logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પલસાણા પોલીસે ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલી દેવીપૂજક ટોળકીના બે મહિલા સહિત પાંચ સભ્યોને રૂ. 4.34 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. તમામ આરોપીઓને પલસાણા કોર્ટમાં રજૂ કરાયા બાદ કેસની વધુ ઊંડાણપૂર્વક તપાસ, ફરાર આરોપીની ધરપકડ અને અન્ય ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ આ સમગ્ર તપાસ પલસાણા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જી. ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આરોપીઓ ચોરીને અંજામ આપતા પહેલાં નિશાન બનાવેલી જગ્યાનું ખૂબ જ બારીકાઈથી રેકી કરતા હતા. તેઓ દિવસ દરમિયાન સોસાયટી અને આસપાસના વિસ્તારનું અવલોકન કરીને સુરક્ષા વ્યવસ્થાની માહિતી એકત્ર કરતા અને ત્યારબાદ રાત્રિના સમયે બંધ મકાનો તથા બંગલાઓને નિશાન બનાવી ચોરી કરતા હતા. પલસાણાના અવધ શાંગ્રીલા વિસ્તારમાં ચોરી કરતા પહેલાં પણ ટોળકીએ આ જ રીતે અવલોકન કર્યું હતું. સોસાયટીમાં હાઈફાઈ CCTV કેમેરા અને સિક્યુરિટી હોવા છતાં આરોપીઓએ દિવસ દરમિયાન મહિલાઓની મદદથી સોસાયટીની પાછળના ખેતરાડી માર્ગેથી દીવાલ કૂદી અંદર પ્રવેશ કર્યો હતો અને ચોરી માટે ઉપયોગમાં લેવાતા સાધનો ઝાડી-ઝાંખરામાં સંતાડી રાખ્યા હતા. આ સમગ્ર હિલચાલ CCTV કેમેરામાં કેદ થઈ હતી, જે પોલીસ તપાસમાં મહત્વપૂર્ણ પુરાવા તરીકે સામે આવી. અવલોકન પૂર્ણ કર્યા બાદ આરોપીઓએ રાત્રિના સમયે બંધ બંગલાઓની ગ્રીલ કાપી ઘરમાં પ્રવેશ કરી કિંમતી સામાનની ચોરી કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજ અને માનવ ગુપ્તચર માહિતીના આધારે ગણતરીના દિવસોમાં જ આખી ટોળકીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. પકડાયેલા આરોપીઓમાં કિશોરભાઈ રતિલાલ ઉર્ફે રતુભાઈ દેવીપૂજક, હરેશભાઈ ગોપાળભાઈ દેવીપૂજક, કાજલબેન હરેશભાઈ દેવીપૂજક, ફિરોઝ સાદીક અંસારી અને ભુરીબેન રતિલાલ દેવીપૂજકનો સમાવેશ થાય છે. તેમની પાસેથી ટીવી, સ્પીકર, મોબાઈલ ફોન, સાડીઓ, ઘરવખરી સહિત કુલ રૂ. 4,34,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને પલસાણા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતાં જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. કેસનો મુખ્ય આરોપી પ્રિન્સ ઉર્ફે રામદાસ રતિલાલ દેવીપૂજક હજુ ફરાર છે અને તેની ધરપકડ કરવી જરૂરી છે. આ ઉપરાંત, આરોપીઓએ અન્ય કયા વિસ્તારોમાં ચોરીઓ કરી છે તેની માહિતી મેળવવા તેમજ ચોરીના વધુ મુદ્દામાલની શોધખોળ કરવા માટે રિમાન્ડ અનિવાર્ય છે. નામદાર કોર્ટે પોલીસની આ રજૂઆતને ગ્રાહ્ય રાખી આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પલસાણા પોલીસ ફરાર આરોપીની શોધખોળ સાથે સમગ્ર ટોળકીના ગુનાહિત ઇતિહાસ અને અન્ય સંભવિત ચોરીના ગુનાઓ અંગે સઘન તપાસ ચલાવી રહી છે.

