ઉચ્છલની મા દેવમોગરા સરકારી વિનયન કોલેજમાં પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન ઉચ્છલ, મા દેવમોગરા સરકારી વિનયન કોલેજ, ઉચ્છલ ખાતે ઉદિશા અને પ્લેસમેન્ટ સેલ દ્વારા પ્લેસમેન્ટ કેમ્પ–૨૦૨૬ યોજાયો હતો. ધોરણ ૧૨ પાસ અને તેથી વધુ લાયકાત ધરાવતા યુવાનોને રોજગારીની તક મળે તે હેતુથી યોજાયેલા આ કેમ્પમાં કુલ છ કંપનીઓએ ભાગ લીધો હતો. કેમ્પમાં બેન્કિંગ અને એનબીએફસી ક્ષેત્રની સંસ્થાઓ, મારુતિ સુઝુકી શોરૂમ તથા મહારાષ્ટ્રના MIDC વિસ્તારમાંથી આવેલી કંપની સહિતની સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ જગ્યાઓ માટે ૧૪૯ લાભાર્થી વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. જિલ્લા રોજગાર કચેરીના અધિકારીશ્રીઓ વીરલ ચૌધરી અને વિનોદ મરાઠે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ આચાર્ય પ્રોફેસર ઉર્વિક કુમાર બાબુભાઈ પટેલની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. ઉદિશા કોઓર્ડિનેટર પ્રોફેસર પ્રદીપ ગામીત અને પ્લેસમેન્ટ કોઓર્ડિનેટર રોશન વસાવાએ કેમ્પનું સંકલન કર્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લેતાં પ્લેસમેન્ટ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
ઉચ્છલની મા દેવમોગરા સરકારી વિનયન કોલેજમાં પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન ઉચ્છલ, મા દેવમોગરા સરકારી વિનયન કોલેજ, ઉચ્છલ ખાતે ઉદિશા અને પ્લેસમેન્ટ સેલ દ્વારા પ્લેસમેન્ટ કેમ્પ–૨૦૨૬ યોજાયો હતો. ધોરણ ૧૨ પાસ અને તેથી વધુ લાયકાત ધરાવતા યુવાનોને રોજગારીની તક મળે તે હેતુથી યોજાયેલા આ કેમ્પમાં
કુલ છ કંપનીઓએ ભાગ લીધો હતો. કેમ્પમાં બેન્કિંગ અને એનબીએફસી ક્ષેત્રની સંસ્થાઓ, મારુતિ સુઝુકી શોરૂમ તથા મહારાષ્ટ્રના MIDC વિસ્તારમાંથી આવેલી કંપની સહિતની સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ જગ્યાઓ માટે ૧૪૯ લાભાર્થી વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. જિલ્લા રોજગાર કચેરીના અધિકારીશ્રીઓ વીરલ ચૌધરી અને વિનોદ
મરાઠે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ આચાર્ય પ્રોફેસર ઉર્વિક કુમાર બાબુભાઈ પટેલની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. ઉદિશા કોઓર્ડિનેટર પ્રોફેસર પ્રદીપ ગામીત અને પ્લેસમેન્ટ કોઓર્ડિનેટર રોશન વસાવાએ કેમ્પનું સંકલન કર્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લેતાં પ્લેસમેન્ટ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
- માંડવી ભાર્ગવ સમાજ ની વાડી ખાતે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા સમર્પણના 25 વર્ષ અને એમના જન્મદિન નિમિત્તે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ના ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન નો શુભારંભ કરાયો માંડવી ભાર્ગવ સમાજની વાડી ખાતે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા સમર્પણ ના 25 વર્ષ તેમજ તેમના જન્મદિન નિમિત્તે આજરોજ ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં બારડોલી બારડોલી સરદાર સ્મારકની ટીમ તપાસ કરી બ્લડ એકત્રિત કર્યું હતું જેમાં કુલ 31 યુનિટ બ્લડ એકત્રિત થયું હતું નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે કાર્યકરો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઈ પટેલ, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ ભાઈ રાવળ, તાલુકાના પ્રમુખ અનિલભાઈ ચૌધરી ,પાલિકા પ્રમુખ અમીશાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવિણસિંહ અટોદરિયા, કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારી, મહામંત્રી શાલીન ભાઈ શાહ તેમજ નગર તેમજ તાલુકાના સંગઠનના હોદ્દેદારો કાર્યકરો તેમજ પાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ઇશ્વરભાઈ સોલંકી માંડવી.4
