logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પલસાણા પોલીસે વાહનચોરીના બે ગુનાનો ભેદ ઉકેલ્યો, ત્રણ આરોપી ઝડપાયા સુરત જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહનચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલવામાં પલસાણા પોલીસને સફળતા મળી છે. પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી બે ચોરીની મોટરસાઇકલ/મોપેડ સહિત કુલ રૂ.૮૨ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, વાહનચોરીના ગુનાઓની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા દ્વારા પલસાણા પોલીસને ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બારડોલી વિભાગના ડીવાયએસપી એચ.એલ. રાઠોડના માર્ગદર્શન હેઠળ પલસાણા પોલીસ ઈન્સ્પેક્ટર બી.ડી. ઝીલરીયા તથા પોલીસ સ્ટાફે વિસ્તારમાં સઘન ચેકિંગ અને બાતમીદારોને સક્રિય કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન તા.૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે સમયે એ.એસ.આઈ. મુકેશભાઈ વેલજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ જગદિશભાઈને ખાનગી બાતમી મળી હતી કે, પલસાણાથી બારડોલી તરફ જતા નેશનલ હાઈવે નં.૫૩ પર વણેસા ઓવરબ્રિજ નીચે ચોરીની મોટરસાઇકલ વેચાણ માટે કેટલાક લોકો ભેગા થયા છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે સ્થળ પર કાર્યવાહી કરી સમીર મોહરમઅલીખાન પઠાણ, અમીનુલ અબુહનીફ શેખ અને તૌફીક યાકુબ શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ચોરીના બે વાહનો તથા ચાર મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૮૨,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં સમીર મોહરમઅલીખાન પઠાણ (ઉં.વ.૨૪), અમીનુલ અબુહનીફ શેખ (ઉં.વ.૨૪) અને તૌફીક યાકુબ શેખ (ઉં.વ.૩૮)નો સમાવેશ થાય છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અહેમદ ઉર્ફે મુલ્લા કાલેખાન, રહે. ઇટાળવા, તા.પલસાણા તથા આશિયાનાનગર, ઉન પાટિયા, સુરત શહેરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા BNS કલમ ૩૦૩(૨) હેઠળના બે વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો હોવાનું સામે આવ્યું છે. કબજે કરાયેલ મુદ્દામાલમાં હીરો હોન્ડા કંપનીની મેસ્ટ્રો મોપેડ નં. GJ-21-A-75617, કિંમત રૂ.૨૫,૦૦૦, કાળા રંગની હીરો સ્પ્લેન્ડર પ્રો મોટરસાઇકલ નં. GJ-19-AE-7977, કિંમત રૂ.૩૦,૦૦૦, ચાર મોબાઇલ ફોન કિંમત રૂ.૨૭,૦૦૦ તથા મેસ્ટ્રો મોપેડની એક વધારાની નંબર પ્લેટનો સમાવેશ થાય છે. આમ, પોલીસે કુલ રૂ.૮૨,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

19 hrs ago
user_રમેશ ખંભાતી
રમેશ ખંભાતી
Photographer બારડોલી, સુરત, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • સુરત રેલ્વે સ્ટેશન પર મોબાઈલ ચોરોની ટોળકી સામે GRPએ કરી મોટી કાર્યવાહી
    1
    સુરત રેલ્વે સ્ટેશન પર મોબાઈલ ચોરોની 
ટોળકી સામે GRPએ  કરી મોટી કાર્યવાહી
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    56 min ago
  • સુરત: સલાબતપુરામાં કારનો કાચ ખુલ્લો રાખી વેપારીની ₹૫૦,૦૦૦ ભરેલી બેગ ચોરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો સુરતના ટેક્ષટાઇલ હબ ગણાતા સલાબતપુરા વિસ્તારમાં ગત ગુરુવારે બનેલી એક ચોરીની ઘટનાનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે
    1
    સુરત: સલાબતપુરામાં કારનો કાચ ખુલ્લો રાખી વેપારીની ₹૫૦,૦૦૦ ભરેલી બેગ ચોરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો

સુરતના ટેક્ષટાઇલ હબ ગણાતા સલાબતપુરા વિસ્તારમાં ગત ગુરુવારે બનેલી એક ચોરીની ઘટનાનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે
    user_પ્રણામ સંદેશ ન્યૂઝ
    પ્રણામ સંદેશ ન્યૂઝ
    Media company Udhna, Surat•
    1 hr ago
  • सचिन-उधना मेन रोड पर घायल मिले अज्ञात युवक की मौत, हादसा या अन्य घटना? पुलिस जांच में जुटी#ब्रेकिंगन्यूज #SuratNews #BreakingNews सचिन-उधना मेन रोड पर घायल मिले अज्ञात युवक की मौत, हादसा या अन्य घटना? पुलिस जांच में जुटी#ब्रेकिंगन्यूज #SuratNews #BreakingNews
    1
    सचिन-उधना मेन रोड पर घायल मिले अज्ञात युवक की मौत, हादसा या अन्य घटना? पुलिस जांच में जुटी#ब्रेकिंगन्यूज #SuratNews #BreakingNews
सचिन-उधना मेन रोड पर घायल मिले अज्ञात युवक की मौत, हादसा या अन्य घटना? पुलिस जांच में जुटी#ब्रेकिंगन्यूज #SuratNews #BreakingNews
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • SURAT: પાલ પોલીસ સ્ટેશન ખાતે ગેસ રિફિલિંગ કરી L.P.G ગેસના બાટલા ભરી આગથી સળગી ઊઠે તેવો ગુનો કરેલ હોય જે અંગેના ગુના ના આરોપીઓને પકડી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા
    1
    SURAT: પાલ પોલીસ સ્ટેશન ખાતે ગેસ રિફિલિંગ કરી L.P.G ગેસના બાટલા ભરી આગથી સળગી ઊઠે તેવો ગુનો કરેલ હોય જે અંગેના ગુના ના આરોપીઓને પકડી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા
    user_PREM KUMAR
    PREM KUMAR
    મજુરા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • सूरत के कतारगाम फायर ब्रिगेड स्टेशन पर आज भजन कार्यक्रम का आयोजन किया गया। कार्यक्रम में भजन गायिका एवं सिंगर बिनल बाबरिया ने बतौर अतिथि शिरकत की। इस दौरान बिनल बाबरिया ने फायर ऑफिसर के साथ बातचीत की और अपनी आवाज में “GAADU – The Rap Song” प्रस्तुत कर उपस्थित लोगों का मनोरंजन किया। कार्यक्रम में धार्मिक एवं संगीतमय माहौल देखने को मिला। सूरत के कतारगाम फायर ब्रिगेड स्टेशन पर आज भजन कार्यक्रम का आयोजन किया गया। कार्यक्रम में भजन गायिका एवं सिंगर बिनल बाबरिया ने बतौर अतिथि शिरकत की। इस दौरान बिनल बाबरिया ने फायर ऑफिसर के साथ बातचीत की और अपनी आवाज में “GAADU – The Rap Song” प्रस्तुत कर उपस्थित लोगों का मनोरंजन किया। कार्यक्रम में धार्मिक एवं संगीतमय माहौल देखने को मिला।
    1
    सूरत के कतारगाम फायर ब्रिगेड स्टेशन पर आज भजन कार्यक्रम का आयोजन किया गया। कार्यक्रम में भजन गायिका एवं सिंगर बिनल बाबरिया ने बतौर अतिथि शिरकत की।
इस दौरान बिनल बाबरिया ने फायर ऑफिसर के साथ बातचीत की और अपनी आवाज में “GAADU – The Rap Song” प्रस्तुत कर उपस्थित लोगों का मनोरंजन किया। कार्यक्रम में धार्मिक एवं संगीतमय माहौल देखने को मिला।

    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • બગુમરામાં જાહેરમાં જુગાર રમતા 6 ઝડપાયા પલસાણા પોલીસે રોકડ અને મોબાઇલ સહિત રૂ.32,300નો મુદ્દામાલ કબજે કર્યો સુરત ગ્રામ્ય વિસ્તારમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને ડામવા માટે ચાલી રહેલી પોલીસ ડ્રાઇવ અંતર્ગત પલસાણા પોલીસે બગુમરા ગામમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ ઝડપી પાડ્યો છે. પોલીસે જાહેરમાં ગંજીપાનાથી હાર-જીતનો જુગાર રમતા કુલ 6 આરોપીઓને ઝડપી પાડીને તેમની પાસેથી રોકડ રકમ અને મોબાઇલ સહિત કુલ રૂ.32,300નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ, સુરત વિભાગની રાહબરી હેઠળ તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વિભાગીય પોલીસ અધિકારી શ્રી એચ.એલ. રાઠોડની સૂચના મુજબ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. ઝીલરીયાએ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ઉપર સઘન વોચ રાખવા સ્ટાફને સૂચના આપી હતી. આ દરમિયાન તા. 