Shuru
Apke Nagar Ki App…
જન્મદિવસે યોજાઈ ભજીયા પાર્ટી, મિત્રો-સ્નેહીજનો સાથે જયસુખભાઈ પંચાસરાએ ઉજવણી કરી..
SV NEWS
જન્મદિવસે યોજાઈ ભજીયા પાર્ટી, મિત્રો-સ્નેહીજનો સાથે જયસુખભાઈ પંચાસરાએ ઉજવણી કરી..
More news from Gujarat and nearby areas
- જન્મદિવસે યોજાઈ ભજીયા પાર્ટી, મિત્રો-સ્નેહીજનો સાથે જયસુખભાઈ પંચાસરાએ ઉજવણી કરી..1
- મોરબીમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે શહેરના પ્રસિદ્ધ મણી મંદિર ખાતે આશીર્વાદ નો દિવો કાર્યક્રમ યોજાયો મંત્રી કાંતિભાઈ અમૃતિયા ગરબે ઘુમ્યા મોરબીમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે શહેરના પ્રસિદ્ધ મણી મંદિર ખાતે આશીર્વાદ નો દિવો કાર્યક્રમ યોજાયો મંત્રી કાંતિભાઈ અમૃતિયા ગરબે ઘુમ્યા1
- પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા, મેરા યોગદાન’ અંતર્ગત સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ* 00000 *બોટાદ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં મેગા હેલ્થ કેમ્પ અને મહા રક્તદાન કેમ્પ યોજાયો* 00000 *૭૪૬ લાભાર્થીઓની આરોગ્ય તપાસ કરી નિઃશુલ્ક નિદાન કરાયું; રક્તદાન કેમ્પમાં ૧૨૩ બ્લડ યુનિટ એકત્રિત* પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ બોટાદ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી તથા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રીશ્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં ‘સેવા, મેરા યોગદાન’ અંતર્ગત વિવિધ આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદની મધુસુદન ડેરી, જાયન્ટ્સ ગ્રુપ તથા જિલ્લા આરોગ્ય તંત્રના સંયુક્ત ઉપક્રમે બોટાદના હિફલી સ્થિત લેઉઆ પટેલ સમાજની વાડી ખાતે મેગા હેલ્થ કેમ્પ અને મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, આયુર્વેદ કેમ્પ, આયુષ્માન કાર્ડ કેમ્પ તેમજ પૌષ્ટિક રાશન કીટ વિતરણ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ હતી. મેગા હેલ્થ કેમ્પમાં ૧૮થી વધુ નિષ્ણાત તબીબો દ્વારા કુલ ૭૪૬ લાભાર્થીઓની સ્થળ પર આરોગ્ય તપાસ કરી નિઃશુલ્ક નિદાન અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે મહા રક્તદાન કેમ્પમાં સેવાભાવી દાતાઓ દ્વારા કુલ ૧૨૩ બ્લડ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ રક્તનો ઉપયોગ જરૂરિયાતમંદ અને ઇમરજન્સી દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થશે. આ પ્રસંગે પ્રભારીમંત્રીશ્રી રિવાબા જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી જ બહેનોના સ્વાસ્થ્ય, શિક્ષણ, આત્મનિર્ભરતા અને સામાજિક સમરસતા સહિતના ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધે તે માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. દીકરીના જન્મથી લઈને તેના શિક્ષણ અને જીવનના વિવિધ તબક્કાઓ સુધી સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વહાલી દીકરી યોજના, નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ, સુકન્યા સમૃદ્ધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના, વિધવા પેન્શન, માતૃશક્તિ અને પૂર્ણશક્તિ જેવી વિવિધ યોજનાઓ મહિલાઓ અને દીકરીઓના સર્વાંગી વિકાસ તથા સશક્તિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ ઉપરાંત કુપોષણમુક્ત અભિયાન અંતર્ગત કુપોષિત બાળકો માટે અંદાજે ૫૦ પૌષ્ટિક રાશન કીટ, સગર્ભા મહિલાઓ તથા શિશુના ઉત્તમ સ્વાસ્થ્ય માટે ૫૦ વિશેષ પૌષ્ટિક રાશન કીટ તેમજ ટીબીના દર્દીઓને પોષણ મળી રહે તે હેતુથી ૫૦ પૌષ્ટિક રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મહંતશ્રી શંભુનાથ ટુંડિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પાયલબેન માથોળીયા, કલેક્ટરશ્રી હર્ષદ વોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભરત પરમાર, પોલીસ અધિક્ષકશ્રી ધર્મેન્દ્ર શર્મા, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જયંતિ કણજારીયા સહિત અગ્રણીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/80008348884
- સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ દાદાનો દિવ્ય શણગાર રંગબેરંગી ફૂલોથી સજ્યું દાદાનું દરબાર, વહેલી સવારે ભક્તોએ લીધા દિવ્ય દર્શન1
