાસ કરતાં દાગીના તથા રોકડ ગાયબ હોવાનું જણાયું. ચોરોએ નજર ચુકાવીને થેલીમાંથી સોનાના બુટ્ટી, ચુની, વિંટી, ઓમ, પેન્ડન્ટ તથા ચાંદીના છરા, વેટલા, કડા, લક્કી વગેરે ચોરી લીધા હતા. આ ઉપરાંત રોકડ રૂ. ૨૭,૦૦૦/- તથા બે બેંકના એ.ટી.એમ. કાર્ડ પણ ગુમ થયા હતા. કુલ નુકસાનીની રકમ રૂ. ૫,૨૦,૭૦૦/- આંકવામાં આવી છે. ફરિયાદીએ તે સમયે તાત્કાલિક ફરિયાદ ન કરી હતી, પરંતુ આજે રસ્તા પર ચોરોને ઓળખતા પોલીસને જાણ કરી અને તેમને સ્ટેશન ખાતે લાવીને ફરિયાદ નોંધાવી હતી. વિજાપુર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૦૩(૨), ૫૪ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસનો હવાલો પો.સબ.ઇન્સ્પેક્ટર રવિદસિંહ રાયસિંહ બારીયાને સોંપવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને ઝડપવા માટે તપાસ હાથ ધરી છે અને ફરિયાદીના પરિવારના સભ્યો તથા સાક્ષીઓના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ છે.1
- અરવલ્લી જિલ્લામાં સુજલામ સુફલામ્ જળસંચય અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવાની કામગીરીમાં ગંભીર વહીવટી અવરોધ ઉભો થયો છે. જિલ્લાના મોટા ભાગના તળાવો સરકારના રેકોર્ડ મુજબ ગૌચર જમીનમાં દર્શાવાતા હોવાથી તેમને તળાવ તરીકે માન્યતા આપવામાં આવતી નથી, જેના કારણે જળસંચય અભિયાનના માસ્ટર પ્લાનમાં તેમનો સમાવેશ થતો નથી. ગયા વર્ષે 2025માં પણ આવી જ પરિસ્થિતિમાં ગૌચર જમીનમાં આવેલ તળાવો માટે તળાવો ઊંડા કરવાની મંજૂરી કલેક્ટરસાહેબ શ્રી દ્વારા રદ્દ કરવામાં આવી હતી, જેના કારણે જિલ્લામાં અનેક તળાવો ઊંડા થઈ શક્યા નહોતા. જો આ જ સ્થિતિ વર્ષ 2026માં યથાવત રહેશે તો અરવલ્લી જિલ્લાના મોટાભાગના તળાવો ઊંડા થઈ શકશે નહીં, જેનાથી ચોમાસાના પાણીનો સંગ્રહ, ભૂગર્ભ જળસ્તર વધારો અને કૃષિ માટે જરૂરી પાણીની ઉપલબ્ધિ પર સીધી અસર પડશે. ઉલ્લેખનીય છે કે આવા ઘણા તળાવોમાં અગાઉ જ ડીસિલ્ટિંગ, સેફ સ્ટેજ અને અન્ય જળસંચય સંબંધિત કામગીરી કરવામાં આવી છે અને સ્થળ પર તળાવની વાસ્તવિક સ્થિતિ પણ ઉપલબ્ધ છે. તેમ છતાં માત્ર રેકોર્ડ આધારિત વાંધા દર્શાવીને મંજૂરી ન આપવી જાહેર હિત વિરુદ્ધ છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 96385006501
- *ધંધુકા તાલુકા પંચાયત ખાતે આંગણવાડી સભ્યો હડતાળ પર.* આજે રોજ અમદાવાદ જિલ્લાના ધંધુકા પંચાયત ખાતે આંગણવાડીની બહેનો અચોક્કસ મુદતના ઉપવાસ પર. પોતાની માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી આંગણવાડી બહેનોમાં રોષ સાથે હડતાળ પર. માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી અચોકકસ મુદત પર હડતાળ. સતત ત્રણ દિવસ સુધી આંગણવાડીઓ ખાતે રહેશે તાળાબન્ધી. રિપોર્ટર: *સંજયભાઈ ઝાલા* ધંધુકા.1
