ખાંભા તાલુકા ભાજપ સંગઠનમાં નવી જવાબદારીઓની જાહેરાત સંગઠને મજબૂત મનાવવા ખાંભા તાલુકા ભાજપ સંગઠનમાં નવી જવાબદારીઓની જાહેરાત સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવાના હેતુથી નવનિયુક્ત હોદ્દેદારોની વરણી ખાંભા: ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ તેમજ સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી શ્રી અનીરુદ્ધભાઈ દવે અને અમરેલી જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી અભયસિંહ ચૌહાણ સાથે વિચાર-વિમર્શ કરી ખાંભા તાલુકા ભાજપ સંગઠનને વધુ મજબૂત, સક્રિય અને સંગઠિત બનાવવાના હેતુથી તાલુકા ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. આ વરણી અંતર્ગત ખાંભા તાલુકા ભાજપ સંગઠનમાં નીચે મુજબના કાર્યકર્તાઓને નવી જવાબદારી સોંપવામાં આવી છે: 🔹 શ્રી મહેશભાઈ બાબુભાઈ મકવાણા (ડેડાણ) ➡️ ઉપપ્રમુખશ્રી 🔹 શ્રી પ્રશાંતભાઈ કાંતીભાઈ તંતી (ઈંગોરાળા) ➡️ મંત્રીશ્રી 🔹 શ્રી રણછોડભાઈ દેવાતભાઈ મકવાણા (બોરાળા) ➡️ મંત્રીશ્રી 🔹 શ્રી રાજેશભાઈ મનહરભાઈ બંદા (ખાંભા) ➡️ કાર્યાલય મંત્રીશ્રી નવનિયુક્ત તમામ હોદ્દેદારોને અમરેલી જિલ્લા ભાજપ સંગઠન તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સાથે જ નવી જવાબદારીને સફળતાપૂર્વક નિભાવતા સંગઠનને વધુ મજબૂત બનાવવા અને પક્ષના કાર્યને જન-જન સુધી પહોંચાડવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. નવનિયુક્ત હોદ્દેદારોના અનુભવ, સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને કાર્યક્ષમતાથી ખાંભા તાલુકા ભાજપ સંગઠનને નવી ઊર્જા અને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
ખાંભા તાલુકા ભાજપ સંગઠનમાં નવી જવાબદારીઓની જાહેરાત સંગઠને મજબૂત મનાવવા ખાંભા તાલુકા ભાજપ સંગઠનમાં નવી જવાબદારીઓની જાહેરાત સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવાના હેતુથી નવનિયુક્ત હોદ્દેદારોની વરણી ખાંભા: ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ તેમજ સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી શ્રી અનીરુદ્ધભાઈ દવે અને
અમરેલી જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી અભયસિંહ ચૌહાણ સાથે વિચાર-વિમર્શ કરી ખાંભા તાલુકા ભાજપ સંગઠનને વધુ મજબૂત, સક્રિય અને સંગઠિત બનાવવાના હેતુથી તાલુકા ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. આ વરણી અંતર્ગત ખાંભા તાલુકા ભાજપ સંગઠનમાં નીચે મુજબના કાર્યકર્તાઓને નવી જવાબદારી સોંપવામાં
આવી છે: 🔹 શ્રી મહેશભાઈ બાબુભાઈ મકવાણા (ડેડાણ) ➡️ ઉપપ્રમુખશ્રી 🔹 શ્રી પ્રશાંતભાઈ કાંતીભાઈ તંતી (ઈંગોરાળા) ➡️ મંત્રીશ્રી 🔹 શ્રી રણછોડભાઈ દેવાતભાઈ મકવાણા (બોરાળા) ➡️ મંત્રીશ્રી 🔹 શ્રી રાજેશભાઈ મનહરભાઈ બંદા (ખાંભા) ➡️ કાર્યાલય મંત્રીશ્રી નવનિયુક્ત તમામ હોદ્દેદારોને અમરેલી જિલ્લા ભાજપ સંગઠન તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સાથે જ નવી
જવાબદારીને સફળતાપૂર્વક નિભાવતા સંગઠનને વધુ મજબૂત બનાવવા અને પક્ષના કાર્યને જન-જન સુધી પહોંચાડવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. નવનિયુક્ત હોદ્દેદારોના અનુભવ, સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને કાર્યક્ષમતાથી ખાંભા તાલુકા ભાજપ સંગઠનને નવી ઊર્જા અને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
- લીલીયામાં પત્રકાર અનિલ વાળાના નાના ભાઈના નિવાસસ્થાને ગણપતિ બાપાનું ભવ્ય આગમન... લીલીયામાં પત્રકાર અનિલ વાળાના નાના ભાઈના નિવાસસ્થાને ગણપતિ બાપાનું ભવ્ય આગમન...1
- મહુવામાં જય ખાખી બાપુ ગ્રુપ દ્વારા ગણપતિ બાપ્પાનું ભવ્ય સ્વાગત, ઢોલ-નગારાના તાલે યોજાઈ ભવ્ય શોભાયાત્રા1
- અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા એ સુરત ખાતે" સુદામા કા રાજા" ગણપતિ મહોત્સવમાં દર્શન નો લ્હાવો લીધો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા એ સુરત ખાતે" સુદામા કા રાજા" ગણપતિ મહોત્સવમાં દર્શન નો લ્હાવો લીધો સુરતના મોટાવરાછા ખાતે યોજાઈ રહેલા ‘સુદામા કા રાજા’ ગણપતિ મહોત્સવમાં શ્રી ગણેશજીની પૂજા-અર્ચના કરી દર્શનનો પાવન લ્હાવો લીધો લેતા અમરેલીના લોકલાડીલા ધારાસભ્ય કૌશિક વેકરિયા આ પ્રસંગે મહોત્સવ પરિસરમાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈ સ્થાનિક કારીગરો તથા સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપ્યું. ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરતી આ પહેલ ખરેખર પ્રશંસનીય છે. ભવ્ય અને સુંદર આયોજન બદલ તમામ આયોજકોને હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ. ભગવાન ગણેશજી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના.1
