માંડવી પોલીસે બજારમાંથી ચોરી કરતી 11 મહિલા ગેંગ રંગેહાથ ઝડપી પાડી.. દર બુધવારે ભરાતા હાટ બજાર માં દુકાન દારો, ખરીદી કરવા આવતી મહિલાઓ ના કિંમતી દાગીના, મોબાઈલ, રોકડ રકમની ચોરીની બૂમો ઉઠી હતી.. માંડવી ટાઉન મા વર્ષોથી દર બુધવારે મુખ્ય બજારમાં હાટ ભરાતો હોય છે. છેલ્લા કેટલાક સમય થી બુધવાર ના હાટ બજારમાં નાની મોટી ચોરી ની બૂમરાણ ને ધ્યાન માં લઈ માંડવી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આજરોજ બુધવારનો હાટ ભરાયેલ હોય , અને બળેવના તહેવારને અનુલક્ષીને માંડવી પોલીસે બજારમાંથી 11 મહિલાઓને ચોરીનો પ્રયાસ કરતા રંગે હાથ ઝડપી પાડી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર માંડવી ટાઉન માં દર બુધવારે હાટ બજાર ભરાય છે. જેમાં માંડવી નગર ઉપરાંત આસપાસના ગામડાના લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડતા હોય છે. બજારમાં ભારે ભીડનો લાભ ઉઠાવી ચોરો તેમની કરતબ અજમાવી જતા હતા. ખાસ કરીને મહિલાઓના ગળામાંથી ઘરેણાં, પાકીટ સહિતની વસ્તુઓ ચોરી થતી હોવાની લાંબા સમયથી બૂમરાણ ઉઠી હતી. જેને લઈને આજરોજ બુધવારે માંડવી પોલીસ દ્વારા ચોરી કરતી ટોળકીને પકડવા માટે હાટ બજારમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમ્યાન મોડી સાંજે 4.30 કલાકેપોલીસ દ્વારા ચોરીનો પ્રયાસ કરી રહેલી 11 જેટલી મહિલાઓને ઝડપી પાડી હતી. તમામ મહિલાઓને પોલીસ સ્ટેશન લઈ જઈ તેમની સામે કાયદેસરની કાર્યાવહી ચાલી રહી છે. જેમની પાસેથી સાડી, ટીશર્ટ, ડ્રેસ, કુર્તી, ધાતુના સાકડા, ધાતુની બુટ્ટી, રાખડી, મીઠાઈ કપડા ધોવાના સાબુ વિગેરે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટર ઈશ્વર ભાઈ સોલંકી માંડવી
માંડવી પોલીસે બજારમાંથી ચોરી કરતી 11 મહિલા ગેંગ રંગેહાથ ઝડપી પાડી.. દર બુધવારે ભરાતા હાટ બજાર માં દુકાન દારો, ખરીદી કરવા આવતી મહિલાઓ ના કિંમતી દાગીના, મોબાઈલ, રોકડ રકમની ચોરીની બૂમો ઉઠી હતી.. માંડવી ટાઉન મા વર્ષોથી દર બુધવારે મુખ્ય બજારમાં હાટ ભરાતો હોય છે. છેલ્લા કેટલાક સમય થી બુધવાર ના હાટ બજારમાં નાની મોટી ચોરી ની બૂમરાણ ને ધ્યાન માં લઈ માંડવી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આજરોજ બુધવારનો હાટ ભરાયેલ હોય ,
અને બળેવના તહેવારને અનુલક્ષીને માંડવી પોલીસે બજારમાંથી 11 મહિલાઓને ચોરીનો પ્રયાસ કરતા રંગે હાથ ઝડપી પાડી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર માંડવી ટાઉન માં દર બુધવારે હાટ બજાર ભરાય છે. જેમાં માંડવી નગર ઉપરાંત આસપાસના ગામડાના લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડતા હોય છે. બજારમાં ભારે ભીડનો લાભ ઉઠાવી ચોરો તેમની કરતબ અજમાવી જતા હતા. ખાસ કરીને મહિલાઓના ગળામાંથી ઘરેણાં, પાકીટ સહિતની વસ્તુઓ ચોરી થતી હોવાની લાંબા સમયથી બૂમરાણ ઉઠી હતી. જેને લઈને
આજરોજ બુધવારે માંડવી પોલીસ દ્વારા ચોરી કરતી ટોળકીને પકડવા માટે હાટ બજારમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમ્યાન મોડી સાંજે 4.30 કલાકેપોલીસ દ્વારા ચોરીનો પ્રયાસ કરી રહેલી 11 જેટલી મહિલાઓને ઝડપી પાડી હતી. તમામ મહિલાઓને પોલીસ સ્ટેશન લઈ જઈ તેમની સામે કાયદેસરની કાર્યાવહી ચાલી રહી છે. જેમની પાસેથી સાડી, ટીશર્ટ, ડ્રેસ, કુર્તી, ધાતુના સાકડા, ધાતુની બુટ્ટી, રાખડી, મીઠાઈ કપડા ધોવાના સાબુ વિગેરે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટર ઈશ્વર ભાઈ સોલંકી માંડવી
- सचिन GIDC पुलिसकी जुवाके अड्डे पर रेक्स सचिन GIDC पुलिसने जुवा खेल रहे जुआरीओ को धर दबोचा 14 लोग जुआ खेल रहे थे सचिन GIDC पुलिसकी जुवाके अड्डे पर रेक्स सचिन GIDC पुलिसने जुवा खेल रहे जुआरीओ को धर दबोचा 14 लोग जुआ खेल रहे थे1
- भेस्तान में युवक की मौत का मामला: पुलिस ने आरोपी को चंद घंटों में दबोचा#भेस्तान #सूरत #सूरतपुलिस #भेस्तानपुलिस #पुलिसकार्रवाई #आरोपीगिरफ्तार #क्राइमन्यूज # भेस्तान में युवक की मौत का मामला: पुलिस ने आरोपी को चंद घंटों में दबोचा#भेस्तान #सूरत #सूरतपुलिस #भेस्तानपुलिस #पुलिसकार्रवाई #आरोपीगिरफ्तार #क्राइमन्यूज #1
- ઉચ્છલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર તેમજ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરતા વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી. સંસ્કૃત ભાષા ભારતીય સંસ્કૃતિનો આત્મા અને તમામ ભાષાઓની જનની હોવાનો સંદેશ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. સંસ્કૃત સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોકગાન, સુભાષિત પઠન, ગીતા પઠન, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા તેમજ સંસ્કૃત સંભાષણ જેવી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. "આજના સમયમાં સંસ્કૃત ભાષાનું મહત્વ" વિષય પર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કરી સંસ્કૃત પ્રત્યેની અભિરુચિ દર્શાવી હતી. શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી રુવીશભાઈ ગામીતે જણાવ્યું હતું કે સંસ્કૃત માત્ર ભાષા નથી, પરંતુ જીવન જીવવાની એક ઉત્તમ પદ્ધતિ છે. વિદ્યાર્થીઓએ સંસ્કૃતનો અભ્યાસ કરીને આપણી પ્રાચીન સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાને આગળ ધપાવવી જોઈએ. કાર્યક્રમમાં સંસ્કૃત સપ્તાહના તાલુકા કન્વીનર શ્રી કમલેશભાઈ માયાવંશી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અરવિંદભાઈ ગામીત, દેવમોગરા વિનયન કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી, સંસ્કૃત વિભાગના અધ્યાપક શ્રી જયદેવ રાજ્યગુરુ, શાળાના શિક્ષકગણ, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્કૃત વિષયના શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સંસ્કૃત ભાષાના સંવર્ધન અને પ્રચાર માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ઉચ્છલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી4
- સુરતની બહેનો માટે મોટી ભેટ! રક્ષાબંધનના દિવસે 28 ઓગસ્ટે સુરત મનપાની સિટી બસ અને BRTS સેવા સંપૂર્ણપણે ફ્રી રહેશે. 🚌 👩 મહિલાઓ સાથે 15 વર્ષ સુધીના બાળકો પણ મફત મુસાફરી કરી શકશે. ભાઈને રાખડી બાંધવા જતી બહેનોને મુસાફરી ખર્ચમાંથી મળશે મોટી રાહત! 🎁 સુરતની બહેનો માટે મોટી ભેટ! રક્ષાબંધનના દિવસે 28 ઓગસ્ટે સુરત મનપાની સિટી બસ અને BRTS સેવા સંપૂર્ણપણે ફ્રી રહેશે. 🚌 👩 મહિલાઓ સાથે 15 વર્ષ સુધીના બાળકો પણ મફત મુસાફરી કરી શકશે. ભાઈને રાખડી બાંધવા જતી બહેનોને મુસાફરી ખર્ચમાંથી મળશે મોટી રાહત! 🎁1
- श्री यादव अहीर समाज सेवा ट्रस्ट बुजुर्ग प्रेमशंकर पंडित का हेल्प कर भेजा अमोली गाँव पहाड़ी इलाका चंदन की खाड़ी उत्तराखंड1
- સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની કડોદરા ખાતે મહત્વપૂર્ણ બેઠક માર્ગ સુરક્ષા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક બ્રિગેડના કલ્યાણ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કડોદરા ખાતે આવેલી પલસાણા એન્વાયરો પ્રોટેક્શન લિમિટેડ (PEPL)ના પરિસરમાં સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સુરત જિલ્લા પોલીસ અધિક્ષક (એસ.