અમરેલી સ્થિત કામનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ‘આશીર્વાદના દીવા’ જિલ્લાકક્ષાના ભવ્ય કાર્યક્રમનું સફળ આયોજન સંપન્ન અમરેલી સ્થિત કામનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ‘આશીર્વાદના દીવા’ જિલ્લાકક્ષાના ભવ્ય કાર્યક્રમનું સફળ આયોજન સંપન્ન ‘આશીર્વાદના દીવા’ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા અને ઉપસ્થિત સૌને ભાવસભર સંબોધન કર્યું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસના અનેક કાર્યો સિદ્ધ થયા, ગરીબોને પાકા મકાન સહિતની સુવિધાઓ મળી -નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા સહિતના પદાધિકારીશ્રીઓ કાર્યક્રમમાં સહભાગી બન્યા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાવૃંદોએ શિવ વંદનાની ભાવપૂર્ણ પ્રસ્તુતી કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા – શંખનાદ, ઢોલ નગારા અને ઝાલરના દિવ્ય નાદ સાથે મહાઆરતી યોજાઈ અમરેલી તા. ૧૭ સપ્ટેમ્બર,૨૦૨૬ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં ૨૫ વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યમાં તા. ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ‘સેવા સંકલ્પ અભિયાન’નું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આજરોજ વડાપ્રધાનશ્રીનો જન્મદિન છે, તે નિમિત્તે અમરેલી સ્થિત કામનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ‘આશીર્વાદના દીવા’ જિલ્લાકક્ષાના ભવ્ય કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા સહિતના મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે તેમના નિરામય આરોગ્ય, દિર્ઘાયુ અને રાષ્ટ્રની સુખાકારી માટે પ્રાર્થના સહ શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા અને ઉપસ્થિત સૌને ભાવસભર સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસના અનેક કાર્યો સિદ્ધ થયા છે. ગરીબોને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકા મકાન સહિતની સુવિધાઓ મળી છે. તેમણે ઉમેર્યું કે, આઝાદી બાદ પ્રથમ વખત આપણને સશક્ત અને મજબૂત નતૃત્વ મળ્યું છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારત-૨૦૪૭ના સોનેરી સપનાને સાકાર કરવા માટે તેજ ગતિથી વિકાસના પંથે આગળ ધપી રહ્યો છે. ‘આશીર્વાદના દીવા’ મહોત્સવ અંતર્ગત અમરેલીના ઐતિહાસિક કામનાથ મહાદેવ મંદિરને મનમોહક અને સુગંધિત ફૂલોની સજાવટથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. આ સાથે જ મંદિરના વિશાળ પટાંગણમાં જુદી જુદી જગ્યાએ હજારો દીવાઓ પ્રજ્વલ્લિત કરવામાં આવ્યા હતા, સમગ્ર પરિસર ભક્તિના પવિત્ર પ્રકાશમાં પ્રકાશમય બન્યું હતું. આ સુંદરતામાં અભિવૃદ્ધિ કરવા માટે મંદિર પ્રાંગણમાં આકર્ષક અને ભવ્ય રંગોળીઓનું પણ વિશેષ સુશોભન પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઋષિગણો દ્વારા ઓમકાર નાદ અને શાસ્ત્રોક્ત રીતે મંત્રોચ્ચારનું પણ ઉચ્ચારણ કરવામાં આવતા સમગ્ર માહોલ ભક્તિસભર બન્યો હતો. કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે, રાષ્ટ્રના વિકાસમાં વડાપ્રધાનશ્રીએ તેમના સેવાકાળના ૨૫ વર્ષ દરમિયાન રજા લીધા વિના સતત અને અવિરત પરિશ્રમ કર્યો છે. રાષ્ટ્ર નેતાની આ છબી જ તેમની મહાનતાનો પરિચય કરાવે છે. તેમના નેતૃત્વમાં દેશ વિકાસના અનેક કાર્યો સાકાર કરીને તેજ ગતિથી સતત આગળ ધપી રહ્યો છે, છેવાડાના નાગરિકોની જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ આવી રહ્યો છે. આ મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે મંદિર પરિસર ખાતે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં કલાવૃંદોએ શિવ તાંડવ અને વંદનાની ભાવપૂર્ણ નૃત્ય પ્રસ્તુતી કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. હજારો દીવડાઓ, શંખનાદ, ઢોલ નગારા અને ઝાલરના ઘંટારવ અને નાદ સાથે ભગવાન કામનાથ મહાદેવની દિવ્ય મહાઆરતી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવડીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા, જિલ્લાના હોદ્દેદારશ્રી અતુલભાઈ કાનાણી, અન્ય હોદ્દેદારશ્રીઓ, નાગરિક બેંકના ચેરમેન અને સહકારી આગેવાન શ્રી પી.