- અમરેલી સ્થિત કામનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ‘આશીર્વાદના દીવા’ જિલ્લાકક્ષાના ભવ્ય કાર્યક્રમનું સફળ આયોજન સંપન્ન અમરેલી સ્થિત કામનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ‘આશીર્વાદના દીવા’ જિલ્લાકક્ષાના ભવ્ય કાર્યક્રમનું સફળ આયોજન સંપન્ન ‘આશીર્વાદના દીવા’ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા અને ઉપસ્થિત સૌને ભાવસભર સંબોધન કર્યું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસના અનેક કાર્યો સિદ્ધ થયા, ગરીબોને પાકા મકાન સહિતની સુવિધાઓ મળી -નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા સહિતના પદાધિકારીશ્રીઓ કાર્યક્રમમાં સહભાગી બન્યા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાવૃંદોએ શિવ વંદનાની ભાવપૂર્ણ પ્રસ્તુતી કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા – શંખનાદ, ઢોલ નગારા અને ઝાલરના દિવ્ય નાદ સાથે મહાઆરતી યોજાઈ અમરેલી તા. ૧૭ સપ્ટેમ્બર,૨૦૨૬ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં ૨૫ વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યમાં તા. ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ‘સેવા સંકલ્પ અભિયાન’નું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આજરોજ વડાપ્રધાનશ્રીનો જન્મદિન છે, તે નિમિત્તે અમરેલી સ્થિત કામનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ‘આશીર્વાદના દીવા’ જિલ્લાકક્ષાના ભવ્ય કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા સહિતના મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે તેમના નિરામય આરોગ્ય, દિર્ઘાયુ અને રાષ્ટ્રની સુખાકારી માટે પ્રાર્થના સહ શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા અને ઉપસ્થિત સૌને ભાવસભર સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસના અનેક કાર્યો સિદ્ધ થયા છે. ગરીબોને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકા મકાન સહિતની સુવિધાઓ મળી છે. તેમણે ઉમેર્યું કે, આઝાદી બાદ પ્રથમ વખત આપણને સશક્ત અને મજબૂત નતૃત્વ મળ્યું છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારત-૨૦૪૭ના સોનેરી સપનાને સાકાર કરવા માટે તેજ ગતિથી વિકાસના પંથે આગળ ધપી રહ્યો છે. ‘આશીર્વાદના દીવા’ મહોત્સવ અંતર્ગત અમરેલીના ઐતિહાસિક કામનાથ મહાદેવ મંદિરને મનમોહક અને સુગંધિત ફૂલોની સજાવટથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. આ સાથે જ મંદિરના વિશાળ પટાંગણમાં જુદી જુદી જગ્યાએ હજારો દીવાઓ પ્રજ્વલ્લિત કરવામાં આવ્યા હતા, સમગ્ર પરિસર ભક્તિના પવિત્ર પ્રકાશમાં પ્રકાશમય બન્યું હતું. આ સુંદરતામાં અભિવૃદ્ધિ કરવા માટે મંદિર પ્રાંગણમાં આકર્ષક અને ભવ્ય રંગોળીઓનું પણ વિશેષ સુશોભન પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઋષિગણો દ્વારા ઓમકાર નાદ અને શાસ્ત્રોક્ત રીતે મંત્રોચ્ચારનું પણ ઉચ્ચારણ કરવામાં આવતા સમગ્ર માહોલ ભક્તિસભર બન્યો હતો. કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે, રાષ્ટ્રના વિકાસમાં વડાપ્રધાનશ્રીએ તેમના સેવાકાળના ૨૫ વર્ષ દરમિયાન રજા લીધા વિના સતત અને અવિરત પરિશ્રમ કર્યો છે. રાષ્ટ્ર નેતાની આ છબી જ તેમની મહાનતાનો પરિચય કરાવે છે. તેમના નેતૃત્વમાં દેશ વિકાસના અનેક કાર્યો સાકાર કરીને તેજ ગતિથી સતત આગળ ધપી રહ્યો છે, છેવાડાના નાગરિકોની જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ આવી રહ્યો છે. આ મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે મંદિર પરિસર ખાતે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં કલાવૃંદોએ શિવ તાંડવ અને વંદનાની ભાવપૂર્ણ નૃત્ય પ્રસ્તુતી કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. હજારો દીવડાઓ, શંખનાદ, ઢોલ નગારા અને ઝાલરના ઘંટારવ અને નાદ સાથે ભગવાન કામનાથ મહાદેવની દિવ્ય મહાઆરતી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવડીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા, જિલ્લાના હોદ્દેદારશ્રી અતુલભાઈ કાનાણી, અન્ય હોદ્દેદારશ્રીઓ, નાગરિક બેંકના ચેરમેન અને સહકારી આગેવાન શ્રી પી.પી.સોજીત્રા, જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, સુપર ન્યુમરરરી આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી હર્ષિતા ગોયલ, સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, શહેરના આગેવાનો, મહાનુભાવો અને બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.1
- નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી બાબતે હેલ્થ કર્મચારી અને સરપંચનો ઓડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો1
- સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બગદાણા ગામે SMC એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.1
- અંજારમાં શ્રી વિશ્વકર્મા મહાપૂજા અને આનંદના ગરબાનું ભવ્ય આયોજન..1