Shuru
Apke Nagar Ki App…
સમગ્ર પંચમહાલ જિલ્લા સહિત યાત્રાધામ પાવાગઢ ખાતે પણ ધોધમાર વરસાદનું માહોલ સર્જાયો.. યાત્રાધામ પાવાગઢ ખાતે ધોધમાર વરસાદી માહોલ વચ્ચે પાવાગઢ ખાતે આવતા યાત્રિકોને સતત સાવચેતી રાખી સલામત અને સુરક્ષિત રહેવા તંત્ર સહિત માં કાલિકા માતા મંદિર ટ્રસ્ટની અપીલ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરવાનું ભૂલશો નહીં.
Apna Bajar Halol
સમગ્ર પંચમહાલ જિલ્લા સહિત યાત્રાધામ પાવાગઢ ખાતે પણ ધોધમાર વરસાદનું માહોલ સર્જાયો.. યાત્રાધામ પાવાગઢ ખાતે ધોધમાર વરસાદી માહોલ વચ્ચે પાવાગઢ ખાતે આવતા યાત્રિકોને સતત સાવચેતી રાખી સલામત અને સુરક્ષિત રહેવા તંત્ર સહિત માં કાલિકા માતા મંદિર ટ્રસ્ટની અપીલ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરવાનું ભૂલશો નહીં.
More news from Panch Mahals and nearby areas
- સમગ્ર પંચમહાલ જિલ્લા સહિત યાત્રાધામ પાવાગઢ ખાતે પણ ધોધમાર વરસાદનું માહોલ સર્જાયો.. યાત્રાધામ પાવાગઢ ખાતે ધોધમાર વરસાદી માહોલ વચ્ચે પાવાગઢ ખાતે આવતા યાત્રિકોને સતત સાવચેતી રાખી સલામત અને સુરક્ષિત રહેવા તંત્ર સહિત માં કાલિકા માતા મંદિર ટ્રસ્ટની અપીલ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- કાલોલ ખાતે મુશળધાર વરસાદ: નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, જનજીવન અસ્તવ્યસ્ત કાલોલ નગરમાં આજે બપોરના સમયે અચાનક હવામાનમાં પલટો આવ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. ટૂંક જ સમયમાં પડેલા મુશળધાર વરસાદને કારણે સમગ્ર કાલોલ નગરમાં પાણી પાણી થઈ ગયું હતું. વરસાદના કારણે નગરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં સ્થાનિક જનજીવન પર માઠી અસર પડી હતી અચાનક શરુ થયેલા ધોધમાર વરસાદને કારણે નગરપાલિકા કાર્યાલય પાસે, મહાલક્ષ્મી ચોક, કચેરી રોડ તેમજ મુખ્ય બસ સ્ટેશન જેવા ધમધમતા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા દ્વિચક્રી વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક વાહનો પાણીમાં બંધ પડી જતાં વાહનચાલકો અટવાઈ પડ્યા હતા અને વાહનો ઢસડીને લઈ જવાની ફરજ પડી હતી. નગરના મુખ્ય ચાર રસ્તા અને મુખ્ય બજાર વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થતાં વેપારીઓના ધંધા-રોજગારને પણ અસર પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, ત્યારે નગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ છે. હાલમાં પણ વરસાદી પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે.2
- 🌧️ કાલોલમાં મેઘતાંડવ: નગરપાલિકા વિસ્તારમાં જળબંબાકાર, નગરપાલિકા કચેરીમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા! 🚨 કાલોલ, તા. 31 જુલાઈ: કાલોલ તાલુકામાં વરસેલા ભારે વરસાદે સમગ્ર નગરપાલિકા વિસ્તારને પાણીમાં ગરકાવ કરી દીધો છે. સતત ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે સૌથી ચિંતાજનક બાબત એ છે કે કાલોલ નગરપાલિકા કચેરીમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં કામગીરી પર અસર પહોંચી છે. માર્ગો પર પાણી ભરાઈ જવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોના જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. નગરજનોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જ્યારે શહેરની સુવિધાઓનું સંચાલન કરતી નગરપાલિકા કચેરી જ વરસાદી પાણીથી બચી શકતી નથી, ત્યારે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓનો અંદાજ સહેલાઈથી લગાવી શકાય છે. સ્થાનિક તંત્ર દ્વારા પાણીના ઝડપી નિકાલ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. G Live 24 News સત્ય અને સચોટ સમાચાર1
