બગુમરામાં જાહેરમાં જુગાર રમતા 6 ઝડપાયા પલસાણા પોલીસે રોકડ અને મોબાઇલ સહિત રૂ.32,300નો મુદ્દામાલ કબજે કર્યો સુરત ગ્રામ્ય વિસ્તારમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને ડામવા માટે ચાલી રહેલી પોલીસ ડ્રાઇવ અંતર્ગત પલસાણા પોલીસે બગુમરા ગામમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ ઝડપી પાડ્યો છે. પોલીસે જાહેરમાં ગંજીપાનાથી હાર-જીતનો જુગાર રમતા કુલ 6 આરોપીઓને ઝડપી પાડીને તેમની પાસેથી રોકડ રકમ અને મોબાઇલ સહિત કુલ રૂ.32,300નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ, સુરત વિભાગની રાહબરી હેઠળ તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વિભાગીય પોલીસ અધિકારી શ્રી એચ.એલ. રાઠોડની સૂચના મુજબ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. ઝીલરીયાએ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ઉપર સઘન વોચ રાખવા સ્ટાફને સૂચના આપી હતી. આ દરમિયાન તા. 19 સપ્ટેમ્બર, 2026ના રોજ પલસાણા પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. તે સમયે પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ જગદીશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ નારણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ધનાભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે, બગુમરા ગામની સાંઈ વાટિકા ખાતે આવેલી હરિ રેસિડેન્સીની સામેની ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં કેટલાક ઈસમો ગંજીપાનાથી પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડ્યા હતા. તેમની સામે પલસાણા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ: 1. હર્ષ અજયભાઈ સોનાર, ઉંમર 22 વર્ષ, વ્યવસાય ડ્રાઇવિંગ, રહે. સાંઈ વાટિકા વિભાગ-2, બગુમરા. 2. ખુશાલ રમેશભાઈ ચૌહાણ, ઉંમર 28 વર્ષ, વ્યવસાય મજૂરી, રહે. સાંઈ વાટિકા વિભાગ-2, બગુમરા. 3. દીપક રમેશ પાટીલ, ઉંમર 48 વર્ષ, વ્યવસાય ડ્રાઇવિંગ, રહે. સાંઈ વાટિકા વિભાગ-1, બગુમરા. 4. સમાધાન મામલેદાર પાટીલ, ઉંમર 36 વર્ષ, વ્યવસાય વેપાર, રહે. હરે કૃષ્ણ રેસિડેન્સી, બગુમરા. 5. નીતિન બંસીલાલ પાટીલ, ઉંમર 30 વર્ષ, વ્યવસાય ડ્રાઇવિંગ, રહે. સાંઈ વાટિકા વિભાગ-1, બગુમરા. 6. ભગવાન જાંબર પાટીલ, ઉંમર 42 વર્ષ, વ્યવસાય ડ્રાઇવિંગ, રહે. હરે કૃષ્ણ રેસિડેન્સી, બગુમરા. પોલીસે કબજે કરેલો મુદ્દામાલ: જુગારના દાવ ઉપરના રોકડા રૂ.4,600 આરોપીઓની અંગઝડતીમાંથી રોકડા રૂ.7,700 4 મોબાઇલ ફોન કિંમત રૂ.20,000 આમ, પોલીસે કુલ રૂ.32,300નો મુદ્દામાલ કબજે કરી છ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- सूरत के भेस्तान इलाके में चल रहा है देसी और विदेशी शराब का अवैध कारोबार1
- આરોપીઓએ ફરીયાદીશ્રીને રીક્ષામાં બેસાડી આગળ પાછળ કરી ફરીયાદીશ્રીની નજર ચુકવી સોનાની ચેઇન ચોરી કરી નાસી જનાર આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉધના સર્વેલન્સ ટીમ1
- कड़ोदरा में गूंजा राम नाम का जयघोष, मातेश्वरी मित्र मंडल ने 24 घंटे अखंड रामधुन से दिया सामाजिक एकता का संदेश#SuratNews #KadodaraNews #BreakingNews उधना पाटिया चोकड़ी पर सड़क के गड्ढे ने ली टेम्पो चालक की जान जोखिम में, हादसे में पैर फ्रैक्चर#SuratNews #Udhna #BreakingNews #GujaratNews1