- भगवती संवतसरी।1
- જૂનાગઢમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી દૂધના રેકેટનો પર્દાફાશ : ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ વિભાગની મોટી કાર્યવાહી જૂનાગઢ : જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા તથા સમગ્ર ગુજરાત રાજ્યમાં નકલી દૂધ, ઘી અને પનીર બનાવતી અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ છે. આ જ સૂચનાઓના અનુસંધાનમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખાનગી બાતમીદારો દ્વારા ચોક્કસ હકીકત મળી હતી કે, જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામના ચાંદની ચોક વિસ્તારમાં રહેતો ઇકબાલ ઇબ્રાહિમ ચૌહાણ પોતાના રહેણાંક મકાને દૂધ બનાવવાનો પાવડર તથા પામોલીન તેલનો ઉપયોગ કરી નકલી દૂધ બનાવી રહ્યો છે અને તેનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તથા ફૂડ ઇન્સ્પેક્ટરશ્રીની ટીમે સંયુક્ત રીતે બાતમીવાળી જગ્યાએ રેડ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી ઇકબાલ ઇબ્રાહિમ ચૌહાણ હાજર મળી આવ્યો હતો અને તેના ઘરમાંથી નકલી દૂધ તેમજ દૂધ બનાવવાની સામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા: પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે છેલ્લા ચાર-પાંચ મહિનાથી આ ગેરકાયદેસર ધંધો ચલાવે છે. તે મેંદરડા ખાતે આવેલા 'મયુર ટ્રેડર્સ' વાળા મહેશભાઈ પાસેથી પામોલીન તેલ અને દૂધનો પાવડર ખરીદતો હતો. ત્યારબાદ તેલ અને પાવડરમાં પાણી મિક્સ કરી મિક્સરમાં ઘટ્ટ બનાવી નકલી દૂધ તૈયાર કરતો હતો. આ ડુપ્લિકેટ દૂધને ઓરિજિનલ દૂધમાં ભેળવીને સવાર અને સાંજ મળીને દિવસના કુલ ૨૦ થી ૨૨ કેન (આશરે ૮૦૦ થી ૮૮૦ લીટર) નકલી દૂધ તૈયાર કરી નાગલપુર ગામે પ્રાઈવેટ ડેરી ચલાવતા ડાયાભાઈ રબારી તથા નાંદરખી ગામે પ્રાઈવેટ ડેરી ચલાવતા મિતુલભાઈ પટેલને વેચાણ કરતો હતો. આ ઉપરાંત, નાંદરખી ગામના મિતુલભાઈ પટેલ પાસે આજુબાજુના ગામોમાંથી રોજ સરેરાશ ૧૨૦૦ થી ૧૫૦૦ લીટર દૂધ ભેગું થતું હતું, જે તેઓ ઠંડુ કરી માળીયા ચીલિંગ સેન્ટરમાં મોકલતા હતા. તેમજ નાગલપુરના ડાયાભાઈ રબારી પાસે રોજ સરેરાશ ૧૫૦૦ થી ૨૦૦૦ લીટર દૂધ ભેગું થતું હતું, જે વાડલા ફાટક પાસે સોરઠ ડેરીમાં મોકલવામાં આવતું હતું. આ બાબતે ફૂડ ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા બનાવટી દૂધના સેમ્પલ મેળવી એફ.એસ.એલ. (FSL) કચેરી ખાતે પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે અને જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્ટેશન ડાયરી નોંધ કરવામાં આવી છે.1
- સોમનાથ થી વડનગર બાઈક યાત્રા નું આટકોટ માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું *ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ 'સોમનાથથી વડનગર' બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે* ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે છે. કેબિનેટ મંત્રીશ્રી સવારે ૧૦:૦૦ કલાકે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સોમનાથથી વડનગર બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે. જેનો રૂટ ગોંડલથી આટકોટ, જસદણ, વિંછીયા, પાળીયાદ, તરઘરાથી થઇને સાળંગપુર છે. યાત્રા પૂર્ણ થયે મંત્રીશ્રી વિંછીયા તાલુકાના અમરાપુર ગામ જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે, સેવા સંકલ્પ અભિયાન હેઠળ તા. ૧૩થી રાજ્યના વિવિધ તીર્થસ્થાનોથી વડનગર સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.4
- વડોદરાના આજવા રોડ પર ડર અને ભક્તિનો અનોખો સંગમ! શ્રીજી યુવક મંડળ દ્વારા 30 ફૂટ લાંબી હોરર ગુફા તૈયાર : ભૂતો અને ડરામણા દ્રશ્યો વચ્ચે લાઈવ હોરર શો, અંતે બાપ્પાના દર્શનથી મળશે શાંતિનો અનુભવ... વડોદરાના આજવા રોડ પર ડર અને ભક્તિનો અનોખો સંગમ! શ્રીજી યુવક મંડળ દ્વારા 30 ફૂટ લાંબી હોરર ગુફા તૈયાર : ભૂતો અને ડરામણા દ્રશ્યો વચ્ચે લાઈવ હોરર શો, અંતે બાપ્પાના દર્શનથી મળશે શાંતિનો અનુભવ...1
- મહુવામાં હીરા કારખાના બંધ થતા રત્નકલાકારોનું આંદોલન ઉગ્ર, આગેવાનો ગાંધીનગર પહોંચ્યા1
- जैन समुदाय ।1