- આજના ડિજિટલ યુગમાં જ્યાં મોટાભાગના બાળકો મોબાઈલ અને ગેજેટ્સ પાછળ સમય વિતાવે છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક શહેર ઈડરના એક સાડા ત્રણ વર્ષના બાળકે પોતાની વિલક્ષણ પ્રતિભાથી સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. માત્ર ૩.૫ વર્ષની વય ધરાવતા કાર્તિક વિકાસકુમાર મોટવાણીએ સંસ્કૃત શ્લોકોના સચોટ અને આત્મવિશ્વાસપૂર્ણ પઠન દ્વારા 'નેશનલ રેકોર્ડ' સ્થાપિત કર્યો છે. ચાઈલ્ડ ડ્રીમ બૂસ્ટર હબ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન કાર્તિકની અદભૂત યાદશક્તિ અને એકાગ્રતાની નોંધ લેતા 'ચાઈલ્ડ ડ્રીમ બૂસ્ટર હબ બુક ઓફ રેકોર્ડ્સ' દ્વારા તેને સત્તાવાર રીતે નેશનલ રેકોર્ડ હોલ્ડર જાહેર કરવામાં આવ્યો છે. કાર્તિકે માત્ર ૩ મિનિટના અત્યંત ટૂંકા ગાળામાં સંસ્કૃતના ૭ જટિલ શ્લોકોનું સ્પષ્ટ ઉચ્ચારણ સાથે પઠન કર્યું હતું, જે જોઈને રેકોર્ડ બુકના પ્રતિનિધિઓ અને સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. ધાર્મિક ગ્રંથોમાં અગાધ રુચિ પરિવારજનોના જણાવ્યા અનુસાર, ૦૬ માર્ચ ૨૦૨૬ના રોજ આ સિદ્ધિને સત્તાવાર મહોર લાગી હતી. કાર્તિક માત્ર શ્લોકો જ નહીં, પણ રામાયણ, મહાભારત અને શિવ પુરાણના કઠિન અંશો તેમજ હનુમાન ચાલીસા પણ મુખપાઠ બોલે છે. પિતા વિકાસભાઈ અને માતા રિતિકાબેન મોટવાણીએ જણાવ્યું હતું કે, કાર્તિકને નાનપણથી જ ધાર્મિક મંત્રો અને શ્લોકો સાંભળવામાં વિશેષ રુચિ હતી, જેને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન આપીને આ સિદ્ધિ સુધી પહોંચાડવામાં આવ્યો છે. પરિવાર અને શહેરમાં ખુશીનો માહોલ નાનકડા કાર્તિકની આ સફળતાને પગલે તેના નાની મીનાબેન અને કાજલબેન સહિત સમગ્ર મોટવાણી પરિવારમાં અને ઈડર શહેરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઈડરના આ 'લિટલ માસ્ટર'ની સિદ્ધિ એ સાબિત કરે છે કે જો બાળપણથી જ બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવામાં આવે, તો પ્રતિભા ઉંમરની મહોતાજ નથી હોતી. આ નાનકડા બાળકની સિદ્ધિ બદલ સમગ્ર પંથકમાંથી તેના પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે અને લોકો તેના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી રહ્યા છે.2
- अहमदाबाद के कर्णावती क्लब में आयोजित प्रेस कॉन्फ्रेंस साणंद के युवाओं द्वारा भव्य ‘वीरांजलि’ कार्यक्रम का आयोजन: कर्णावती क्लब में हुई प्रेस कॉन्फ्रेंस अहमदाबाद: 23 मार्च 'शहीद दिवस' के अवसर पर भारत माता के वीर सपूतों भगत सिंह, राजगुरु और सुखदेव के बलिदान को नमन करने के लिए साणंद के युवाओं द्वारा एक भव्य ‘वीरांजलि’ कार्यक्रम का आयोजन किया जा रहा है। इस कार्यक्रम की विस्तृत जानकारी साझा करने के लिए हाल ही में अहमदाबाद के कर्णावती क्लब में एक महत्वपूर्ण प्रेस कॉन्फ्रेंस आयोजित की गई। मुख्य उद्देश्य: युवा पीढ़ी में देशभक्ति की भावना को प्रबल करना और शहीदों के सर्वोच्च बलिदान को याद दिलाना। इस कार्यक्रम में शहीदों की