logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બોટાદ કોર્ટે ખેડૂતની હત્યાના આરોપીને આજીવન કેદની સજા ફટકારી. બોટાદ જિલ્લાના ઈશ્વરીયા ગામે ખેડૂતની હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટનો ચુકાદો. બોટાદ જિલ્લા ખાતે ખેડૂત આગેવાનની હત્યા કેસમાં બોટાદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. પ્રેમ સંબંધ અને સગાઈ બાબતે થયેલા વિવાદને કારણે આરોપીએ ખેડૂતની હત્યા કરી હોવાનું કેસ દરમિયાન સામે આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈશ્વરીયા ગામે રહેતા ખેડૂત નિતુભા કરણુભા ગોહિલે પોતાની ખેતીની જમીન આરોપી કિરણ ઉર્ફે કિરો ભાઈલાલભાઈ પઢીયાર (રહે. ગંભીરા, તા. આંકલાવ, જી. આણંદ)ને મજુરીએ વાવવા માટે આપી હતી. આ જમીનની બાજુમાં અન્ય ખેડૂતની જમીન વાવતા એક ભાગિયાની દીકરી સાથે આરોપી કિરણનો પ્રેમ સંબંધ હતો અને તે તેની સાથે સગાઈ કરવા ઈચ્છતો હતો. આ બાબતે દીકરીના પિતાએ નિતુભા ગોહિલને ફરિયાદ કરતાં નિતુભાએ આરોપીને ઠપકો આપ્યો હતો. આ વાતથી આરોપી કિરણ ઉર્ફે કિરો નારાજ થયો હતો. તા. 16 ડિસેમ્બર 2023ના રોજ નિતુભા ગોહિલ પોતાની વાડીમાં એકલા હાજર હતા ત્યારે આરોપીએ પાછળથી હાથમાં લોખંડની કોશ વડે તેમના માથામાં ઘા કર્યો હતો. ઘટનાના બાદ આરોપી કોશ કુવામાં નાખી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા નિતુભા ગોહિલનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે મરણજનારના ભાઈ ધેલુભા કરણુભા ગોહિલે ગઢડા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા કલમ 302, 201 તથા જી.પી.એક્ટ 135 મુજબ ફરિયાદ નોંધાવી હતી. ગઢડા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.જી. જાડેજાએ તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી હતી અને પુરતા પુરાવા મળતા બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. કેસ દરમિયાન 36 દસ્તાવેજી પુરાવા અને 12 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની દલીલો અને રજૂઆતો ધ્યાને લઈ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ મનીષસહાય જે. પરાશરે આરોપી કિરણ ઉર્ફે કિરો ભાઈલાલભાઈ પઢીયારને IPC કલમ 302 અને 201 હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદની સજા તથા દંડ ફટકાર્યો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮

4 hrs ago
user_Vagadiya chintan dilipbhai
Vagadiya chintan dilipbhai
બોટાદ, બોટાદ, ગુજરાત•
4 hrs ago

બોટાદ કોર્ટે ખેડૂતની હત્યાના આરોપીને આજીવન કેદની સજા ફટકારી. બોટાદ જિલ્લાના ઈશ્વરીયા ગામે ખેડૂતની હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટનો ચુકાદો. બોટાદ જિલ્લા ખાતે ખેડૂત આગેવાનની હત્યા કેસમાં બોટાદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. પ્રેમ સંબંધ અને સગાઈ બાબતે થયેલા વિવાદને કારણે આરોપીએ ખેડૂતની હત્યા કરી હોવાનું કેસ દરમિયાન સામે આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈશ્વરીયા ગામે રહેતા ખેડૂત નિતુભા કરણુભા ગોહિલે પોતાની ખેતીની જમીન આરોપી કિરણ ઉર્ફે કિરો ભાઈલાલભાઈ પઢીયાર (રહે. ગંભીરા, તા. આંકલાવ, જી. આણંદ)ને મજુરીએ વાવવા માટે આપી હતી. આ જમીનની બાજુમાં અન્ય ખેડૂતની જમીન વાવતા એક ભાગિયાની દીકરી સાથે આરોપી કિરણનો પ્રેમ સંબંધ હતો અને તે તેની સાથે સગાઈ કરવા ઈચ્છતો હતો. આ બાબતે દીકરીના પિતાએ નિતુભા ગોહિલને ફરિયાદ કરતાં નિતુભાએ આરોપીને ઠપકો આપ્યો હતો. આ વાતથી આરોપી કિરણ ઉર્ફે કિરો નારાજ થયો હતો. તા. 16 ડિસેમ્બર 2023ના રોજ નિતુભા ગોહિલ પોતાની વાડીમાં એકલા હાજર હતા ત્યારે આરોપીએ પાછળથી હાથમાં લોખંડની કોશ વડે તેમના માથામાં ઘા કર્યો હતો. ઘટનાના બાદ આરોપી કોશ કુવામાં નાખી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા નિતુભા ગોહિલનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે મરણજનારના ભાઈ ધેલુભા કરણુભા ગોહિલે ગઢડા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા કલમ 302, 201 તથા જી.પી.એક્ટ 135 મુજબ ફરિયાદ નોંધાવી હતી. ગઢડા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.જી. જાડેજાએ તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી હતી અને પુરતા પુરાવા મળતા બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. કેસ દરમિયાન 36 દસ્તાવેજી પુરાવા અને 12 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની દલીલો અને રજૂઆતો ધ્યાને લઈ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ મનીષસહાય જે. પરાશરે આરોપી કિરણ ઉર્ફે કિરો ભાઈલાલભાઈ પઢીયારને IPC કલમ 302 અને 201 હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદની સજા તથા દંડ ફટકાર્યો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮

More news from ગુજરાત and nearby areas
  • યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિરે દર્શને આવેલ દર્શનાર્થીના ગુમ થયેલ 400 અમેરીકન ડોલર શોધી પરત કરી “તેરા તુજકો અર્પણ” નું સુત્ર સાર્થક કરતી બરવાળા પોલીસ ટીમ ભાવનગર રેન્જ આઈજી આર.વી.અસારી દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા તથા નાયબ પોલીસ અધિક્ષક મહર્ષી રાવલ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત બરવાળા પોલીસ સ્ટેશનના પીઆઈ નવદીપકુમાર વી વસાવાના માર્ગદર્શન હેઠળ અરજદાર આનંદભાઇ રવિન્દ્રગીરી ગોસ્વામી રહેવાસી માધાપર તાલુકો ભુજ જીલ્લો કચ્છ વાળા ગઇ ગત તારીખ 14 માર્ચના રોજ પરીવાર સાથે સાળંગપુર હનુમાનજી મંદીર ખાતે દર્શન કરવા આવેલ હતા તે દરમ્યાન તેઓના 400 અમેરીકન ડોલર ગુમ થઇ ગયેલ હતા જે 400 અમેરીકન ડોલર ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સની મદદથી શોધી "તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત આજ 17 માર્ચ 2026ના રોજ અરજદાર આનંદભાઇ રવિન્દ્રગીરી ગોસ્વામીને પરત કરી ઉમદા કામગીરી કરી હતી ત્યારે મૂળ માલિકને ગુમ થયેલા 400 અમેરિકન ડોલર પરત શોધી આપતા પરિવારે બરવાળા પોલીસની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો, આ કામગીરીમાં બરવાળા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.વી.વસાવા, હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ ભરતસિંહ, ભગીરથસિંહ બહાદુરસિંહ, કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ લાલભા, હરપાલસિંહ શિવરાજસિંહ, પ્રકાશભાઈ મોતીભાઇ, અજયસિંહ પ્રભાતસિંહ, યશપાલસિંહ જગદીશસિંહ સહિતના સ્ટાફ દ્વારા કામગીરી કરાઈ હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિરે દર્શને આવેલ દર્શનાર્થીના ગુમ થયેલ 400 અમેરીકન ડોલર શોધી પરત કરી “તેરા તુજકો અર્પણ” નું સુત્ર સાર્થક કરતી બરવાળા પોલીસ ટીમ
ભાવનગર રેન્જ આઈજી આર.વી.અસારી દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા તથા નાયબ પોલીસ અધિક્ષક  મહર્ષી રાવલ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત બરવાળા પોલીસ સ્ટેશનના પીઆઈ નવદીપકુમાર વી વસાવાના માર્ગદર્શન હેઠળ અરજદાર આનંદભાઇ રવિન્દ્રગીરી ગોસ્વામી રહેવાસી માધાપર તાલુકો ભુજ જીલ્લો કચ્છ વાળા ગઇ ગત તારીખ 14 માર્ચના રોજ પરીવાર સાથે સાળંગપુર હનુમાનજી મંદીર ખાતે દર્શન કરવા આવેલ હતા તે દરમ્યાન તેઓના 400 અમેરીકન ડોલર ગુમ થઇ ગયેલ હતા જે 400 અમેરીકન ડોલર ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સની મદદથી શોધી "તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત આજ 17 માર્ચ 2026ના રોજ અરજદાર આનંદભાઇ રવિન્દ્રગીરી ગોસ્વામીને પરત કરી ઉમદા કામગીરી કરી હતી ત્યારે મૂળ માલિકને ગુમ થયેલા 400 અમેરિકન ડોલર પરત શોધી આપતા પરિવારે બરવાળા પોલીસની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો, આ કામગીરીમાં બરવાળા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.વી.વસાવા, હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ ભરતસિંહ, ભગીરથસિંહ બહાદુરસિંહ, કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ લાલભા, હરપાલસિંહ શિવરાજસિંહ, પ્રકાશભાઈ મોતીભાઇ, અજયસિંહ પ્રભાતસિંહ, યશપાલસિંહ જગદીશસિંહ સહિતના સ્ટાફ દ્વારા કામગીરી કરાઈ હતી.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
  • તાહિરમામા આમલેટ, જમજમ નોનવેજ નાસ્તા હાઉસ, મીયા સમોસા નામના ફુડ પોઈન્ટ પર ચેકિગ દરમ્યાન ઘર વપરાશ ના પાંચ સિલિન્ડરો મળી આવ્યા.. ઘર વપરાશ માટે વપરાતા ડોમેસ્ટિક સિલિન્ડર નો કોમર્શિયલ તરીકે કરતા હતા ઉપયોગ.. SOG પોલીસે પાંચ સિલિન્ડર કબ્જે કરી આગળની કાર્યવાહી માટે મામલતદારને સોપેલ..
