Shuru
Apke Nagar Ki App…
સુરતના અડાજણ વિસ્તારમાં સ્માર્ટ મીટરને લઈને ચાલી રહેલા વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વિવાદ દરમિયાન એક મહિલાને ઈજા પહોંચી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રહિશોનો આક્ષેપ છે કે ડીજીવીસીએલના કર્મચારીઓએ બળજબરીપૂર્વક તેમના ઘરોમાં મીટર બદલ્યા છે. આ મામલે ફરિયાદ નોંધવામાં વિલંબ થતાં પોલીસની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી ગઈ છે. આ સ્થિતિ જોતા, આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ઘર્ષણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Surat Braking news
સુરતના અડાજણ વિસ્તારમાં સ્માર્ટ મીટરને લઈને ચાલી રહેલા વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વિવાદ દરમિયાન એક મહિલાને ઈજા પહોંચી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રહિશોનો આક્ષેપ છે કે ડીજીવીસીએલના કર્મચારીઓએ બળજબરીપૂર્વક તેમના ઘરોમાં મીટર બદલ્યા છે. આ મામલે ફરિયાદ નોંધવામાં વિલંબ થતાં પોલીસની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી ગઈ છે. આ સ્થિતિ જોતા, આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ઘર્ષણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
More news from ગુજરાત and nearby areas
- સુરત જિલ્લામાં પલસાણા પોલીસે એક મોટા ઓપરેશનમાં ફાયરિંગ અને હત્યાના કેસના એક આરોપીને દબોચી લીધો છે. આ આરોપી છેલ્લા 7 વર્ષથી પોલીસ પકડથી દૂર હતો અને ફરાર હતો.1
- સુરતના ઉધના સાઉથ ઝોન-બી વિસ્તારમાં આવેલા ઉન ભીંડી બજાર સ્થિત વસીમ નગરમાં પીવાના પાણીમાં દુર્ગંધ આવવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી નળમાં આવતું પાણી દુર્ગંધયુક્ત હોવાથી પીવા અને અન્ય ઘરેલુ ઉપયોગ માટે ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોએ આ દુર્ગંધયુક્ત પાણીથી આરોગ્યને નુકસાન થવાની પણ ભીતિ વ્યક્ત કરી છે અને પાણીની ગુણવત્તાની તાત્કાલિક તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ મામલો મીડિયામાં આવતાં અને મીડિયાકર્મીઓ દ્વારા અવાજ ઉઠાવવામાં આવતાં, સંબંધિત અધિકારીઓ સક્રિય થયા અને તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. હવે વસીમ નગરના સ્થાનિકોની મુખ્ય માંગ છે કે પાણીની આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે અને તેમને સ્વચ્છ તેમજ શુદ્ધ પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે.1
- સુરત જિલ્લાની કડોદરા જીઆઈડીસી પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરતી એક ગેંગનો પર્દાફાશ કરવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે આશરે ₹૩.૨૦ લાખની કિંમતના કુલ ૨૫ મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી બાઇક જપ્ત કરી છે. આ ધરપકડને કારણે પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં થયેલા કુલ ૭ ગુનાઓનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે.2
- સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં એક નશામાં ધૂત ટ્રક ચાલકે બેફામ રીતે ટ્રક ચલાવી એક ઓટો રિક્ષાને ટક્કર મારી હતી. ડીંડોલી ભેસ્તાન કેનાલ પાસેથી મંગલમૂર્તિ સોસાયટી પાસે બનેલી આ ઘટનામાં રિક્ષામાં સવાર લોકોને ઈજાઓ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ આસપાસના લોકોએ તેનો પીછો કરીને તેને પકડી પાડ્યો હતો. માહિતી મળતાં ડીંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોએ ટ્રક ચાલકને પોલીસના હવાલે કર્યો હતો. ડીંડોલી પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- મેઘાલય રાજ્યના સાઉથ વેસ્ટ ખાસી હિલ્સ જિલ્લાના મોકવાટ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગંભીર કેસના આરોપીને પલસાણા પોલીસે ઝડપી પાડ્યો છે. આ આરોપી છેલ્લા બે મહિનાથી ફરાર હતો. આ કેસ ઓનલાઈન બ્લેકમેલિંગ અને આત્મહત્યા માટે ઉશ્કેરવા સંબંધિત છે.1
- સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની ભટગામ પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ બાદ, શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન આનંદમય વાતાવરણમાં સંપન્ન થયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રથમવાર શાળામાં પ્રવેશ કરનાર બાળકોને ઉત્સાહભેર આવકારવાનો હતો. અમરત પટેલના જણાવ્યા મુજબ, શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બાળકોને પોંખવાનો એક અનોખો અવસર છે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત દ્વારા સંચાલિત આ કાર્યક્રમ તાલુકા પંચાયતના દંડક અમરતભાઈ રાઠોડના વડપણ હેઠળ યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત સદસ્ય કિરણભાઈ પટેલ, સુરત જિલ્લા એસ.સી. મોરચાના અધ્યક્ષ પ્રવિણભાઈ મકવાણા, સેલુત ગામના સરપંચ અને યુવા કાર્યકર જિજ્ઞેશભાઈ પટેલ, લાયઝન ઓફિસર હર્ષદભાઈ ચૌહાણ, ગામના સરપંચ શૈલેષભાઈ રાઠોડ, એસ.એમ.સી. અધ્યક્ષ હંસાબેન રાઠોડ, આઈ.સી.ડી.એસ.ના પિંકલબેન, અને આરોગ્ય વિભાગના ડો. ધવલ પટેલ સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો સહભાગી થયા હતા. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના સાથે થયો હતો, ત્યારબાદ શાળાના આચાર્ય વિજય પટેલે ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે આંગણવાડીમાં પ્રવેશ લેનાર ૪ બાળકો અને બાલવાટિકામાં પ્રવેશ લેનાર ૧૨ બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વધુમાં, શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ પણ કરાયું હતું. પ્રવિણભાઈ મકવાણા અને કિરણભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન આપી પ્રવેશપાત્ર બાળકોને શુભાશિષ પાઠવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ઉપશિક્ષકો દિપક પટેલ, ધવલ પટેલ, નિમિષા પટેલ, કલ્પના પટેલ અને જીનલ પટેલે સક્રિય યોગદાન આપ્યું હતું. કાર્યક્રમના અંતિમ ચરણમાં ધોરણ ૮ની વિદ્યાર્થીની કૃષિકા રાઠોડે 'વૃક્ષારોપણ' વિષય પર વક્તવ્ય આપ્યું હતું, અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ હિમાની સુરતી અને હીર રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.1
- સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હીરાબાગ ચાર રસ્તા પાસે ટ્યુશન ક્લાસમાં આવતી વિદ્યાર્થીનીઓને પરેશાન કરવાના આરોપસર સ્થાનિક લોકોએ બે યુવકોને પકડી લીધા હતા. સ્થાનિક લોકોનો આરોપ છે કે કેટલાક લુખ્ખા તત્વો ઘણા સમયથી ટ્યુશન ક્લાસમાં આવતી વિદ્યાર્થિનીઓને હેરાન કરી રહ્યા હતા. આ મામલે અગાઉ વરાછા પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી હતી, પરંતુ પોલીસે આ અંગે કોઈ ધ્યાન ન આપ્યું હોવાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ, જ્યારે સ્થાનિક લોકોએ આ બંને યુવકોને પકડ્યા, ત્યારે ત્યાં મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી અને લોકોએ તેમને પકડીને સબક શીખવ્યો હતો.1