शौर्यगाथा को केवल भाषणों तक सीमित न रखकर नाटक, संगीत और मल्टीमीडिया शो के माध्यम से जीवंत रूप में प्रस्तुत किया जाएगा। साणंद के युवाओं द्वारा आयोजित यह कार्यक्रम तकनीक और कला का एक अनूठा संगम होगा, जो दर्शकों को आजादी के संघर्ष के दौर में ले जाएगा शहीदों का बलिदान हमें राष्ट्र के प्रति हमारी जिम्मेदारी की याद दिलाता है। ' वीरांजलि' कार्यक्रम इसी देशभक्ति के ज्वार को युवाओं के दिलों में जगाने का एक विनम्र प्रयास है।" रिपोर्ट: भरतसिंह चौहान, साणंद3
- *ધંધુકા તાલુકા પંચાયત ખાતે આંગણવાડી બહેનો અચોક્કસ મુદતની હડતાળ પર. પગાર વધારા સાથે ચોક્કસ સુવિધાઓ પણ પુરી પાડવામાં આવે તેવી માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી આંગણવાડી બહેનોમાં રોષ સાથે હડતાળ પર. માંગણીઓ પુરી ના થાય ત્યાં સુધી મુદત પર હડતાળ. સતત ત્રણ દિવસ સુધી આંગણવાડીઓ ખાતે રહેશે તાળાબન્ધી.કોઈ પણ ઓનલાઇન કે ઑફલાઇન કામ આ ત્રણ દિવસ સદંતર બંધ. આંગણવાડી બહેનો દ્વારા સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પુરી નહીં થાય ત્યાં સુધી આંદોલન અને ધરણા કરવામાં આવશ.1
- વડાલી તાલુકામાં ઓનલાઈન છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ફેસબુક પર આવેલી લોનની લોભામણી જાહેરાત એક યુવક માટે ભારે સાબિત થઈ છે. સાયબર ઠગોએ અલગ-અલગ ચાર્જના બહાને યુવક પાસેથી કુલ ₹28,548 પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, વડાલી તાલુકાના એક ગામના યુવક પોતાના મોબાઈલમાં ફેસબુક વાપરી રહ્યા હતા ત્યારે તેમના પેજ પર અજાણી ફાઈનાન્સ કંપની દ્વારા લોનની ઓફર કરતી એક લિંક દેખાઈ હતી. લોનની જરૂરિયાત હોવાને કારણે યુવકે લિંક પર ક્લિક કરી પોતાની વ્યક્તિગત વિગતો ભરી લોન માટે અરજી કરી હતી. અરજી કર્યા બાદ ઠગ ટોળકી સક્રિય થઈ યુવકનો સંપર્ક કર્યો હતો અને લોન મંજૂર કરાવવાના બહાને અલગ-અલગ ચાર્જના નામે પૈસાની માંગણી શરૂ કરી હતી. ઠગોએ પ્રોસેસિંગ ફી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાર્જ તેમજ સિક્યોરિટી ડિપોઝિટ જેવા કારણો આપી યુવક પાસેથી તબક્કાવાર કુલ ₹28,548 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. વારંવાર પૈસાની માંગણી થવા છતાં લોન ન મળતા યુવકને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. ઘટનાની ગંભીરતા સમજતા યુવકે તાત્કાલિક સરકારના સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. સાથે જ વડાલી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને ન્યાયની માંગ કરી છે. જાગૃતિ માટે અપીલ સોશિયલ મીડિયા પર આવતી લોનની લોભામણી જાહેરાતોથી સાવચેત રહેવું જરૂરી છે. કોઈ પણ બેંક અથવા માન્ય નાણાકીય સંસ્થા લોન મંજૂર કરતા પહેલાં ઓનલાઈન રીતે પૈસાની માંગ કરતી નથી. અજાણી લિંક પર ક્લિક કરતા પહેલા તેની વિશ્વસનીયતા ચોક્કસ કરવી જોઈએ.1