Shuru
Apke Nagar Ki App…
લીબડી એચ કે હાઇસ્કુલ ખાતે માટીની ગણેશજીની પ્રતિમાઓ બનાવાય લીબડી એચ કે હાઇસ્કુલ ખાતે ગણેશજીની પ્રતિમાઓ બનાવાય શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ. કે. કુમાર શાળા,લીંબડી ખાતે બાળકોના સર્વાંગી વિકાસ માટે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. જે અન્વયે ગણેશ ચતુર્થીના પાવન અવસરે શાળાના બાળકો દ્વારા માટીમાંથી ઈકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું નિર્માણ કરી ગણેશજીની આરાધના કરવામાં આવી. જેનું સુંદર આયોજન આચાર્યશ્રી તથા શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું અને સહભાગી બનેલ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
KALPESH VADHER
લીબડી એચ કે હાઇસ્કુલ ખાતે માટીની ગણેશજીની પ્રતિમાઓ બનાવાય લીબડી એચ કે હાઇસ્કુલ ખાતે ગણેશજીની પ્રતિમાઓ બનાવાય શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ. કે. કુમાર શાળા,લીંબડી ખાતે બાળકોના સર્વાંગી વિકાસ માટે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. જે અન્વયે ગણેશ ચતુર્થીના પાવન અવસરે શાળાના બાળકો દ્વારા માટીમાંથી ઈકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું નિર્માણ કરી ગણેશજીની આરાધના કરવામાં આવી. જેનું સુંદર આયોજન આચાર્યશ્રી તથા શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું અને સહભાગી બનેલ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
More news from ગુજરાત and nearby areas
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બોટાદના નાગરિકોએ દીવડા પ્રગટાવી જન્મદિવસની શુભેચ્છા પાઠવી* *સાંસદ શ્રી પરષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં સેવા સંકલ્પ અભિયાન અને શ્રમદાન અંતર્ગત બોટાદ જિલ્લામાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાયો* ૦૦૦૦૦૦૦ *દીવડાની રોશની સાથે સેવા, સંકલ્પ અને સ્વચ્છતાનો સંદેશ સાથે બોટાદના નાગરિકોએ જનભાગીદારીની જીવંત ઝલક આપી* ૦૦૦૦૦૦૦ *જિલ્લાના આઇકોનિક અને ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરી જનભાગીદારીનો સંદેશ અપાયો* વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અને તેમના વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં સેવા, શ્રમદાન અને સ્વચ્છતાના સંદેશને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત બોટાદ જિલ્લાના વિવિધ આઇકોનિક સ્થળોએ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સાંસદ શ્રી પરષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે અનેક દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. સાથોસાથ કાર્યક્રમમાં સ્વચ્છતા અને શ્રમદાનના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની નાગરિકોને પોતાના આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા પ્રેરણા આપી હતી. આ સાથે જિલ્લાના વિવિધ મહત્વપૂર્ણ અને આઇકોનિક સ્થળોએ પણ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. જેમાં સાળંગપુરના BAPS સ્વામિનારાયણ મંદિર, પોલારપુર સ્થિત શ્રી ભીમનાથ મહાદેવ મંદિર, ગઢડા ખાતે શ્રી ગોપીનાથજી મંદિર, પાળીયાદ વિહળાણાથજીની જગ્યા, બોટાદ કૃષ્ણસાગર તળાવ અને નવલખા હનુમાનજી મંદિર તેમજ રાણપુરના રાણાના ગઢ સહિતના સ્થળોએ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કલેક્ટર શ્રી હર્ષદ વોરા, જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમાર, પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા, પ્રાંત અધિકારીશ્રી કલ્પેશ કણજારીયા, અગ્રણીશ્રી મયુરભાઈ પટેલ સહિત રાજકીય આગેવાનો, જિલ્લા અને તાલુકા કક્ષાના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌએ સાથે મળીને દીપ પ્રાગટ્ય સાથે શ્રમદાન કરી ધાર્મિક અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/80008348884
- સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બગદાણા ગામે SMC એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.1
- ભારતીય જનતા પાર્ટી તારાપુર શહેર સંગઠને તારાપુરના જૈન દેરાસર ખાતે સાંજે 7 કલાકે 'આશીર્વાદ નો દીવડો' કાર્યક્રમનું આયોજન કર્યુ. માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તેમજ જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશવ્યાપી સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી તારાપુર શહેર સંગઠને તારાપુરના જૈન દેરાસર ખાતે સાંજે 7 કલાકે 'આશીર્વાદ નો દીવડો' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા અધિકારી, જિલ્લા મહામંત્રી, તાલુકા સંગઠન પ્રમુખ, તારાપુર શહેર સંગઠન પ્રમુખ બન્ને મહામંત્રીઓ, તારાપુર મામલતદાર પીઆઈ, પાલિકા પ્રમુખ, કાઉન્સિલર સભ્યો, તારાપુર શહેર સંગઠનના તથા ભારતીય જનતા પાર્ટીના કર્મનીષ્ઠ કાર્યકર્તાઓ અને શ્રધ્ધાળુ ભક્તો, જૈન સમાજના અગ્રણીઓ અને ભક્તજનો સર્વે ઉપસ્થિત રહેલ જે પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું જૈન સમાજના ભાઇ બહેનોએ સ્વાગત કર્યુ હતું તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ મંદિર પરિસરમાં ભગવાનની મહા આરતી દર્શનનો લ્હાવો લીધો હતો1
- જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.1
- 🚗🙏 अपनी कार से धार्मिक यात्रा पर जाना है? पालिताणा, अंबाजी, सोमनाथ या किसी भी धार्मिक यात्रा के लिए अपनी कार में Driver चाहिए? 👨✈️🚗 अब चिंता नहीं — आज ही Driver Booking करें! ✅ Local Driver ✅ Outstation Driver ✅ Personal / Family Driver ✅ Temporary Driver ✅ Night Driver ✅ Airport Driver 📍 Ahmedabad Sarthi Driver Service सतिशभाई – थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 97265 85975 🙏 आपकी कार • हमारा Driver • आरामदायक यात्रा #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #OutstationDriverAhmedabad #TemporaryDriverAhmedabad #NightDriverAhmedabad #AirportDriverAhmedabad #DriverOnCallAhmedabad #PalitanaYatra #AmbajiYatra #SomnathYatra #Ahmedabad #ThaltejRealEstate 🚗🙏 अपनी कार से धार्मिक यात्रा पर जाना है? पालिताणा, अंबाजी, सोमनाथ या किसी भी धार्मिक यात्रा के लिए अपनी कार में Driver चाहिए? 👨✈️🚗 अब चिंता नहीं — आज ही Driver Booking करें! ✅ Local Driver ✅ Outstation Driver ✅ Personal / Family Driver ✅ Temporary Driver ✅ Night Driver ✅ Airport Driver 📍 Ahmedabad Sarthi Driver Service सतिशभाई – थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 97265 85975 🙏 आपकी कार • हमारा Driver • आरामदायक यात्रा #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #OutstationDriverAhmedabad #TemporaryDriverAhmedabad #NightDriverAhmedabad #AirportDriverAhmedabad #DriverOnCallAhmedabad #PalitanaYatra #AmbajiYatra #SomnathYatra #Ahmedabad #ThaltejRealEstate2
- વિંછી ને જેમ ડંખ મારવાની ટેવ હોય છે એવી જ રીતે અમુક માણસો ને બીજા લોકો ની ભુલ કાઢવા ની ટેવ હોય છે જય અખંડ ધણી1
