Shuru
Apke Nagar Ki App…
ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર વિજયનગર ત્રણ રસ્તા પર આડેધડ પાર્કિંગથી હાલાકી ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર વિજયનગર ત્રણ રસ્તા પાસે ખાણી-પીણીની લારીઓ અને હોટલોના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગ્રાહકો રોડ પર જ વાહનો પાર્ક કરતાં હાઈવે સાંકડો બની જાય છે, જેના કારણે વારંવાર ટ્રાફિક જામ અને અકસ્માતનો ખતરો વધી રહ્યો છે. એસ.ટી. બસના મુસાફરોને પણ મુશ્કેલી પડી રહી છે, કારણ કે બસ ઉભી રાખવા જગ્યા ન મળતાં તેમને ટ્રાફિક વચ્ચે ચઢવા-ઉતરવું પડે છે. સ્થાનિકોમાં તંત્ર સામે રોષ છે અને ગેરકાયદેસર પાર્કિંગ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
ખબર વડાલી
ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર વિજયનગર ત્રણ રસ્તા પર આડેધડ પાર્કિંગથી હાલાકી ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર વિજયનગર ત્રણ રસ્તા પાસે ખાણી-પીણીની લારીઓ અને હોટલોના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગ્રાહકો રોડ પર જ વાહનો પાર્ક કરતાં હાઈવે સાંકડો બની જાય છે, જેના કારણે વારંવાર ટ્રાફિક જામ અને અકસ્માતનો ખતરો વધી રહ્યો છે. એસ.ટી. બસના મુસાફરોને પણ મુશ્કેલી પડી રહી છે, કારણ કે બસ ઉભી રાખવા જગ્યા ન મળતાં તેમને ટ્રાફિક વચ્ચે ચઢવા-ઉતરવું પડે છે. સ્થાનિકોમાં તંત્ર સામે રોષ છે અને ગેરકાયદેસર પાર્કિંગ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
More news from ગુજરાત and nearby areas
- ગઈકાલે સાંજે 5 વાગે મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતની ૬-ચિતરીયા બેઠકની સામાન્ય ચૂંટણી ભાજપના ઉમેદવાર લીનાબેન લક્ષ્મણસિંહ નિનામાના અવસાનને કારણે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આ બેઠક માટે 26 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાવાનું હતું, પરંતુ 17 એપ્રિલે તેમના નિધન બાદ ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો 1994ના નિયમ 23 મુજબ વિજયનગરના ચૂંટણી અધિકારી દ્વારા સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. હવે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નવા કાર્યક્રમની જાહેરાત થયા બાદ જ આ બેઠક માટે આગળની કાર્યવાહી હાથ ધરાશે.1
- Post by Eagle.479991
- બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આજે ચકચારી ઘટના સામે આવી છે. શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાંથી બે વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભય અને કુતૂહલનો માહોલ જોવા મળી રહ્યો છે.1
- 🖋️પાલનપુર દિલ્હીગેટ પાસે ખુલ્લા પાર્કિંગમાં વાહનોમાં આગ:એક કાર અને જીપ બળીને ખાખ, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો પાલનપુર દિલ્હીગેટ પાસે ખુલ્લા પાર્કિંગમાં વાહનોમાં આગ:એક કાર અને જીપ બળીને ખાખ, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં આજે બપોરે ખુલ્લા પાર્કિંગમાં ત્રણ વાહનોમાં આગ લાગી હતી. આ ઘટનામાં એક કાર અને જીપ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના દિલ્હીગેટ નજીક સંજય ચોક, અમીર રોડ પર આવેલા ડીપી પાસેના ખુલ્લા પાર્કિંગમાં બની હતી. આગ લાગવાને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જેને પગલે આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પાલનપુર ફાયર સ્ટેશનને બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. ફાયર અધિકારી રોહિતે જણાવ્યું કે, માહિતી મળતા જ પાલનપુર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ અડધાથી પોણા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે બજારના ભરચક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે પોલીસ, ફાયર વિભાગ અને UGVCની ટીમો પણ પહોંચી હતી. જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ હજુ ચાલુ છે.3
- Post by Kinzz Thakor1
- Post by Kamalesh sih Rajput1
- અમદાવાદ સેન્ટ જેવીયર્સ કોલેજ અમદાવાદ ફરી આવી વિવાદમાં પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપતા 50થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા થી વંચિત પ્રશાસન દ્વારા મળતી માહિતી પ્રમાણે માત્ર કોલેજમાં હાજરી જેવા સામાન્ય મુદ્દા ઓને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ સાથે થયો મોટો અન્યાય વિદ્યાર્થીઓ દ્વારા મેડિકલ રિપોર્ટ મૂકવા છતાં કોલેજ પ્રશાસન પોતાની દાદાગીરી અને મનમાનીથી વિદ્યાર્થીઓને તથા વાલીઓને કોલેજ બહાર કાઢ્યા. જ્યાં સરકાર નારી શક્તિ તથા શિક્ષણ ઉપર ભાર મુકતા હોય છે તેવામાં આ પ્રકારની કોલેજો દ્વારા વિદ્યાર્થીનીઓને અભ્યાસ કરતા રોકવાના પ્રયાસો સામે આવ્યા. શું અમદાવાદના શૈક્ષણિક સંસ્થા ના અધિકારીઓ આ કોલેજ પર કોઈ એક્શન લેશે કે નહીં એ જોવાનું રહ્યું. અમદાવાદ જિલ્લા શિક્ષણ દ્વારા કોઈ જ પગલાં લે તેવી વિદ્યાર્થીઓના વાલીઓની માંગ એક વિદ્યાર્થીનીએ પોતાના મેડિકલ ઇસ્યુ ના વીડીયો બતાવ્યા છતાં પણ પરીક્ષા ખંડમાં પ્રવેશ ન આપતા પરીક્ષાથી વંચિત રિપોર્ટર ભાવિન ભાવસાર અમદાવાદ4
- પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ પોશીના તાલુકાના છત્રાંગ ગામે ગેરકાયદે હથિયાર રાખવાના ગુનામાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોશીના પોલીસે છત્રાંગ ગામે રહેતા મગનભાઈ હોમીરાભાઈ પરમારના મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન તેમના નિવાસસ્થાનેથી લાયસન્સ વગરની દેશી બનાવટની સિંગલ બેરલ બંદૂક મળી આવી હતી. હથિયાર બાબતે કોઈ કાયદેસર પરવાનો ન મળી આવતા પોલીસે બંદૂક જપ્ત કરી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.1