પી.સોજીત્રા, જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, સુપર ન્યુમરરરી આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી હર્ષિતા ગોયલ, સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, શહેરના આગેવાનો, મહાનુભાવો અને બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બોટાદના નાગરિકોએ દીવડા પ્રગટાવી જન્મદિવસની શુભેચ્છા પાઠવી* *સાંસદ શ્રી પરષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં સેવા સંકલ્પ અભિયાન અને શ્રમદાન અંતર્ગત બોટાદ જિલ્લામાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાયો* ૦૦૦૦૦૦૦ *દીવડાની રોશની સાથે સેવા, સંકલ્પ અને સ્વચ્છતાનો સંદેશ સાથે બોટાદના નાગરિકોએ જનભાગીદારીની જીવંત ઝલક આપી* ૦૦૦૦૦૦૦ *જિલ્લાના આઇકોનિક અને ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરી જનભાગીદારીનો સંદેશ અપાયો* વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અને તેમના વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં સેવા, શ્રમદાન અને સ્વચ્છતાના સંદેશને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત બોટાદ જિલ્લાના વિવિધ આઇકોનિક સ્થળોએ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સાંસદ શ્રી પરષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે અનેક દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. સાથોસાથ કાર્યક્રમમાં સ્વચ્છતા અને શ્રમદાનના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની નાગરિકોને પોતાના આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા પ્રેરણા આપી હતી. આ સાથે જિલ્લાના વિવિધ મહત્વપૂર્ણ અને આઇકોનિક સ્થળોએ પણ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. જેમાં સાળંગપુરના BAPS સ્વામિનારાયણ મંદિર, પોલારપુર સ્થિત શ્રી ભીમનાથ મહાદેવ મંદિર, ગઢડા ખાતે શ્રી ગોપીનાથજી મંદિર, પાળીયાદ વિહળાણાથજીની જગ્યા, બોટાદ કૃષ્ણસાગર તળાવ અને નવલખા હનુમાનજી મંદિર તેમજ રાણપુરના રાણાના ગઢ સહિતના સ્થળોએ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કલેક્ટર શ્રી હર્ષદ વોરા, જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમાર, પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા, પ્રાંત અધિકારીશ્રી કલ્પેશ કણજારીયા, અગ્રણીશ્રી મયુરભાઈ પટેલ સહિત રાજકીય આગેવાનો, જિલ્લા અને તાલુકા કક્ષાના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌએ સાથે મળીને દીપ પ્રાગટ્ય સાથે શ્રમદાન કરી ધાર્મિક અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/80008348884
- અંજારમાં શ્રી વિશ્વકર્મા મહાપૂજા અને આનંદના ગરબાનું ભવ્ય આયોજન..1
- જાફરાબાદના નાગેશ્રી ગામના વાડી વિસ્તારમાં અઠવાડિયામાં બે અલગ-અલગ સ્થળે અજગર જોવા મળતા લોકોમાં કુતૂહલ સાથે ચિંતા જોવા મળી રહી છે. બ્રેકિંગ ન્યૂઝ | જાફરાબાદના નાગેશ્રીમાં અજગરની દહેશત જાફરાબાદના નાગેશ્રી ગામના વાડી વિસ્તારમાં અઠવાડિયામાં બે અલગ-અલગ સ્થળે અજગર જોવા મળતા લોકોમાં કુતૂહલ સાથે ચિંતા જોવા મળી રહી છે. અલગ-અલગ જગ્યાએ વિશાળ અજગર દેખાતા વાડી વિસ્તારમાં રહેતા લોકોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. ખેડૂતો અને વાડી વિસ્તારમાં અવરજવર કરતા લોકોમાં સાવચેતી જોવા મળી રહી છે. અજગર દેખાવાની બંને ઘટનાઓથી વિસ્તારમાં વન્યજીવોની હાજરી ફરી ચર્ચામાં આવી છે. અજગર દેખાય ત્યારે તેને પકડવા કે નજીક જવા બદલે વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી રહી છે. વાડી વિસ્તારમાં સતત બે અજગર દેખાતા વન વિભાગની કામગીરી તરફ પણ લોકોની નજર છે.1
- મહુવા શહેર સહિત .... વાતાવરણમાં ઠંડક, ખેડૂતોમાં ખુશી..1
