logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*પ્રેસનોટ: 4032* *આમ આદમી પાર્ટી* *તારીખ: 09/03/2026* *ગુજરાતને ભાજપના અત્યાચારથી મુક્ત કરવાનો સમય આવી ગયો છે: મનોજ સોરઠીયા AAP* *ગુજરાતની જનતા હવે વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને સ્વીકારી રહી છે: મનોજ સોરઠીયા AAP* *30 વર્ષથી ભાજપે સમાજને લૂંટવાનું કામ કર્યું: મનોજ સોરઠીયા* *પાંચ વર્ષ માટે ભાજપને સત્તાથી દૂર રાખો, અહંકાર તૂટી જશે: મનોજ સોરઠીયા* *અમદાવાદ/સુરત/ગુજરાત* આજે સુરત ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ક્ષેત્રીય બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ગુજરાત પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ જનસભાને સંબોધતા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતા હવે વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને સ્વીકારી રહી છે. તેઓએ જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે લોકો પોતાની પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીને મજબૂત બનાવે અને સત્તામાં બેઠેલા અહંકારી નેતાઓને ઘેર બેસાડે. તેમણે તમામ સમાજના આગેવાનોને સંબોધતા કહ્યું કે છેલ્લા 30 વર્ષથી વિવિધ સમાજોના આગેવાનોની અપેક્ષા અને સમર્થનથી ભાજપને જીત મળતી રહી છે. પરંતુ આજે સ્થિતિ એવી છે કે સમાજના બાળકોને યોગ્ય શિક્ષણ મળતું નથી, લોકો માટે આરોગ્ય સેવાઓ મોંઘી બની ગઈ છે અને રોજગારીની તકો પણ ઘટી ગઈ છે. મનોજ સોરઠીયાએ સમાજના આગેવાનોને વિનંતી કરતાં જણાવ્યું કે હવે ભાજપ માટે મત માંગવાનું અને પૈસા એકત્રિત કરવાનું બંધ કરો. ભાજપને મજબૂત બનાવવાનું બંધ કરો, કારણ કે આ ભાજપે વર્ષોથી સમાજને લૂંટવાનું કામ કર્યું છે. તમામ સમાજોને નુકસાન પહોંચાડવાનું કામ ભાજપના શાસનમાં થયું છે. મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે ભાજપને હરાવીને તેને પાઠ ભણાવવામાં આવે. જો પાંચ વર્ષ માટે ભાજપને સત્તાથી દૂર રાખવામાં આવશે તો તેનો અહંકાર અને તાનાશાહી બંને ખતમ થઈ જશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આમ આદમી પાર્ટી ગુજરાતની લોકપ્રિય પાર્ટી બનશે અને ગુજરાતના લોકો માટે સાચો વિકલ્પ સાબિત થશે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં મજબૂત અને લોકપ્રિય નેતૃત્વ ઉભું કરવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું છે. મનોજ સોરઠીયાએ જણાવ્યું કે કટ્ટર ઈમાનદાર નેતા અરવિંદ કેજરીવાલને ખોટા કેસોમાં ફસાવીને જેલમાં મોકલવામાં આવ્યા અને દિલ્હીની સરકાર તેમની પાસેથી છીનવી લેવામાં આવી. તેમણે કહ્યું કે આજે દિલ્હીની જનતા ફરીથી કેજરીવાલને સત્તામાં જોવા માંગે છે. તેમણે દાવો કર્યો કે જો આજે દિલ્હીમાં ચૂંટણી યોજાય તો ભાજપની અનેક બેઠકો પર ડિપોઝિટ પણ જપ્ત થઈ જાય તેવી સ્થિતિ છે. ભાજપે દિલ્હી અને ગુજરાત બંને જગ્યાએ લોકોને ઠગવાનું કામ કર્યું છે. તેમણે જણાવ્યું કે દેશને જે રાજકીય બીમારી લાગી છે તેની દવા કરવાનો સમય આવી ગયો છે, અને તે દવા ગુજરાતમાંથી શરૂ થશે. તેમણે તમામ લોકોને આહ્વાન કર્યું કે સૌ સાથે મળી ભાજપના અત્યાચારથી ગુજરાતને મુક્ત કરાવીએ. *આમ આદમી પાર્ટી ગુજરાત*

4 hrs ago
user_Dileep Kumar yadav
Dileep Kumar yadav
Local News Reporter Palsana, Surat•

More news from ગુજરાત and nearby areas
  • જાહેર રોડ ઉપર રેનેતનું ગંદુ પાણી જવાબદાર કોણ ?