    1
    તાહિરમામા આમલેટ, જમજમ નોનવેજ નાસ્તા હાઉસ, મીયા સમોસા નામના ફુડ પોઈન્ટ પર ચેકિગ દરમ્યાન ઘર વપરાશ ના પાંચ સિલિન્ડરો મળી આવ્યા..
ઘર વપરાશ માટે વપરાતા ડોમેસ્ટિક સિલિન્ડર નો કોમર્શિયલ તરીકે કરતા હતા ઉપયોગ..
SOG પોલીસે પાંચ સિલિન્ડર કબ્જે કરી આગળની કાર્યવાહી માટે મામલતદારને સોપેલ..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    19 hrs ago
  • જસદણ તાલુકાના આટકોટ માં દસ ગામનાં લોકો માટે સેવા સેતુ નું આયોજન કરવામાં આવ્યું જસદણ તાલુકાના આટકોટ વિરબાઈ માં કન્યા શાળામાં માં રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓનો લાભ ગ્રામ્ય કક્ષાએ વિના મૂલ્ય તે જે દિવસે સ્થળ પર જ પ્રાપ્ત થાય એવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમ દસ ગામના લોકો ને લાભ મળે જેમાં આટકોટ જંગવડ વીરનગર જસાપર ખારચીયા નાનીલાખવડ ચીતલીયા ગુંદાળા પાંચ વડા બળધોઈ ગામના લોકો ને આ સેવા સેતુ કાર્યક્રમ માં લાભ મળશે જેમાં કુપન ની કામગીરી આધારકાર્ડ આરોગ્ય વિભાગ આંગણવાડી વિભાગ સહિતના જસદણ નાં વિવિધ વિભાગો નાં કર્મચારીઓ હાજરી આપી હતી જેમાં જસદણ નાં મામલતદાર ટીડીઓ સહિત ઉપસ્થિત વિવિધ આટકોટ જંગવડ ગુંદાળા પાંચવડા વીરનગર સહિત નાં ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા લોકો આધારકાર્ડ કુપન સહિત લાઈનો લાગી હતી નાનાં બાળકોને આધારકાર્ડ સહિત કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી રીપોર્ટ કરશન બામટા આટકોટ
    4
    જસદણ તાલુકાના આટકોટ માં દસ ગામનાં લોકો માટે સેવા સેતુ નું આયોજન કરવામાં આવ્યું 
જસદણ તાલુકાના આટકોટ વિરબાઈ માં કન્યા શાળામાં માં રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓનો લાભ ગ્રામ્ય કક્ષાએ વિના મૂલ્ય તે જે દિવસે સ્થળ પર જ પ્રાપ્ત થાય એવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમ દસ ગામના લોકો ને લાભ મળે જેમાં આટકોટ જંગવડ વીરનગર જસાપર ખારચીયા નાનીલાખવડ ચીતલીયા ગુંદાળા પાંચ વડા બળધોઈ ગામના લોકો ને આ સેવા સેતુ કાર્યક્રમ માં લાભ મળશે જેમાં કુપન ની કામગીરી આધારકાર્ડ આરોગ્ય વિભાગ આંગણવાડી વિભાગ સહિતના જસદણ નાં વિવિધ વિભાગો નાં કર્મચારીઓ હાજરી આપી હતી જેમાં જસદણ નાં મામલતદાર ટીડીઓ સહિત ઉપસ્થિત  વિવિધ આટકોટ જંગવડ ગુંદાળા પાંચવડા વીરનગર સહિત નાં ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા લોકો આધારકાર્ડ કુપન સહિત લાઈનો લાગી હતી નાનાં બાળકોને આધારકાર્ડ સહિત કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી 
રીપોર્ટ કરશન બામટા આટકોટ
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    4 hrs ago
  • જય અખંડ ધણી
    1
    જય અખંડ ધણી
    user_જગાભાઈ ખારશી વાળા
    જગાભાઈ ખારશી વાળા
    ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • જય અખંડ ધણી
    1
    જય અખંડ ધણી
    user_Jagdishsinh k.gohil raj
    Jagdishsinh k.gohil raj
    હિરા ઘસુ છુ Bhavnagar, Gujarat•
    5 hrs ago