19 સપ્ટેમ્બર, 2026ના રોજ પલસાણા પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. તે સમયે પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ જગદીશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ નારણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ધનાભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે, બગુમરા ગામની સાંઈ વાટિકા ખાતે આવેલી હરિ રેસિડેન્સીની સામેની ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં કેટલાક ઈસમો ગંજીપાનાથી પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડ્યા હતા. તેમની સામે પલસાણા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ: 1. હર્ષ અજયભાઈ સોનાર, ઉંમર 22 વર્ષ, વ્યવસાય ડ્રાઇવિંગ, રહે. સાંઈ વાટિકા વિભાગ-2, બગુમરા. 2. ખુશાલ રમેશભાઈ ચૌહાણ, ઉંમર 28 વર્ષ, વ્યવસાય મજૂરી, રહે. સાંઈ વાટિકા વિભાગ-2, બગુમરા. 3. દીપક રમેશ પાટીલ, ઉંમર 48 વર્ષ, વ્યવસાય ડ્રાઇવિંગ, રહે. સાંઈ વાટિકા વિભાગ-1, બગુમરા. 4. સમાધાન મામલેદાર પાટીલ, ઉંમર 36 વર્ષ, વ્યવસાય વેપાર, રહે. હરે કૃષ્ણ રેસિડેન્સી, બગુમરા. 5. નીતિન બંસીલાલ પાટીલ, ઉંમર 30 વર્ષ, વ્યવસાય ડ્રાઇવિંગ, રહે. સાંઈ વાટિકા વિભાગ-1, બગુમરા. 6. ભગવાન જાંબર પાટીલ, ઉંમર 42 વર્ષ, વ્યવસાય ડ્રાઇવિંગ, રહે. હરે કૃષ્ણ રેસિડેન્સી, બગુમરા. પોલીસે કબજે કરેલો મુદ્દામાલ: જુગારના દાવ ઉપરના રોકડા રૂ.4,600 આરોપીઓની અંગઝડતીમાંથી રોકડા રૂ.7,700 4 મોબાઇલ ફોન કિંમત રૂ.20,000 આમ, પોલીસે કુલ રૂ.32,300નો મુદ્દામાલ કબજે કરી છ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    બગુમરામાં જાહેરમાં જુગાર રમતા 6 ઝડપાયા

પલસાણા પોલીસે રોકડ અને મોબાઇલ સહિત રૂ.32,300નો મુદ્દામાલ કબજે કર્યો
સુરત ગ્રામ્ય વિસ્તારમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને ડામવા માટે ચાલી રહેલી પોલીસ ડ્રાઇવ અંતર્ગત પલસાણા પોલીસે બગુમરા ગામમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ ઝડપી પાડ્યો છે. પોલીસે જાહેરમાં ગંજીપાનાથી હાર-જીતનો જુગાર રમતા કુલ 6 આરોપીઓને ઝડપી પાડીને તેમની પાસેથી રોકડ રકમ અને મોબાઇલ સહિત કુલ રૂ.32,300નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ, સુરત વિભાગની રાહબરી હેઠળ તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વિભાગીય પોલીસ અધિકારી શ્રી એચ.એલ. રાઠોડની સૂચના મુજબ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. ઝીલરીયાએ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ઉપર સઘન વોચ રાખવા સ્ટાફને સૂચના આપી હતી.
આ દરમિયાન તા. 19 સપ્ટેમ્બર, 2026ના રોજ પલસાણા પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. તે સમયે પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ જગદીશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ નારણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ધનાભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે, બગુમરા ગામની સાંઈ વાટિકા ખાતે આવેલી હરિ રેસિડેન્સીની સામેની ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં કેટલાક ઈસમો ગંજીપાનાથી પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડ્યા હતા. તેમની સામે પલસાણા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓ:
1. હર્ષ અજયભાઈ સોનાર, ઉંમર 22 વર્ષ, વ્યવસાય ડ્રાઇવિંગ, રહે. સાંઈ વાટિકા વિભાગ-2, બગુમરા.
2. ખુશાલ રમેશભાઈ ચૌહાણ, ઉંમર 28 વર્ષ, વ્યવસાય મજૂરી, રહે. સાંઈ વાટિકા વિભાગ-2, બગુમરા.