    1
    જાહેર રોડ ઉપર રેનેતનું ગંદુ પાણી જવાબદાર કોણ ?
    user_Dinesh Chauhan
    Dinesh Chauhan
    ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • Post by Dileep Kumar yadav
    1
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    2 hrs ago
  • Post by लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    2
    Post by लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    user_लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    Udhna, Surat•
    2 hrs ago
  • ઇન્ડિયન યંગ ગ્રુપના અધ્યક્ષ નુરુભાઈ ચાઈનીઝ દ્વારા રમઝાનના પવિત્ર મહિનામાં વિશાળ ઇફ્તાર પાર્ટી યોજાઈ, જેમાં વિવિધ ધર્મના લોકો હાજર રહ્યા. કાર્યક્રમમાં દેશની એકતા, ભાઈચારો અને સમરસતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો. જેમાં સુરત શહેરના આગેવાનો ઉપસ્થિત હતા
    1
    ઇન્ડિયન યંગ ગ્રુપના અધ્યક્ષ નુરુભાઈ ચાઈનીઝ દ્વારા રમઝાનના પવિત્ર મહિનામાં વિશાળ ઇફ્તાર પાર્ટી યોજાઈ, જેમાં વિવિધ ધર્મના લોકો હાજર રહ્યા. કાર્યક્રમમાં દેશની એકતા, ભાઈચારો અને સમરસતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો. જેમાં સુરત શહેરના આગેવાનો ઉપસ્થિત હતા
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Chorasi, Surat•
    11 hrs ago
  • आज लिंबायत पुलिस ने साबित कर दिया कायदे में रहोगे तो फायदे में रहोगे सूरत शहर के लिंबायत विस्तार में कुछ दिन पहले हुई थी फायरिंग के आरोपी को लिंबायत पुलिस ने महाराष्ट्र जलगांव से पकड़ लिया हैं पुलिस द्वारा बताया जा रहा है कि इस आरोपी पर 48 ऐसे गुना दाखिल है और इस आरोपी पे जिसकी छत्रछाया है बताया जा रहा है मन्य डुक्कर नामक एक माथा भारी का नाम लिया गया है लिंबायत पुलिस ने इस आरोपी को रोड शो निकाला
    1
    आज लिंबायत पुलिस ने साबित कर दिया कायदे में रहोगे तो फायदे में रहोगे सूरत शहर के लिंबायत विस्तार में कुछ दिन पहले हुई थी फायरिंग के आरोपी को लिंबायत पुलिस ने महाराष्ट्र जलगांव से पकड़ लिया हैं पुलिस द्वारा बताया जा रहा है कि इस आरोपी पर 48 ऐसे गुना दाखिल है और इस आरोपी पे जिसकी छत्रछाया है बताया जा रहा है मन्य डुक्कर नामक एक माथा भारी का नाम लिया गया है लिंबायत पुलिस ने इस आरोपी को रोड शो निकाला
    user_Viral Gujarat news
    Viral Gujarat news
    Spa ઉધના, સુરત, ગુજરાત•
    22 hrs ago
  • નવસારીના લુન્સીકુઈ મેદાનમાં વેકેશનનો માહોલ જામશે! 🎡✨ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના લુન્સીકુઈ ગ્રાઉન્ડમાં એક વિશાળ ડોમ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શું છે આ પ્રોજેક્ટ? આ ડોમ હેન્ડીક્રાફ્ટ માર્કેટ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આગામી ઉનાળુ વેકેશનમાં લોકો પરિવાર સાથે આનંદ-પ્રમોદ કરી શકે તે હેતુથી આ આયોજન કરાયું છે. T-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચના સફળ આયોજન બાદ હવે નવસારીવાસીઓ માટે આ નવું આકર્ષણ ઊભું કરાઈ રહ્યું છે. તૈયાર થઈ જાઓ નવસારીના આ નવા વેકેશન ડેસ્ટિનેશન માટે! 🛍️🍭 #Navsari #NMC #LunsikuiGround #HandicraftMarket #VacationSpecial
    1
    નવસારીના લુન્સીકુઈ મેદાનમાં વેકેશનનો માહોલ જામશે! 🎡✨
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના લુન્સીકુઈ ગ્રાઉન્ડમાં એક વિશાળ ડોમ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
શું છે આ પ્રોજેક્ટ?
આ ડોમ હેન્ડીક્રાફ્ટ માર્કેટ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે.
આગામી ઉનાળુ વેકેશનમાં લોકો પરિવાર સાથે આનંદ-પ્રમોદ કરી શકે તે હેતુથી આ આયોજન કરાયું છે.
T-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચના સફળ આયોજન બાદ હવે નવસારીવાસીઓ માટે આ નવું આકર્ષણ ઊભું કરાઈ રહ્યું છે.
તૈયાર થઈ જાઓ નવસારીના આ નવા વેકેશન ડેસ્ટિનેશન માટે! 🛍️🍭
#Navsari #NMC #LunsikuiGround #HandicraftMarket #VacationSpecial
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    45 min ago
  • Post by City Gold News
    1
    Post by City Gold News
    user_City Gold News
    City Gold News
    Auditor મજુરા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • Post by Dileep Kumar yadav
    1
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.