પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બોટાદના નાગરિકોએ દીવડા પ્રગટાવી જન્મદિવસની શુભેચ્છા પાઠવી* *સાંસદ શ્રી પરષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં સેવા સંકલ્પ અભિયાન અને શ્રમદાન અંતર્ગત બોટાદ જિલ્લામાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાયો* ૦૦૦૦૦૦૦ *દીવડાની રોશની સાથે સેવા, સંકલ્પ અને સ્વચ્છતાનો સંદેશ સાથે બોટાદના નાગરિકોએ જનભાગીદારીની જીવંત ઝલક આપી* ૦૦૦૦૦૦૦ *જિલ્લાના આઇકોનિક અને ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરી જનભાગીદારીનો સંદેશ અપાયો* વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અને તેમના વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં સેવા, શ્રમદાન અને સ્વચ્છતાના સંદેશને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત બોટાદ જિલ્લાના વિવિધ આઇકોનિક સ્થળોએ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સાંસદ શ્રી પરષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે અનેક દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. સાથોસાથ કાર્યક્રમમાં સ્વચ્છતા અને શ્રમદાનના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની નાગરિકોને પોતાના આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા પ્રેરણા આપી હતી. આ સાથે જિલ્લાના વિવિધ મહત્વપૂર્ણ અને આઇકોનિક સ્થળોએ પણ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. જેમાં સાળંગપુરના BAPS સ્વામિનારાયણ મંદિર, પોલારપુર સ્થિત શ્રી ભીમનાથ મહાદેવ મંદિર, ગઢડા ખાતે શ્રી ગોપીનાથજી મંદિર, પાળીયાદ વિહળાણાથજીની જગ્યા, બોટાદ કૃષ્ણસાગર તળાવ અને નવલખા હનુમાનજી મંદિર તેમજ રાણપુરના રાણાના ગઢ સહિતના સ્થળોએ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કલેક્ટર શ્રી હર્ષદ વોરા, જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમાર, પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા, પ્રાંત અધિકારીશ્રી કલ્પેશ કણજારીયા, અગ્રણીશ્રી મયુરભાઈ પટેલ સહિત રાજકીય આગેવાનો, જિલ્લા અને તાલુકા કક્ષાના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌએ સાથે મળીને દીપ પ્રાગટ્ય સાથે શ્રમદાન કરી ધાર્મિક અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બોટાદના નાગરિકોએ દીવડા પ્રગટાવી જન્મદિવસની શુભેચ્છા પાઠવી* *સાંસદ શ્રી પરષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં સેવા સંકલ્પ અભિયાન અને શ્રમદાન અંતર્ગત બોટાદ જિલ્લામાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાયો* ૦૦૦૦૦૦૦ *દીવડાની રોશની સાથે સેવા, સંકલ્પ અને સ્વચ્છતાનો સંદેશ સાથે બોટાદના નાગરિકોએ જનભાગીદારીની જીવંત ઝલક આપી* ૦૦૦૦૦૦૦ *જિલ્લાના આઇકોનિક અને ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરી જનભાગીદારીનો સંદેશ અપાયો* વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અને તેમના વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં સેવા, શ્રમદાન અને સ્વચ્છતાના સંદેશને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત બોટાદ જિલ્લાના વિવિધ આઇકોનિક સ્થળોએ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સાંસદ શ્રી પરષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે અનેક દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. સાથોસાથ કાર્યક્રમમાં સ્વચ્છતા અને શ્રમદાનના સંદેશ
સાથે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની નાગરિકોને પોતાના આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા પ્રેરણા આપી હતી. આ સાથે જિલ્લાના વિવિધ મહત્વપૂર્ણ અને આઇકોનિક સ્થળોએ પણ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. જેમાં સાળંગપુરના BAPS સ્વામિનારાયણ મંદિર, પોલારપુર સ્થિત શ્રી ભીમનાથ મહાદેવ મંદિર, ગઢડા ખાતે શ્રી ગોપીનાથજી મંદિર, પાળીયાદ વિહળાણાથજીની જગ્યા, બોટાદ કૃષ્ણસાગર તળાવ અને નવલખા હનુમાનજી મંદિર તેમજ રાણપુરના રાણાના ગઢ સહિતના સ્થળોએ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કલેક્ટર શ્રી હર્ષદ વોરા, જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમાર, પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા, પ્રાંત અધિકારીશ્રી કલ્પેશ કણજારીયા, અગ્રણીશ્રી મયુરભાઈ પટેલ સહિત રાજકીય આગેવાનો, જિલ્લા અને તાલુકા કક્ષાના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક
ભાગ લીધો હતો. સૌએ સાથે મળીને દીપ પ્રાગટ્ય સાથે શ્રમદાન કરી ધાર્મિક અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો.
રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888
- લીબડી એચ કે હાઇસ્કુલ ખાતે માટીની ગણેશજીની પ્રતિમાઓ બનાવાય લીબડી એચ કે હાઇસ્કુલ ખાતે ગણેશજીની પ્રતિમાઓ બનાવાય શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ. કે. કુમાર શાળા,લીંબડી ખાતે બાળકોના સર્વાંગી વિકાસ માટે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. જે અન્વયે ગણેશ ચતુર્થીના પાવન અવસરે શાળાના બાળકો દ્વારા માટીમાંથી ઈકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું નિર્માણ કરી ગણેશજીની આરાધના કરવામાં આવી. જેનું સુંદર આયોજન આચાર્યશ્રી તથા શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું અને સહભાગી બનેલ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.1
- मक्का का असली पहेरेदार कोंन ?1
- જન્મદિવસે યોજાઈ ભજીયા પાર્ટી, મિત્રો-સ્નેહીજનો સાથે જયસુખભાઈ પંચાસરાએ ઉજવણી કરી..1
- સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બગદાણા ગામે SMC એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.1
- તારાપુર તાલુકામાં “સેવા સંકલ્પ યાત્રા”નું રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત તા. ૧૮/૦૯/૨૦૨૬, શુક્રવાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે આયોજિત “સેવા સંકલ્પ યાત્રા” અંતર્ગત વડનગરથી વારાણસી સુધી નીકળેલી બાઈક રેલીનું રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં તારાપુરના ગલીયાણા ગામે આગમન થયું હતું. સોજીત્રા વિધાનસભાના કાર્યકર્તાઓ દ્વારા પુષ્પવર્ષા કરી યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા સંગઠન અને શહેર સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ યાત્રાનું આગળ પ્રસ્થાન થયું હતું.. સેવા સંકલ્પ યાત્રા તારાપુર ચોકડી આવી પહોંચતાં શિક્ષણમંત્રીશ્રી રીવાબા જાડેજાનું તારાપુર શહેર સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજાના હસ્તે તારાપુર ચોકડી ગોકુલ સર્કલ પર વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મહામંત્રી, જિલ્લા યુવા મોરચા પ્રમુખ, વિવિધ મંડલોના પ્રમુખ-મહામંત્રીઓ, મોરચાના હોદ્દેદારો, તારાપુર નગરપાલિકા પ્રમુખ કાઉન્સિલર, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ગણપતિ વિસર્જન, ભક્તિમય માહોલ વચ્ચે બાપ્પાને ભાવભેર વિદાય આરતી-પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા, 🗞️ માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ગણપતિ વિસર્જન, ભક્તિમય માહોલ વચ્ચે બાપ્પાને ભાવભેર વિદાય આરતી-પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા, વિધિપૂર્વક તળાવમાં ગણપતિજીનું વિસર્જન કરાયું માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ગણેશ મહોત્સવ અંતર્ગત ગણપતિ બાપ્પાની સ્થાપના કરી આરતી, પૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મહોત્સવ દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાભેર ભાવિકોએ ગણપતિ ભગવાનની પૂજા-અર્ચના કરી હતી. આજે ગણપતિ બાપ્પાને વિધિ-વિધાન મુજબ ભાવભેર વિદાય આપવામાં આવી હતી. ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ ગણપતિજીનું તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિમય માહોલ વચ્ચે શ્રદ્ધાળુઓએ બાપ્પાને અંતિમ નમન કરી આગામી વર્ષે ફરી પધારવા માટે પ્રાર્થના કરી હતી.1
