logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી ૧૯ જુલાઈ ૨૦૨૬ના રોજ લેવાનારી ટાટ (હાયર સેકન્ડરી) મુખ્ય પરીક્ષા લંબાવીને હવે ૨ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ રાખવામાં આવતા કચ્છ જિલ્લાના ઉમેદવારો માટે ભારે આર્થિક અને માનસિક મુસીબત ઊભી થઈ છે. ભૌગોલિક રીતે વિશાળ એવા કચ્છ જિલ્લાના સેંકડો ઉમેદવારોએ અમદાવાદ કે ગાંધીનગર જેવા દૂરના પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચવા માટે અગાઉથી જ ૧૯ જુલાઈની બસો અને ટ્રેનોની ટિકિટો બુક કરાવી લીધી હતી. હવે પરીક્ષાની તારીખ બદલાતા આ બેરોજગાર વિદ્યાર્થીઓએ કાં તો આ ટિકિટો રદ કરાવીને આર્થિક નુકસાન વેઠવું પડશે અથવા મુસાફરીની તારીખ બદલવાની માથાકૂટમાં પડવું પડશે. સૌથી મોટો અન્યાય એ છે કે પરીક્ષા ૨ ઓગસ્ટે લેવાવાની નક્કી છે, તેમ છતાં હોલ ટિકિટ અગાઉની તારીખ ૧૯ જુલાઈ બાદ છેક ૨૦ જુલાઈએ જાહેર કરવામાં આવનાર છે. વિદ્યાર્થીઓ જો અત્યારથી જ ૨ ઓગસ્ટની ટિકિટ એડવાન્સમાં બુક કરાવે અને ૨૦ જુલાઈએ જાહેર થનારી હોલ ટિકિટમાં પરીક્ષા કેન્દ્રનું શહેર બદલાઈ જાય, તો તેમનું બુકિંગ ફરીથી નિષ્ફળ જશે અને મધ્યમવર્ગીય યુવાનોના પૈસા પાણીમાં જશે. ટ્રેન અને બસની અપૂરતી સુવિધાવાળા આ દુર્ગમ વિસ્તારના ઉમેદવારો માટે આ નિર્ણય 'બંને બાજુથી મરો' અને 'પડ્યા ઉપર પાટુ' સમાન સાબિત થયો છે. આથી, સ્થાનિક જાગૃત નાગરિકો અને 'આપણું કચ્છ' સોશિયલ મીડિયા પેજ દ્વારા શિક્ષણ મંત્રી અને પરીક્ષા બોર્ડ સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે કે આગામી બે-ત્રણ દિવસમાં જ હોલ ટિકિટ અથવા કમસેકમ પરીક્ષાનું શહેર તાત્કાલિક જાહેર કરવામાં આવે જેથી યુવાનો સમયસર બુકિંગ કરાવી નિશ્ચિતપણે તૈયારી કરી શકે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર આ વ્યાજબી પ્રશ્ન ઉઠાવનારા યુવાનોનો અવાજ દબાવવા માટે સ્થાનિક રાજકીય ગ્રુપોમાંથી સભ્યોને રીમુવ કરવાની અસહિષ્ણુતા દાખવવામાં આવી છે. આ અંગે કટાક્ષ કરતા યુવા સંગઠનોએ જણાવ્યું છે કે વિરોધનો અવાજ દબાવનારાઓ ભલે 'બી જે (પાણી) પી' નું નામ સાર્થક કરીને પોતાનામાં પાણી ન હોવાનું આડકતરી રીતે સ્વીકારે અને પરીક્ષા બોર્ડ ભલે બેરોજગાર યુવાનોના પૈસાનું પાણી કરે, પરંતુ આગામી સમયમાં જ્યારે શિક્ષિત યુવાનો જાગશે અને સત્તાની બાગડોર સંભાળશે ત્યારે જ કુંભકર્ણની ઊંઘમાં સૂતેલા સત્તાધીશોની સાચી નીંદર ઉડશે.

5 hrs ago
user_Pooja
Pooja
Local News Reporter મુંદ્રા, કચ્છ, ગુજરાત•
5 hrs ago
96f438a5-0fe8-49a8-a26e-bc69a5e7bbaf