3. દીપક રમેશ પાટીલ, ઉંમર 48 વર્ષ, વ્યવસાય ડ્રાઇવિંગ, રહે. સાંઈ વાટિકા વિભાગ-1, બગુમરા.
4. સમાધાન મામલેદાર પાટીલ, ઉંમર 36 વર્ષ, વ્યવસાય વેપાર, રહે. હરે કૃષ્ણ રેસિડેન્સી, બગુમરા.
5. નીતિન બંસીલાલ પાટીલ, ઉંમર 30 વર્ષ, વ્યવસાય ડ્રાઇવિંગ, રહે. સાંઈ વાટિકા વિભાગ-1, બગુમરા.
6. ભગવાન જાંબર પાટીલ, ઉંમર 42 વર્ષ, વ્યવસાય ડ્રાઇવિંગ, રહે. હરે કૃષ્ણ રેસિડેન્સી, બગુમરા.
પોલીસે કબજે કરેલો મુદ્દામાલ:
જુગારના દાવ ઉપરના રોકડા રૂ.4,600
આરોપીઓની અંગઝડતીમાંથી રોકડા રૂ.7,700
4 મોબાઇલ ફોન કિંમત રૂ.20,000
આમ, પોલીસે કુલ રૂ.32,300નો મુદ્દામાલ કબજે કરી છ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    19 hrs ago
  • દારૂ ભરેલી કારને અકસ્માત નડયો: દમણથી સુરત જતી કાર આમડપોર પાસે આઈસર ટેમ્પો સાથે અથડાઈ, ડ્રાઈવર ફરાર
    1
    દારૂ ભરેલી કારને અકસ્માત નડયો: દમણથી સુરત જતી કાર આમડપોર પાસે આઈસર ટેમ્પો સાથે અથડાઈ, ડ્રાઈવર ફરાર
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરતની મિલેનિયમ માર્કેટમાં પાર્ક કરેલી કારમાંથી 2.50 લાખની ચોરી કરનાર આરોપીની સલાબદપુરા પોલીસે ધરપકાર કરી. સુરત... મિલેનિયમ ટેક્સટાઇલ્સ માર્કેટમાંથી રૂ.2.50 લાખની રોકડ ચોરીનો મામલો 17 સપ્ટેમ્બરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો સલાબતપુરા પોલીસે પ્રિન્સ મેંદપરા ની ધરપકડ કરી 100 જેટલા સીસીટીવી ફૂટેજ ની તપાસ કરાઈ હતી સીસીટીવી ફુટેજમાં આરોપી મોઢે માસ્ક પહેરી જોવા મળ્યો હતો શંકાસ્પદ જણાઈ આવતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો જેની પૂછપરછ માં પોતે કરેલા ગુનાની કબુલાત કરી મિલેનિયમ ટેકસટાઇલ માર્કેટ માં વેપારી કાપડ ની ડિલિવરી આપવા આવ્યો હતો પોતાની કાર માર્કેટ ના બેઝમેન્ટમાં ભાગે પાર્ક કરી હતી કારની પાછળ નો કાંચ ખુલ્લો રહી ગયો હતો જેનો લાભ લઈ આરોપીએ રૂપિયા ભરેલી બેગની ચોરી કરી હતી ઘટમાં અંગે વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જ્યાં પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી
    1
    સુરતની મિલેનિયમ માર્કેટમાં પાર્ક કરેલી કારમાંથી 2.50 લાખની ચોરી કરનાર આરોપીની સલાબદપુરા પોલીસે ધરપકાર કરી.
સુરત...
