logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સમગ્ર રાજ્ય સાથે અમરેલી જિલ્લામાં આગામી ૨૩, ૨૪ અને ૨૫ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવેશોત્સવમાં ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રી સહિતના મહાનુભાવો વિવિધ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ અપાવશે. મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા ૨૩ જૂનના રોજ અમરેલી તાલુકાના વાંકિયા, ગાવડકા અને કમીગઢ ખાતે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવશે. રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે પ્રભારી સચિવશ્રી સંદિપ કુમાર સહિત કુલ ૧૬ અધિકારીશ્રીઓ જિલ્લાની વિવિધ શાળાઓમાં હાજર રહી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવશે. પ્રભારી સચિવશ્રી સંદિપ કુમાર ૨૩ જૂનના રોજ અમરેલી તાલુકાના રાંઢીયા, રીકડીયા અને નાના આંકડિયા ખાતે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવશે. આ ઉપરાંત, જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.જે.જાડેજા સહિત જિલ્લા વહીવટીતંત્રના વિવિધ અધિકારીશ્રીઓ પણ અલગ અલગ વિસ્તારમાં જઈ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવશે. આ વર્ષે અમરેલી જિલ્લામાં બાલવાટિકામાં ૧૦,૯૭૯, ધોરણ ૧ માં ૧૨,૬૪૬, ધોરણ ૧ માં બાલવાટિકા ઉપરાંતના ૪૧૨, ધોરણ ૬ માં ૨૨,૦૮૮, ધોરણ ૯ માં ૨૦,૮૭૬ અને ધોરણ ૧૬ માં ૧૬,૦૦૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

8 hrs ago
user_Parmar karshan
Parmar karshan
જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
8 hrs ago

સમગ્ર રાજ્ય સાથે અમરેલી જિલ્લામાં આગામી ૨૩, ૨૪ અને ૨૫ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવેશોત્સવમાં ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રી સહિતના મહાનુભાવો વિવિધ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ અપાવશે. મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા ૨૩ જૂનના રોજ અમરેલી તાલુકાના વાંકિયા, ગાવડકા અને કમીગઢ ખાતે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવશે. રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે પ્રભારી સચિવશ્રી સંદિપ કુમાર સહિત કુલ ૧૬ અધિકારીશ્રીઓ જિલ્લાની વિવિધ શાળાઓમાં હાજર રહી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવશે. પ્રભારી સચિવશ્રી સંદિપ કુમાર ૨૩ જૂનના રોજ અમરેલી તાલુકાના રાંઢીયા, રીકડીયા અને નાના આંકડિયા ખાતે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવશે. આ ઉપરાંત, જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.જે.જાડેજા સહિત જિલ્લા વહીવટીતંત્રના વિવિધ અધિકારીશ્રીઓ પણ અલગ અલગ વિસ્તારમાં જઈ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવશે. આ વર્ષે અમરેલી જિલ્લામાં બાલવાટિકામાં ૧૦,૯૭૯, ધોરણ ૧ માં ૧૨,૬૪૬, ધોરણ ૧ માં બાલવાટિકા ઉપરાંતના ૪૧૨, ધોરણ ૬ માં ૨૨,૦૮૮, ધોરણ ૯ માં ૨૦,૮૭૬ અને ધોરણ ૧૬ માં ૧૬,૦૦૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

More news from ગુજરાત and nearby areas
  • એક મહિલાએ પોતાના પતિના નિધન અને ₹7200 કરોડના વિશાળ કર્જના બોજ હોવા છતાં, કંપનીને ડૂબવા દીધી નહીં અને તેને બચાવી લીધી.
    1
    એક મહિલાએ પોતાના પતિના નિધન અને ₹7200 કરોડના વિશાળ કર્જના બોજ હોવા છતાં, કંપનીને ડૂબવા દીધી નહીં અને તેને બચાવી લીધી.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    12 hrs ago
  • જસદણ તાલુકાના ગોડલાધાર ગામમાં થોડા દિવસો પહેલા ખેડૂતોના ખેતરોમાં વીજપોલ નાખવામાં આવ્યા હતા, પરંતુ તેમને યોગ્ય વળતર ન મળતા ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધને કારણે વીજપોલ નાખવાનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું. આ મામલે સ્થાનિક ખેડૂતો અને આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો, અને આજરોજ જસદણ ખાતે મામલતદાર કચેરીએ આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ પ્રસંગે ખેડૂત આગેવાન બ્રીજરાજ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહ્યા હતા.
    4
    જસદણ તાલુકાના ગોડલાધાર ગામમાં થોડા દિવસો પહેલા ખેડૂતોના ખેતરોમાં વીજપોલ નાખવામાં આવ્યા હતા, પરંતુ તેમને યોગ્ય વળતર ન મળતા ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધને કારણે વીજપોલ નાખવાનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું.

