Shuru
Apke Nagar Ki App…
વાલિયા તાલુકાના સોડગામ નજીક ટોકરી ખાડીમાં ઘોડાપુર આવતા ત્રણ ફળિયાના 150થી વધુ લોકો પાણી વચ્ચે ફસાયા હતા. વાલિયા પોલીસ અને સ્થાનિક લોકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. લુણા ગામ પાસે કિમ નદીના પાણી મુખ્ય માર્ગ અને ખેતરોમાં ફરી વળતાં જનજીવન પ્રભાવિત બન્યું.
Gujarat Introverted day
વાલિયા તાલુકાના સોડગામ નજીક ટોકરી ખાડીમાં ઘોડાપુર આવતા ત્રણ ફળિયાના 150થી વધુ લોકો પાણી વચ્ચે ફસાયા હતા. વાલિયા પોલીસ અને સ્થાનિક લોકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. લુણા ગામ પાસે કિમ નદીના પાણી મુખ્ય માર્ગ અને ખેતરોમાં ફરી વળતાં જનજીવન પ્રભાવિત બન્યું.
More news from ગુજરાત and nearby areas
- ટોકરી ખાડીમાં ઘોડાપુર ત્રણ ફળિયાના 150થી વધુ લોકો પાણીમાં ફસાયા વાલિયા પોલીસના રેસ્ક્યુથી તમામ સલામત ભરૂચ જિલ્લા ના વાલિયા-નેત્રંગ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને પગલે નદી-નાળા ઉફાન પર આવ્યા છે. વાલિયા તાલુકાના સોડગામ નજીકથી પસાર થતી ટોકરી ખાડીમાં અચાનક ઘોડાપુર આવતા ત્રણ ફળિયાના 150થી વધુ લોકો પાણી વચ્ચે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં વાલિયા પોલીસ મથકના પી.આઈ. આર.ડી. ચૌધરીના નેતૃત્વમાં પોલીસ સ્ટાફ અને સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પાણીના તેજ પ્રવાહ વચ્ચે પોલીસકર્મીઓએ બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને ખભા પર બેસાડી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. ભારે જહેમત બાદ તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. બીજી તરફ લુણા ગામ પાસે કિમ નદીમાં પાણીની આવક વધતા નદીના પાણી ખેતરો તેમજ મુખ્ય માર્ગ પર ફરી વળ્યા હતા. જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી હતી. વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રે લોકોને નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ટાળવા અપીલ કરી છે.1
- ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે જિલ્લા ભાજપ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરાયો : પ્રકાશ મોદી જિલ્લા ભાજપના તમામ મોરચા, પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો કોઈપણ સ્થિતિમાં મદદ અને સેવા માટે ખડેપગે હેલ્પલાઇન નંબર પર કોઈપણ જિલ્લાવાસી મદદ માટે કોલ કરી શકશે1
- ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો. આક્ષેપો બાદ ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો1
- તાપી જિલ્લાને ગૌરવ અપાવનાર શિક્ષિકા આશાબેન રતિલાલભાઈ ચૌધરીને 'ગુરુ ગૌરવ પુરસ્કાર' એનાયત તાપી, પ્રતિનિધિ: તાપી જિલ્લાના ડોસવાડા મોડેલ સ્કૂલના તત્કાલીન આચાર્યા તથા હાલમાં સુરત ખાતે ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ પ્રાયમરી એજ્યુકેશન ઓફિસર (પી.એમ. પોષણ) તરીકે ફરજ બજાવતા શ્રીમતી આશાબેન રતિલાલભાઈ ચૌધરીને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ સેવાઓ બદલ પ્રતિષ્ઠિત **'ગુરુ ગૌરવ પુરસ્કાર'**થી સન્માનિત કરવામાં આવ્યા છે. પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે રાજ્યભરના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી, નવીન શિક્ષણ પદ્ધતિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે શ્રીમતી આશાબેન રતિલાલભાઈ ચૌધરીને 'ગુરુ ગૌરવ પુરસ્કાર' તથા સન્માનપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રીમતી આશાબેન ચૌધરીએ ડોસવાડા મોડેલ સ્કૂલમાં આચાર્યા તરીકે પોતાની સેવાકાળ દરમિયાન શિક્ષણની ગુણવત્તામાં વધારો, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શાળાના શૈક્ષણિક સ્તરને નવી ઊંચાઈએ પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમની આ સેવાઓને રાજ્ય સ્તરે મળેલી માન્યતા સમગ્ર તાપી જિલ્લા માટે ગૌરવની બાબત બની છે. આ સન્માન બદલ શિક્ષણ જગત, સહકર્મીઓ, શુભેચ્છકો તેમજ તાપી જિલ્લાના નાગરિકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. શ્રીમતી આશાબેન ચૌધરીને વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આ પ્રતિષ્ઠિત સન્માનથી સમગ્ર તાપી જિલ્લાનું ગૌરવ વધ્યું છે અને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત શિક્ષકો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રિપોર્ટર: વિકાસ પાટીલ. તાપી તાપી જિલ્લાને ગૌરવ અપાવનાર શિક્ષિકા આશાબેન રતિલાલભાઈ ચૌધરીને 'ગુરુ ગૌરવ પુરસ્કાર' એનાયત તાપી, પ્રતિનિધિ: તાપી જિલ્લાના ડોસવાડા મોડેલ સ્કૂલના તત્કાલીન આચાર્યા તથા હાલમાં સુરત ખાતે ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ પ્રાયમરી એજ્યુકેશન ઓફિસર (પી.એમ. પોષણ) તરીકે ફરજ બજાવતા શ્રીમતી આશાબેન રતિલાલભાઈ ચૌધરીને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ સેવાઓ બદલ પ્રતિષ્ઠિત **'ગુરુ ગૌરવ પુરસ્કાર'**થી સન્માનિત કરવામાં આવ્યા છે. પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે રાજ્યભરના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી, નવીન શિક્ષણ પદ્ધતિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે શ્રીમતી આશાબેન રતિલાલભાઈ ચૌધરીને 'ગુરુ ગૌરવ પુરસ્કાર' તથા સન્માનપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રીમતી આશાબેન ચૌધરીએ ડોસવાડા મોડેલ સ્કૂલમાં આચાર્યા તરીકે પોતાની સેવાકાળ દરમિયાન શિક્ષણની ગુણવત્તામાં વધારો, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શાળાના શૈક્ષણિક સ્તરને નવી ઊંચાઈએ પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમની આ સેવાઓને રાજ્ય સ્તરે મળેલી માન્યતા સમગ્ર તાપી જિલ્લા માટે ગૌરવની બાબત બની છે. આ સન્માન બદલ શિક્ષણ જગત, સહકર્મીઓ, શુભેચ્છકો તેમજ તાપી જિલ્લાના નાગરિકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. શ્રીમતી આશાબેન ચૌધરીને વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આ પ્રતિષ્ઠિત સન્માનથી સમગ્ર તાપી જિલ્લાનું ગૌરવ વધ્યું છે અને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત શિક્ષકો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રિપોર્ટર: વિકાસ પાટીલ. તાપી1
- ખાલી પ્લોટમાં કચરો ફેંકવો અને પ્લાસ્ટિક બાળવા બાબત માનનીય મહોદય આશા રાખું છુ જે કોઈ નથી કરી શકતું એ આપ જરૂર કરશો આગળ પણ એકવાર કદાચ આપે જેસીબી મોકલ્યું હતું પણ ત્યારે કામ અધૂરું રહી ગયું હતું આ જગ્યા પર રખડતા કૂતરા અને ગાયો આરામ કરવા બેસે છે પણ રાંધેલો અને જમતા બચેલો ખોરાક અને બળી ગયેલા ખોખા અને પ્લાસ્ટિક ઘણી હદે સજીવ ને નુકસાન પહોંચાડે છે તો આપ કઈ એવું કરો કે જેનાથી આવું બીજી વાર ન થાય ને વધુમાં વધુ suru app માં દરેકે દરેક જાગૃત નાગરિક જોડાય બસ આટલી આશા ને વિશ્વાસ સાથે હું આપની પાસે આશા રાખું છું ધન્યવાદ4