પી.) રાજેશ ગઢિયાની આગેવાની હેઠળ યોજાયેલી આ બેઠકમાં ટ્રસ્ટના સેક્રેટરી અશોકભાઈ કાનુંગો સહિત ટ્રસ્ટના વિવિધ હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન માર્ગ સુરક્ષા, ટ્રાફિક નિયમોના પાલન, માર્ગ અકસ્માતોમાં ઘટાડો તેમજ ટ્રાફિક બ્રિગેડના સભ્યોના કલ્યાણ સહિતના વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ વિભાગ અને ટ્રસ્ટ દ્વારા લોકકલ્યાણના કાર્યોને વધુ અસરકારક બનાવવા તથા ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ બનાવવા માટે જરૂરી પગલાં અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતાં ટ્રસ્ટના સેક્રેટરી અશોકભાઈ કાનુંગોએ જણાવ્યું હતું કે, હાઇવે ક્રોસ કરતી વખતે તેમજ વાહન ચલાવતી વખતે બેદરકારી કે ટ્રાફિક નિયમોના ભંગને કારણે અનેક વખત ગંભીર અને જીવલેણ અકસ્માતો સર્જાય છે. આવા અકસ્માતોમાં લોકો પોતાના પરિવાર અને સ્વજનોને ગુમાવે છે. અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે લોકોમાં માર્ગ સુરક્ષા અંગે વધુ વ્યાપક જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટ્રાફિક બ્રિગેડના સભ્યોના કલ્યાણનો મુદ્દો પણ બેઠકમાં મહત્વપૂર્ણ રહ્યો હતો. ખાસ કરીને આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ભાઈ-બહેનો માનદ ધોરણે ટ્રાફિક વ્યવસ્થામાં સેવા આપે છે. આવા ટ્રાફિક બ્રિગેડના સભ્યોના હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવી ભરતી અંગેની ભલામણો તેમજ તેમના માટે વીમા સુરક્ષા અને અન્ય લોકકલ્યાણકારી સહાય ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓએ ટ્રાફિક બ્રિગેડના સભ્યોના કલ્યાણ માટે સહયોગ આપવાની ભાવના વ્યક્ત કરી હતી. અશોકભાઈ કાનુંગોએ વધુમાં જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ માત્ર પોલીસની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. વાહનચાલકોએ હાઇવે અને અન્ય માર્ગો પર વાહન ચલાવતી વખતે ઝડપ, ઓવરટેકિંગ, હેલ્મેટ, સીટબેલ્ટ તથા અન્ય ટ્રાફિક નિયમોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમણે નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, “હાઇવે તેમજ અન્ય માર્ગો પર વાહન ચલાવતી વખતે પોતાની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખો અને અમૂલ્ય જિંદગી ન ગુમાવો. ટ્રાફિકના નિયમોનું પાલન કરીને પોતાનું અને અન્ય લોકોનું જીવન સુરક્ષિત બનાવો.” બેઠકમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે જાગૃતિ અભિયાનને વધુ વેગ આપવા તથા ટ્રાફિક બ્રિગેડના સભ્યોના કલ્યાણ માટે જરૂરી સહયોગ પૂરો પાડવા અંગે સકારાત્મક ચર્ચા થતાં આવનારા સમયમાં માર્ગ સુરક્ષાના ક્ષેત્રે વધુ અસરકારક કામગીરી થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.1
- કડોદરામાં બાઈકની લાઈટ પાડવા જેવી નજીવી બાબતે બે જૂથ બાખડ્યાં, પાંચથી વધુ યુવકો ઘવાયા એક યુવકને માથામાં ગંભીર ઈજા સાથે પગમાં ફ્રેક્ચર; સામા પક્ષના ત્રણ યુવકોને ચપ્પુના ઘા માર્યાના આક્ષેપ, CCTV ફૂટેજ સામે આવ્યા — પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી પલસાણા તાલુકાના કડોદરા જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવેલી હોરાઇઝન હોટલ નજીક રાજસ્થાની ઢાબા પાસે મંગળવારની મધરાતે નજીવી બાબતે બે જૂથો વચ્ચે સશસ્ત્ર મારામારીની ઘટના સામે આવી છે. બાઈકની લાઈટ મોઢા પર પાડવા તથા બાઈક પરત આપવા જેવી બાબતે શરૂ થયેલી તકરાર ઉગ્ર બનતાં બંને પક્ષે લાકડીઓ અને ચપ્પુ વડે એકબીજા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં પાંચથી વધુ યુવકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, જોળવા ખાતે