Shuru
Apke Nagar Ki App…
VADGAM SAMACHAR PUSHKAR Goswam
More news from ગુજરાત and nearby areas
- Post by Gujarat crime news1
- Post by Ghadiya ajamal Thakor ખેડા ભાખર1
- વડાલી વડાલી તાલુકાના અંબાવાડા ગામ નજીક આવેલા ધરોઈ ડેમના કમાન્ડ વિસ્તારમાં આજે સવારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, એક વ્યક્તિ ડેમના વિસ્તારમાં માછલી પકડી રહ્યો હતો ત્યારે અચાનક વન્ય પ્રાણી દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન પોતાનો જીવ બચાવવા માટે વ્યક્તિ તરત જ પાણીમાં કૂદી પડ્યો હતો. વ્યક્તિ પાણીમાં કૂદતા દીપડો પણ પાછળથી પાણીમાં ખાબક્યો હતો. આ ઘટનાની જાણ થતા વડાલી વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢી સારવાર માટે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં માછલી પકડનાર વ્યક્તિનો ચમત્કારિક રીતે બચાવ થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. — વિષ્ણુ ઠાકોર રિપોર્ટ2
- *देखो, दूध की एक भी बूंद नहीं डाली गई है, यूरिया खाद से दूध बनाया गया है और उस दूध से कुल्फी आइसक्रीम बनाई गई है, अब आप अपने बच्चों को क्या खिला रहे हो, अपनी आँखों से देखो कि बड़ी-बड़ी फैक्ट्रियों में आइसक्रीम और कुल्फी कैसे बनती है!*♦️1
- મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી મહેસાણાના સંસદસભ્ય હરિભાઈ પટેલે આજે લોકસભામાં શૂન્યકાળ (Zero Hour) દરમિયાન પોતાના સંસદીય ક્ષેત્રને લગતો એક અતિ લોકમહત્વનો મુદ્દો ગૃહ સમક્ષ ઉઠાવ્યો હતો.સાંસદ હરિભાઈ પટેલે મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી હતી. સાંસદ હરિભાઈ પટેલે ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રીનું ધ્યાન મહેસાણાની યુનિવર્સિટીઓ, એન્જિનિયરિંગ સંસ્થાઓ અને ત્યાંના પ્રતિભાશાળી યુવાનો તરફ આકર્ષિત કર્યું હતું.આજે જ્યારે સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, ત્યારે સાંસદ હરિભાઈ પટેલે ગૃહના માધ્યમથી કેન્દ્રીય મંત્રી સમક્ષ માંગ કરી હતી કે સંસદીય ક્ષેત્ર મહેસાણામાં એક "આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર" (નવાચાર કેન્દ્ર) ની સ્થાપના કરવામાં આવે. આ સેન્ટરની સ્થાપના થવાથી મહેસાણા લોકસભા ક્ષેત્ર અને તેની આસપાસના તમામ યુવા છાત્રો અને છાત્રાઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પ્રત્યે જાગૃત બની શકશે અને સાથે જ આ આધુનિક વિષયમાં જરૂરી શિક્ષણ પણ મેળવી શકશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.મહત્વપૂર્ણ છે કે વર્તમાન સમયમાં શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે દિન પ્રતિદિન એ આઈ નો પ્રયોગ વધી રહ્યો છે.ત્યારે મહેસાણા લોકસભાના નાગરિકોને ટેકનોલોજીનો મહત્તમ લાભ મળી શકે તે માટે આ સેન્ટર સ્થાપવાની માંગ કરવામાં આવી હતી.2
- જૈન શ્વેતામ્બર તેરાપંથ રાજસ્થાની જૈન પરિવરો એ ભગવાનમહાવીર મહાવીર જન્મ કલ્યાણક ના શુભ અવસરે શોભાયાત્રા નુ આયોજન કરાયુ . ૩૧-૦૩-૨૦૨૬, મંગળવાર, પવિત્ર ભગવાન મહાવીર જન્મ કલ્યાણક ના શુભ અવસરે શોભાયાત્રા નુ આયોજન કરાયુ હતુ આ શોભાયાત્રા નુ પ્રસ્થાન મહાવીર ભવન, K.T. હાઇસ્કૂલ પાસે થી માણેક ચોક થઇ સરદાર ચોક થઈ પેટ્રોલ પંપ થઈ લક્ષ્મીપુરા ચાર રસ્તે થઈ સ્ટેશન વિસ્તાર રોડ થયી અર્બુદાવાડી ખાતે પહોચી હતી રાજસ્થાની જૈન સમાજ દ્વારા આ શોભાયાત્રા નુ આયોજન કરાયુ હતુ આ શોભાયાત્રા મા બાળકો મહિલાઓ પુરુષો મોટી સંખ્યા મા જોડાયા હતા ડીજે ના તાલે આ શોભાયાત્રા નીકળી હતી4
- વિજાપુર ખેડૂત બટાટા ની ખેતી માં બિયારણ મજુરી નથી નીકળી નવી પેઢી ખેતી કરવા વિદેશ જવાનુ પસંદ કરે છે વિજાપુર (લાડોલ સહિત)ના ખેડૂતો હાલ બે મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. બટાકાના ભાવમાં આ વખતે ખૂબ ઘટાડો થયો છે. ખેડૂતને ગત વર્ષ કરતા પણ આ વર્ષ ખૂબ જ ઓછો ભાવ છે જ્યારે એક વીઘામાં ૨૦ થી ૨૫ હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. બિયારણ, ખાતર, દવા અને મજૂરીના પૈસા પણ પાછા નથી આવતા. ખેતરોમાં બટાકાના ઢગલા થઈ ગયા છે અને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. તમાકુમાં પણ સ્થિતિ ખરાબ છે. કેન્દ્ર સરકારે કાચી તમાકુ પર GST ૪૦% કર્યો છે અને વધારાની એક્સાઈઝ ડ્યુટી લાદી છે. આના કારણે વેપારીઓ ખરીદી ઓછી કરે છે અને ભાવ પણ નીચા રહે છે. ખેડૂતોને ખર્ચ પાછો આવવો મુશ્કેલ બન્યો છે. ખેડૂતો કહે છે કે, “આટલું નુકસાન અને અપૂર્ત આવકમાં ખેતી કરવી નફાકારક નથી. નવી પેઢી ખેતી કરવા માંગતી નથી. યુવાનો વિદેશ જઈને કમાણી કરવાનો રસ્તો પસંદ કરે છે.” ઘણા યુવાન ખેડૂતો કહે છે કે ખેતરમાં રોકાઈને દેવામાં ડૂબવા કરતાં વિદેશમાં મહેનત કરીને પરિવારને સપોર્ટ કરવો વધુ સારો છે. વિજાપુર-લાડોલના ખેડૂતો આ સમસ્યાથી પરેશાન છે. તેઓ સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજ, સીધી સહાય અને ભાવ સ્થિર કરવાની માંગ કરી રહ્યા છે. જો ત્વરિત મદદ ન મળે તો આ વિસ્તારમાં ખેતીનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે.1
- Post by Ghadiya ajamal Thakor ખેડા ભાખર1