logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અદાપુરમાં આજે બળીયાદેવ બાપાના વધામણાનો પવિત્ર પ્રસંગ ઉજવવામાં આવી રહ્યો છે.

9 hrs ago
user_Somsinh Chauhan
Somsinh Chauhan
Voice of people હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
9 hrs ago

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અદાપુરમાં આજે બળીયાદેવ બાપાના વધામણાનો પવિત્ર પ્રસંગ ઉજવવામાં આવી રહ્યો છે.

More news from Gujarat and nearby areas
  • રાજકોટની મેડિકેટ હોસ્પિટલની ઘોર બેદરકારીનો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માત્ર તાવથી પીડાતા એક દર્દીની ત્રણ મહિના સુધી ખોટી સારવાર કરીને ₹35 થી ₹40 લાખ ખંખેરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, દર્દીને માત્ર તાવ આવતો હતો તેમ છતાં હોસ્પિટલના ડોક્ટરે અઢીથી ત્રણ મહિના સુધી સારવાર ચાલુ રાખી હતી. આ ખોટી સારવારના કારણે દર્દીના માથાના ભાગેથી વાળ અને શરીરમાંથી ચામડી ઉખડવા લાગી હતી. જોકે, જ્યારે આ દર્દીને મેડિકેટ હોસ્પિટલમાંથી અન્ય હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા, ત્યારે તેઓ માત્ર ચાર દિવસમાં જ સાજા થઈ ગયા હતા. પરિવારજનોનો આક્ષેપ છે કે ડોક્ટરે દર્દીને લૂંટ્યા છે. આ સમગ્ર મામલે દર્દીના પરિવારજનોએ સંબંધિત ડોક્ટર સામે કડક કાર્યવાહી કરીને તેમને ન્યાય આપવાની માંગ કરી છે.
    1
    રાજકોટની મેડિકેટ હોસ્પિટલની ઘોર બેદરકારીનો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માત્ર તાવથી પીડાતા એક દર્દીની ત્રણ મહિના સુધી ખોટી સારવાર કરીને ₹35 થી ₹40 લાખ ખંખેરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, દર્દીને માત્ર તાવ આવતો હતો તેમ છતાં હોસ્પિટલના ડોક્ટરે અઢીથી ત્રણ મહિના સુધી સારવાર ચાલુ રાખી હતી.

આ ખોટી સારવારના કારણે દર્દીના માથાના ભાગેથી વાળ અને શરીરમાંથી ચામડી ઉખડવા લાગી હતી. જોકે, જ્યારે આ દર્દીને મેડિકેટ હોસ્પિટલમાંથી અન્ય હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા, ત્યારે તેઓ માત્ર ચાર દિવસમાં જ સાજા થઈ ગયા હતા. પરિવારજનોનો આક્ષેપ છે કે ડોક્ટરે દર્દીને લૂંટ્યા છે.

આ સમગ્ર મામલે દર્દીના પરિવારજનોએ સંબંધિત ડોક્ટર સામે કડક કાર્યવાહી કરીને તેમને ન્યાય આપવાની માંગ કરી છે.
    user_India24News
    India24News
    Gandhinagar, Gujarat•
    5 hrs ago
  • અમેરિકામાં પ્રવાસી ગુજરાતીઓ સુરક્ષિત ન હોવાની ચિંતાજનક ઘટનાઓ વચ્ચે વધુ એક કરૂણ ઘટના સામે આવી છે, જ્યાં મૂળ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની દીકરી મેઘના પટેલની ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. મેઘના પટેલ પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા. કોઈ અજાણ્યા શખ્સે ગોળી મારીને તેમની હત્યા કરી દેતાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, હુમલાખોરે કયા કારણોસર ગોળીબાર કર્યો તે હજુ સ્પષ્ટ થયું નથી. આ કરૂણ ઘટનાના સમાચાર વતન જંત્રાલ ગામમાં પહોંચતા જ સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાને પગલે વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોની સુરક્ષાને લઈને ફરી એકવાર મોટા સવાલો ઊભા થયા છે.