રહેતા વિક્રમસિંહ ઉર્ફે વીરુ રામસમરત સિંહે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના મિત્રો અરુણ, અંશુ અને હરિઓમ રાજસ્થાની ઢાબા પાસે બાંકડા પર બેઠા હતા. તે દરમિયાન શુભમ નામનો યુવક બાઈકની લાઈટ તેમના મોઢા પર પાડી પજવણી કરતો હોવાનો આક્ષેપ છે. આ બાબતે વિરોધ કરતાં શુભમે ‘તમે વિક્રમસિંહના માણસો છો’ કહી વિવાદ શરૂ કર્યો હતો. ત્યારબાદ શુભમ તેના સાગરીતો દેવકણ ભરવાડ, દીપક તથા એક અજાણ્યા શખ્સ સાથે મળી લાકડી અને ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. દરમિયાન વિક્રમસિંહ વચ્ચે પડતાં તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને પગમાં ફ્રેક્ચર થયું હતું. તેના ભાઈ સચિનને પણ માથાના ભાગે ઈજા થતાં બંનેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે થયેલી મારામારીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સામા પક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી બીજી તરફ, તાંતીથૈયા ખાતે રહેતા દેવકણભાઈ વરજણભાઈ ભરવાડે પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ તેઓ પોતાના મિત્ર દીપકની મોટરસાયકલ લેવા માટે ગયા હતા. તે સમયે વિક્રમસિંહ ઉર્ફે વીરુ, સચિન તથા બે અજાણ્યા શખ્સોએ બાઈક પરત આપવાનો ઈનકાર કરી ગાળાગાળી શરૂ કરી હતી. ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ, તેઓ વચ્ચે છોડાવવા પડતાં વિક્રમસિંહ અને સચિને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં દેવકણને પીઠના ભાગે, શુભમને કમર તથા જાંઘના ભાગે અને દીપકને પગમાં ચપ્પુના ઘા વાગ્યા હતા. ઈજાગ્રસ્ત ત્રણેય યુવકોને તાત્કાલિક સારવાર માટે યુનિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે બંને પક્ષ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી ઘટનાને પગલે કડોદરા જીઆઈડીસી પોલીસે બંને પક્ષની ફરિયાદો નોંધી છે. પોલીસે હથિયાર વડે હુમલો, રાયોટિંગ તેમજ જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પી.એસ.આઈ. જયેશકુમાર જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને CCTV ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે ઘટનાની હકીકત જાણવા પ્રયાસો હાથ ધરાયા છે. કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં નજીવી બાબતોમાં મારામારી, ચપ્પુ અને લાકડીઓ વડે હુમલાની ઘટનાઓ સામે આવતી હોવાના કારણે સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. પોલીસ દ્વારા આવા બનાવોમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.1
- કડોદરામાં બાઈકની લાઈટ પાડવા બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું પાંચથી વધુ યુવકો ઈજાગ્રસ્ત, એકને માથામાં ગંભીર ઈજા અને પગમાં ફ્રેક્ચર કડોદરામાં બાઈકની લાઈટ પાડવા બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું પાંચથી વધુ યુવકો ઈજાગ્રસ્ત, એકને માથામાં ગંભીર ઈજા અને પગમાં ફ્રેક્ચર સામા પક્ષે ત્રણ યુવકોને ચપ્પુના ઘા ઝીંક્યાના આક્ષેપ મારામારી અને ચપ્પુબાજીના CCTV સામે આવ્યા બાઈકની લાઈટ મોં પર પાડવા અને વાહન લેવા બાબતે થયો હતો વિવાદ કડોદરા GIDC પોલીસ મથક હદની હોરીઝન હોટલ નજીક રાજસ્થાની ઢાબા પાસે મધરાતે બનાવ બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી કડોદરા GIDC પોલીસ દ્વારા હથિયાર વડે હુમલો, રાયોટિંગ સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે. સ્થાનિકોમાં સવાલ—કડોદરા વિસ્તારમાં નાની-નાની બાબતે વારંવાર ચપ્પુ અને લાકડીઓથી હુમલાની ઘટનાઓ સામે આવતા કાયદો-વ્યવસ્થાને લઈને ચિંતા કેમ?1