- નિઝરમાં રૂ.55 કરોડના ખર્ચે 100 બેડની સરકારી હોસ્પિટલનું ખાતમુહૂર્ત તાપી જિલ્લાના નિઝર ખાતે રૂ.55 કરોડના ખર્ચે બનનારી નવી સરકારી હોસ્પિટલના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી જયરામ ગામીતની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.આ પ્રસંગે આરોગ્ય મંત્રી દ્વારા તાપી જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવેલી કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ આરોગ્યલક્ષી વિકાસકાર્યોને વેગ આપવામાં આવી રહ્યો હોવાનું જણાવાયું હતું.નિઝરમાં નિર્માણ પામનારી નવી સરકારી હોસ્પિટલ 100 બેડની સુવિધાથી સજ્જ હશે. સાથે જ અહીં તાપી જિલ્લાની પ્રથમ સરકારી બ્લડ બેંક પણ બનાવવામાં આવશે.રાજ્યમંત્રી જયરામ ગામીતે જણાવ્યું હતું કે, નવી હોસ્પિટલ શરૂ થયા બાદ નિઝર અને આસપાસના પંથકના લોકોને વધુ સારી અને સુલભ આરોગ્ય સેવાઓ મળી શકશે. ગંભીર બીમારી કે ઈમરજન્સીની સ્થિતિમાં સ્થાનિક લોકોને મોટી રાહત મળશે.આ નવી હોસ્પિટલ નિઝર પંથકના લોકો માટે આરોગ્ય ક્ષેત્રે સંજીવની સમાન સાબિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.1
- રેલવેની અડફેટે 32 વર્ષીય યુવકનું મોત, તાંતીથૈયા ગામમાં અકસ્માતની ઘટના સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામની હદમાં રેલવે અકસ્માતની ઘટના સામે આવી છે. રેલવે ટ્રેક પરથી પસાર થતી વખતે રેલવેની અડફેટે આવી જતાં 32 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે. મૃતકની ઓળખ ધનંજય કુમાર સિંહ તરીકે થઈ છે. તેઓ મૂળ ઝારખંડના પલામુ જિલ્લાના હારદના ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. ધનંજય કુમાર સિંહ છેલ્લા કેટલાક સમયથી તાંતીથૈયા ગામમાં આવેલી નિલકંઠ રેસિડેન્સીમાં રહેતા હતા. મળતી માહિતી મુજબ, રેલવે ટ્રેક પર બનેલી આ ઘટનાની જાણ થતાં કડોદરા GIDC પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, યુવક કયા સંજોગોમાં રેલવેની અડફેટે આવ્યો અને અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે હાલ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.1
- सूरत के डिंडोली खंडहर आवास में मनोज मालिया नाम के शख्स द्वारा चलाए जा रहा है देसी और विदेशी शराब का काला कारोबार1
- फेसबुक-इंस्टाग्राम पर गेमिंग का झांसा देकर लाखों उड़ाने वाले 2 ठग कडोदरा से गिरफ्तार, ₹18.37 लाख का सामान जब्त #viralrbharatexpressnews #suratgujarat1
- चालथाण में PM मोदी के जन्मदिन पर मेगा ब्लड डोनेशन कैंप, भाजपा कार्यकर्ताओं ने किया रक्तदान#PMModiBirthday #BloodDonationCamp #Chalthan #Kadodara चालथाण में PM मोदी के जन्मदिन पर मेगा ब्लड डोनेशन कैंप, भाजपा कार्यकर्ताओं ने किया रक्तदान#PMModiBirthday #BloodDonationCamp #Chalthan #Kadodara1
- મોદીજીના જન્મદિવસે તાપી-સોનગઢને રૂ.55 કરોડની હોસ્પિટલની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તાપી જિલ્લાના સોનગઢને આરોગ્ય ક્ષેત્રે મોટી ભેટ મળી છે. સોનગઢ ખાતે રૂ.55 કરોડના ખર્ચે બનનારી નવી સરકારી હોસ્પિટલનું રાજ્યમંત્રી ડો. જયરામ ગામીતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નવી હોસ્પિટલમાં 100 બેડ ઉપરાંત સીટી સ્કેન સહિતની આધુનિક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના કારણે સોનગઢ સહિત આસપાસના વિસ્તારના લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓનો લાભ મળશે.1
- સુરત... સુરત પોલીસનું નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શહેર sog ને મળી સફળતા સુરત... સુરત પોલીસનું નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શહેર sog ને મળી સફળતા 1.698 કિલોગ્રામ અફીણ સાથે બે જમીન દલાલ સહિત ત્રણની ધરપકડ ડીંડોલી વિસ્તારમાંથી ત્રણેય આરોપીઓની કરી ધરપકડ Sog એ 4.49 લાખનો અફીણ નો જથ્થો,રોકડા રૂપિયા 4,01,500,મોબાઈલ સહિત 12.91 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત ભૈરારામ બીશ્નોઈ, મહેન્દ્ર રાજપૂત,રુગારામ જાટ ને ઝડપી પાડયા ત્રણ પૈકીના બે જમીન દલાલ અને.અન્ય એક વેપારી શોર્ટ કર્ટમાં રૂપિયા કમાવવા આરોપીઓએ ડ્રગસના કારોબારમાં ઝપલાવ્યું, આરોપીઓ છૂટકમાં અફીણ નું વેચાણ કરતા હતા જે માહિતીના આધારે SOG એ ઝડપી પાડ્યા વધુ તપાસ સુરત SOG એ હાથ ધરી બાઈટ ;રાજદીપ સિંહ નકુમ (ડિસીપી સુરત SOG )1