    1
    અમેરિકામાં પ્રવાસી ગુજરાતીઓ સુરક્ષિત ન હોવાની ચિંતાજનક ઘટનાઓ વચ્ચે વધુ એક કરૂણ ઘટના સામે આવી છે, જ્યાં મૂળ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની દીકરી મેઘના પટેલની ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. મેઘના પટેલ પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા.

કોઈ અજાણ્યા શખ્સે ગોળી મારીને તેમની હત્યા કરી દેતાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, હુમલાખોરે કયા કારણોસર ગોળીબાર કર્યો તે હજુ સ્પષ્ટ થયું નથી. આ કરૂણ ઘટનાના સમાચાર વતન જંત્રાલ ગામમાં પહોંચતા જ સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

આ ઘટનાને પગલે વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોની સુરક્ષાને લઈને ફરી એકવાર મોટા સવાલો ઊભા થયા છે.
    user_Radhika bhavsar
    Radhika bhavsar
    Digital Marketing Specialist Mahesana, Gujarat•
    8 hrs ago
  • ભક્તોને શ્રી કષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરીને પોતાના કામધંધાની શરૂઆત કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે, જેથી દિવસનો શુભારંભ થઈ શકે.
    1
    ભક્તોને શ્રી કષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરીને પોતાના કામધંધાની શરૂઆત કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે, જેથી દિવસનો શુભારંભ થઈ શકે.
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    15 hrs ago
  • મહેસાણા જિલ્લાની કડી તાલુકા પંચાયતમાં 25 મે, સોમવારના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવી તાલુકા પંચાયત પર પોતાનો કબજો જમાવી દીધો છે. આ ચૂંટણી પ્રાંત અધિકારી આશિષ મિયાત્રાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તેમની પાસે પૂરતું સંખ્યાબળ ન હતું. ભાજપ તરફથી પ્રમુખ પદ માટે જીતેન્દ્ર બાબુલાલ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે અમરબેન જેરામભાઈ દેસાઈએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે કોંગ્રેસ તરફથી જાગૃતિબેન ઠાકોર પ્રમુખ તરીકે અને જીતેન્દ્રસિંહ વાઘેલા ઉપપ્રમુખ તરીકે મેદાને હતા. મતદાનના અંતે, ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારોને 24-24 મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારોને માત્ર 6-6 મતોથી સંતોષ માનવો પડ્યો હતો. જીતેન્દ્ર પટેલ અલદેસણ સીટ પરથી અને અમરબેન જે. દેસાઈ ઘુમાસણ સીટ પરથી વિજેતા થયા હતા. આ ઉપરાંત, કારોબારી ચેરમેન તરીકે દિલીપ ઠાકોર, પક્ષના નેતા તરીકે પ્રમોદ પટેલ અને દંડક તરીકે અમરતજી ઠાકોરની વરણી કરવામાં આવી હતી. આ વિજયના પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ, ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ શૈલેષ ઠાકોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતાઓને મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
    1
    મહેસાણા જિલ્લાની કડી તાલુકા પંચાયતમાં 25 મે, સોમવારના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવી તાલુકા પંચાયત પર પોતાનો કબજો જમાવી દીધો છે. આ ચૂંટણી પ્રાંત અધિકારી આશિષ મિયાત્રાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તેમની પાસે પૂરતું સંખ્યાબળ ન હતું.

ભાજપ તરફથી પ્રમુખ પદ માટે જીતેન્દ્ર બાબુલાલ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે અમરબેન જેરામભાઈ દેસાઈએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે કોંગ્રેસ તરફથી જાગૃતિબેન ઠાકોર પ્રમુખ તરીકે અને જીતેન્દ્રસિંહ વાઘેલા ઉપપ્રમુખ તરીકે મેદાને હતા. મતદાનના અંતે, ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારોને 24-24 મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારોને માત્ર 6-6 મતોથી સંતોષ માનવો પડ્યો હતો. જીતેન્દ્ર પટેલ અલદેસણ સીટ પરથી અને અમરબેન જે. દેસાઈ ઘુમાસણ સીટ પરથી વિજેતા થયા હતા.