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી ૧૯ જુલાઈ ૨૦૨૬ના રોજ લેવાનારી ટાટ (હાયર સેકન્ડરી) મુખ્ય પરીક્ષા લંબાવીને હવે ૨ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ રાખવામાં આવતા કચ્છ જિલ્લાના ઉમેદવારો માટે ભારે આર્થિક અને માનસિક મુસીબત ઊભી થઈ છે. ભૌગોલિક રીતે વિશાળ એવા કચ્છ જિલ્લાના સેંકડો ઉમેદવારોએ અમદાવાદ કે ગાંધીનગર જેવા દૂરના પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચવા માટે અગાઉથી જ ૧૯ જુલાઈની બસો અને ટ્રેનોની ટિકિટો બુક કરાવી લીધી હતી. હવે પરીક્ષાની તારીખ બદલાતા આ બેરોજગાર વિદ્યાર્થીઓએ કાં તો

a6d29c00-1cf2-408e-8d59-5c7b4db83dd0

આ ટિકિટો રદ કરાવીને આર્થિક નુકસાન વેઠવું પડશે અથવા મુસાફરીની તારીખ બદલવાની માથાકૂટમાં પડવું પડશે. સૌથી મોટો અન્યાય એ છે કે પરીક્ષા ૨ ઓગસ્ટે લેવાવાની નક્કી છે, તેમ છતાં હોલ ટિકિટ અગાઉની તારીખ ૧૯ જુલાઈ બાદ છેક ૨૦ જુલાઈએ જાહેર કરવામાં આવનાર છે. વિદ્યાર્થીઓ જો અત્યારથી જ ૨ ઓગસ્ટની ટિકિટ એડવાન્સમાં બુક કરાવે અને ૨૦ જુલાઈએ જાહેર થનારી હોલ ટિકિટમાં પરીક્ષા કેન્દ્રનું શહેર બદલાઈ જાય, તો તેમનું બુકિંગ ફરીથી નિષ્ફળ જશે અને મધ્યમવર્ગીય યુવાનોના પૈસા પાણીમાં

3f534563-d2a7-4d37-9e70-af317a0b46d5

જશે. ટ્રેન અને બસની અપૂરતી સુવિધાવાળા આ દુર્ગમ વિસ્તારના ઉમેદવારો માટે આ નિર્ણય 'બંને બાજુથી મરો' અને 'પડ્યા ઉપર પાટુ' સમાન સાબિત થયો છે. આથી, સ્થાનિક જાગૃત નાગરિકો અને 'આપણું કચ્છ' સોશિયલ મીડિયા પેજ દ્વારા શિક્ષણ મંત્રી અને પરીક્ષા બોર્ડ સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે કે આગામી બે-ત્રણ દિવસમાં જ હોલ ટિકિટ અથવા કમસેકમ પરીક્ષાનું શહેર તાત્કાલિક જાહેર કરવામાં આવે જેથી યુવાનો સમયસર બુકિંગ કરાવી નિશ્ચિતપણે તૈયારી કરી શકે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર આ

804b0309-02fc-4b8c-bf75-dae0cf6e1732

વ્યાજબી પ્રશ્ન ઉઠાવનારા યુવાનોનો અવાજ દબાવવા માટે સ્થાનિક રાજકીય ગ્રુપોમાંથી સભ્યોને રીમુવ કરવાની અસહિષ્ણુતા દાખવવામાં આવી છે. આ અંગે કટાક્ષ કરતા યુવા સંગઠનોએ જણાવ્યું છે કે વિરોધનો અવાજ દબાવનારાઓ ભલે 'બી જે (પાણી) પી' નું નામ સાર્થક કરીને પોતાનામાં પાણી ન હોવાનું આડકતરી રીતે સ્વીકારે અને પરીક્ષા બોર્ડ ભલે બેરોજગાર યુવાનોના પૈસાનું પાણી કરે, પરંતુ આગામી સમયમાં જ્યારે શિક્ષિત યુવાનો જાગશે અને સત્તાની બાગડોર સંભાળશે ત્યારે જ કુંભકર્ણની ઊંઘમાં સૂતેલા સત્તાધીશોની સાચી નીંદર ઉડશે.

More news from ગુજરાત and nearby areas
  • કચ્છના સાંસ્કૃતિક ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે, જેમાં રોગન આર્ટના કલાકાર આશિષ કંસારાને મોટું સન્માન મળ્યું છે. રોગન આર્ટના કોઈ કારીગરને માનદ D.Litt પદવી મળી હોય તેવો આ સંભવતઃ પ્રથમ પ્રસંગ માનવામાં આવી રહ્યો છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ માત્ર આશિષ કંસારાની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સમગ્ર કચ્છ, ગુજરાત અને ભારતીય પરંપરાગત હસ્તકલાને એક વિશિષ્ટ અને ગૌરવપૂર્ણ સન્માન મળ્યું છે. આ અનોખી ઉપલબ્ધિથી વિશ્વ સમક્ષ રોગન આર્ટની આગવી ઓળખ વધુ મજબૂત બની છે અને વૈશ્વિક સ્તરે કચ્છનું નામ ગુંજી ઉઠ્યું છે. આ અસાધારણ સફળતાએ કચ્છની કલગીમાં વધુ એક ગૌરવનું મોરપંખ ઉમેરી દીધું છે.
    1
    કચ્છના સાંસ્કૃતિક ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે, જેમાં રોગન આર્ટના કલાકાર આશિષ કંસારાને મોટું સન્માન મળ્યું છે. રોગન આર્ટના કોઈ કારીગરને માનદ D.Litt પદવી મળી હોય તેવો આ સંભવતઃ પ્રથમ પ્રસંગ માનવામાં આવી રહ્યો છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ માત્ર આશિષ કંસારાની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સમગ્ર કચ્છ, ગુજરાત અને ભારતીય પરંપરાગત હસ્તકલાને એક વિશિષ્ટ અને ગૌરવપૂર્ણ સન્માન મળ્યું છે.