- મહુવા નગરપાલિકા અને પીડીલાઇટ દ્રારા સ્વરછ ભારત મિશન અંતર્ગત "સેવા સંકલ્પ અભિયાન" *" શહેર વાસીઓ કચરો જયાં ત્યાં ન ફેકો "* આજરોજ મહુવા તાલુકા પંચાયત ખાતે મહુવા નગરપાલિકા અને પીડીલાઇટ દ્રારા સ્વરછ ભારત મિશન અંતર્ગત "સેવા સંકલ્પ અભિયાન" અનુસંધાને સફાઈ કામગીરી અંગે શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં મહુવાના લોકપ્રિય ધારાસભ્યશ્રી શિવાભાઈ ગોહિલ,મહુવા નગરપાલિકાના પ્રમુખશ્રી "મિતલબેન આર.જોષી" ઉપપ્રમુખશ્રી "જયપાલસિંહ વાળા" ચીફ ઓફિસરશ્રી "પરાક્રમસિંહ ટી.મકવાણા' અને સભ્યશ્રીઓ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓ દ્રારા ગાંધીબાગ ખાતે જુના કોર્ટ બિલ્ડીંગમાં વિશેષ શ્રમદાન કરવામાં આવ્યું સાથે જનજાગૃતિ અંગે ચાર પ્રકારના અલગ અલગ કચરા માટે અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવેલ.. શહેરના લોકો આત્મ જાગૃત થાય અને પોતપોતાની રીતે આ સફાઈ અભિયાનમાં સહયોગ આપે તો આપણું શહેર સ્વચ્છ શહેર બની ને એક ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડે.1
- વિંછી ને જેમ ડંખ મારવાની ટેવ હોય છે એવી જ રીતે અમુક માણસો ને બીજા લોકો ની ભુલ કાઢવા ની ટેવ હોય છે જય અખંડ ધણી1
- Motivational story.1
- *બોટાદ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ* *જનહિતના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા અને વિભાગો વચ્ચે સંકલન જાળવવા કલેક્ટરશ્રી હર્ષદ વોરાની અધિકારીઓને સૂચના* ૦૦૦૦૦૦ બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ વોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી જનહિતને લગતા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા તેમજ પરસ્પર સંકલન જાળવીને કામગીરી કરવા કલેક્ટરશ્રીએ અધિકારીઓને માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ આપી હતી. બેઠકના પ્રથમ ભાગમાંજિલ્લા પંચાયત પ્રમુખશ્રી પાયલબેન માથોળીયા ,ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણા અને અને અન્ય જન પ્રતિનિધિશ્રીઓ દ્વારા ફરિયાદ નિવારણ અંતર્ગત વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રશ્નોના શક્ય તેટલા ઝડપી ઉકેલ માટે સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને આરોગ્ય, પાણી, રસ્તા, શિક્ષણ અને તાલીમ સહિતના લોકહિતલક્ષી પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સંકલનની બેઠક અંતર્ગત કલેક્ટરશ્રીએ સરકારી કચેરીઓ અને ઇમારતોમાં સોલાર ઊર્જાના મહત્તમ ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમજ બિનજરૂરી વીજળીનો વપરાશ ટાળવા સૂચના આપી હતી. તથા વિવિધ વિભાગોના જૂના તથા ઉપયોગમાં ન હોય તેવા સરકારી વાહનોની સ્ક્રેપ પોલિસી મુજબની કાર્યવાહી ઝડપી પૂર્ણ કરવા પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. કલેકટરશ્રીએ જિલ્લામાં સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોને સ્વચ્છ તથા આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે તે માટે સંબંધિત વિભાગોને પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લામાં આગામી સમયમાં યોજાનારા વિવિધ સરકારી અભિયાનો અને કાર્યક્રમો અંતર્ગત થયેલા કામોની કલેક્ટરશ્રીએ સમિક્ષા કરી હતી. અને સંકલ્પ સેવા અભિયાન અંતર્ગત આયોજિત થનારા કાર્યક્રમોના આયોજન માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, સેવાસેતુ કાર્યક્રમો માટે તકેદારીના પગલાંઓ લેવા, સુચારૂ આયોજન કરવું અને મહત્તમ નાગરિકો સેવાસેતુનો ઉપયોગ કરીને આવશ્યક સરકારી સેવાઓનો લાભ લે તે માટે જાગૃતિ અભિયાન અને પ્રચાર પ્રસાર કરવા સૂચના આપી હતી. તથા આગામી સમયમાં આવનારા તહેવારોમાં ભેળસેળમુક્ત ફરસાણ અને મીઠાઈઓ અંગેની તપાસ શરૂ કરવામાં આવે અને તે માટેના યોગ્ય પગલાઓ લેવા સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભરત પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ધર્મેન્દ્ર શર્મા, નાયબ વન સંરક્ષક અધિકારીશ્રી ગોવિંદસિંહ સરવૈયા, નિયામકશ્રી ડી.આર.ડી.એ. શ્રી ભાર્ગવ પટેલ, નાયબ કલેકટરશ્રી -૨, પ્રાંત અધિકારીશ્રીઓ તમામ, મામલતદારશ્રીઓ તમામ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તમામ તથા વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ સહિત સંકલન સમિતિના સભ્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/80008348884
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે અંબાજી ધામમાં 76000 દીવડાનો ઝળહળાટ1