- पंजाब से गुजरात में लायें विदेशी शराब, करोड़ों रुपये का माल जप्त सूरत जिला के ग्रामीण विस्तार एलसीबी ने पंजाब से गुजरात तक विदेशी शराब लाने वाले अंतरराज्यीय नेटवर्क नेशनल हाईवे नंबर 53 पर ट्रकों में तस्करी की जा रही विदेशी शराब की कुल कीमत 1,03,82,956 रुपये के माल के साथ दो व्यक्ति को गिरफ्तार किया एलसीबी को संयुक्त रूप से एक निजी मुखबिर से विशिष्ट सूचना मिली कि, “टाटा ट्रक का चालक धुलिया से विदेशी शराब लोड करके बारडोली एक्सप्रेसवे से होते हुए नवापुर व्यारा के रास्ते अहमदाबाद जा रहा है। यह विशिष्ट सूचना एलसीबी के पुलिस इंस्पेक्टर से प्राप्त जानकारी के आधार पर मिली है। इसके बाद सूरत जिले के बारडोली तालुका के इसरोली गांव से धुलिया-हजिरा राजमार्ग पर(एलसीबी) टीम ने घेराबंदी कर निगरानी रखी। जब एक ट्रक आया, तो उन्होंने तुरंत ट्रक में बैठे ड्राइवर और क्लीनर को रोक लिया। ट्रक की तलाशी लेने पर पता चला कि उसमें भारी मात्रा में विदेशी शराब भरी हुई थी। गिरफ्तार ट्रक ड्राइवर और क्लीनर से गहन पूछताछ की गई, जिसमें पता चला कि विदेशी शराब पंजाब से ट्रक में भरी गई थी और इसे गुजरात के मोरबी ले जाया जाना था। इसके परिणामस्वरूप, बोतल 3,2748 सहित भारी मात्रा में अवैध विदेशी शराब जब्त की गई, जिसकी कुल कीमत 88,69,756 रुपये थी। गिरफ्तार और वांछित आरोपियों के खिलाफ कानूनी कार्रवाई शुरू की गई है सूरत के ग्रामीण विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट1
- પાંડેસરા GIDCમાં પ્રિયાંશી ડાયિંગ મિલમાં અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી સુરતના પાંડેસરા GIDCમાં પ્રિયાંશી ડાયિંગ મિલમાં અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. મિલના સેન્ટ્રલ મશીનમાં અચાનક આગ ફાટી નીકળ્યા બાદ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ મિલના પ્રથમ માળ સુધી પહોંચી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા મિલમાં કામ કરતા કર્મચારીઓ સમયસર બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે સેન્ટ્રલ મશીનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગમાં મિલના મશીનો અને માલસામાન બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.1
- પલસાણા પોલીસે વાહનચોરીના બે ગુનાનો ભેદ ઉકેલ્યો, ત્રણ આરોપી ઝડપાયા સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહનચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલવામાં પલસાણા પોલીસને સફળતા મળી છે. પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી બે ચોરીની મોટરસાઇકલ/મોપેડ સહિત કુલ રૂ.૮૨ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, વાહનચોરીના ગુનાઓની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા દ્વારા પલસાણા પોલીસને ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બારડોલી વિભાગના ડીવાયએસપી એચ.એલ. રાઠોડના માર્ગદર્શન હેઠળ પલસાણા પોલીસ ઈન્સ્પેક્ટર બી.ડી. ઝીલરીયા તથા પોલીસ સ્ટાફે વિસ્તારમાં સઘન ચેકિંગ અને બાતમીદારોને સક્રિય કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન તા.૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે સમયે એ.એસ.આઈ. મુકેશભાઈ વેલજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ જગદિશભાઈને ખાનગી બાતમી મળી હતી કે, પલસાણાથી બારડોલી તરફ જતા નેશનલ હાઈવે નં.