- જાંબુઘોડા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ઘનઘોર વાદળો વચ્ચે ધોધમાર વરસાદથી જળબંબાકાર જાંબુઘોડા પંથકમાં મેઘરાજાએ રૌદ્ર અને ધમાકેદાર રૂપ ધારણ કરીને વિરામ બાદ ફરી પધરામણી કરી છે. ગત રાત્રિ દરમિયાન પંથકમાં પોણા ત્રણ ઇંચ જેટલો ખાબકેલા વરસાદ બાદ આજે બપોર સુધી વરસાદે વિરામ લીધો હતો. જોકે, બપોરે ૩:૩૦ વાગ્યા પછી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાઈ આવ્યા હતા, જેના કારણે બપોરના સમયે જ સાંજ જેવો અંધકાર છવાઈ ગયો હતો. અંધારપટ છવાયા બાદ એકાએક મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જાંબુઘોડા નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદનું જોર એટલું પ્રચંડ હતું કે થોડી જ વારમાં સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો હતો. વરસાદ ને લઇ વિઝિબિલિટી ઘટી જવાથી અને હાઇવે પર થી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. વાહનોના પૈડાં જ્યાં ને ત્યાં થંભી ગયા હતા. આ ઉપરાંત જાંબુઘોડાના મુખ્ય માર્ગ (મેઇન રોડ) પર નદી વહેતી હોય તેમ પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે રસ્તા કાંઠે આવેલી દુકાનોના ઓટલા સુધી પાણી પહોંચી જતાં વેપારીઓમાં પણ ચિતિત બન્યા હતા લાંબા વિરામ બાદ મેઘરાજાની આ પ્રકારની તોફાની બેટિંગથી પંથકમાં ચો તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.1
- રેડ એલર્ટ વચ્ચે દીપક શર્માની વડોદરાવાસીઓને અપીલ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળો રેડ એલર્ટ વચ્ચે દીપક શર્માની વડોદરાવાસીઓને અપીલ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળો વડોદરામાં ભારે વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે સામાજિક કાર્યકર્તા દીપક શર્માએ નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે તળાવો, નદીઓ, નાળા, નીચાણવાળા તથા પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા અને બાળકોને પણ દૂર રાખવા જણાવ્યું. જિલ્લા તંત્ર દ્વારા આંગણવાડી, શાળાઓ, ITI તથા કોલેજો બંધ રાખવાના નિર્ણયનું પાલન કરવા વાલીઓને અપીલ કરી હતી. સાવચેત રહો, સુરક્ષિત રહો અને સ્વસ્થ રહો, તેવી અપીલ કરી હતી.1
- પાવાગઢમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર નું હાઈ એલર્ટ પાવાગઢમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર નું હાઈ એલર્ટ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતા સમગ્ર ડુંગર વિસ્તાર ધુમ્મસ અને વરસાદી ચાદરમાં લપેટાઈ ગયો હતો. મનોરમ્ય દ્રશ્યો સર્જાયા સુરક્ષા અને સલામતીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ યાત્રાળુઓને વિશેષ સાવચેતી રાખવામાટે અપીલ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવતા તમામ યાત્રાળુઓને વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.1
- હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, દિવસ દરમિયાન સાડા ત્રણ ઇંચ વરસાદ યમુના કાસમાં કચરો ભરાતાં તળાવના પાણી ગરનાળા પર ફરી વળ્યા હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, દિવસ દરમિયાન સાડા ત્રણ ઇંચ વરસાદ, યમુના કાસમાં કચરો ભરાતાં તળાવના પાણી ગરનાળા પર ફરી વળ્યા હવામાન વિભાગ દ્વારા પંચમહાલ અને વડોદરા જિલ્લામાં આપવામાં આવેલી ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે શુક્રવારે હાલોલ નગર અને સમગ્ર તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર હાજરી પુરાવી હતી. સવારના ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં તાલુકામાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના પગલે ચાલુ સિઝનનો કુલ વરસાદ ૫૬૩ મીમી (આશરે ૨૨.૫ ઇંચ) પર પહોંચી ગયો છે. બપોર બાદ મુસળધાર વરસાદથી રસ્તાઓ જળબંબાકાર સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જોકે, બપોર બાદ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી મુસળધાર બેટિંગ શરૂ કરતાં જ નગરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. અચાનક આવેલી જળબંબાકારની સ્થિતિને પગલે તંત્ર પણ દોડતું થયું હતું. હાલોલના ગામ તળાવમાં પાવાગઢ અને ઉપરવાસમાંથી આવતું પાણી યમુના કેનાલ (કાસ) મારફતે પહોંચે છે. પરંતુ પાવાગઢ રોડ પર આવેલા ગરનાળા પાસે કચરો ભરાઈ જતાં કાસનું પાણી તળાવમાં જવાને બદલે રોડ અને રહીશ વિસ્તારો તરફ વળી ગયું હતું. આના કારણે આસપાસની દુકાનો અને ઘરોમાં પાણી પેસી જવાની દહેશત ઊભી થતાં સ્થાનિક રહીશોમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.1