15 hrs ago
user_રમેશ ખંભાતી
રમેશ ખંભાતી
Photographer બારડોલી, સુરત, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • એસીબીએ ટી.એ. (TA) અને એલ.ટી.સી. (LTC) બિલ પાસ કરાવવાના મામલે કાર્યવાહી કરી છે. આ પ્રકરણમાં એક મહિલા ક્લાર્કના પુત્રને ₹30,000ની લાંચ લેતા રંગેહાથ પકડવામાં આવ્યો હતો. લાંચ લેતા પકડાતા પુત્રની સાથે, તે મહિલા ક્લાર્ક (માતા)ની પણ ધરપકડ કરવામાં આવી છે.
    1
    એસીબીએ ટી.એ. (TA) અને એલ.ટી.સી. (LTC) બિલ પાસ કરાવવાના મામલે કાર્યવાહી કરી છે. આ પ્રકરણમાં એક મહિલા ક્લાર્કના પુત્રને ₹30,000ની લાંચ લેતા રંગેહાથ પકડવામાં આવ્યો હતો. લાંચ લેતા પકડાતા પુત્રની સાથે, તે મહિલા ક્લાર્ક (માતા)ની પણ ધરપકડ કરવામાં આવી છે.
    user_प्रतिभा महाजन की आवाज
    प्रतिभा महाजन की आवाज
    Chef બારડોલી, સુરત, ગુજરાત•
    12 hrs ago
  • સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા, બગુમારા અને ગંગાધર સહિતના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ નોંધાયો હતો.
    1
    સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા, બગુમારા અને ગંગાધર સહિતના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ નોંધાયો હતો.
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    16 min ago
  • સુરત ગ્રામ્ય જિલ્લાની પલસાણા પોલીસ અને એલ.સી.બી. ટીમે સંયુક્ત કામગીરી કરીને પલસાણા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના કુલ ચાર ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી કુલ 4,34,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તાજેતરમાં પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં અલગ-અલગ જગ્યાઓએ મકાનોમાં બારી-દરવાજાની ગ્રીલ તોડીને કિંમતી સામાનની ચોરીના બનાવો બન્યા હતા. આ બનાવોને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યા હતા.
    1
    સુરત ગ્રામ્ય જિલ્લાની પલસાણા પોલીસ અને એલ.સી.બી. ટીમે સંયુક્ત કામગીરી કરીને પલસાણા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના કુલ ચાર ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી કુલ 4,34,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તાજેતરમાં પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં અલગ-અલગ જગ્યાઓએ મકાનોમાં બારી-દરવાજાની ગ્રીલ તોડીને કિંમતી સામાનની ચોરીના બનાવો બન્યા હતા. આ બનાવોને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યા હતા.
    user_NEWS 74 INDIA
    NEWS 74 INDIA
    Classified ads newspaper publisher ઉધના, સુરત, ગુજરાત•
    9 hrs ago
  • સુરતમાં એજ્યુકેશન માફિયા પાર્થ કટારિયાનો વધુ એક શિકાર સામે આવ્યો છે. પાર્થ કટારિયાએ એક પ્રિન્સિપાલ સાથે સ્કૂલ વેચવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે.
    1
    સુરતમાં એજ્યુકેશન માફિયા પાર્થ કટારિયાનો વધુ એક શિકાર સામે આવ્યો છે. પાર્થ કટારિયાએ એક પ્રિન્સિપાલ સાથે સ્કૂલ વેચવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે.
    user_प्रतिभा महाजन की आवाज
    प्रतिभा महाजन की आवाज
    Chef બારડોલી, સુરત, ગુજરાત•
    13 hrs ago
  • કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં ભીષણ આગ લાગવાની એક ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી.
    1
    કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં ભીષણ આગ લાગવાની એક ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી.
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.