૫૩ પર વણેસા ઓવરબ્રિજ નીચે ચોરીની મોટરસાઇકલ વેચાણ માટે કેટલાક લોકો ભેગા થયા છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે સ્થળ પર કાર્યવાહી કરી સમીર મોહરમઅલીખાન પઠાણ, અમીનુલ અબુહનીફ શેખ અને તૌફીક યાકુબ શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ચોરીના બે વાહનો તથા ચાર મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૮૨,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં સમીર મોહરમઅલીખાન પઠાણ (ઉં.વ.૨૪), અમીનુલ અબુહનીફ શેખ (ઉં.વ.૨૪) અને તૌફીક યાકુબ શેખ (ઉં.વ.૩૮)નો સમાવેશ થાય છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અહેમદ ઉર્ફે મુલ્લા કાલેખાન, રહે. ઇટાળવા, તા.પલસાણા તથા આશિયાનાનગર, ઉન પાટિયા, સુરત શહેરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા BNS કલમ ૩૦૩(૨) હેઠળના બે વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો હોવાનું સામે આવ્યું છે. કબજે કરાયેલ મુદ્દામાલમાં હીરો હોન્ડા કંપનીની મેસ્ટ્રો મોપેડ નં. GJ-21-A-75617, કિંમત રૂ.૨૫,૦૦૦, કાળા રંગની હીરો સ્પ્લેન્ડર પ્રો મોટરસાઇકલ નં. GJ-19-AE-7977, કિંમત રૂ.૩૦,૦૦૦, ચાર મોબાઇલ ફોન કિંમત રૂ.૨૭,૦૦૦ તથા મેસ્ટ્રો મોપેડની એક વધારાની નંબર પ્લેટનો સમાવેશ થાય છે. આમ, પોલીસે કુલ રૂ.૮૨,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- કણાવ ગામે ૨૩ વર્ષીય પરિણીતાએ ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કણાવ ગામે ૨૩ વર્ષીય પરિણીતાએ પોતાના રહેણાંક મકાનમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. ઘટનાને પગલે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કણાવ ગામે ૨૩ વર્ષીય પરિણીતાએ ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું પલસાણા તાલુકાના કણાવ ગામની અષ્ટવિનાયક સોસાયટીમાં ૨૩ વર્ષીય પરિણીતાએ પોતાના રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, તા. ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ બપોરે ૨:૧૫ વાગ્યા પહેલાં કોઈપણ સમયે કણાવ ગામની અષ્ટવિનાયક સોસાયટીના રૂમ નંબર-૨૦માં રહેતી સપના પત્ની નિલેશ, ઉંમર ૨૩ વર્ષ, મૂળ ટિંબા, તા. શાહદા, જી. નંદુરબાર, મહારાષ્ટ્રની રહેણાંક મકાનમાં હતી. દરમિયાન સપનાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા સાથે ઓઢણીનો એક છેડો બાંધી તથા બીજા છેડા વડે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા તેને નીચે ઉતારવામાં આવી હતી, પરંતુ તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગેની જાણ તા. ૧૮ સપ્ટેમ્બરના રોજ સાંજે ૫:૧૫ વાગ્યે પલસાણા પોલીસને કરવામાં આવી હતી. બનાવ અંગે પલસાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નંબર ૯૫/૨૦૨૬, BNSS કલમ ૧૯૪ મુજબ નોંધ કરવામાં આવ્યો છે. બનાવની તપાસ બારડોલી વિભાગના વિભાગીય પોલીસ અધિકારી શ્રી એચ.એલ. રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે. જોકે, યુવતીએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હાલ જાણવા મળ્યું નથી અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.1
- ઉધના નવસારી રોડ ઉપર બીઆરસી મંદિર પાસે થ્રી વ્હીલર ના ટેમ્પાના ચાલકે સંતુલન ગુમાવતા ટેમ્પો પલટી માર્યો સુરત બ્રેકિંગ સુરતઃ ઉધના નવસારી રોડ પર દક્ષેશ્વર મંદિર પાસે ટેમ્પો પલટી જવાની ઘટના અકસ્માતમાં ટેમ્પો ચાલક અને ક્લીનરને ગંભીર ઈજા અકસ્માત બાદ સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી 108ની મદદથી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા એકઠા થયા અકસ્માતની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી1