logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પ્રાથમિક શિક્ષકો દ્વારા ટેટ પરીક્ષાના આયોજન સામે થઈ રહેલા વિરોધ પ્રદર્શનો અને રેલીઓને લઈને શિક્ષણપ્રેમીઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. શિક્ષણ જગતના તટસ્થ વિશ્લેષકો અને જાગૃત નાગરિકોના મતે, '૭૫,૦૦૦ શિક્ષકોની નોકરી પર ખતરો' હોવાનો સોશિયલ મીડિયા પર થઈ રહેલો પ્રચાર તદ્દન ભ્રામક, અતિશયોક્તિભર્યો અને વાસ્તવિકતાથી વેગળો છે. આ વિવાદ માત્ર ગણતરીના બિન-લાયક કે નબળા તત્વોના બચાવ માટે ઊભો કરવામાં આવ્યો છે, જેના કારણે લાખો નિર્દોષ બાળકોનું શિક્ષણ બાનમાં મુકાઈ રહ્યું છે. આ મામલે સુપ્રીમ કોર્ટનો આદેશ સર્વોચ્ચ હોવાનું જણાવી શિક્ષણપ્રેમીઓએ ઉમેર્યું છે કે, શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે વર્ષ ૨૦૧૦ બાદ ૧૬ વર્ષના દીર્ઘકાલીન મંથન પછી સર્વોચ્ચ અદાલતે દેશભરમાં શિક્ષકો માટે આ નિયમ સ્પષ્ટ કર્યો છે. કાયદાકીય સ્થિતિ મુજબ, રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટના આદેશ ઉપર જઈને તેમાં કોઈ સુધારો કે મુક્તિ આપી શકે નહીં. આ વાસ્તવિકતા જાણતા હોવા છતાં શિક્ષક સંઘો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવા એ લોકશાહી અને ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડવા બરાબર છે. વર્ષ ૧૯૯૮ થી ૨૦૧૦ સુધીમાં ભરતી થયેલા મોટાભાગના શિક્ષકો ઉચ્ચ ગુણવત્તા અને યોગ્ય લાયકાત ધરાવે છે, અને ઘણા તો અગાઉથી જ ટેટ પાસ કરી ચૂક્યા છે. વાસ્તવિકતા એ છે કે માત્ર ૫,૦૦૦ જેટલા જ તત્વો એવા છે જેઓ કદાચ પ્રથમ પ્રયત્ને પાસ થવામાં અસમર્થતા અનુભવી શકે. આવા ગણતરીના લોકો માટે થઈને લાખો બાળકોના ભવિષ્યને દાવ પર લગાવવું અને '૭૫,૦૦૦ ની નોકરી જોખમમાં' હોવાનો ડર ફેલાવવો નૈતિક રીતે અયોગ્ય છે. 'શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈં' ઉક્તિને ટાંકીને કહેવાયું છે કે, શિક્ષકે સતત જ્ઞાનવૃદ્ધિ અને પરીક્ષણથી ડરવું ન જોઈએ. દરેક સરકારી વિભાગમાં ઉચ્ચતર પગારધોરણ કે બઢતી માટે ખાતાકીય પરીક્ષાઓ અનિવાર્ય હોય છે. સરકારે શિક્ષકોની રજૂઆત ધ્યાને લઈને પરીક્ષાનો સમય ૧૨૦ મિનિટથી વધારીને ૧૫૦ મિનિટ કર્યો છે અને અભ્યાસક્રમ પણ ધોરણ ૧ થી ૮ ના વિષયો આધારિત સરળ રાખ્યો છે. પાસ થવા માટે ઓગસ્ટ ૨૦૨૮ સુધીનો પૂરતો સમય અને વર્ષમાં બે વખત પરીક્ષા યોજવાની જાહેરાત પણ કરી છે. આમ છતાં, પરીક્ષાના માળખાને નબળું પાડવા કે પાસિંગ ગુણ ઘટાડવાના ઈરાદા સાથે હડતાલનું શરણું લેવું એ શિક્ષણ જગતને નીચું જોવા જેવું છે. એક તરફ, ૧લી જાન્યુઆરી, ૨૦૨૬ થી આઠમા પગારપંચની જોગવાઈઓ લાગુ થવાથી કાયમી શિક્ષકોનો પગાર લાખોમાં પહોંચશે, જ્યારે બીજી તરફ, ટેટ અને જીસેટ જેવી અઘરી પરીક્ષાઓ પાસ કરીને હજારો યુવા ઉમેદવારો માત્ર ૫ થી ૧૦ હજારના ફિક્સ પગારમાં ખાનગી કે સરકારી શાળાઓમાં સેવા આપી