આ ઉપરાંત, કારોબારી ચેરમેન તરીકે દિલીપ ઠાકોર, પક્ષના નેતા તરીકે પ્રમોદ પટેલ અને દંડક તરીકે અમરતજી ઠાકોરની વરણી કરવામાં આવી હતી. આ વિજયના પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ, ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ શૈલેષ ઠાકોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતાઓને મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
    user_Raju Thakor
    Raju Thakor
    Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
    16 hrs ago
  • બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમના જોશ અને ઉમંગને લઈને ખાસ ધ્યાન દોરવામાં આવ્યું છે.
    1
    બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમના જોશ અને ઉમંગને લઈને ખાસ ધ્યાન દોરવામાં આવ્યું છે.
    user_Swatantra media
    Swatantra media
    Media company પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • દિલ્હીના લાલ કિલ્લા મેદાન ખાતે જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા આદિવાસી સંસ્કૃતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવાના હેતુથી રાખવામાં આવ્યું હતું.
    1
    દિલ્હીના લાલ કિલ્લા મેદાન ખાતે જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા આદિવાસી સંસ્કૃતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવાના હેતુથી રાખવામાં આવ્યું હતું.
    user_Nayan valand
    Nayan valand
    બાલાસિનોર, મહીસાગર, ગુજરાત•
    6 hrs ago
  • પોશીના તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે સોમવારે બોલાવાયેલી પ્રથમ સભા હોબાળા વચ્ચે વિવાદાસ્પદ બની હતી. આ સભામાં કોંગ્રેસના અગ્રણી સેમુભાઈ સોલંકી સહિતના અસંતુષ્ટ સભ્યોએ સભાખંડમાં બિનઅધિકૃત લોકો હાજર હોવાનો આક્ષેપ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. બિનઅધિકૃત લોકો સભાખંડમાંથી બહાર ન નીકળતા, અસંતુષ્ટ સભ્યોએ ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કરીને સભાખંડ છોડી દીધો હતો. ત્યારબાદ, તેમણે ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપીને ઘટનાના CCTV ફૂટેજ અને વીડિયો ક્લિપિંગ જાહેર કરવાની માંગણી કરી હતી.
    1
    પોશીના તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે સોમવારે બોલાવાયેલી પ્રથમ સભા હોબાળા વચ્ચે વિવાદાસ્પદ બની હતી. આ સભામાં કોંગ્રેસના અગ્રણી સેમુભાઈ સોલંકી સહિતના અસંતુષ્ટ સભ્યોએ સભાખંડમાં બિનઅધિકૃત લોકો હાજર હોવાનો આક્ષેપ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

બિનઅધિકૃત લોકો સભાખંડમાંથી બહાર ન નીકળતા, અસંતુષ્ટ સભ્યોએ ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કરીને સભાખંડ છોડી દીધો હતો. ત્યારબાદ, તેમણે ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપીને ઘટનાના CCTV ફૂટેજ અને વીડિયો ક્લિપિંગ જાહેર કરવાની માંગણી કરી હતી.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    14 hrs ago
  • સુરેન્દ્રનગર જિલ્લામાં હાઇવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તાજેતરમાં લીંબડી-સુરેન્દ્રનગર હાઇવે પર ભલગામડા તરફ જવાના રસ્તા પાસે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જ્યાં બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી. આ ભયાવહ અકસ્માતમાં બંને કાર ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની ગંભીરતા એટલી હતી કે બંને ગાડીઓની એરબેગ પણ ખુલી ગઈ હતી. ઈજાગ્રસ્ત થયેલા બંને કાર ચાલકોને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલત ગંભીર હોવાથી ફરજ પરના તબીબો દ્વારા તેમને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ ઘટના સાથે, લીંબડી-અમદાવાદ, લીંબડી-રાજકોટ, લીંબડી-સુરેન્દ્રનગર અને લીંબડી-ધંધુકા હાઇવે જાણે અકસ્માતનું ઝોન બની ગયા હોય તેવું અનુભવાઈ રહ્યું છે.