આ અનોખી ઉપલબ્ધિથી વિશ્વ સમક્ષ રોગન આર્ટની આગવી ઓળખ વધુ મજબૂત બની છે અને વૈશ્વિક સ્તરે કચ્છનું નામ ગુંજી ઉઠ્યું છે. આ અસાધારણ સફળતાએ કચ્છની કલગીમાં વધુ એક ગૌરવનું મોરપંખ ઉમેરી દીધું છે.
    user_The News Times
    The News Times
    Newspaper publisher ભુજ, કચ્છ, ગુજરાત•
    31 min ago
  • મોરબીમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ PGVCL તંત્રની લાલિયાવાડી અને બેદરકારી સામે આવી છે. અહીં જેતપર રોડ પર લગાવેલા વીજપોલ સામાન્ય પવનમાં પણ જોરથી ડોલી રહ્યા છે. ચોમાસું શરૂ થાય તે પહેલાં જ ઊભી થયેલી આ પરિસ્થિતિના કારણે અહીંના ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ગયા છે.
    1
    મોરબીમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ PGVCL તંત્રની લાલિયાવાડી અને બેદરકારી સામે આવી છે. અહીં જેતપર રોડ પર લગાવેલા વીજપોલ સામાન્ય પવનમાં પણ જોરથી ડોલી રહ્યા છે. ચોમાસું શરૂ થાય તે પહેલાં જ ઊભી થયેલી આ પરિસ્થિતિના કારણે અહીંના ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ગયા છે.
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    1 hr ago
  • ધોરાજી તાલુકાના વાડોદર ગામે રહેતા દિલસુખભાઈ સાવલીયાના રહેણાંક મકાનમાં મોડી રાત્રે એક કોબ્રા સાપ જોવા મળ્યો હતો. ઘરમાં કોબ્રા સાપ હોવાની જાણ થતાં જ આ અંગે તુરંત ધોરાજી ફોરેસ્ટ વિભાગને માહિતી આપવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મકાનમાંથી આ કોબ્રા સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. રેસ્ક્યૂ કર્યા બાદ આ કોબ્રા સાપને હેમખેમ રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.
    1
    ધોરાજી તાલુકાના વાડોદર ગામે રહેતા દિલસુખભાઈ સાવલીયાના રહેણાંક મકાનમાં મોડી રાત્રે એક કોબ્રા સાપ જોવા મળ્યો હતો. ઘરમાં કોબ્રા સાપ હોવાની જાણ થતાં જ આ અંગે તુરંત ધોરાજી ફોરેસ્ટ વિભાગને માહિતી આપવામાં આવી હતી.

ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મકાનમાંથી આ કોબ્રા સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. રેસ્ક્યૂ કર્યા બાદ આ કોબ્રા સાપને હેમખેમ રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    5 hrs ago
  • મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં આગામી અષાઢી બીજ તહેવાર પહેલાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી છે. આ અંગે હળવદથી અહેવાલકર્તા રમેશ ઠાકોર દ્વારા વિગતો આપવામાં આવી છે.
    1
    મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં આગામી અષાઢી બીજ તહેવાર પહેલાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી છે. આ અંગે હળવદથી અહેવાલકર્તા રમેશ ઠાકોર દ્વારા વિગતો આપવામાં આવી છે.
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    53 min ago
  • જૂનાગઢમાં બાળક પર હુમલો કરનાર સિંહને આખરે પકડી લેવામાં આવ્યો છે. જૂનાગઢથી મેહુલ સિંગલના અહેવાલ અનુસાર, જે સિંહે બાળક પર હુમલો કર્યો હતો તે સિંહ આખરે પકડાઈ ગયો છે.
    1
    જૂનાગઢમાં બાળક પર હુમલો કરનાર સિંહને આખરે પકડી લેવામાં આવ્યો છે. જૂનાગઢથી મેહુલ સિંગલના અહેવાલ અનુસાર, જે સિંહે બાળક પર હુમલો કર્યો હતો તે સિંહ આખરે પકડાઈ ગયો છે.
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    4 hrs ago
  • વંથલી તાલુકાના સુખપુર ગામમાં ફરી એકવાર દીપડાનો આતંક સામે આવ્યો છે. ગામમાં આવેલી ગૌશાળાની અંદાજે ૧૫ ફૂટ ઊંચી દીવાલ કૂદીને દીપડો અંદર ઘૂસી ગયો હતો અને ત્યાં બાંધેલી એક ગાયનું મારણ કર્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક પશુપાલકો અને ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. આશ્ચર્યની વાત એ છે કે, આ ઘટનાના માત્ર એક જ દિવસ પહેલા વન વિભાગ દ્વારા આ જ ગામમાંથી એક દીપડીને પાંજરે પૂરી જૂનાગઢના સક્કરબાગ ઝૂ ખાતે ખસેડવામાં આવી હતી. આ સફળતાના ગણતરીના કલાકોમાં જ અન્ય દીપડાના હુમલાને કારણે વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે ગામની સીમ અને રહેણાંક વિસ્તારોમાં દીપડા તેમજ સિંહ જેવા હિંસક વન્ય પ્રાણીઓના આંટાફેરા સતત વધી રહ્યા છે, જેના કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોમાં ડરનો માહોલ છે. ગ્રામ પંચાયતના પ્રતિનિધિએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વન વિભાગ માત્ર પાંજરા મૂકીને કામચલાઉ ઓપરેશન કરે છે, પરંતુ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવતું નથી. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે જો ભવિષ્યમાં કોઈ માનવ પર હુમલો થશે તો તેની જવાબદારી કોણ લેશે? ગ્રામજનોએ વન વિભાગ પાસે રાત્રિ પેટ્રોલિંગ વધારવાની અને વિસ્તારમાં ભમતા અન્ય હિંસક પ્રાણીઓને પકડી સુરક્ષિત જંગલ વિસ્તારમાં ખસેડવાની ઉગ્ર માંગ કરી છે.
    1
    વંથલી તાલુકાના સુખપુર ગામમાં ફરી એકવાર દીપડાનો આતંક સામે આવ્યો છે. ગામમાં આવેલી ગૌશાળાની અંદાજે ૧૫ ફૂટ ઊંચી દીવાલ કૂદીને દીપડો અંદર ઘૂસી ગયો હતો અને ત્યાં બાંધેલી એક ગાયનું મારણ કર્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક પશુપાલકો અને ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે.

આશ્ચર્યની વાત એ છે કે, આ ઘટનાના માત્ર એક જ દિવસ પહેલા વન વિભાગ દ્વારા આ જ ગામમાંથી એક દીપડીને પાંજરે પૂરી જૂનાગઢના સક્કરબાગ ઝૂ ખાતે ખસેડવામાં આવી હતી. આ સફળતાના ગણતરીના કલાકોમાં જ અન્ય દીપડાના હુમલાને કારણે વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે ગામની સીમ અને રહેણાંક વિસ્તારોમાં દીપડા તેમજ સિંહ જેવા હિંસક વન્ય પ્રાણીઓના આંટાફેરા સતત વધી રહ્યા છે, જેના કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોમાં ડરનો માહોલ છે.

ગ્રામ પંચાયતના પ્રતિનિધિએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વન વિભાગ માત્ર પાંજરા મૂકીને કામચલાઉ ઓપરેશન કરે છે, પરંતુ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવતું નથી. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે જો ભવિષ્યમાં કોઈ માનવ પર હુમલો થશે તો તેની જવાબદારી કોણ લેશે? ગ્રામજનોએ વન વિભાગ પાસે રાત્રિ પેટ્રોલિંગ વધારવાની અને વિસ્તારમાં ભમતા અન્ય હિંસક પ્રાણીઓને પકડી સુરક્ષિત જંગલ વિસ્તારમાં ખસેડવાની ઉગ્ર માંગ કરી છે.
    user_RAHIM KARVAT.
    RAHIM KARVAT.
    Grain Importer વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    23 hrs ago
  • મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત ખેત મજૂર પરિવાર પર હુમલો કરવાના અને સામૂહિક દુષ્કર્મ આચરવાના કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
    1
    મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત ખેત મજૂર પરિવાર પર હુમલો કરવાના અને સામૂહિક દુષ્કર્મ આચરવાના કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    10 hrs ago
  • નખત્રાણામાં આરોગ્ય સુવિધાઓ પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ સીધો લોકોના આરોગ્યનો પ્રશ્ન છે, તેથી આ બાબતે સવાલ પૂછવો અને સત્તાવાર જવાબ માંગવો અત્યંત જરૂરી છે.
    1
    નખત્રાણામાં આરોગ્ય સુવિધાઓ પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ સીધો લોકોના આરોગ્યનો પ્રશ્ન છે, તેથી આ બાબતે સવાલ પૂછવો અને સત્તાવાર જવાબ માંગવો અત્યંત જરૂરી છે.
    user_Virendrasinh Parmar
    Virendrasinh Parmar
    Media house નખત્રાણા, કચ્છ, ગુજરાત•
    31 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.