રહ્યા છે. આ હડતાલના સમયમાં પણ તેઓ જ શાળાઓ સંભાળી રહ્યા છે. પેટનો ખાડો ભરાઈ ગયા બાદ આવા શિક્ષક સંઘોએ આ ગરીબ અને લાયક ઉમેદવારોના હિત માટે ક્યારેય અવાજ ઉઠાવ્યો નથી. ઉપરાંત, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઈંધણ બચાવવા કરાયેલી અપીલને માન આપીને સરકાર તમામ મહત્વની મિટિંગો ઓનલાઈન યોજી રહી છે, તેની સામે શિક્ષિત વર્ગ ઓનલાઈન રજૂઆત કરવાને બદલે પર્સનલ એસી કાર લઈને જિલ્લા કક્ષાએ એકઠા થઈ ઈંધણનો વેડફાટ કરે છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે તે ચિંતાજનક છે. રાષ્ટ્રીય કામગીરીઓ વખતે બાળકના અભ્યાસનું બહાનું કાઢીને વિરોધ કરવો અને પોતાના વિરોધ પ્રદર્શનો વખતે બાળકોના ભવિષ્યનો વિચાર કર્યા વગર સમય વેડફવો એ બેવડી નીતિ ઘણું બધું કહી જાય છે. આથી, ગુજરાતના શિક્ષણ વિભાગ, માનનીય શિક્ષણ મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને તાકીદે હસ્તક્ષેપ કરવા અને શાળાઓનું શૈક્ષણિક કાર્ય ન બગડે તે માટે કડક પરિપત્ર જાહેર કરી યોગ્ય પગલાં લેવા સમયની માંગ છે. સમગ્ર શિક્ષક આલમને નમ્ર અપીલ છે કે તેઓ પણ લેભાગુ તત્વો કે સંઘના અમુક અગ્રણીઓના ગેરમાર્ગે દોરનારા પ્રચારોમાં આવ્યા વિના કિંમતી સમય રેલીઓ કે ધરણાંમાં વેડફવાને બદલે રાષ્ટ્રના ભાવિ એવા બાળકોના ઘડતરમાં અને આગામી ટેટ પરીક્ષાની સજ્જતાની તૈયારીઓમાં જોડાઈ જાય, કારણ કે સતત અભ્યાસ અને કર્મનિષ્ઠા જ શિક્ષકની સાચી ઓળખ છે.

5 hrs ago
user_Pooja
Pooja
Local News Reporter મુંદ્રા, કચ્છ, ગુજરાત•
5 hrs ago
57cae324-fdf8-4683-a2b3-a1b4e202f3af

More news from ગુજરાત and nearby areas
  • જેતપર ડાયરા દરમિયાન હકાભા ગઢવીએ નેતાગીરીના માર્ગ અંગે એક સનસનીખેજ ટિપ્પણી કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે નેતા બનવા માટે વ્યક્તિએ ખૂબ ખોટું બોલવું પડે છે.
    1
    જેતપર ડાયરા દરમિયાન હકાભા ગઢવીએ નેતાગીરીના માર્ગ અંગે એક સનસનીખેજ ટિપ્પણી કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે નેતા બનવા માટે વ્યક્તિએ ખૂબ ખોટું બોલવું પડે છે.
    user_Eyes Of Tnakara
    Eyes Of Tnakara
    ટંકારા, મોરબી, ગુજરાત•
    2 hrs ago
  • મોરબીના શોભેશ્વર રોડ ઉપર એક ભત્રીજાની ઘાતકી હથિયારથી માર મારીને હત્યા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ હત્યા કાકા સહિતના અન્ય ત્રણ ઈસમો દ્વારા કરવામાં આવી હતી.
    1
    મોરબીના શોભેશ્વર રોડ ઉપર એક ભત્રીજાની ઘાતકી હથિયારથી માર મારીને હત્યા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ હત્યા કાકા સહિતના અન્ય ત્રણ ઈસમો દ્વારા કરવામાં આવી હતી.
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    22 hrs ago
  • રાજકોટમાં રૈયા રોડ ઉપર બનેલા એક અકસ્માતના સંદર્ભમાં સગીરના વકીલે નિવેદન આપ્યું છે.