    2
    સુરેન્દ્રનગર જિલ્લામાં હાઇવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તાજેતરમાં લીંબડી-સુરેન્દ્રનગર હાઇવે પર ભલગામડા તરફ જવાના રસ્તા પાસે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જ્યાં બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી. આ ભયાવહ અકસ્માતમાં બંને કાર ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતની ગંભીરતા એટલી હતી કે બંને ગાડીઓની એરબેગ પણ ખુલી ગઈ હતી. ઈજાગ્રસ્ત થયેલા બંને કાર ચાલકોને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલત ગંભીર હોવાથી ફરજ પરના તબીબો દ્વારા તેમને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ ઘટના સાથે, લીંબડી-અમદાવાદ, લીંબડી-રાજકોટ, લીંબડી-સુરેન્દ્રનગર અને લીંબડી-ધંધુકા હાઇવે જાણે અકસ્માતનું ઝોન બની ગયા હોય તેવું અનુભવાઈ રહ્યું છે.
    user_India24News
    India24News
    Gandhinagar, Gujarat•
    5 hrs ago
  • કડી પંથકમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.એક મોટી ઉંમરની યુવતીએ ધોરણ 11 માં અભ્યાસ કરતા એક સગીર વયના વિદ્યાર્થીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી મોંઘા સ્માર્ટફોનની લાલચ આપીને વારંવાર તેનું શારીરિક શોષણ કર્યું હોવાની સત્તાવાર ફરિયાદ બાવલું પોલીસ મથકે નોંધાવા પામી છે.યુવતીએ સગીરને બ્લેકમેલ કરી હોટલોમાં શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.પોલીસ ફરિયાદ મુજબ કડી પંથકમાં રહેતો અને ધોરણ 11 માં અભ્યાસ કરતો સગીર વિદ્યાર્થી થોડા મહિના પહેલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram પર એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો.યુવતીએ સામેથી મેસેજ મોકલીને સગીર સાથે વાતચીત શરૂ કરી હતી.ધીમે ધીમે બંને વચ્ચે વાતચીત વધતા તેને ફોન કરીને મળવા બોલાવ્યો હતો પ્રથમ મુલાકાત દરમિયાન યુવતીએ સગીરને પોતે તેના પ્રેમમાં હોવાની વાતો કરી પોતાના તરફ આકર્ષિત કરી લીધો હતો.સગીર વિધાર્થી કશું સમજે તે પહેલા તેને પોતાના જાળમાં મજબૂત રીતે ફસાવવા માટે તેને મોંઘો દાટ iphone 15 મોબાઇલ ભેટ આપ્યો હતો. કીમતી વસ્તુઓની લાલચ આપીને યુવતીએ સગીરને પૂરી રીતે પોતાના કાબુ માં લઈ લીધો હતો.એક દિવસ યુવતી સગીર વિદ્યાર્થીની સ્કૂલ પાસે પહોંચી હતી અને તેને પોતાની એકટીવા પાછળ બેસાડી કડી નાં છત્રાલ રોડ ઉપર આવેલ એક હોટલમાં લઈ જઈ સગીરની મરજી ન હોવા છતાં યુવતિએ તેની સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધી તેનું શોષણ કર્યું હતું અવારનવાર કડી ની હેવન તેમજ ક્રિષ્ના હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધવા મજબૂત કરીતી હતી. હોટલના રૂમમાં સગીર સાથેના કેટલાક અંગત અને આપત્તિ જનક ફોટો મોબાઇલમાં પાડી લીધા હતા. આ ફોટાઓનો ઉપયોગ કરી યુવતીએ સગીરને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને અવારનવાર ધમકીઓ આપતી હતી.સમય જતાં સગીર વિદ્યાર્થીને ભાન થયું કે આ ખોટા અને અનૈતિક સંબંધના કારણે તેઓ અભ્યાસ સંપૂર્ણ બગડી રહ્યો છે.