મિલેનિયમ ટેક્સટાઇલ્સ માર્કેટમાંથી રૂ.2.50 લાખની રોકડ ચોરીનો મામલો
17 સપ્ટેમ્બરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
સલાબતપુરા પોલીસે પ્રિન્સ મેંદપરા ની ધરપકડ કરી
100 જેટલા સીસીટીવી ફૂટેજ ની તપાસ કરાઈ હતી
સીસીટીવી ફુટેજમાં આરોપી મોઢે માસ્ક પહેરી જોવા મળ્યો હતો
શંકાસ્પદ જણાઈ આવતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
જેની પૂછપરછ માં પોતે કરેલા ગુનાની કબુલાત કરી
મિલેનિયમ ટેકસટાઇલ માર્કેટ માં વેપારી કાપડ ની ડિલિવરી આપવા આવ્યો હતો
પોતાની કાર માર્કેટ ના બેઝમેન્ટમાં ભાગે પાર્ક કરી હતી
કારની પાછળ નો કાંચ ખુલ્લો રહી ગયો હતો
જેનો લાભ લઈ આરોપીએ રૂપિયા ભરેલી બેગની ચોરી કરી હતી
ઘટમાં અંગે વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી
જ્યાં પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરત થી પાલ પોલીસે ગેસ ચોરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યો નવ જેટલા આરોપીને સામે ગુનો નોંધાયો. સુરત બ્રેકિંગ.... સુરતમાં ગેસ કંપનીના ટેન્કરોમાંથી ગેરકાયદે ગેસ ચોરીના રેકેટનો પર્દાફાશ પાલ પોલીસની મોટી કાર્યવાહી નવ આરોપીઓની કરી ધરપકડ રૂપિયા 56.69 લાખનો મુદ્દામાલ જપ્ત મોબાઇલ,રોકડા રૂપિયા,ત્રણ વાહનો,84 જેટલા ભરેલા ગેસ સિલિન્ડર,4 ખાલી સિલિન્ડર જપ્ત ભેંસાણ -હજીરા રોડ પર આવેલ રિલાયન્સ ગોડાઉન પર પોલીસનો છાપો ગોડાઉન બહાર જ કંપનીના ટેન્કર માંથી ગેરકાયદે ગેસ રિફિલિંગ જ્યાં છાપો મારી તમામ ને ઝડપી પાડ્યા પોલીસે રિલાયન્સ ગેસ ગોડાઉનના વોચમેન,ડ્રાઈવર સહિત કર્મચારી મળી 9 સામે કાર્યવાહી હાથ ધરી આરોપીઓમાં HPCL ના કર્મચારી પવન ગુજ્જર, ડિલિવરી મેન સુરેશ બોરીવાલા, વોચમેન મહેશ જાંજવડીયા, પંકજ ઠાકુર, દેવાસીંગ મેવા લાલ, સુભાષસિંગ રાજપુત, વિશાલ ભાભોર અને દીપક ભાભોર, લક્ષ્મણસિંગ રાવતનો સમાવેશ, આરોપીઓ કેટલા સમયથી ગેર ચોરીનું રેકેટ ચલાવતા તેની તપાસ પોલીસ તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા *બાઈટ :શેફાલી બર્નવાલ (ડીસીપી સુરત પોલીસ)*
    1
    સુરત થી પાલ પોલીસે ગેસ ચોરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યો નવ જેટલા આરોપીને સામે ગુનો નોંધાયો.
સુરત બ્રેકિંગ....
સુરતમાં ગેસ કંપનીના ટેન્કરોમાંથી ગેરકાયદે ગેસ ચોરીના રેકેટનો પર્દાફાશ
પાલ પોલીસની મોટી કાર્યવાહી
નવ આરોપીઓની કરી ધરપકડ
રૂપિયા 56.69 લાખનો મુદ્દામાલ જપ્ત
મોબાઇલ,રોકડા રૂપિયા,ત્રણ વાહનો,84 જેટલા ભરેલા ગેસ સિલિન્ડર,4 ખાલી સિલિન્ડર જપ્ત
ભેંસાણ -હજીરા રોડ પર આવેલ રિલાયન્સ ગોડાઉન પર પોલીસનો છાપો
ગોડાઉન બહાર જ કંપનીના ટેન્કર  માંથી ગેરકાયદે ગેસ રિફિલિંગ
જ્યાં છાપો મારી તમામ ને ઝડપી પાડ્યા
પોલીસે રિલાયન્સ ગેસ ગોડાઉનના વોચમેન,ડ્રાઈવર સહિત કર્મચારી મળી 9 સામે કાર્યવાહી હાથ ધરી
આરોપીઓમાં HPCL ના કર્મચારી પવન ગુજ્જર,
ડિલિવરી મેન સુરેશ બોરીવાલા,
વોચમેન મહેશ જાંજવડીયા, 
પંકજ ઠાકુર, 
દેવાસીંગ મેવા લાલ, 
સુભાષસિંગ રાજપુત,
વિશાલ ભાભોર અને દીપક ભાભોર,
લક્ષ્મણસિંગ  રાવતનો સમાવેશ,
આરોપીઓ કેટલા સમયથી ગેર ચોરીનું રેકેટ ચલાવતા તેની તપાસ
પોલીસ તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા
*બાઈટ :શેફાલી બર્નવાલ (ડીસીપી સુરત પોલીસ)*
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.