    1
    રાજકોટમાં રૈયા રોડ ઉપર બનેલા એક અકસ્માતના સંદર્ભમાં સગીરના વકીલે નિવેદન આપ્યું છે.
    user_નિકુંજ અનડકટ
    નિકુંજ અનડકટ
    Voice of people રાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાત•
    15 hrs ago
  • રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલા એકમાત્ર હિન્દુ સ્મશાનગૃહ, કૈલાશ ધામ,ના સમારકામના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપ કર્યો છે. ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા કુંભારવાડા વિસ્તાર પાસે આવેલા આ સ્મશાનગૃહમાં હાલ નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. સ્થાનિકોના મતે, સ્ટ્રીટ લાઈટ માટેના બીમ સહિત અન્ય કોંક્રિટના કામોમાં નબળી ગુણવત્તાની રેતી, સિમેન્ટ, બેલા અને લોખંડનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. અગાઉ પણ ધોરાજી શહેરમાં રોડ-રસ્તા અને અન્ય લોકહિતના કામોમાં ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો થયા હતા, જેના પછી તંત્ર જાગૃત થયું હતું અને ભૂલો સુધારવાનો પ્રયાસ પણ થયો હતો. જોકે, કોઈ પક્ષના નેતાઓ કે આગેવાનો દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી અને જવાબદારો સામે કોઈ પગલાં લેવાયા નહોતા. પરંતુ હવે તો મનુષ્યનો અંતિમ વિશ્રામ સ્થાન ગણાતા સ્મશાનગૃહને પણ ભ્રષ્ટાચારમાંથી બાકાત રાખવામાં આવ્યું નથી, તેવો દાવો સ્થાનિકો કરી રહ્યા છે. વકીલ ચંદુભાઈ પટેલ અને સ્થાનિક આગેવાન અવિનાશભાઈ વઘાસિયાએ આ અંગે આક્ષેપ કરતાં જણાવ્યું કે ભ્રષ્ટાચારે તમામ હદો વટાવી દીધી છે. સ્થાનિક લોકોની માંગ છે કે આ બાબતે વ્યવસ્થિત તપાસ કરવામાં આવે અને સ્મશાનગૃહના કામને તો ભ્રષ્ટાચારથી મુક્ત રાખવામાં આવે. તેઓએ ધોરાજીના જવાબદાર તંત્ર, કોન્ટ્રાક્ટર અને રાજકીય આગેવાનોની આ મામલે ચૂપકીદી પર પણ સવાલ ઉઠાવ્યા છે, અને જણાવ્યું છે કે આ એક મોટો પ્રશ્ન છે.
    1
    રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલા એકમાત્ર હિન્દુ સ્મશાનગૃહ, કૈલાશ ધામ,ના સમારકામના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપ કર્યો છે. ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા કુંભારવાડા વિસ્તાર પાસે આવેલા આ સ્મશાનગૃહમાં હાલ નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. સ્થાનિકોના મતે, સ્ટ્રીટ લાઈટ માટેના બીમ સહિત અન્ય કોંક્રિટના કામોમાં નબળી ગુણવત્તાની રેતી, સિમેન્ટ, બેલા અને લોખંડનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.

અગાઉ પણ ધોરાજી શહેરમાં રોડ-રસ્તા અને અન્ય લોકહિતના કામોમાં ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો થયા હતા, જેના પછી તંત્ર જાગૃત થયું હતું અને ભૂલો સુધારવાનો પ્રયાસ પણ થયો હતો. જોકે, કોઈ પક્ષના નેતાઓ કે આગેવાનો દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી અને જવાબદારો સામે કોઈ પગલાં લેવાયા નહોતા. પરંતુ હવે તો મનુષ્યનો અંતિમ વિશ્રામ સ્થાન ગણાતા સ્મશાનગૃહને પણ ભ્રષ્ટાચારમાંથી બાકાત રાખવામાં આવ્યું નથી, તેવો દાવો સ્થાનિકો કરી રહ્યા છે.

વકીલ ચંદુભાઈ પટેલ અને સ્થાનિક આગેવાન અવિનાશભાઈ વઘાસિયાએ આ અંગે આક્ષેપ કરતાં જણાવ્યું કે ભ્રષ્ટાચારે તમામ હદો વટાવી દીધી છે. સ્થાનિક લોકોની માંગ છે કે આ બાબતે વ્યવસ્થિત તપાસ કરવામાં આવે અને સ્મશાનગૃહના કામને તો ભ્રષ્ટાચારથી મુક્ત રાખવામાં આવે. તેઓએ ધોરાજીના જવાબદાર તંત્ર, કોન્ટ્રાક્ટર અને રાજકીય આગેવાનોની આ મામલે ચૂપકીદી પર પણ સવાલ ઉઠાવ્યા છે, અને જણાવ્યું છે કે આ એક મોટો પ્રશ્ન છે.