યુવતીએ તેના કરતાં ઉંમરમાં ઘણી મોટી હોવાથી તેને આ સંબંધમાંથી મુક્ત થવા યુવતી થી અંતર જાળવવાનો પ્રયાસ કર્યો હતો.સગીરે યુવતી સાથે વાતચીત અને મળવાનું ઓછું કરી દેતા યુવતી ભારે ઉશ્કેરાઈ ગઈ હતી. યુવતી ફોન પર ધમકાવાનું શરૂ કર્યું હતું અને જો તે મળવા નહીં આવે અને મારી સાથે લગ્ન નહીં કરે તો તે નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લેશે અને સુસાઇડ નોટમાં તેનું નામ લખી દેશે આટલું જ નહીં સગીરને માનસિક રીતે તોડી પાડવા માટે instagram પર વીડિયો કોલ કરી નર્મદા કેનાલ બતાવીને જીવ આપવાનો પ્રયાસ કર્યો હતો. આમ સતત મળતી ધમકીઓ અને બ્લેકમેલથી સગીર ગભરાઈ ગયો હતો અને સતત તળાવમાં રહેવા લાગ્યો હતો એક રાત્રે અચાનક તેને છાતીમાંથી દુખાવો અને ગભરામણ થતાં પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે લાવ્યા હતા અને તેને દાખલ કરવો પડ્યો હતો.18 માં જન્મદિવસે સગીર ની યુવતી સાથે ની આપતી જનક ઇન્સ્ટાગ્રામ રીલ વાયરલ થતા સમગ્ર ઘટના સામે આવી હતી. યુવતી અગાઉ હોટલમાં પાડેલા બંનેના અંગત ફોટાઓનો ઉપયોગ કરી એક રીલ બનાવી instagram પર વાયરલ કરી દીધી હતી.પરિવાર ને ઘટનાની જાણ થતા તેમને મોબાઇલ પોતાના કબજામાં લીધો હતો અને પોતાના સગીર પુત્રને પ્રેમ જાળમાં ફસાવી શારીરિક અને માનસિક રીતે શોષણ કરનારી યુવતી સામે પિતા પુત્ર બાવલું પોલીસ સ્ટેશન પહોંચી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ભોગ બનનાર સગીરની ફરિયાદના આધારે યુવતી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી કડક કાર્યવાહી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ કિસ્સો માતા પિતા ને પોતાના બાળકો instagram facebook ઉપર કોના સંપર્કમાં છે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.હાલના આ ચોકાવનારી ઘટનાથી વાલીઓની આંખો ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે
    1
    કડી પંથકમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.એક મોટી ઉંમરની યુવતીએ ધોરણ 11 માં અભ્યાસ કરતા એક  સગીર વયના વિદ્યાર્થીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી મોંઘા સ્માર્ટફોનની લાલચ આપીને વારંવાર તેનું શારીરિક શોષણ કર્યું હોવાની સત્તાવાર ફરિયાદ બાવલું પોલીસ મથકે નોંધાવા પામી છે.યુવતીએ સગીરને બ્લેકમેલ કરી હોટલોમાં શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.પોલીસ ફરિયાદ મુજબ કડી પંથકમાં રહેતો અને ધોરણ 11 માં અભ્યાસ કરતો સગીર વિદ્યાર્થી થોડા મહિના પહેલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram પર એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો.યુવતીએ સામેથી મેસેજ મોકલીને સગીર સાથે વાતચીત શરૂ કરી હતી.ધીમે ધીમે બંને વચ્ચે વાતચીત વધતા તેને ફોન કરીને મળવા બોલાવ્યો હતો પ્રથમ મુલાકાત દરમિયાન યુવતીએ સગીરને પોતે તેના પ્રેમમાં હોવાની વાતો કરી પોતાના તરફ આકર્ષિત કરી લીધો હતો.