  • विश्र्व समाचार
    1
    विश्र्व समाचार
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • ગાયના ગોબર તથા મુત્ર જમીનને ફળદ્રુપ બનાવવા મદદરૂપ: ખેડૂતોના મિત્રો અળસિયા જળસંચય અને પાક માટે મદદરૂપ હાલમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં “પી.એમ. કિસાન સન્માન નિધિ” યોજના અંતર્ગત ભારત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય અને આસામ રાજ્ય સરકારના કૃષિ વિભાગના સંયુક્ત ઉપક્રમે આસામના ગુવાહાટી ખાતેથી કિસાનોને ૨૨મો હપ્તો હપ્તો ચુકવવામાં આવ્યો હતો. જેનું જીવંત પ્રસારણ ભારતભરના તમામ રાજ્યોમાં કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે બોટાદની એ.પી.એમ.સી.ખાતે આશરે ૨૫૦ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત ચીજ વસ્તુઓથી જમીન તથા વ્યક્તિના શરીરને થતાં ફાયદાઓ અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત, વધુમાં કિસાનોને જણાવવામાં આવ્યું કે, ગાયના ગોબર, ગૌમૂત્ર તેમજ ગાય આધારિત ખેતી જમીનની ફળદ્રુપતા વધારવા ખુબ જ મદદરૂપ થાય છે. જમીનમાં રહેલા અળસિયા પાકને તથા જમીનની ગુણવતા લાંબા સમય સુધી ટકાવી રાખે છે. સાથોસાથ અળસિયા ખેતરના ભૂર્ગભ તળને સાજા કરે છે એટલે કે જળસંચય માટે ખુબ જ મદદરૂપ સાબિત થાય છે. તેમજ પ્રાકૃતિક ચીજ વસ્તુઓ માનવ શરીરને તંદુરસ્ત અને નીરોગી બનાવે છે તે અંગેની માહિતી કિસાનોને આપી હતી તથા પ્રાકૃતિક કૃષિના અભિગમને વધુને વધુ કિસાનો અપનાવે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ગાયના ગોબર તથા મુત્ર જમીનને ફળદ્રુપ બનાવવા મદદરૂપ: ખેડૂતોના મિત્રો અળસિયા જળસંચય અને પાક માટે મદદરૂપ
હાલમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં “પી.એમ. કિસાન સન્માન નિધિ” યોજના અંતર્ગત ભારત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય અને આસામ રાજ્ય સરકારના કૃષિ વિભાગના સંયુક્ત ઉપક્રમે આસામના ગુવાહાટી ખાતેથી કિસાનોને ૨૨મો હપ્તો હપ્તો ચુકવવામાં આવ્યો હતો. જેનું જીવંત પ્રસારણ ભારતભરના તમામ રાજ્યોમાં કરવામાં આવ્યું હતું  જેના ભાગરૂપે બોટાદની એ.પી.એમ.સી.ખાતે આશરે ૨૫૦ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત ચીજ વસ્તુઓથી જમીન તથા વ્યક્તિના શરીરને થતાં ફાયદાઓ અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત, વધુમાં કિસાનોને જણાવવામાં આવ્યું કે, ગાયના ગોબર, ગૌમૂત્ર તેમજ ગાય આધારિત ખેતી જમીનની ફળદ્રુપતા વધારવા ખુબ જ મદદરૂપ થાય છે. જમીનમાં રહેલા અળસિયા પાકને તથા જમીનની ગુણવતા લાંબા સમય સુધી ટકાવી રાખે છે. સાથોસાથ અળસિયા ખેતરના ભૂર્ગભ તળને સાજા કરે છે એટલે કે જળસંચય માટે ખુબ જ મદદરૂપ સાબિત થાય છે. તેમજ પ્રાકૃતિક ચીજ વસ્તુઓ માનવ શરીરને તંદુરસ્ત અને નીરોગી બનાવે છે તે અંગેની માહિતી કિસાનોને આપી હતી તથા પ્રાકૃતિક કૃષિના અભિગમને વધુને વધુ કિસાનો અપનાવે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.            
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.