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    19 hrs ago
  • મોરબી જિલ્લાના માળીયા મિયાણા નજીક હાઈવે પર આવેલા ઓનેસ્ટ હોટેલમાં ગ્રાહક અને સ્ટાફ વચ્ચે થયેલી લડાઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ લડાઈ કયા કારણોસર થઈ તે અંગેની સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ કોઈક બાબતને લઈને બંને પક્ષો વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાનું વીડિયોમાં જોવા મળે છે.
    1
    મોરબી જિલ્લાના માળીયા મિયાણા નજીક હાઈવે પર આવેલા ઓનેસ્ટ હોટેલમાં ગ્રાહક અને સ્ટાફ વચ્ચે થયેલી લડાઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ લડાઈ કયા કારણોસર થઈ તે અંગેની સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ કોઈક બાબતને લઈને બંને પક્ષો વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાનું વીડિયોમાં જોવા મળે છે.
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    12 hrs ago
  • જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ખોરાસા ગીર ગામના ગાયત્રી પ્લોટ વિસ્તારમાં છેલ્લા 10-15 વર્ષ કરતાં પણ વધુ સમયથી રસ્તા બનાવવામાં આવ્યા નથી. સ્થાનિકો જણાવી રહ્યા છે કે અહીંના રસ્તાઓ ખેતરના રસ્તાઓ કે ગામની શેરીઓ જેવા પથરાવાળા છે. આ વિસ્તારમાં હજી સુધી સિમેન્ટ રોડ કે બ્લોક નાખવામાં આવ્યા નથી. ગ્રામીણ રોડ રસ્તાઓની આ સ્થિતિને જોતા, લોકો દ્વારા ઝડપથી રોડ અથવા તો બ્લોક નાખવાની તાત્કાલિક માંગ કરવામાં આવી રહી છે.
    1
    જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ખોરાસા ગીર ગામના ગાયત્રી પ્લોટ વિસ્તારમાં છેલ્લા 10-15 વર્ષ કરતાં પણ વધુ સમયથી રસ્તા બનાવવામાં આવ્યા નથી. સ્થાનિકો જણાવી રહ્યા છે કે અહીંના રસ્તાઓ ખેતરના રસ્તાઓ કે ગામની શેરીઓ જેવા પથરાવાળા છે. આ વિસ્તારમાં હજી સુધી સિમેન્ટ રોડ કે બ્લોક નાખવામાં આવ્યા નથી. ગ્રામીણ રોડ રસ્તાઓની આ સ્થિતિને જોતા, લોકો દ્વારા ઝડપથી રોડ અથવા તો બ્લોક નાખવાની તાત્કાલિક માંગ કરવામાં આવી રહી છે.
    user_MB news live
    MB news live
    માલિયા હાટીના, જૂનાગઢ, ગુજરાત•
    20 hrs ago
  • જેતપર ખાતેના એક ડાયરા કાર્યક્રમ દરમિયાન, હકાભા ગઢવીએ ખેડૂતોના ચાલી રહેલા આંદોલન અંગે પોતાનો મત રજૂ કર્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ખેડૂતોનું આ આંદોલન માત્ર ને માત્ર એક ન્યાય મેળવવા માટે ચાલી રહ્યું છે.
    1
    જેતપર ખાતેના એક ડાયરા કાર્યક્રમ દરમિયાન, હકાભા ગઢવીએ ખેડૂતોના ચાલી રહેલા આંદોલન અંગે પોતાનો મત રજૂ કર્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ખેડૂતોનું આ આંદોલન માત્ર ને માત્ર એક ન્યાય મેળવવા માટે ચાલી રહ્યું છે.
    user_Eyes Of Tnakara
    Eyes Of Tnakara
    ટંકારા, મોરબી, ગુજરાત•
    2 hrs ago
  • આજે સવારે ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ નજીક આવેલા હાઈવે પર સનરાઈઝ સ્કૂલની GJ.05.Z.1833 નંબરની બસ અને એક પીકઅપ બોલેરો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અકસ્માત સમયે બસમાં સ્કૂલના વિદ્યાર્થીઓ સવાર હતા અને આ ઘટનામાં 10થી વધુ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
    1
    આજે સવારે ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ નજીક આવેલા હાઈવે પર સનરાઈઝ સ્કૂલની GJ.05.Z.1833 નંબરની બસ અને એક પીકઅપ બોલેરો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અકસ્માત સમયે બસમાં સ્કૂલના વિદ્યાર્થીઓ સવાર હતા અને આ ઘટનામાં 10થી વધુ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
    user_Salim ghachi
    Salim ghachi
    Local News Reporter ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    25 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.