- *બોટાદ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ* *જનહિતના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા અને વિભાગો વચ્ચે સંકલન જાળવવા કલેક્ટરશ્રી હર્ષદ વોરાની અધિકારીઓને સૂચના* ૦૦૦૦૦૦ બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ વોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી જનહિતને લગતા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા તેમજ પરસ્પર સંકલન જાળવીને કામગીરી કરવા કલેક્ટરશ્રીએ અધિકારીઓને માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ આપી હતી. બેઠકના પ્રથમ ભાગમાંજિલ્લા પંચાયત પ્રમુખશ્રી પાયલબેન માથોળીયા ,ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણા અને અને અન્ય જન પ્રતિનિધિશ્રીઓ દ્વારા ફરિયાદ નિવારણ અંતર્ગત વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રશ્નોના શક્ય તેટલા ઝડપી ઉકેલ માટે સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને આરોગ્ય, પાણી, રસ્તા, શિક્ષણ અને તાલીમ સહિતના લોકહિતલક્ષી પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સંકલનની બેઠક અંતર્ગત કલેક્ટરશ્રીએ સરકારી કચેરીઓ અને ઇમારતોમાં સોલાર ઊર્જાના મહત્તમ ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમજ બિનજરૂરી વીજળીનો વપરાશ ટાળવા સૂચના આપી હતી. તથા વિવિધ વિભાગોના જૂના તથા ઉપયોગમાં ન હોય તેવા સરકારી વાહનોની સ્ક્રેપ પોલિસી મુજબની કાર્યવાહી ઝડપી પૂર્ણ કરવા પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. કલેકટરશ્રીએ જિલ્લામાં સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોને સ્વચ્છ તથા આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે તે માટે સંબંધિત વિભાગોને પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લામાં આગામી સમયમાં યોજાનારા વિવિધ સરકારી અભિયાનો અને કાર્યક્રમો અંતર્ગત થયેલા કામોની કલેક્ટરશ્રીએ સમિક્ષા કરી હતી. અને સંકલ્પ સેવા અભિયાન અંતર્ગત આયોજિત થનારા કાર્યક્રમોના આયોજન માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, સેવાસેતુ કાર્યક્રમો માટે તકેદારીના પગલાંઓ લેવા, સુચારૂ આયોજન કરવું અને મહત્તમ નાગરિકો સેવાસેતુનો ઉપયોગ કરીને આવશ્યક સરકારી સેવાઓનો લાભ લે તે માટે જાગૃતિ અભિયાન અને પ્રચાર પ્રસાર કરવા સૂચના આપી હતી. તથા આગામી સમયમાં આવનારા તહેવારોમાં ભેળસેળમુક્ત ફરસાણ અને મીઠાઈઓ અંગેની તપાસ શરૂ કરવામાં આવે અને તે માટેના યોગ્ય પગલાઓ લેવા સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભરત પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ધર્મેન્દ્ર શર્મા, નાયબ વન સંરક્ષક અધિકારીશ્રી ગોવિંદસિંહ સરવૈયા, નિયામકશ્રી ડી.આર.ડી.એ. શ્રી ભાર્ગવ પટેલ, નાયબ કલેકટરશ્રી -૨, પ્રાંત અધિકારીશ્રીઓ તમામ, મામલતદારશ્રીઓ તમામ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તમામ તથા વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ સહિત સંકલન સમિતિના સભ્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/80008348884
- Motivational story.1
- અંજારમાં શ્રી વિશ્વકર્મા મહાપૂજા અને આનંદના ગરબાનું ભવ્ય આયોજન..1