આ મામલે સ્થાનિક ખેડૂતો અને આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો, અને આજરોજ જસદણ ખાતે મામલતદાર કચેરીએ આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ પ્રસંગે ખેડૂત આગેવાન બ્રીજરાજ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહ્યા હતા.
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    12 hrs ago
  • ગઈકાલે રાજકોટના રૈયા રોડ પર એક સગીર દ્વારા ગંભીર અકસ્માતને અંજામ આપવામાં આવ્યો હતો. આ મામલામાં ગાંધીગ્રામ પોલીસે માત્ર સગીર વિરુદ્ધ ગુનો દાખલ કરીને સંતોષ માની લીધો હોવાનું જણાઈ રહ્યું છે. જોકે, સગીરના પિતા અને કાર ચાલકને 'બચાવી લેવામાં આવ્યા' હોવાની વાત પણ સામે આવી છે.
    4
    ગઈકાલે રાજકોટના રૈયા રોડ પર એક સગીર દ્વારા ગંભીર અકસ્માતને અંજામ આપવામાં આવ્યો હતો. આ મામલામાં ગાંધીગ્રામ પોલીસે માત્ર સગીર વિરુદ્ધ ગુનો દાખલ કરીને સંતોષ માની લીધો હોવાનું જણાઈ રહ્યું છે. જોકે, સગીરના પિતા અને કાર ચાલકને 'બચાવી લેવામાં આવ્યા' હોવાની વાત પણ સામે આવી છે.
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • બોટાદમાં ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
    1
    બોટાદમાં ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    Botad, Gujarat•
    10 hrs ago
  • આજે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ડીવાયએસપીશ્રી, પીઆઈશ્રી તેમજ પોલીસ સ્ટેશનના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હાજર રહેલા તમામ સમાજના આગેવાનોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. આ બેઠક "શાંતિ, એકતા અને સૌહાર્દ જાળવી તહેવારોની ઉજવણી કરીએ" તેવી અપીલ સાથે પૂર્ણ થઈ હતી.
    1
    આજે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ડીવાયએસપીશ્રી, પીઆઈશ્રી તેમજ પોલીસ સ્ટેશનના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હાજર રહેલા તમામ સમાજના આગેવાનોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. આ બેઠક "શાંતિ, એકતા અને સૌહાર્દ જાળવી તહેવારોની ઉજવણી કરીએ" તેવી અપીલ સાથે પૂર્ણ થઈ હતી.
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    11 hrs ago
  • પ્રાપ્ત માહિતી અનુસાર, પોંડિચેરી, જેને 'મિનિ ફ્રાન્સ' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતનો એક કેન્દ્રશાસિત પ્રદેશ છે.
    1
    પ્રાપ્ત માહિતી અનુસાર, પોંડિચેરી, જેને 'મિનિ ફ્રાન્સ' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતનો એક કેન્દ્રશાસિત પ્રદેશ છે.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    14 hrs ago
  • શહેરની મધ્યમાં આવેલી શ્રી નખત્રાણા પોલીસ લાઈન પ્રાથમિક શાળાની દયનીય હાલત સામે આવી છે, જે નગરપાલિકા, તાલુકા ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર અને પોલીસ લાઈન જેવા મહત્ત્વના વિસ્તારોની નજીક હોવા છતાં ખરાબ સ્થિતિમાં છે. શાળાની દિવાલો પર ભેજ, તૂટેલા બારી-બારણા અને ક્લાસરૂમની અછત જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે. આ સ્થિતિ જોઈને સવાલ થાય છે કે જો તાલુકાના મુખ્ય સ્થળે આવેલી શાળાની આ હાલત હોય, તો ગામડાની શાળાઓની શું દશા હશે. ગામડાની શાળાઓમાં ક્યાંક શિક્ષકો નથી, ક્યાંક ઓરડા નથી, તો ક્યાંક બાળકોને બેસવા માટે બેન્ચ પણ ઉપલબ્ધ નથી. સરકારના 'બેટી બચાઓ બેટી પઢાઓ', 'સબ કા સાથ સબકા વિશ્વાસ' અને 'ગુજરાત મોડલ' જેવા નારા ફક્ત ભાષણોમાં જ સારા લાગે છે, પરંતુ જો દેશનું ભવિષ્ય ઘડતી શાળાઓ આવી હશે, તો બાળકોનું ભવિષ્ય કોણ ઘડશે? ખાનગી શાળાની ઊંચી ફી ભરી શકતા માતા-પિતા પોતાના બાળકોને ત્યાં મોકલી દેશે, પરંતુ જે ગરીબ પરિવારો માટે સરકારી શાળા જ એકમાત્ર આશા છે, તેમના બાળકોનું શું થશે? તંત્રને વિનંતી કરવામાં આવી છે કે શાળાને મંદિર સમાન ગણીને તેની દીવાલો તૂટેલી ન હોવી જોઈએ. જો નખત્રાણા જેવા શહેરની શાળા સુધરશે તો ગામડાની શાળાઓ પણ આપોઆપ સુધરશે. તંત્રએ તાત્કાલિક શિક્ષકોની નિમણૂક કરવી, નવા ઓરડા બનાવડાવવા અને બાળકોને બેસવાની યોગ્ય જગ્યા પૂરી પાડવી જોઈએ. ચેતવણી પણ આપવામાં આવી છે કે જો આજે શાળા સુધારવામાં નહીં આવે, તો આવતીકાલે કયામતના દિવસે તેનો જવાબ કોણ આપશે, કારણ કે બાળકનું ભવિષ્ય બગાડવાનું પાપ સૌથી મોટું પાપ છે.
    3
    શહેરની મધ્યમાં આવેલી શ્રી નખત્રાણા પોલીસ લાઈન પ્રાથમિક શાળાની દયનીય હાલત સામે આવી છે, જે નગરપાલિકા, તાલુકા ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર અને પોલીસ લાઈન જેવા મહત્ત્વના વિસ્તારોની નજીક હોવા છતાં ખરાબ સ્થિતિમાં છે. શાળાની દિવાલો પર ભેજ, તૂટેલા બારી-બારણા અને ક્લાસરૂમની અછત જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે.