- *બોટાદ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ* *જનહિતના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા અને વિભાગો વચ્ચે સંકલન જાળવવા કલેક્ટરશ્રી હર્ષદ વોરાની અધિકારીઓને સૂચના* ૦૦૦૦૦૦ બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ વોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી જનહિતને લગતા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા તેમજ પરસ્પર સંકલન જાળવીને કામગીરી કરવા કલેક્ટરશ્રીએ અધિકારીઓને માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ આપી હતી. બેઠકના પ્રથમ ભાગમાંજિલ્લા પંચાયત પ્રમુખશ્રી પાયલબેન માથોળીયા ,ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણા અને અને અન્ય જન પ્રતિનિધિશ્રીઓ દ્વારા ફરિયાદ નિવારણ અંતર્ગત વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રશ્નોના શક્ય તેટલા ઝડપી ઉકેલ માટે સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને આરોગ્ય, પાણી, રસ્તા, શિક્ષણ અને તાલીમ સહિતના લોકહિતલક્ષી પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સંકલનની બેઠક અંતર્ગત કલેક્ટરશ્રીએ સરકારી કચેરીઓ અને ઇમારતોમાં સોલાર ઊર્જાના મહત્તમ ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમજ બિનજરૂરી વીજળીનો વપરાશ ટાળવા સૂચના આપી હતી. તથા વિવિધ વિભાગોના જૂના તથા ઉપયોગમાં ન હોય તેવા સરકારી વાહનોની સ્ક્રેપ પોલિસી મુજબની કાર્યવાહી ઝડપી પૂર્ણ કરવા પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. કલેકટરશ્રીએ જિલ્લામાં સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોને સ્વચ્છ તથા આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે તે માટે સંબંધિત વિભાગોને પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લામાં આગામી સમયમાં યોજાનારા વિવિધ સરકારી અભિયાનો અને કાર્યક્રમો અંતર્ગત થયેલા કામોની કલેક્ટરશ્રીએ સમિક્ષા કરી હતી. અને સંકલ્પ સેવા અભિયાન અંતર્ગત આયોજિત થનારા કાર્યક્રમોના આયોજન માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, સેવાસેતુ કાર્યક્રમો માટે તકેદારીના પગલાંઓ લેવા, સુચારૂ આયોજન કરવું અને મહત્તમ નાગરિકો સેવાસેતુનો ઉપયોગ કરીને આવશ્યક સરકારી સેવાઓનો લાભ લે તે માટે જાગૃતિ અભિયાન અને પ્રચાર પ્રસાર કરવા સૂચના આપી હતી. તથા આગામી સમયમાં આવનારા તહેવારોમાં ભેળસેળમુક્ત ફરસાણ અને મીઠાઈઓ અંગેની તપાસ શરૂ કરવામાં આવે અને તે માટેના યોગ્ય પગલાઓ લેવા સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભરત પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ધર્મેન્દ્ર શર્મા, નાયબ વન સંરક્ષક અધિકારીશ્રી ગોવિંદસિંહ સરવૈયા, નિયામકશ્રી ડી.આર.ડી.એ. શ્રી ભાર્ગવ પટેલ, નાયબ કલેકટરશ્રી -૨, પ્રાંત અધિકારીશ્રીઓ તમામ, મામલતદારશ્રીઓ તમામ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તમામ તથા વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ સહિત સંકલન સમિતિના સભ્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/80008348884
- તરણેતરના મેળાના મંડપ અને લાઇટિંગના કોન્ટ્રાક્ટરને ઘરે જતી વેળાએ માર મારવામાં આવ્યો અને ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું1
- માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ તેમજ જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન દ્વારા હેલ્મેટ વિતરણ કરાયા. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ તેમજ જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશનના પ્રમુખ વિજયભાઇ પોપટભાઇ ભરવાડ તથા સભ્યો દ્વારા હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ તારાપુર શહેરની નાની ચોકડી ખાતે કરવામાં આવ્યો. જે પ્રસંગે તારાપુર મામલતદાર, પી.આઇ, શહેર તાલુકા સંગઠન પ્રમુખ, પરેશભાઇ, મહાવિરસિંહ, મહામંત્રી વિનોદભાઇ, મુકેશભાઇ નગરપાલિકા પ્રમુખ રશ્મિકાબેન, કાઉન્સિલરો તથા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ જેમાં ૧૨૫ થી વધુ બાઇક સવારોને હેલ્મેટનું વિતરણ કરાયું હતું1