સગીર વિધાર્થી કશું સમજે તે પહેલા તેને પોતાના જાળમાં મજબૂત રીતે ફસાવવા માટે તેને મોંઘો દાટ iphone 15 મોબાઇલ ભેટ આપ્યો હતો. કીમતી વસ્તુઓની લાલચ આપીને યુવતીએ સગીરને પૂરી રીતે પોતાના કાબુ માં લઈ લીધો હતો.એક દિવસ યુવતી સગીર વિદ્યાર્થીની સ્કૂલ પાસે પહોંચી હતી અને તેને પોતાની એકટીવા પાછળ બેસાડી કડી નાં છત્રાલ રોડ ઉપર આવેલ એક હોટલમાં લઈ જઈ સગીરની મરજી ન હોવા છતાં યુવતિએ તેની સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધી તેનું શોષણ કર્યું હતું અવારનવાર કડી ની હેવન તેમજ ક્રિષ્ના હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધવા મજબૂત કરીતી હતી. હોટલના રૂમમાં સગીર સાથેના કેટલાક અંગત અને આપત્તિ જનક ફોટો મોબાઇલમાં પાડી લીધા હતા. આ ફોટાઓનો ઉપયોગ કરી યુવતીએ સગીરને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને અવારનવાર ધમકીઓ આપતી હતી.સમય જતાં સગીર વિદ્યાર્થીને ભાન થયું કે આ ખોટા અને અનૈતિક સંબંધના કારણે તેઓ અભ્યાસ સંપૂર્ણ બગડી રહ્યો છે.યુવતીએ તેના કરતાં ઉંમરમાં ઘણી મોટી હોવાથી તેને આ સંબંધમાંથી મુક્ત થવા યુવતી થી અંતર જાળવવાનો પ્રયાસ કર્યો હતો.સગીરે યુવતી સાથે વાતચીત અને મળવાનું ઓછું કરી દેતા યુવતી ભારે ઉશ્કેરાઈ ગઈ હતી. યુવતી ફોન પર ધમકાવાનું શરૂ કર્યું હતું અને જો તે મળવા નહીં આવે અને મારી સાથે લગ્ન નહીં કરે તો તે નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લેશે અને સુસાઇડ નોટમાં તેનું નામ લખી દેશે આટલું જ નહીં સગીરને માનસિક રીતે તોડી પાડવા માટે instagram પર વીડિયો કોલ કરી નર્મદા કેનાલ બતાવીને જીવ આપવાનો પ્રયાસ કર્યો હતો. આમ સતત મળતી ધમકીઓ અને બ્લેકમેલથી સગીર ગભરાઈ ગયો હતો અને સતત તળાવમાં રહેવા લાગ્યો હતો એક રાત્રે અચાનક તેને છાતીમાંથી દુખાવો અને ગભરામણ થતાં પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે લાવ્યા હતા અને તેને દાખલ કરવો પડ્યો હતો.18 માં જન્મદિવસે સગીર ની યુવતી સાથે ની આપતી જનક ઇન્સ્ટાગ્રામ રીલ વાયરલ થતા સમગ્ર ઘટના સામે આવી હતી. યુવતી અગાઉ હોટલમાં પાડેલા બંનેના અંગત ફોટાઓનો ઉપયોગ કરી એક રીલ બનાવી instagram પર વાયરલ કરી દીધી હતી.પરિવાર ને ઘટનાની જાણ થતા તેમને મોબાઇલ પોતાના કબજામાં લીધો હતો અને પોતાના સગીર પુત્રને પ્રેમ  જાળમાં ફસાવી શારીરિક અને માનસિક રીતે શોષણ કરનારી યુવતી સામે પિતા પુત્ર બાવલું પોલીસ સ્ટેશન પહોંચી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ભોગ બનનાર સગીરની ફરિયાદના આધારે યુવતી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી  કડક કાર્યવાહી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ કિસ્સો માતા પિતા ને પોતાના બાળકો instagram facebook ઉપર કોના સંપર્કમાં છે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.હાલના આ ચોકાવનારી ઘટનાથી વાલીઓની આંખો ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે
    user_Raju Thakor
    Raju Thakor
    Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.