આ સ્થિતિ જોઈને સવાલ થાય છે કે જો તાલુકાના મુખ્ય સ્થળે આવેલી શાળાની આ હાલત હોય, તો ગામડાની શાળાઓની શું દશા હશે. ગામડાની શાળાઓમાં ક્યાંક શિક્ષકો નથી, ક્યાંક ઓરડા નથી, તો ક્યાંક બાળકોને બેસવા માટે બેન્ચ પણ ઉપલબ્ધ નથી. સરકારના 'બેટી બચાઓ બેટી પઢાઓ', 'સબ કા સાથ સબકા વિશ્વાસ' અને 'ગુજરાત મોડલ' જેવા નારા ફક્ત ભાષણોમાં જ સારા લાગે છે, પરંતુ જો દેશનું ભવિષ્ય ઘડતી શાળાઓ આવી હશે, તો બાળકોનું ભવિષ્ય કોણ ઘડશે? ખાનગી શાળાની ઊંચી ફી ભરી શકતા માતા-પિતા પોતાના બાળકોને ત્યાં મોકલી દેશે, પરંતુ જે ગરીબ પરિવારો માટે સરકારી શાળા જ એકમાત્ર આશા છે, તેમના બાળકોનું શું થશે?

તંત્રને વિનંતી કરવામાં આવી છે કે શાળાને મંદિર સમાન ગણીને તેની દીવાલો તૂટેલી ન હોવી જોઈએ. જો નખત્રાણા જેવા શહેરની શાળા સુધરશે તો ગામડાની શાળાઓ પણ આપોઆપ સુધરશે. તંત્રએ તાત્કાલિક શિક્ષકોની નિમણૂક કરવી, નવા ઓરડા બનાવડાવવા અને બાળકોને બેસવાની યોગ્ય જગ્યા પૂરી પાડવી જોઈએ. ચેતવણી પણ આપવામાં આવી છે કે જો આજે શાળા સુધારવામાં નહીં આવે, તો આવતીકાલે કયામતના દિવસે તેનો જવાબ કોણ આપશે, કારણ કે બાળકનું ભવિષ્ય બગાડવાનું પાપ સૌથી મોટું પાપ છે.
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • સુરતના યોગી ચોક વિસ્તારમાં સ્પા અને હેર સલૂનની ​​આડમાં ચાલતા વેશ્યાવૃત્તિના રેકેટનો સારથાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા પાડીને ઘટનાસ્થળેથી મહિલાઓને બચાવી લીધી હતી અને આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
    1
    સુરતના યોગી ચોક વિસ્તારમાં સ્પા અને હેર સલૂનની ​​આડમાં ચાલતા વેશ્યાવૃત્તિના રેકેટનો સારથાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા પાડીને ઘટનાસ્થળેથી મહિલાઓને બચાવી લીધી હતી અને આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
    user_GUJARAT PATRIKA NEWS CHAN
    GUJARAT PATRIKA NEWS CHAN
    Media company અડાજણ, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • સુરતમાં લિંબાયત પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ દરમિયાન સંજયનગર સર્કલ પાસેથી એક શંકાસ્પદ ઈસમને તીક્ષ્ણ ચપ્પુ સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ચેકિંગ કાર્યવાહીનો એક લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. પકડાયેલ આરોપીનું નામ ચેતન સંજય પાટીલ છે, જેની પોલીસે અટકાયત કરીને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    સુરતમાં લિંબાયત પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ દરમિયાન સંજયનગર સર્કલ પાસેથી એક શંકાસ્પદ ઈસમને તીક્ષ્ણ ચપ્પુ સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ચેકિંગ કાર્યવાહીનો એક લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. પકડાયેલ આરોપીનું નામ ચેતન સંજય પાટીલ છે, જેની પોલીસે અટકાયત કરીને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    user_Samay Prhar News
    Samay Prhar News
    Local News Reporter Chorasi, Surat•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.