Shuru
Apke Nagar Ki App…
દાહોદ કોંગ્રેસે નનામી કાઢી વિરોધ દર્શાવ્યો, છેલ્લા કેટલાય દિવસોથી કોંગ્રેસના હોદ્દેદારો પાલિકા ચોક પર ધરણા પર બેઠા છે દાહોદમાં કોંગ્રેસ દ્રારા પાલિકા ચોક ખાતે ધરણા યોજવામાં આવી રહ્યા છે ત્યારે પ્રાંત અધિકારીને રજુઆત કરવા ગયેલા કોંગ્રેસના હોદ્દેદારો નનામી કાઢી વિરોધ કરી રજુઆત કરવા પહોંચ્યા હતા
DNA News
દાહોદ કોંગ્રેસે નનામી કાઢી વિરોધ દર્શાવ્યો, છેલ્લા કેટલાય દિવસોથી કોંગ્રેસના હોદ્દેદારો પાલિકા ચોક પર ધરણા પર બેઠા છે દાહોદમાં કોંગ્રેસ દ્રારા પાલિકા ચોક ખાતે ધરણા યોજવામાં આવી રહ્યા છે ત્યારે પ્રાંત અધિકારીને રજુઆત કરવા ગયેલા કોંગ્રેસના હોદ્દેદારો નનામી કાઢી વિરોધ કરી રજુઆત કરવા પહોંચ્યા હતા
More news from ગુજરાત and nearby areas
- દાહોદમાં કોંગ્રેસ દ્રારા પાલિકા ચોક ખાતે ધરણા યોજવામાં આવી રહ્યા છે ત્યારે પ્રાંત અધિકારીને રજુઆત કરવા ગયેલા કોંગ્રેસના હોદ્દેદારો નનામી કાઢી વિરોધ કરી રજુઆત કરવા પહોંચ્યા હતા1
- દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા પંંચેલા ખાતે ત.ક મંત્રીશ્રી ના દફતરની apendix-A મુજબ તપાસણી હાથ ધરાઈ આજે તારીખ 30/03/2026 સોમવારના રોજ સાંજે 5 કલાકે આપેલ માહિતી અનુસાર પ્રાંત અધિકારી દેવગઢ બારીયા દ્વારા પંચેલા ગામ ખાતે તલાટી કમ મંત્રીશ્રીના દફતરની Appendix-A મુજબ તપાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિવિધ નોંધપોથી, રજીસ્ટર અને સરકારી દસ્તાવેજોની વિગતવાર ચકાસણી કરવામાં આવી. દફતર વ્યવસ્થાપન અને રેકોર્ડ જાળવણીની પ્રક્રિયા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન દફતર અધ્યતન રાખવાની બાબતે ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારીએ તલાટીશ્રીને તમામ નોંધપોથી સમયસર સુધારવા, જરૂરી એન્ટ્રીઓ નિયમિત કરવા તેમજ દસ્તાવેજોની યોગ્ય રીતે જાળવણી કરવા માટે સૂચનાઓ આપી હતી. આ સાથે દફતરની કામગીરી વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બને તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.1
- રખડતા ઢોર અને કૂતરાઓના વધતા ત્રાસ મુદ્દે દાહોદમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૨ દિવસથી ધરણા પર બેઠેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હવે આમરણાંત ઉપવાસ પર બેઠા છે. નગરપાલિકા અને શાસકો સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પીવાના પાણીની સમસ્યા, બંધ સ્ટ્રીટ લાઈટ અને ઉભરાતી ગટર જેવી મૂળભૂત સમસ્યાઓથી જનતા પરેશાન છે. પ્રાંત કચેરીએ કોંગ્રેસ કાર્યકરો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો અને તંત્રને ચીમકી આપવામાં આવી કે સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. 🎙️ બાઈટ: હર્ષદ નિનામા (પ્રમુખ, દાહોદ જિલ્લા કોંગ્રેસ) 👉 આવી જ લેટેસ્ટ ન્યૂઝ માટે પેજને ફોલો કરો1
- DAHOD..AAP नेता,युवराज सिंह जाडेजा का लिमखेड़ा मे धमाकेदार भाषण। #dahodnews #aap #breaking #gujarat1
- મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં અંદાજે રૂ. ૭૫૩૧.૩૧ લાખના ખર્ચે નિર્માણ થયેલ સરસડી ગામથી કડાણા તાલુકાના ઉત્તર ભાગના ૩૪ જેટલા તળાવોમાં પાણી છોડવાની કામગીરી વિસ્તારના ધારાસભ્યશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર સાહેબના વરદ હસ્તે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ યોજનાથી વિસ્તારના તળાવો ભરાવાની સાથે સાથે ભૂગર્ભ જળસ્તર સુધરશે, ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે અને સ્થાનિક લોકોને પાણીની સમસ્યામાં રાહત મળશે. આ પ્રકારના વિકાસ કાર્યો ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ તકે કડાણા મંડળ પ્રમુખશ્રી પર્વતભાઈ ડામોર,જિલ્લા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટરશ્રી રણછોડભાઈ ડામોર,ભુલ સરપંચશ્રી પોપટભાઈ ડીંડોર, નવી ગોધર સરપંચશ્રી અભેસિંગભાઈ,યુવા નેતા જાલુભાઈ ડામોર,બકાભાઈ પટેલ પ્રતાપભાઈ ડામોર અને કાર્યકર્તાઓ ગામજનો હાજર રહ્યાં હતાં.4
- Post by Salman moravala1
- હાલોલ ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશન મથકમાં છેલ્લા લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા બે લોકપ્રિય પોલીસ ઇન્સ્પેક્ટરોનો 30 માર્ચ સોમવારના રોજ વિદાય સમારંભ કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો. આ પ્રસંગે પોલીસ સ્ટાફ અને નગરના અગ્રણીઓએ બન્ને અધિકારીઓની કામગીરીને બિરદાવી તેમને ભાવભીની વિદાય આપી હતી.હાલોલ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાડેજા છેલ્લા ચાર વર્ષથી હાલોલ વિસ્તારમાં પોતાની ફરજ બજાવી છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે અત્યંત નિષ્પક્ષ અને નીડરતાપૂર્વક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળી હતી. સામાન્ય નાગરિકોની સમસ્યાઓનું ત્વરિત અને સ્પષ્ટ નિરાકરણ લાવી તેમણે પ્રજાનો વિશ્વાસ જીત્યો હતો. ન્યાયી વહીવટ માટે જાણીતા પી.આઈ. જાડેજા ની વિદાય વેળાએ નગરજનોમાં મિશ્ર લાગણી જોવા મળી હતી. તેવી જ રીતે, હાલોલ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ચૌધરીએ લાંબા સમયગાળા સુધી ટાઉન તેમજ રૂરલ વિસ્તારમાં પ્રશંસનીય સેવાઓ આપી છે. ગ્રામ્ય વિસ્તારોમાં શાંતિ જાળવવા અને પોલીસ-પ્રજા વચ્ચે સુમેળભર્યા સંબંધો સ્થાપિત કરવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે.વિદાય સમારંભ દરમિયાન હાલોલ ટાઉન અને રૂરલ પોલીસ સ્ટાફ તેમજ નગરપાલિકાના નગરસેવકો અને સ્થાનીક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બન્ને અધિકારીઓને સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) અર્પણ કરી, સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ લોકોએ બન્ને પી.આઈ.ઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય અને નવી નિમણૂક માટે અનેક શુભેચ્છાઓ પાઠવી હતી.જ્યારે આ પ્રસંગે બન્ને પોલીસ મથકના પીએસઆઈ પણ હાજર રહ્યા હતા1
- દાહોદમાં કોંગ્રેસ દ્રારા પાલિકા ચોક ખાતે ધરણા યોજવામાં આવી રહ્યા છે ત્યારે પ્રાંત અધિકારીને રજુઆત કરવા ગયેલા કોંગ્રેસના હોદ્દેદારો નનામી કાઢી વિરોધ કરી રજુઆત કરવા પહોંચ્યા હતા1